Swap - sva ni safar in Gujarati Short Stories by Dr. Brijesh Mungra books and stories PDF | સ્વપ્ન - સ્વ ની સફર

Featured Books
Categories
Share

સ્વપ્ન - સ્વ ની સફર

સ્વપ્ન – સ્વ ની સફર

નિખિલ ફૂટબોલ લઇ રમતો –કુદતો ઘર માં પ્રવેશ્યો .

“ શું છે નિખિલ ? હવે નાનો નથી રહ્યો હજુ આટલા ધમપછાડા કરે છે ..હમણાં કોલેજ પૂરી થશે .હવે કઈક મીચ્યોર બન.” ઉષા બેને કહ્યું.

“ ઓ. કે. મેં બી સમ ટાઇમ..મારું નાહવાનું પાણી તયાર છે .મારા કપડા અને પાર્ટી શુઝ ...

“ હા ,બીટવા ,બધું તયાર છે .જો તારા માટે મેં સરસ સ્વામિનારાયણ ની ખીચડી બનાવી છે . જમી ને જા .”

“ ખીચડી ઓહ ...પણ મમી હું તો ફ્રેન્ડ સાથે બહાર ડીનર કરવાનો છું .”

“હા ,તો મેં બી સમટાઇમ “ ઉષા બેને છણકો કર્યો .

“યસ મોમ....” નિખિલે બોલ હવા માં ઉછાળતા કહ્યું .

ફ્રેશ થઇ નિખિલ હીરો ની માફક તયાર થયો .ગોગલ્સ .પાર્ટી શૂઝ અને પોતાનું ફેવરીટ બ્લેક જેકેટ .ચાવી હાથમાં લઇ જેવો એ બહાર જવા નીકળ્યો સામે થી તેના પપ્પા ઘર માં પ્રવેશ્યા .

“શીદ જાઓ છો હીરો હિરાલાલ ?” પ્રજ્ઞેશભાઈ નાં ભવા ઉચા થયા .

“કઈ ખાસ નહિ નાની એવી પાર્ટી છે .”

ઓ.કે. ઓ.કે. ...જાવ જલસા કરો .બાપ બધું સંભાળવા બેઠો જ છે ને ..અને ધીરે ..બાઈક માં જો કુતરૂ પણ આડું આવ્યું ને તો પોલીસ સ્ટેસન નામ નોંધાઈ જશે. અને ડંડા ખાવા પડશે એ અલગ .” થાકેલા પ્રજ્ઞેશભાઈ એ ગુસ્સા થી પોતાના ખંભા ઉછાળ્યા .

“કેમ શું કહ્યું? “ ઉષા બેન હળવું સ્મિત આપતા બોલ્યા .

“એને નહિ મારે ખાવા પડશે .બાઈક મારા નામે રજીસ્ટર છે .સમજાતું નથી આને અક્કલ ક્યારે આવશે ? “પ્રજ્ઞેશભાઈ નો ગુસ્સો સાતમાં આસમાને હતો .

“ધીરજ રાખો ..એના પર ભરોષો રાખો .એ જીવન નાં આ સમય ને માણી અને જાણી રહ્યો છે .આમ પણ ધીરજ નાં ફળ મીઠા .”

“હા ..હા.. બધી ખબર છે મને. બાબા આદમ નાં સમય ની ફિલોસોફી નાં જાડ...”

ત્યાં સુધી માં નિખિલ પોતાની બાઈક લઇ ને નીકળી ચુક્યો હતો . બાઈક ઘર થી થોડે દુર જતા હવા સાથે વાતો કરવા માંડી .આમ પણ મમી –પપ્પા ,મિત્રો બધા જ નિખિલ ને ટોકી ચુક્યા હતા .પણ માને તો નિખિલ શાનો ?

નિખિલ ની હવાઈ સવારી એક જાણીતા રેસ્ટોરાં નાં પાર્કિંગ એરિયા માં જઈ ને ઉભી રહી . તેના મિત્રો રોબિન ,અવિનાશ અને નિત્ય તેની રાહ જોઈ ને જ ઉભા હતા . મિત્રો એ થોડી વાર ખુબ ગપાટા માર્યા .

ત્યાં જ સુંદર ડ્રેસ માં સજ્જ અમિતા અને આકાન્ક્ષા આવી પહોચી .નખ –શીખ પરી લગતી હતી અમિતા.... નિખિલ આંખ નું મટકું માર્યા વિના અનિમેષ નજરે તેને તાકી રહ્યો .ત્યાં જ નિખિલ નાં ગાલ પર એક હળવી ટાપલી પડી .આ પાસે ઉભા નિત્ય ની શરારત હતી .

“ બ્રો, પિક્ચર હજુ બાકી છે .” બધા મિત્રો હસી પડ્યા .ડીનર પત્યા બાદ ડિસ્કોથેટ માં બધા મિત્રો ખુબ નાચ્યા .બાર નાં ટકોરે અમિતા અને આકાન્ક્ષા બહાર નીકળી .

નિખિલ તેની પાછળ છુપાતો –છુપાતો પાર્કિંગ સુધી પહોચ્યો .અને અમિતા ની સમક્ષ ગોઠવાઈ ગયો.

“અમિતા ...” એની સ્નેહાળ નજર અમિતા ને જોતા જ રહી .હદય જોર થી ધબક્યું .પોતાના પ્રેમ ને વર્ણવવા એની પાસે શબ્દો ન હતા. અમિતા ની નજર નિખિલ સાથે એક થઇ અને તુરંત ઢળી પડી .

“ અમિતા ...આ તારા માટે ..ફક્ત તારા માટે ...”નીખીલે ગુલાબી રંગ માં લપેટાયેલ ગીફ્ટ અને તેમાં છુપાયેલ શબ્દ રૂપી અઢળક પ્રેમ અમિતા નાં હવાલે કરી દીધો . જાણે આજે એને ઘણું કેહવું હતું પરંતુ ઘણા પ્રયત્ન પછી પણ એ નિશબ્દ હતો .અમિતા ગીફ્ટ સ્વીકારી શરમાતી, લજ્જા નાં આવરણ થી દબાયેલી ત્યાં થી નીકળી ગઈ .

નિખિલે પોતાના બંને હાથ ફેલાવ્યા .જાણે આજે એને આખી દુનિયા ન જીતી લીધી હોય .. એને પુરપાટ વેગે બાઈક હંકારી મૂકી .એ અમિતા નાં દીવાસ્વ્પન માં રાચતો હતો .સામે સુમસામ સડક હતી .અને હવા ની શીત લહેર તેને અમિતા ની યાદ અપાવતી હતી. ઉંબરે ઉભેલી જુવાની અને પ્રેમ ની માદકતા તેની નેસેનસ માં વહી રહી હતી .બાઈક ની સ્પીડ એટલી હતી કે તેને પુરપાટ વેગે ચાલતી કાર ને પણ પાછળ છોડી દીધી હતી .ત્યાં જ અચાનક ધડામ સાથે એક ભયંકર અવાજ થયો .

જયારે નિખિલ ની આંખો ખુલી ત્યારે તે પથારીવશ હતો. તેના બંને પગ નાં હાડકા નાં ચૂરેચૂરા થઇ ગયા હતા .જમણા હાથ મા પણ ખાસ્સું લાગેલું હતું. સામે ઉષાબેન ને જોઈ તે વહીવળ થઇ બોલી ઉઠ્યો .

“મમી, શું થયું મને?”

“બેટા ..”દિગ્મૂઢ થયેલા ઉષાબેન રડી પડ્યા .બાજું માં ઉભેલા નિખિલ નાં પપ્પા ની આંખો માં પણ આશુ સરી પડ્યા .

“હિંમત રાખ નિખિલ સૌ સારાવાના થશે .”એમ કેહતા તેમને નિખિલ નાં માથા પર પ્રેમાળ હાથ ફેરવ્યો .

“નાં ..મમી કે મને શું થયું? “ નિખિલ વ્યાકુળ નજરે ઉષાબેન તરફ જોયું .ઉષાબેન ની નજર નીચે નિખિલ નાં પગ તરફ ગઈ .

“મારા પગ ..મારા પગ .....” નિખિલ જોર થી ચિલ્લાઈ ઉઠ્યો .ડાબી બાજુ નો પગ કપાયેલો હતો અને જમણી બાજુ નાં પગ પર પ્લાસટર હતું .તેને પોતાના પગ ને હલાવવાની ખુબ કોશિશ કરી પરંતુ બધું વ્યર્થ ...

રોક સ્ટાર જેવો લાગતો નિખિલ આજે નિઃસહાય બની હોસ્પિટલ નાં બિછાને કણસતો હતો .મમી –પપ્પ્પા નાં રૂમ માંથી બહાર નીકળતા કાલે પાર્ટી માં સાથ દેનારા જીગરજાન મિત્રો ખબર અંતર પૂછવા આવ્યા.

“ગેટ વેલ સુન ડ્યુડ..” રોબિને ફૂલો નો ગુલદસ્તો મુકતા કહ્યું .

“આં શી રીતે થયું રોબિન ?”નિખિલ હજુ અસમજ માં હતો.

“ યાર તું બાઈક લઈને પાર્ટી માંથી નીકળ્યો ..એસ .પી .ચોક પાસે તારું એક્સિડન્ટ થયું .અને પછી તું જાણે જ છે .નિખિલ હજુ સ્તબ્ધ હતો પુરપાટ વેગે ચાલતી તેની બાઈકે તેનો આ હાલ કર્યો હતો .

“ અને મારી બાઈક ?”

“એનું તો પૂછ જ માં.... આટલી સ્પીડે ચલાવાઈ નિખિલ ? બાઈક નાં તો ચૂરે ચુરા થઇ ગયા .થેંક ગોડ તું બચી ગયો .અવિનાશ અને નિત્યે પણ શુભેચ્છા પાઠવી રવાના થયા . હજુ નિખિલ કાલ ની ઘટના ને વાગોળતો હતો ત્યાં સામે થી કોઈ પરિચિત ચેહરો કાંચ નાં દરવાજા ને લપાઈને તેને જોતો હતો .

“અરે ..આ તો અમિતા ..મારી અમી ...” એનો વિષાદમય ચેહરો સ્પષ્ટ દેખાતો હતો . તે રાત્રે આપેલી ગીફ્ટ રોબિન નાં હાથ માં થમાવી જતી રહી .

નિખિલ કે જેના હાથ પગ નાં ચૂરેચૂરા થઇ ગયા હતા તેનું આજે હદય પણ ચકનાચૂર થઇ ગયું. આજે તેને તીવ્ર આઘાત લાગ્યો .

“આ સમય ...હા ..આ સમયે જ મને દગો દીધો છે .પણ હજુ મારા જીગરજાન મિત્રો મારી સાથે જ છે .સામે નો દરવાજો અમિતા નાં સ્પર્શ થી અધખુલ્લો હતો .બાર ઉભેલી તેની ટોળકી ની વાતો નિખિલ ને સ્પષ્ટ સંભળાતી હતી .”સાલો ,આ પોતાની જાતને શું હીરો માંને છે ? જાણે રેસ માં ઉતર્યો હોય એવી રીતે ચલાવતો હતો ..શું થઇ આમાં.... એકસીડન્ટ જ ને ? હવે પડ્યો છે.... કાલે આ અમિતા ને ગીફ્ટ વિફટ આપી હશે ભાઈ એ ....આ અમી ખુબ ચબરાક છે ..પામી ગઈ આને .હવે શું આ લંગડ દાસ ની ગર્લફ્રેન્ડ બનશે? ત્રણેય મિત્રો હસ્યા .

“રોબિન ,નાવ ઇટ્સ યોર ટન ટૂ શો મેજીક .”.નિત્ય એ ચાલી જતી અમિતા તરફ જોઈ ઈશ્રો કર્યો .

“ચલ છોડ ને યાર ...” ત્રણેય મિત્રો નીકળી ગયા .

આજે નિખિલ ને શું કરવું એ સમજાતું ન હતું ..એક બાજુ જેને એ અનહદ ચાહતો હતો એ અમિતા અને બીજી બાજુ એના જીગરજાન મિત્રો ..બધું એક સાથે ઝુંટવાઈ ગયું નિખિલ પાસે થી ફક્ત એક એક્સીડન્ટ ને કારણે ..એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ..

થોડીવાર બાદ નર્સ આવી અને દવા દેતા કહ્યું .” મિ.નિખિલ નાવ ટેક એ રેસ્ટ ..શાંતિ થી સુઈ જાવ ..હવે તમને કોઈ ડીસ્ટર્બ નહિ કરે .”

“ અરે મારી આખી જિંદગી ડીસ્ટર્બ થઇ ગઈ છે “ નિખિલ સ્વત બબડ્યો ..નર્સ નાં ગયા બાદ કાલ થી આજ સુધી ની તમામ ઘટના તેની સામે હતી ..દોસ્તી ,પ્રેમ ,એ ઉત્સાહ જાણે બધું જ વ્યર્થ હતું અત્યારે ...અજીબ બેચેની તેના પર હાવી થતી જતી હતી .એને છૂટવું હતું આ ઝાળ માંથી . તેનો આવેશ શમવાનું નામ લેતો ન હતો . તેને ત્વરિત નિર્ણય કર્યો . સામે પડેલ સર્જીકલ નાઈફ ઉપાડી અને પોતાના ડાબા હાથ ની નસ પર રાખી .તેના હાથ કાંપતા હતા અને માથા પર થી પરસેવો છૂટતો હતો. ત્યાં જ અચાનક...

“ઉઠ , નિખિલ જો નવ વાગી ગયા છે .સુરજદાદા તારી સાથે હેન્ડશેક કરવા રૂમ માં આવી ગયા .છે .પેલો મુલ્લુંમિયા નો મુર્ગો ત્રણ વખત સલામી દઈ ચુક્યો છે .ક્યારે ઉઠવું છે તારે ?”

અચાનક નિખિલ સફાળો બેઠો થયો .

સૌ પ્રથમ તેની નજર પગ પર પડી .એને પોતાના બંને હાથ હદય પર મૂકી દીધા .

“હાશ ..” તેને હજુ આ સ્વપ્ન હતું એ વિશ્વાસ નોહતો બેસતો .સામે તેના કપડા ,પાર્ટી શૂઝ અને ભીત પર તેનું બ્લેક જેકેટ લટકતું હતું .તે ઝડપ થી દોડી રસોડા માં કામ કરતી મમી ને ભેટી પડ્યો .

“ઓહ ..બેટા શું થયું? “ ઉષા બેન નિખિલ સામે આશ્ચર્ય થી જોતા હતા .

“કઈ નહિ “ નિખિલ નિશબ્દ હતો .તે એકધારો ઉષાબેન નું મમત્વ નિહાળી રહ્યો હતો .

“ચાલ ,બેટા જલ્દી ફ્રેશ થઇ તયાર થઇ જા .સત્સંગ માં જવાનું છે .અને જો મેં તારા માટે નાસ્તા માં મેથી નાં પરાઠા બનાવ્યા છે .

નિખિલ એક કહ્યાગરા બાળક ને જેમ તયાર થઇ નાસ્તો કરી મમી –પપ્પા સાથે સત્સંગ માં જવા નીકળ્યો .ઉષાબેન અને પ્રજ્ઞેશભાઈ ની નજર નીખીલ પર સ્થિર હતી હંમેશા ધમપછાડા કરતો નિખિલ આજે આટલો શાંત કેમ ?

આચાર્યજી ઘણા વર્ષો બાદ પધાર્યા હતા સત્સંગ બાદ પ્રજ્ઞેશભાઈ આચાર્યજી સમક્ષ બેઠા અને હાથ જોડી બોલ્યા “ આચાર્યજી ..આ મારો દીકરો નિખિલ ...આપનાં આશીર્વાદ આપો જેથી એનું જીવન ધન્ય થઇ જાય એ લક્ષ્યાવિહિન છે .અને આપ થોડી સમજ આપો કૃતાર્થ કરો

“હા ...જરૂર ..એને એનું લક્ષ્ય જરૂર મળશે ..તમે જાવ પ્રસાદ ગ્રહણ કરો “ નિખિલ ને ઇશારા માં બેસી રહેવા જણાવ્યું .

“શું થયું ? હમણાં જ કઈક બન્યું છે ?” આચાર્યજી સિદ્ધ પુરુષ હતા .તેને નિખિલ ની આંખો માં આંખો પરોવીને કહ્યું .

નિખિલ આચાર્યજી ને તેજસ્વી મુખમુદ્રા સામે તાકી રહ્યો . એને નિરાકરણ માટે આચાર્યજી શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યા . નિખિલે પોતાની સ્વપ્ન ની સઘળી વાત અટક્યા વિના કહી દીધી .આચાર્યજી હસવા લાગ્યા .

“આમાં ,હસવા જેવું શું છે આચાર્યજી ?”નિખિલ ને ઠેસ પહોચી .

“બતાવ બેટા ,જો આ સ્વપ્ન નહિ હકીકત હોત તો તું શું કરત ?” આચાર્યજી એ વેધક પ્રશ્ન પૂછ્યો .

“તો હું સ્યુસાઈડ જ કરી લેત ..” નિખિલે પળવાર મા જવાબ આપ્યો .

“અજ્ઞાન એ અંધકાર છે .અને જો પ્રકાશ રૂપી ચાવી ન મળે તો ઘણાખરા કિસ્સામાં આમ જ યુવા જિંદગી હોમાઈ જાય છે .”

“હું સમજ્યો નહિ ગુરુદેવ ..” નિખિલ નિરાકરણ જાણવા ઉત્સુક હતો .

“ બેટા હવે આ સંસાર નું સૌથી સુંદર સત્ય હું તને જણાવવા જઇ રહ્યો છું. પરમાત્મા દરેક જીવ માં વિદ્યમાન છે .એ એક સુંદર સ્વપ્ન છે ઈશ્વર નું ..અને આ સૃષ્ટિ નાં તમામ જીવો એના સંતાનો .અને તેથી જ સ્વપ્ન આપનો પણ અબાધિત અધિકાર છે .પણ આ સ્વપ્ન એટલે કયું ? આપણી જન્મ થી લઇ ને મૃત્યુ સુધી ની સફર .જન્મ પેહલા અને મૃત્યુ પછી જે જીવન છે એ જ તો છે આપનું પૂર્ણ રૂપ એટલે જ તને સ્વપ્ન બાદ જે હાશકારો થયો છે એ મૃત્યુ પછી દરેક જીવ ને થતો હશે .અને એ હાશકારો ત્યારે યથાર્થ છે જયારે જીવન થી મૃત્યુ રૂપી આ સ્વપ્ન માં સત્કર્મરૂપી બીજ વાવ્યા હોય ..... અને આજ છે તારા સ્વપ્ન નું સ્પસ્ટ નિરાકરણ ...

“આભાર ,ગુરુદેવ “ નિખિલ નાં મો પર એક અજબ શાંતિ હતી .આ સત્ય એ જાણે એના મનના તમામ વમળો ને શાંત કરી દીધા .

મંદિર નાં પટાંગણ મા ભારે કોલાહોલ વચ્ચે દુર જંગલ માંથી આવતો પક્ષીઓનો કલરવ નીખીલ ને સ્પષ્ટ સંભળાતો હતો ..નાનપણ થી તેનું આઈ .પી એસ .બનવાનું લક્ષ્ય તેને સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતું હતું .

બે વર્ષ ની અથાગ મેહનત બાદ નિખિલે આઈ .પી .એસ. ની પરીક્ષા ઉતિર્ણ કરી .પણ આજે પણ આચાર્યજી એ બતાવેલું અંતિમ સત્ય તેનું પ્રેરણા નું અખૂટ ઝરણું હતું ...

.