Aaje ravivar chhe in Gujarati Drama by Prafull shah books and stories PDF | નાટક 2020 આજે રવિવાર છે .

Featured Books
Categories
Share

નાટક 2020 આજે રવિવાર છે .

નાટક 2020
જે રઆવિવાર છે


મધ્યમ વર્ગીય દિવાનખાનાનું દ્રશ્ય . જમણી તરફ દરવાજો જે પ્રવેશદ્રાર છે. ડાબી તરફ બે દરવાજા. એક રસોડામાં જવા માટેનો અને બીજો શયનખંડમાં જવા માટેનો.. ફરનીચરમાં સોફા, ખૂરશી, દિવાલ પર તસ્વીર...
પાત્રો સનત, સારિકા : પતિ પત્ની
સારિકાનાં પપ્પા મમ્મી.

સનત. : સારિકા.. ઓ... સા રિ કા...
સારિકા : અરે સવારે સવારે આમ બરાડા કેમ પાડો છો?
હજી હું જીવતી બેઠી છું...
સનત : તું જીવતી બેઠી છો?
સારિકા : કેમ ? કોઈ બીજીને ઘરમાં ઘાલવાના અભરખા
જાગ્યા છે?
સનત. : અરે ડાર્લિંગ જ્યાં સુધી તું આ ઘરમાં હોય ત્યાં
લગી કોઈની તાકાત છે કે અહીં પધારે..
સારિકા : અને પધારે તો એનો પગ સીધો રહેશે કે?
સનત. : પણ મારે શી જરૂર છે છતી બાયડીએ હું
ધમપછાડા કરું? મારી સારિકા મારે મન
ડ્રીમ ગર્લ.. સ્વપ્ન સુંદરી....
સારિકા: હવે સવારે સવારે આવા ટાયલા કરવાનું છોડી
દો અને કહો કે મને આમ બરાડા પાડીને યાદ
કેમ કરી? ખબર છે આજે રવિવાર છે...
સનત. : તો તને સવારે સવારે યાદ ન કરાય? યાદ કર
લગ્ન પહેલાં તું મંદિર જવાને બહાને ક્યાં
ઊભી રહેતી હતી?
સારિકા : જુઓ, અત્યારે મને ફુરસદ નથી.બોલો શું કામ
મને યાદ કરી સવારે સવારે...
સનત. : સારિકા મને એક ગ્લાસ ચા આપતો...
સારિકા.: ચા... હજુ હમણાં તો બે ગ્લાસ પી ગયાં!
સનત. : ક્યારે?
સારિકા : સવારે પલંગમાંથી ઊઠ્યાં ત્યારે છાપું વાંચતાં
વાંચતાં કોણે પીધી હતી?
સનત : ના હોય યાર. ( સારિકા અંદર જાય છે)
સારિકા : ( અંદરથી બહાર આવે છે હાથમાંબે ગ્લાસ છે)
જુઓ આ બે ચાના ગ્લાસ. હવે તો માનશોને?
સનત : અરે એ માટે મને પ્રૂફ આપવાની શી જરૂર હતી.
વગર પ્રૂફે આપણે માની જઈએ છીએ...
સારિકા. : એટલે તમે ચા પીધી હતી બરાબર ને..
સનત. : એ બધી વાત છોડ અને હું જે કહું છું તે સાંભળ
તે જે ચા આપી હતી તે તો પેટમાં ઠરી ગઈ છે.
સારિકા : તો હવે શું?
સનત. : સારિકા આજે રવિવાર છે. એટલે ઘરે છું.બાકી
રોજ સવારે દસ વાગે ઑફિસમાં ગરમાગરમ
ચા આવી જાય..
સારિકા : પણ આ ક્યાં ઑફિસ છે.આ તો ઘર છે અને
ઑફિસમાં આવી રીતે લઘરવઘર ફરો છો?
સનત : સારિકા મારા કપડાં સામુ ન જો મારી સામે જો
ચા વગર હું કરમાયેલો લાગું છું.. મારી દયા
ખા.. એક કપ ચા પ્લીઝ
સારિકા: મારે કામ ધણું છે પછી વાત..
સનત : આ એક ટેવ પડી ગઈ છે દસ વાગે એટલે આ
મન ચા વગર બેચેન બની જાય છે જેમ
સારિકા : જેમ લગ્ન પહેલાં તમે મને જોયા વગર બેચેન
થઈ જતાં હતાં. અને હવે તૉ મારી સામે જોવા
નો પણ ક્યાં સમય છે?
સનત : સારિકા વાતને આડે પાટે ન ચઢાવ. પ્લીઝ ચા
સારિકા : જુઓ, રજા તમને છે મને નહીં.મને મારા કામ
કરવા દો, હજી રસોઈ પણ બાકી છે.. કોણ
કરશે?
સનત : રસોઈ તો સારિકા જ કરેને.અઠવાડિયામાં
એકવાર તારા હાથની ગરમાગરમ થાળી
મળે છે....
સારિકા : હજુ ઘરમાં ઝાપટ, ઝાડૂપોતા કરવાના પણ
બાકી છે સમજ્યાં?
સનત : કેમ?
સારિકા : જેમ તમને રજા છે એમ ઘરકામ વાળાએ પણ
રવિવારની રજા પાળી છે!
સનત : પણ તારે કહેવું જોઈએને રવિવારને બદલે
બીજા કોઈ દિવસે રજા પાળે...? કહેતાં ડર
લાગે છે?
સારિકા : બધાં થોડા તમારા જેવા હોય? એવું કહું તો એ
કામ છોડી ને જતો રહે સમજ્યાં?
સનત. : એટલે તું શું કહેવા માગે છે?
સારિકા : તમને ખબર ના પડી? ઠીક છે. કામવાળાનો
ફોન આવ્યો હતો કે આજે તે સવારે મુવી
જોવા જવાનો છે...
સનત. : સવારનાં પહોરમાં?
સારિકા : હા. સવારના સાતથી દસ નો ટાઈમ છે..
સનત : એ મુવી જોવે અને આપણે કામ કરવાનું? વાહ
ભઈ વાહ! પણ દસ પછી તો આવેને?
સારિકા. : દસ પછી એનાં મિત્રો સાથે કીટી પાર્ટી છે..
સનત. : બપોરે?
સારિકા. : બપોરે એની ગર્લ ફેર્ન્ડ સાથે ફરવા જવાનો છે
સનત. : એને પણ ગર્લ ફ્રેન્ડ છે?
સારિકા.: હા, કેમ ન હોય? તમારે નથી?
સનત. : છે ને.. મારી સામે તો ઊભી છે ..
સારિકા : હા પણ ક્યારે ય મને આ રીતે સવારથી સાંજ
ફરવા લઈ ગયાં છો?
સનત : એટલે શું હું તને ફરવા નથી લઈ જતો? હું તને
મુવી જોવા નથી લઈ જતો? હું તને હોટલમાં
નથી લઈ જતો?
સારિકા. : ક્યારે લઈ ગયાં છો કહો તો?
સનત. : સારિકા... સારિકા... તું તો હદ વટાવે છે...
સારિકા : આ રીતે સવારથી સાંજ લઈ ગયાં છો?
સનત. : ( વિચારમાં પડી જાય છે) સારિકા .
સારિકા : શું વિચારમાં પડી ગયા. લઈ ગયાં હોત તો
હરખપદુડા થઈ બરાડા પાડત...
સનત. : ઓહ ભગવાન..
સારિકા : ભગવાનને બાજુ પર મૂકો અને આ લો
સનત. : આ શું છે?
સારિકા : કેમ દેખાતું નથી...
સનત. : આ તો ઝાડુ છે..
સારિકા.: બરાબર. હવે આ લો..
સનત. : આ શું?
સારિકા : આ છે ઝાપટીયું અને આ છે સાબુના પાણી
અને ચોખ્ખાં પાણીની ડોલો... પહેલાં બારી
બારણાં, અલમારીની આગળ પાછળ પછી
ખૂણે ખાંચરે ઝાપટ મારવાની, પછી ઝાડુથી
કચરો કાઢવાનો ત્યારબાદ પોતું મારવાનું!
કમ્મરથી વાંકા વળીને લપસી ન જાવ
એ રીતે....સમજ્યાં કે?
સનત. : અને તું શું કરીશ? પગ પર પગ ચઢાવીને
જોયા કરીશ?
સારિકા : અરે હું એટલી બેશરમ થોડી છું... હું તમારા
માટે એક્ટ્રા ગરમાગરમ મસાલા વાળી ચા
બનાવીશ.. મારો પ્લાન કેવો છે?
સનત. : એકદમ ફીટ ફ્લેમ પ્રુફ...
સારિકા : તો શરૂ કરો.. આ લો ઝાપટીયું... પછી ઝાડુથી,
ત્યારબાદ પોતાથી...
સનત : ઓત્તારી.. હાથમાં પકડાવી પણ દીધું...
સારિકા : તમારે ચા પીવી છે કે નહીં? આમ વાતોનાં વડાં
ના બનાવ્યે રાખો...
સનત : પહેલાં ઝાપટવાનું , પછી કચરો કાઢવાનો અને
છેલ્લે પોતું મારવાનું બરાબરને.
સારિકા : હા. બરાબર.
સનત. : પણ ચા ક્યારે મળશે?
સારિકા : તમારું કામ તો ચાલું કરો..
સનત. : એમ નહીં.. પહેલાં મને કહે મને ચા ક્યારે મળશે
સારિકા : હું ગેશ પેટાવું ત્યારે..
સનત. : તું ગેશ ક્યારે પેટાવીશ..
સારિકા : તમે ઝાપટ મારવાનું ચાલું તો કરો..
સનત. : ઝાપટ મારવાનું ચાલું કર્યાં પછી તો મળશેને?
સારિકા : તમને થયું છે શું?
સનત. : તું આવું કેમ પૂછે છે?
સારિકા : તો શું પૂછું?
સનત. : મને ચા ક્યારે મળશે?
સારિકા : તમારું કામ પુરું કરો કે તરત...
સનત. : નક્કી ને?
સારિકા : નક્કી.તમારા હાથમાં હશે ગરમાગરમ ચા..
સનત. : નક્કી?
સારિકા : કેમ તમને મારા પર વિશ્વાસ નથી?
સનત. : તને મારા પર વિશ્વાસ તો છે ને..
સારિકા : કેમ તમે આવું પૂછો છો?
સનત. : પહેલાં કહે તને મારા પર વિશ્વાસ છે ક નહીં?
સારિકા: તમે મારી સાથે રમત રમો છો..
સનત: મારા સવાલનો જવાબ તે ન આપ્યો..
સારિકા : પહેલાં તમે કહો તમને મારાં પર વિશ્વાસ છે?
સનત. : મને તારાં પર વિશ્વાસ છે જ્યારથી તારી સાથે
લગ્ન કર્યાં છે ..
સારિકા : મને પણ તમારા પર વિશ્વાસ છે જ્યારથી આ
ઘરમાં લાવ્યાં છો ત્યારથી..
સનત. : તો મારું કહ્યું માનીશ?
સારિકા : અત્યાર સુધી હું તમારું કહ્યું માનતી ન હતી?
( રિસાઈને બેસી જાય છે અને સનત તેને
મનાવવા દોડે છે)
સનત : અરે સારિકા તું આમ એ પણ સવારે સવારે
રિસાય એ મને ન ગમે?
સારિકા: તો હું તમને કેવી લાગું તો ગમું?
સનત : તારો ચહેરો ખીલતાં ગુલાબ જેવો ગુલાબી હોય
તેવો ગમે...
સારિકા : મને પણ તમારો ચહેરો ગુસ્સાથી લાલચોળ
અંગારા જેવો હોય તેવો ન ગમે..
સનત. : તો કેવો ગમું હું?
સારિકા : પેલાં રાજેશ ખન્ના જેવો રોમાન્ટીક...
( પાશ્વસંગીતમાં રોમાન્ટીક ધૂન )
સાનત. : હાય માય ડાર્લિંગ... એક કપ ચા પીવરાવી દે
સારિકા : માય સ્વીટ હાર્ટ. પહેલાં તમે ઘરકામ
તો પતાવી દો...
સનત : એ તો થઈ જશે. તને હજી શંકા છે?
સારિકા : શંકા મને નહીં તમને છે મારી પર...

સનત : સાચું કહું ચા પીધા વગર મારું માથું ફાટ..ફાટ..
ફાટી રહ્યું છે જરા સમજ... ( સ્વગત )
આ ચાનો નશો પણ ખરાબ છે. કારણ વગર
બેઈજ્જતી કરી નાખે છે!
સારિકા. : આટલું બધું કામ બાકી છે એ વિચારે મને
ગોળ ગોળ ચક્કર આવે છે.( ગોળ ગોળ ફરેછે
આ ઘર મને ગોળ ગોળ ફરતું લાગે છે...
( સનત એને પકડીને ઊભી રાખે છે.)
સનત: તો તું ચા નથી મૂકવાની?
સારિકા : મેં ક્યાં એમ કહ્યું છે.
સનત. : તો પછી પહેલાં ચા મૂક.મારો મૂડ ખરાબ ન કર
સારિકા : ઓ મહાશય તમે મને ધમકી આપો છો લો આ
ઘરની ચાવી.. હું તો આ ચાલી?
સનત. : ક્યાં?
સારિકા. : કીટી પાર્ટીમાં
સનત : ઓ મારી મા તારે જ્યાં જવું હોય ત્યાં જા.. પણ
ચા મૂકીને જા....
સારિકા : પહેલાં ઝાડૂ પોતા કરો પ્લીઝ..
સનત. : પહેલાં ચા..
સારિકા : ના પહેલાં ઝાડૂ...ઝાડૂ પોતા
સનત : પહેલાં ચા.. ચા..
સારિકા: પહેલાં.. ઝાડૂ પોતા
સનત. : પહેલાં... ચા.. ચા ..ચા..
( ત્યાં જ ડોરબેલ રણકી ઊઠે છે)
સારિકા : આ સવારે સવારે કોણ આવી ચઢ્યું..
સનત. : કોણ છો ભાઈ
નેપથ્યમાથી
: અરે જમાઈ રાજા દરવાજો તો ખોલો
સારિકા : પપ્પા.. અત્યારે.. અરે તમે અંદર જાવ કપડાં
બદલી આવો... ( સારિકા પટાપટ ઝાડૂ,
ઝાપટીયું પાણીની ડોલો અંદર મૂકી બહાર
આવે છે અને સનત ને જોતાં ) હજી તમે અહીં
જ ઊભા છો?
સનત : પહેલાં ચા..
સારિકા: પહેલાં ચા આપું છું.. તમે અંદર જાવ કપડાં
બદલવા..
સનત: લાવ ઝાડૂ પોતા.. તારું કામ કરી નાખું ..
સારિકા: ( હાથ જોડીને) મારા બાપ તમે અંદર જાવ..
ઝાડૂ પોતા પછી હું કરી લઈશ..( દરવાજો
ખોલવા જાય છે.. સનત અંદર જાય છે. સારિકા
એનાં પપ્પામમ્મી સાથે પ્રવેશે છે ) આવો પપ્પા
મમ્મી.. આમ ઓચિંતા...
પપ્પામમ્મી: ધણાં દિવસોથી તારે ત્યાં આવવાનો
વિચાર હતો. આજે સમય હતો તો નીકળી
પડ્યાં ... ક્યાં છે જમાઈ રાજા?
સનત. : ( અંદરથી કપડાં બદલી ને બહાર આવે છે) કેમ
છો પપ્પામમ્મી. આમ ઓચિંતા..!
પપ્પામમ્મી: થયું આજે ચા પાણી જમાઈ સાથે પી
લઈએ.
સનત : જરૂર જરૂર.. સારિકા શો વિચાર છે?
સારિકા: જરૂર. ના થોડી પડાય..આપણે આજે રવિવાર
ની રજા સાથે બેસીને માણીએ ગરમાગરમ
મસાલા વાળી ચા પીતાં પીતાં ...
સનત પપ્પામમ્મી અને સારિકા: શું ખ્યાલ છે તમારા
સૌનો?

પડદો પડે છે
સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.