Dil ka rishta - a love story - 25 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 25

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 25

ભાગ - 25

(આગળ જોયું કે ગર્લ્સ રાઉન્ડ માં તેજલ એ ખૂબ જ સારું પર્ફોમન્સ બતાવ્યું હોવા થી બધા ખૂબ જ ઉત્સુક છે એ જોવા કે હવે રોહન અને બીજા બધા બોયસ કેવું રમશે અને આજ ની હરીફાઈ માં કોણ જીતશે હવે જોઈએ આગળ )

રોહન એ કહ્યું કે કંઈક તો જીતી ને આવીશ જ કા હરીફાઈ કા હરીફાઈ જીતનારી ત્યાંરે પૂજા એ કહ્યું કે હવે તો એમ સમજી ને જ મેદાન માં ઉત્તર કે એ જ આ હરીફાઈ નું ઇનામ છે એમ કહી ઓવારણાં લે છે અને રોહન અને સંજય અને એના મિત્રો રમવા માટે જાય છે તેજલ ની ટિમ માં થી અજય આવે છે


ગાયક વૃંદ એ ગીત ની શરૂવાત કરી અને બધા ગોઠવાઈ ગયા

હે આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ
હું શ્યામ... શ્યામ... રાધા વિના નો શ્યામ
આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ

રાધા કાજે ગોકુળિયા માં થઇ ગયો હું બદનામ
કોને કોને કહેતો ફરું હું તન માં વસી છે રાધા મારા મન માં વસી છે રાધા
પૂછી રહ્યા છે ગોપ ને ગોપી ઘેલો થયો કા કાન
હું શ્યામ... શ્યામ.... રાધા વિના નો શ્યામ..

આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ...


ગીત સાંભળી રોહન ને થયું કે જાણે ગીત ના શબ્દો તો એના દિલ ના હાલ જ બતાવી રહ્યા હોય એ પણ એની રાધા એટલે કે તેજલ વિના અધુરો હતો અને હવે એને એ મળી ગઈ છે અને એને કાયમ માટે મેળવવાની છે અને એનું પેલું પગથિયું આ હરીફાઈ છે એ યાદ આવતા એને રમવાનું ચાલુ કર્યું
અને બધા ના આશ્ચર્ય વચ્ચે રોહન ખૂબ સરસ રમી રહ્યો હતો
પૂજા અને રશ્મિ તો જોઈ જ રહ્યા કારણ કે રોહન આટલું સરસ રીતે રમી જશે એ એને ખબર ના હતી અને એનર્જી માં તો એ બરાબર તેજલ ને ટક્કર આપી રહ્યો હતો તેજલ ની નજર અત્યારે રોહન પર ચોંટી ગઈ હતી રશ્મિ પણ રોહન ને જોઈ રહી હતી તેજલ રશ્મિ અને પૂજા બાજુ માં જ બેઠા હતા રશ્મિ એ કહ્યું કે પૂજા મને વિશ્વાસ નથી આવતો કે આ રોહન જ છે તેજલ પણ રોહન ને જોતા જોતા જ કહ્યું હા મને પણ..

પૂજા એ કહ્યું કે જ્યારે મનગમતી ચીજ જીતવા ની હરોળ હોઈ તો વ્યક્તિ પોતાની બધી તાકાત લગાવી દે છે રોહન પણ એજ કરી રહ્યો છે બરાબર ને તેજલ ???

તેજલ કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ હડબડાતા બોલી - હમ્મ ....હા..... એને નજર ફેરવી લીધું કારણ કે એને થયું ક્યાંક પૂજા અને રશ્મિ જોઈ ના જાય કે એ સતત એક્દરી રોહન ને જ જોઈ રહી છે પણ એ ધારવા છતાં એની નજર એના પર થી હટાવી નહોતી શક્તિ એ બીજી તરફ જોવા ની કોશિશ કરે પણ નજર રોહન પર જઈ ને જ અટકતી હતી

સંજય અને રોહન ખૂબ સારું રમી રહ્યા હતા સંજય એટલો સારો ગરબા પ્લેયર્ન હતો પણ અત્યારે એ પૂરો સાથ આપી રહ્યો હતો કે રોહન ની ટિમ જીતે અજય ને તો ખબર જ હતી કે તેજલ છે એટલે ચિંતા છે જ નહીં પણ છતાંય એ પણ પોતાના થી બનતી કોશિશ કરી રહ્યો હતો કે એ સારો દેખાવ કરી શકે

તાલ વધ્યો અને બધા મિત્રો એક સાથે ગ્રુપ બનાવી રમવા લાગ્યા એ લોકો હરીફાઈ જીતવાની હોડ સાથે એન્જોય પણ કરી રહ્યા હતા એ એના હોંકારા પડકારા થી લાગી રહ્યું હતું અને એમાં પણ બધા નું ફેવરિટ ગીત આવ્યું

रामजी की चाल देखो आंखों की मजाल देखो
करिये धमाल देखो अरे दिल को तुम सम्भाल देखो
अरे चाल देखो ढाल देखो रगों में उबाल देखो
ओ देखो ओ देखो ओ देखो देखो देखो
ततड ततड ततड ततड ततड ततड ततड ततड......

ત્યાં તો બધા પોતાના વાળ માં રણવીર સ્ટાઇલ થી તતડ તતડ કરવા લાગ્યા

*तूने मेरी एंट्री ओर दिल मे बजी घण्टी यार टँग टँग...

*चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया हाय स्ट्रोंगली ये जादू तेरा मुजे पे चढ़ गया....

*चलाओ ना नैनो से बाण रे जान ले लो न जान रे...

*सोणी गुजरात नी सुण मारी वात नी ऊंघ ना आवे मन सारी सारी रात नी.....

એક પછી એક વાગી રહેલા હિન્દી ગીત અને એ પણ જાણે રોહન ની અત્યાર ની પરિસ્થિતિ ને લગતા જાને બધા એના એના દિલ ના હાલ એ કલાકારો વ્યક્ત કરતા હોય એવા ગીતો ની સાથે રોહન અને એના મિત્રો ને તો ચાર ગણું જોમ ચડ્યું
બધા ની નજર અત્યારે રોહન પર હતી કારણ કે તેજલ ને પૂરેપૂરી ટક્કર આપી રહ્યો હતો રોહન ચલતી ચાલુ થઈ બધા ધીમેં ધીમે નીકળવા લાગ્યા કારણ કે બીટ ની સ્પીડ વધે એમ વધારે એનર્જી જોઈએ તો બધા ધીમેં ધીમે કરી નીકળી ગયા
પણ રોહન અજય અને સંજય રમી રહ્યા હતા ધીમે અજય પણ થકી ગયો એને પણ રમવાનું બંધ કરી દીધું અને સંજય પણ નીકળી ગયો પણ રોહન થાકવાનું નામ નહોતો લઈ રહ્યો આખરે તેજલ ની જેમ એને આમા પણ કલાકારો તરફ થી રાઉન્ડ બંદ કરવો પડ્યો રોહન ના મિત્રો જોરદાર ટાળી અને ચિચિયારીઓ સાથે રોહન ને ઉચકી લે છે રોહન તેજલ તરફ જોઈ અને ઈશારો કરે છે કે કેમ રહ્યું ??? તેજલ એને ખીજવવા ઈશારા થી જ કહે છે કે ઠીક ઠીક રહ્યું બહુ ના જામ્યું રોહન પણ ઈશારા થી કહે છે ઓહ અચ્છા જી.....

રોહન પૂજા પાસે આવ્યો પૂજા તો એને ખુશ થઈ ભેટી પડી
અને બોલી વાહ મેરે શેર તુને કર દિખાયા
પછી તેજલ તરફ જોઈ અને કહ્યું હવે મેડમ ને પણ ખબર પડશે કે મળ્યું કોઈ ટક્કર નું એમ કહી રોહન ને ટાળી મારે છે
તેજલ મો મચકોડતા બોલી - હા હા જોયા બહુ ટક્કર ના હુહ..રોહન એ જોઈ હસી પડે છે કારણ કે એ ગુસ્સા માં પણ એને એટલી જ વ્હાલી લાગે છે એ લોકો બેસેછે

અને સ્ટેજ પર થી એનાઉન્સ થાય છે

એનાઉન્સર - એક વખત જોરદાર તાળીઓ પાડી દો રોહન માટે કારણ કે બધા એ વિચાર્યું તું કે તેજલ જી સામે એ ટક્કર
નહિ આપી શકે પણ બધા ને ખોટા સાબિત કરી એને એટલું સારું પર્ફોમન્સ આપ્યું કે હવે તો તમારી જેમ અમે પણ ઉત્સુક છે એ જાણવા કે કોણ હશે વિનર તો આપ સૌ થોડીવાર આરામ કરી લો કોલડ્રિન્ક પી લો પછી 10 મિનિટ માં શરૂ કરીશું કપલ રાઉન્ડ જેમાં આપ સૌ એ ફરજીયાત પોતાના પાર્ટનર સાથે રમવાનુ છે તો આપ વિચારી લો કે આપ કોની સાથે રમશો તો આપણે મળીયે 10 મિનિટ પછી.......



TO BE CONTINUE .....


( રોહન એ પણ જ્યારે તેજલ ની ટકકરનું પર્ફોમન્સ આપ્યું ત્યારે હવે શું થશે કપલ રાઉન્ડ માં ???? કપલ રાઉન્ડ માં કોણ હશે કોના પાર્ટનર અને કેવી હશે ધમાલ ???? કોણ હશે આજ ની હરીફાઈ નું વિજેતા એ જાણવા વાંચતા રહો

દિલ કા રિશ્તા.....