એક સમય પર સ્વામી તુલસીદાસ પણ જન્મ સાથે બોલતા થઈ ગયા હતા પણ એ ફક્ત "રામ" આ શબ્દ જ ઉચ્ચારતા હતા એટલે લોકો એમને "રામબોલી" કહીને ચિડાવતા હતા. 😊 તો ચલો હવે નાના બાળકોની વાતો એમના જન્મ સાથે કેવી હશે એના પર વિચાર કરીને થોડાક Fresh થઈએ.😂😂😂
જો સાચ્ચે એવું હોત તો એ બાળક એના પૂર્વજન્મ વિશે જ બોલતો હોત એ વાત આપણે નકારી ના શકીએ કારણ કે તાજુ જન્મેલું બાળક એના પૂર્વજન્મ સિવાય કંઈ જાણતો ન હોય.🤔 આ તો સાલી ટ્રેને પાટો બદલી દીધો એવું થયું ને, લેખમાં વાત કરી છે જન્મ સાથે સમજણયુક્ત વાચાની અને વાત આવી ગઈ પૂર્વજન્મની આ કંઈ થોડી મેળ ખાય !!! 🙄. હું સહમત છું કે એ બાળકના વિચારો પૂર્વજન્મ સંગત જ હોઈ શકે પણ પાટો બદલવો નથી આપણે આપણા Track પર જ ચાલીએ.
⚫️ સૌપ્રથમ અનુભવ...
➡️ જાહેર વાત છે કે તાજું જન્મ લેતુ બાળક Hospital માં જ હોવાનું જ્યારે જુના જમાના જેવું વિચારીએ તો કેવું અલગ જ ભાસ થતું હોય છે જેમકે એ સમયે કોઈ ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિની પીડા થાય ત્યારે એના ઘરે દાયણ કાતો દાઈમા એ નામની કોઈ વ્યક્તિ આવતી અને પ્રસુતિ કરાવતી હતી. એ સમયે બાળક જો બોલતું પેદા થયું હોત તો !!! 🤗. એની વાચામાં ધાર્મિક શબ્દો જ કદાચ વધારે જોવા મળતા હોત કેમકે એ સમયે ધાર્મિક પ્રવચનો, ઋષિઓ એ બધું રોજીંદા જીવનમાં ચાલતું હતું. ઘણા લોકો કહેતા હોય છે કે પહેલાના સમયમાં બાળક જન્મ લેતું એ એના પૂર્વજન્મ વિશે વધારે જાણતું હતું પણ એ કંઈ જન્મતા જ બોલતું નહોતું હો... 😂😂😂
હવે જરાક Track બદલી જ દઈએ કેમકે વારંવાર પૂર્વજન્મની વાત આવી રહી છે... તોપૂર્વજન્મમાં એ વ્યક્તિ શું હશે એને એવું શું કર્યું હશે ? અરે હાલ આજ આપણી ઉંમરે એવું હોત તો આપણે પૂર્વજન્મમાં શું હતા ? શું કરતા હતા ? જરાક વિચારી તો જુઓ...
વિચારતા જ કેવું ? રહસ્યમય લાગે છેને...
હવે આપણાMain Track પર આવીએ આપણે જુના જમાનાની વાત પર હતા. એ સમયે નવજાત શિશુ બોલતું હોત તો પૂર્વજન્મના વિચાર પ્રમાણે એ એવું જ કહેતું હોત... - એ જમાનો જ કંઈક અલગ હતો જેહાલના 21મી સદી કરતા અલગ તરી આવતો અને અલગ જ તરી આવશે.
✴️ પ્રથમ અનુભવની નન્હા-મુન્ના બાળકની વાતો (જૂના જમાના મુજબ )
➡️ દાઈમાએ પ્રસૂતિ કરાવી બાળકની પહેલી નજર પડી દાઈમા પર એમણે કહ્યું "બેટા દુનિયામાં તારું સ્વાગત છે. (લેખ મુજબ બાળક સમજણ વાળું છે.😉) બાળકે પૂછયું તમે કોણ છો!? બધા કહેતા હોય છે કે પશુ, પક્ષી જેમનો નવો જન્મ હોય એમને પહેલા જે પણ નજર
સામે આવે એને જ પોતાની માં સમજે છે પણ આતો મનુષ્યનું નવજાત શિશુ અને એ પણ પાછું સમજણ વાળું તો પછી બાકી શું રહ્યું ? અને મનુષ્ય એક સામાજીક પ્રાણી છે એતો પોતાની માતાને શોધવાનું જ, એ બાળક જવાબ આપશે કે માસી તમે મારો જનમ કરાવ્યો એ માટે તમારો ખૂબ આભાર હવે મને ભૂખ લાગી છે મને મારી મમ્મીના હાથમાં મુકો અને કહો કે મને ખવડાવે (નવજાત શિશુને પોતાની માતાનું પહેલું ધાવણ જ સારી Immunity આપે છે ) જોકે આવી ખબર તો એજમાનામાં નહોતી પણ આતો સમજણ વાળું બાળક છે તો એતો માંનું પહેલું ધાવણ જ માંગશે. હવે એ પછીનું જ્યાં સુધી સરખું ચાલતું ના થાય ત્યાં સુધી એના જીવનમાં, રોજીંદી ક્રિયામાં શું-શું બોલતો હશે એ તમે જાતે વિચારીને આનંદ લઈ લો..... પણ... (જુના જમાનાનું બાળક છે તો તમારે પણ એ મુજબ જ વિચારવાનું રહેશે 🤔😇)
✴️ પ્રથમ અનુભવની નન્હા-મુન્ના બાળકની વાતો (નવા જમાના/21મી સદી મુજબ )
➡️ હાલના 21મી સદીના Fast યુગમાં નવું જન્મ લેતું સમજણ તેમજ વાચા યુકત શિશુ કેવું બોલતું હશે એ થોડુંક વિચારી, મનોમંથન કરી પહેલા તમારી રીતે જ આનંદ લઈ લો...
હાલના સમયમાં બાળકનો જન્મ Guynec
Hospitalમાં જ થાય છે ત્યાથી જવિચારીએ
કોઈ Multi-specialist gynec hospitalમાં શિશુનો જન્મ થયો છે, હવે બાળકનો જન્મ કઈ રીતે થયો એ પણ વિચારવું પડશે. કેમકે હાલના સમયમાં Dr. મોટા ભાગે Surgery દ્વારાજ બાળકના જન્મની ક્રિયા કરાવતા હોય છે ભાગ્યેજ Normal delivery થતી હોય છે.
1). Surgery દ્વારા જન્મેલું બાળક.
શસ્ત્રક્રિયા દ્વારા બાળક માંના પેટમાંથી બહાર આવે છે (જો કે આ ક્રિયા દ્વારા આવતું બાળક સૂતેલી સ્થિતિમાં હોય છે ) એ ક્રિયા કરી એને પેટમાં સુવાડી દેવામાં આવે છે. માં પણ Surgery સમયે આપેલા Anesthesiaની અસરથી સૂતેલી જ હોય છે. બાળકની આંખો જ્યારે ખૂલે છે આસપાસનું બદલાયેલું વાતાવરણ જોતાજ પહેલા રડવા માંડે છે. થોડી વાર પછી સ્વસ્થ થાય છે અને આસપાસનું બદલાયેલું વાતાવરણ જોતા જ સવાલ કરવા માંડે છે કે હું ક્યાં છું ? ( ભાન ભૂલેલા માણસની સ્થિતિ ☺🤕). હમણાં સુધી તો હું સારી Safe દુનિયામાં હતો હવે આ અચાનક ક્યાં આવી ગયો !? એનું Face Reaction જ કંઈક અલગ હશે, દુઃખી થઈ ગયો હોય એવું. 😐😱 હવે આ બાળકને પણ ભૂખ તો લાગેજ ને એ પણ માં નેશોધે છે અને Nurse એને માંના હાથમાં મુકે છે. જોકે Nurse દેખાવડી છે અને આ બાળક પણ થોડુક Naughty છે તો શરૂઆતમાં કહ્યુ એમ "નવા જમાનાનું બાળક" એ મુજબ વાત કરવા માંડશે. હવે આગળનું તમે જાતે વિચારીને આનંદ લઈ લો.....
2). Normal Delivery થી જન્મેલું બાળક
આ ક્રિયા પણ જુના જમાનામાં દાયણ દ્વારા થતી ક્રિયા એવી જ ક્રિયા Nurse કાંતો Dr. દ્વારા Hospitalમાં થતી ક્રિયા છે. આ વાતમાં પણ જુના જમાનાની વાતનું આવશે પણ તમે નવા જમાના મુજબ જન્મેલું બાળક છે એમ વિચારીને બાળકની પ્રતિક્રિયા શું હશે વિચારી જુઓ. હવે કદાચ એની પ્રતિક્રિયા માં ના શોખ ઉપરથી જ નક્કી થશે. જેમકે એ માં ને ગીતો સાંભળવાનો, Movies જોવાનો, ફરવાનો, રસોઈ
કરવાનો... etc... એ મુજબ singer, actor, tourist, કે pilot... વગેરે જેવું બનવું છે એમ કહેશે. હવે તમે પણ 21મી સદીના માણસ છો તો એ રીતે વિચારી જુઓ કે એ કેવું બોલતો હશે. લેખની શરૂઆતમાં જ થોડા ઘણા શબ્દો લખેલા છે એવું બોલતો હશે, તો એ રીતે વિચારી આ નાના બાળકની બોલીનો આનંદ લઈ લો.....
હવે તો સાલું તમને એમ થતું હશે કે આમાં રોજીંદી ક્રિયાની તો કંઈ વાત જ ના આવી કે ના એના કપડાં બગડયા !!!, પણ એ વાતો થોડીક અંગત થઈ જાય છે એ તમે જાતે જ મનમાં વિચાર કરી લો અને બીજું એમ પણ થતું હશે કે બધું જાતેજ વિચારવાનું છે તો આ લેખ શા માટે લખ્યો છે? તો એ વાત પણ હું Clear કરું કે, તમને થોડી Guideline તો મળી જ ગઈ છે તો એ મુજબ તમારે પણ મનઘડત શબ્દો ઉમેરો અને લેખનો આનંદ માણો આમ પણ
શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે રસ્તો હું દેખાડું છું ક્યા ચાલવું એ તમારે નક્કી કરવાનું છે અને વિચાર કરવામાં તો તમે બિલકુલ પાછા નહીં પડો અને મગજ શાંત રહે એના કરતાં કસાયેલું રહે એ સારું પાછું આ બધું વિચારીને તમને ખુશી તો થાશે જ એ પણ જાણું છું. તો ખુશી મળતી હોય મગજ કસાતું હોય તો આ વિષય પર વિચારણા કરવામાં વાંધો શું છે ? 🤔😂
જો આ લેખ વાંચીને તમારા ચહેરા પર થોડીક પણ મીઠી Smile આવી હોય તો તમારો આભાર માનું છું.અને અંતે બહુજ ઓછા પ્રયત્નોથી તૈયાર થયેલ મારી નાના બાળક બનવાની ઈચ્છા हिन्दी શબ્દોમાં રજૂ કરું છું .
फिर से नन्हें बच्चे बनने की जीद हैं।
ये बस,बाईक और Luxurious कार छोड़ कर
फिर से नन्हें बच्चे बनने की जीद हैं।
अब तो पूरा दिन थका-हारा रहता हूँ,
फिर से नन्हें बच्चे बनने की जीद हैं।
- સંકેત વ્યાસ (ઈશારો)