*અંતરનો પસ્તાવો*. વાર્તા... ૯-૧-૨૦૨૦
અચાનક જિંદગી માં બનેલી એવી ઘટના જે અજાણતાં થઈ હોય પણ એનો પસ્તાવો અંતર થી જીવનભર રહે છે...
અને નિમિત્ત બની જવાય છે...
અને... અંતરનો પસ્તાવો કરવાં છતાંય જે નુકસાન મોટું થાય છે એ ભરપાઈ થઈ શકતું નથી અને રહી જાય છે જીવનભર એ ઘા... અને એટલે જ ના સાક્ષી મળે છે અને ના સાબિતી મળે છે.. અને જિંદગી એમ જ એક બોજ બની જાય છે....
આ વાત છે પચ્ચીસ વર્ષ પહેલાં ની....
દક્ષિણી એરીયામા આવેલી એક સોસાયટીમાં બનેલી આ વાત છે...
ઉતરાયણ નો દિવસ હતો .... બધાં ધાબા પર પતંગ ચગાવતા હતાં....
અનિલભાઈ અને મીના બહેન નીચે હતાં .... જમીને સહેજ આડા પડખે થયાં હતાં...
એમણે રેખા અને દિનેશ ને સલાહ અને સૂચનાઓ આપી ઉપર મોકલ્યા હતા કે અમે કલાક રહી ને ઉપર આવીએ છીએ...
રેખા ની ઉંમર ત્યારે તેર વર્ષની હતી...
અને
દિનેશ ની ઉંમર નવ વર્ષની હતી...
આજુબાજુના ધાબા એક બીજાને અડતા હતા...
એ ઉંમર નો પ્રભાવ હોય છે માતા પિતા ગમે એટલી શિખામણ આપે પણ એ ધ્યાનમાં નથી લેવાતી અને પછી રહી જાય છે અફસોસ....
આજુબાજુના બધાં નાનાં મોટાં ધાબાં પર હતાં....
રેખા અને દિનેશ પતંગ ચગાવતા હતાં....
એક પછી એક પતંગો કપાતા હતાં અને બૂમાબૂમ સંભળાતી હતી...
" એ કાપ્યો છે....". લપેટ ભાઈ લપેટ રે... અને પછી ચિચિયારીઓ પાડીને આનંદ મનાવતા હતા...
ધાબા પર સ્પીકરો મૂકી ને ગીતો વગાડતાં હતાં...
ચારેબાજુ ઉત્સાહ નો માહોલ રચાયો હતો...
રેખા અને દિનેશ નો એ પતંગ કપાઈ ગયો એટલે બાળસહજ ક્રિયા.... પતંગો હતા પણ કપાયેલા પતંગ પકડવાની મઝા જ અલગ છે....
એક મોટો ચંદેરી પતંગ ભાર દોરીમાં આવ્યો એ પકડવા બન્ને ભાઈ બહેન દોડ્યા અને અગાશી ની પાળી પર ચઢ્યા અને પતંગ કોણ પહેલો પકડે એ હરિફાઈ માં રેખા ના હાથનો ધક્કો દિનેશ ને અજાણતાં વાગી ગયો અને દિનેશ સીધો જ નીચે પડ્યો.....
એ સાથે જ એનું આટલા ઉપરથી પડવા ને લીધે માથું ફૂટી ગયું....
અને એ ત્યાં જ લોહી ના ખાબોચિયાંમાં જ અંતિમ શ્વાસ લીધો....
લોકો ઉપરથી નીચે ઉતરી આવ્યા...
ટેપમાં વાગતા ગાયનો બંધ થઈ ગયા...
એક ભય અને સન્નાટા અને માતમ નો માહોલ છવાઈ ગયો...
રેખા તો ડર ની મારી ભયભીત થઈ ને બાથરૂમ માં પૂરાઈ ગઈ...
બૂમાબૂમ સાંભળી ને અનિલભાઈ અને મીના બેન બહાર આવ્યા અને પોક મૂકીને રડી પડ્યા...
દિનેશ ના જન્મ પછી સંતાનો ના થાય એનું ઓપરેશન કરાવી દીધું હતું...
આજુબાજુના લોકો એ કેમ આ બન્યું એ કહ્યું...
એટલે ..
અનિલભાઈ એ રેખા ને સમજાવી, ફોસલાવીને બાથરૂમ નો દરવાજો ખોલાવી ને એને બહાર કાઢી...
સમય જતાં રેખા ભણીને બેંક માં નોકરી એ લાગી...
અને સાંજે આવીને આજુબાજુ ના છોકરાઓ ને ભણાવતી....
અનિલભાઈ અને મીના બેને રેખા ને લગ્ન કરવા ખૂબ સમજાવી પણ એ કહે મારું અંતરનો પસ્તાવો છે કે ભાઈ મારા લીધે ના રહ્યો....
હું લગ્ન નહીં કરું...
અને આખી જિંદગી તમારી સેવા ચાકરી કરીશ...
સગાંવહાલાં અને આજુબાજુના લોકો અને બેંકનાં સ્ટાફ ના લોકો એ પણ રેખા ને સમજાવી પણ રેખા એક જ વાત કરે છે....
" મારે લગ્ન નથી કરવા " ....
આજે પણ ઉતરાયણ ના દિવસે રેખા ઉપવાસ કરે છે અને...
ગરીબોને મદદ કરે છે...
પોતાના ભાઈ ની યાદમાં રેખા આજે પણ અંતરથી પસ્તાવો કરી ને ભાઈ ની માફી માંગે છે...
લગ્ન કર્યા વગર માતા-પિતા ની સેવા નો ભેખ ધરીને જીવે છે....
ભાવના ભટ્ટ અમદાવાદ.......