Safar swapnthi hakikat sudhini - 1 in Gujarati Fiction Stories by Kuntal Sanjay Bhatt books and stories PDF | સફર સ્વપ્નથી હકીકત સુધીની - ભાગ 1

Featured Books
Categories
Share

સફર સ્વપ્નથી હકીકત સુધીની - ભાગ 1

*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*

કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા આવી.એ કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત કે.કે.એક રૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું.
કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક! ત્યાં જ એની વિચારતંદ્રા તૂટી કે.કે.નો અવાજ આવ્યો ,"હાઈ શિવુ ! તું કેમ અહીં ?!" શિવાની એ કહ્યું ," મારે તારી સાથે ઓછા સમય માં ઘણી વાતો કરવી છે.ટૂંકમાં એટલું સમજી લે કે તારો કેસ મારે લડવો છે અને તારી પાસે સચ્ચાઈ જાણવા આવી છું ધેટ્સ ઓલ."
કૃતાર્થ ખુશ થઈ ગયો.એને લાગ્યું હવે એ આ જૂઠા કેસમાંથી બચી શકશે.એણે શિવાની પાસે પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું અરે ! શરૂ તો શું પણ બધુ જ નજર સમક્ષ થતું હોય એમ લાગતું હતું.જાણે એ કોઈ મૂવી જોઈ રહ્યો હોય એમ લાગતું હતું.
માયાનગરી મુંબઈમાં લાખો લોકો પોતાના સ્વપ્નને સાકાર કરવા અને સ્વપ્નને જીવવા આવતાં હોય છે પણ અમુકને જીવવા મળે છે સ્વપ્ન,અમુકને દફનાવવા પડે છે અને અમુક એ સ્વપ્નની પાછળ પડી જતા હોય છે,એક મક્કમ નિર્ધાર સાથે કે હું એ સ્વપ્ન જીતીશ અને જીવીશ તો મારા એ જ સ્વપ્ન સાથે.
કૃતાર્થ કાપડિયા અને પરમ ડોબરીયા પણ એવા સ્વપ્નો લઈને આવેલા યુવાનો હતાં..મુંબઈમાં એક રૂમ પાર્ટનર હતાં..બંને સ્ટ્રગલિંગ મોડેલ્સ હતાં.વિરારમાં એક રૂમ ભાડે રાખી બંને રહેતાં હતાં..રોજ -રોજ મુંબઈના સ્ટુડિયોઝના ધક્કા ખાતાં હતાં .પોતાના પોર્ટફોલિયો બન્યાપછીહવે મોડેલ કન્સાઇન્ટમેન્ટ મેળવવા એજન્ટસનાં ધક્કા શરૂ થયાં હતાં.
છ મહિના પહેલાં જ એજન્ટે એમને મિસિસ ખંભાતા સાથે મુલાકાત કરાવી એમણે ઘણાં ન્યૂ કમર્સ ને ચાન્સ આપ્યા હતાં.મિસિસ ખંભાતા એ પહેલાં કૃતાર્થને મળવા માટે બોલાવ્યો, એ જઈને એમની સામેની ખુરશી પર ગોઠવાયો.મિસિસ ખંભાતા એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા 50 વર્ષની આસપાસ ની ઉંમર હોય એમ લાગતું હતું. એમણે જાંબલી લૉ નેક સ્લીવલેસ ટોપ ને લાલ રંગનો શોર્ટ સ્કર્ટ પહેર્યો હતો.કૃતાર્થે બધું એક નજરમાં માર્ક કરી લીધું.કૃતાર્થે સ્કિન ફિટ બ્લેક ટી શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યા હતાં. એનો ગૌર ચહેરો ,બ્રાઉન આંખો અને એકદમ ફિટ બોડી વિથ બાયસેપ્સ જોઈને મિસિસ ખંભાતા ખુશ થઈ ગયાં.
હવે આવ્યો પરમ નો વારો પરમ મરૂન લોન્ગ સ્લીવ સ્કિન ફિટ ટી શર્ટ ને બ્લેક ડેનિમમાં સજ્જ હતો .કૃતાર્થના પ્રમાણમાં થોડો ડાર્ક સ્કિન ટૉન હોવા છતાં કોઈને પણ એકવાર મળે તો કોઈ એને ના ભૂલી શકે એવા વ્યક્તિત્વનો માલિક હતો.
મિસિસ ખંભાતા એ ઔપચારિકતા પૂરી કરી અને રાત્રે કોલ કરી જણાવીશ એમ કહી પરમને પણ વિદાય કર્યો.
આજે પરમ અને કૃતાર્થ ખૂબ જ ખુશ હતાં. મિસિસ ખંભાતા ની વાતોથી પોઝિટિવ રીપ્લાય આવશે એમ બંનેને આશા હતી.કૃતાર્થ બોલ્યો," પરમ શું લાગે છે આપણા બેમાંથી કોને અંડર ગારમેન્ટ અને કોને એનર્જી ડ્રિન્કની એડ મળશે?" પરમ બોલ્યો,"કે.કે. એક વાત કહું એકદમ સાચી યાર હમણાં તો જેને જે મળે એ લઈ જ લેવાનું કેમકે ત્રણ મહિના નું રેન્ટ પણ બાકી છે એટલિસ્ટ આ એડ લઈશું તો એ તો ભરાઈ જશે."કે.કે.પરમ ને ધબ્બો મારતાં બોલ્યો," તું છેને યાર બોચિયા નો બોચિયો જ રહ્યો...તને જોઈને 3 ઈડિયટ્સ ની મોમ યાદ આવી જાય છે ભીંડી સાઠ રૂપિયે કિલો વાળી, હૈ બડી એન્જોય કર આ પળ ને કલ કિસને દેખા?"
રાત્રે મિસિસ ખંભાતા નો કૉલ આવ્યો કહ્યું કે એડ્રેસ આપું એ જગ્યાએ આવી જજો એક પાર્ટી છે ત્યાં જ આપણે વાત કરી લઈશું.રાત્રે શાર્પ 11 વાગ્યે બંને ફ્રેન્ડ્સ સજી ધજી ને પાર્ટી માટે નીકળ્યા , મિસિસ ખંભાતા એ આપેલાં એડ્રેસ પર પહોંચ્યા પણ આ શું અહીં તો ઓન્લી લૅડીઝ... બંને એકબીજા સામે જોઈ રહ્યાં પરમ બોલ્યો,"યાર સમથિંગ રોંગ જેવા ફિલ આવે છે." કૃતાર્થ બોલ્યો ,"આજે પહેલીવાર આ વાતે અગ્રી વિડ યુ." બંને થોડાં અજુગતાં ફિલ સાથેઅંદર દાખલ થયાં. મિસિસ ખંભાતા ની નજર એ લોકો પર પડી...ડાર્ક બ્લુ ઑફ શોલ્ડર ગાઉન માં એ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતાં. કૃતાર્થ અને પરમ પાસે આવીને આવકારતાં કહ્યું , "વોર્મ વેલકમ બોથ હન્ડસમ બોયઝ.. તમારી જ રાહ જોતી હતી." બંને થોડા અચકાયા પણ કૃતાર્થે માંડ હિંમત કરી પૂછી નાખ્યું "મેમ આ લૅડીઝ પાર્ટી છે ? કોઈ મેલ કેમ નથી દેખાતા ?"મિસિસ ખંભાતા એ કહ્યું ,"જસ્ટ વેઈટ એન્ડ વૉચ..બહુ સવાલ જવાબ મને ગમતાં નથી." પછી વોચમેન ને બૂમ મારી કહ્યું," અબ ગેટ બંધ કર દો અબ કિસીકો એન્ટ્રી મત દેના".બંને દોસ્ત મિસિસ ખંભાતા ની પાછળ ચાલવા લાગ્યા. પાર્ટીહૉલમાં આવી પહોંચ્યાં જોયું તો વીસ પચીસ લૅડીઝ કલરફુલ અલ્ટ્રામોર્ડન ડ્રેસીસમાં દેખાઈ 35 થી લઈને 60 સુધીની હોય એમ લાગતું હતું.કૃતાર્થ - પરમ તો કઈ સમજી ન શક્યા. અહીં મિટિંગ કોની સાથે હશે? અને જો પાર્ટી હોય તો કોઈ અમારી ઉંમર નું પણ કેમ નથી ,નથી કોઈ જેન્ટ્સ તો શું છે આ? સત્તર પ્રશ્નો મગજમાં ઘુમરી ખાતા રહ્યાં પણ જવાબ ક્યાં મળવાનો હતો?!
મિસિસ ખંભાતા એમને એક રૂમમાં લઈ ગયાં. સૂચના આપી," હું હમણાં મારી એક ફ્રેન્ડ ને મોકલું છું એ કહે એમ ફોલો કરજો."
એ બંને કંઈ સમજ્યા નહીં થયું જોઈએ શું થાય છે.થોડીવારમાં પિંક કલરના ગાઉનમાં એક શાલિન દેખાતા લેડી રૂમમાં આવ્યા. આવતાં જ બંનેના નામ પૂછ્યા પછી પરમ ને કહ્યું ," તમે બાજુના રૂમમાં જાઓ." એ ગયો.હવે કૃતાર્થ અને એ લેડી બે એકલાં જ રહ્યાં. કૃતાર્થ ને એ લેડી એ પોતાનો પરિચય આપતાં કહ્યું," હું મિસિસ ચોપરા છું .ચોપરા એન્ડ ચોપરા સન્સ ની માલિકની વાઈફ મિન્સ યુ કેન સે માલકીન. હવે રિલેક્સ થાઓ અને તમારા વિશે જણાવો મિ.કૃતાર્થ...હું તમને કે. કે. જ કહીશ." કૃતાર્થ ને થોડી નવાઈ લાગી આ રીતે કોઈ લેડી પોતાની સાથે એક રૂમમાં હોય અને આમ વાત કરે ! કૃતાર્થે પોતાનો પરિચય આપ્યો.મિસિસ ચોપરા ડ્રીંક બનાવતાં હતાં. કૃતાર્થ બોલ્યો," મેમ હું નથી લેતો સો પ્લીઝ, મારું ના બનાવતાં." "હાહાહા યાર મિસિસ ખંભાતા જબરદસ્ત છોકરો લાવ્યાં, કે.કે.હમારે સાથ રહેગા સબ સીખ જાયેગા,ડ્રીંક તો લેના હી પડેગા."મિસિસ ચોપરા એ હસતાં હસતા કહ્યું . કૃતાર્થ પણ ઝાંખું હસ્યો અને ગ્લાસ લીધો.મનમાં બોલ્યો," હે ભગવાન તારો સહારો!" પહેલાં ,બીજા,ત્રીજા ઘૂંટ કડવા લાગ્યાં પછી તો પીવા લાગ્યો.મિસિસ ચોપરા એ મ્યુઝિક ચાલું કર્યું અને કૃતાર્થ ને ખેંચી ડાન્સ કરવા લાગ્યાં. એમણે એને નજીક ને નજીક ખેંચવા માંડયો. કૃતાર્થ પણ નશામાં અને ગોરા,દેખાવડા,કરવિંગ દેહયષ્ટિ ધરાવતાં મિસિસ ચોપરા સામે ઝૂકી ગયો.
હવે,બીજાં રૂમમાં પરમ ગયો ત્યાં મિસિસ શ્વેતા હતાં.એ બેડ પર પગ લંબાવી બેઠા હતા.બ્લેક ગાઉન ના લોન્ગ કટ માંથી એમનો સુંદર પગ જાણે આમંત્રણ આપી રહ્યો હતો. પરમ નું મન લથડયું પણ દિમાગે રોક્યો.એમણે તો પરમ ને બેડ પર જ ડ્રીંક બનાવવા કહ્યું,પરમ બોલ્યો," મેમ હું કોઈ દિવસ અડ્યો જ નથી એટલે હું આ ડ્રીંક વિશે કંઈ જ જાણતો નથી." મિસિસ શ્વેતા બોલ્યા," તું જે કાંઈ નથી અડ્યો આજ બધું જ અડશે.હાહાહાહા." પરમનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યાં," આજ રાતે તું મારો છે. તું ડ્રીંક અડ કે ના અડ કોઈ ફરક નથી." પરમ ને લાગ્યું આને ચડી ગઈ છે.એ બોલ્યો," મેમ હું મારા મોડેલિંગ ના કામ બાબતે મળવા આવ્યો છું, કદાચ તમે હમણાં વાત કરી શકો એ સ્થિતિમાં નથી,હું જાઉં આપણે કાલે મળીશું."
શ્વેતા લગભગ ચિલ્લાઈ ઉઠેલા અવાજે બોલી," ફૂલીશ મેન, આજ રાત માટે તને મેં મિસિસ ખંભાતા પાસે ખરીદ્યો છે તું ક્યાંય નહીં જઈ શકે." પરમ ની આંખ સામે અંધારા આવી ગયાં, એને થયું કે એ કોઈ મોટાં દલદલ માં ખૂંપી રહ્યો છે.એ બેડ પર જ ફસડાઈ પડ્યો.શ્વેતાએ એના હાથમાં ગ્લાસ પકડાવ્યો અને એ યંત્રવત પીતો રહ્યો ત્યાં સુધી કે એ હોશ ના ખોઈ દે.શ્વેતાની મુરાદ પુરી થઈ.
સવાર થઈ.કૃતાર્થે જોયું તો મિસિસ ચોપરા બાજુમાં એ એકદમ ઉભો થઇ ગયો, બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ આવ્યો .એ આવ્યો ત્યાં મિસિસ ચોપરા જાગી ગયાં હતાં.કૃતાર્થ થોથવાતા બોલ્યો,"સોરી મેમ કાલે ....રાતે...નશામાં . .." એને અટકાવતા મિસિસ ચોપરાં બોલ્યા ," ના રે યુ આર અમેઝિંગ..ને તને જણાવું કદાચ શોકિંગ છે ,તું બેસ એટલે કહું તને"કૃતાર્થ બેઠો.એ આગળ બોલ્યા," કે.કે. નાઉ યુ આર *ગિગોલો* અન્ડરસ્ટેન્ડ ના વ્હોટ આઈ એમ સેઇંગ? , આ તારી પહેલી જ રાત હતી.હવે આવતી જ રહેશે."તીખી મુસ્કાન સાથે બોલાયેલા આ શબ્દોએ કૃતાર્થના દિલને ભયન્કર ચચરાટ આપ્યો.
"તારા મેં પૂરા 25000ચૂકવ્યા છે.એક રાતમાં હાલના તબક્કે તું ક્યાં એટલું કમાવાનો હતો.મજા ની મજા ને આવક ની આવક...ઠંડા દિમાગે વિચારજે." નાઉ યુ કેન ગો" એમ કહી મિસિસ ચોપરા એ કૃતાર્થને ગાલે હળવું ચુંબન કર્યું.કૃતાર્થ તો એનાથી પણ દાઝયો હોય એમ ભાગ્યો.
પરમ પણ સવાર થતાં જ ફ્રેશ થઈ ભાગ્યો...મિસિસ શ્વેતા એ આંખ મીચકારતા કહ્યું ,"આઈ લાઈક યુ જલ્દી જ મળીશું."
બહાર નીકળ્યા પણ ગેટ બંધ .બંને એકબીજા સામે જોઈ રહ્યાં શું બોલવું શું પૂછવું કંઈ સમજાતું નહોતું પણ બંને એ બંને ની આંખના ખૂણા ભીંજાયેલા જોઈ લીધા એ કોઈ છુપાવી ના શક્યું.ત્યાં જ મિસિસ ખંભાતા આવ્યાં. બંને એકસાથે તૂટી જ પડ્યા " આ શું કર્યું તમે ? તમે અમારી મજબુરી નો ફાયદો ઉઠાવ્યો ,અમારી બેકારીની મજાક ઉડાવી છે" લગભગ રડમસ થઈ ગયા બંને પરમ બોલ્યો," કેસ કરીશું એમ પણ ના બોલી શકાય બરાબર ફસાવ્યા છે તમે અમને. "મિસિસ ખંભાતા બોલ્યાં," જસ્ટ ચિલ પિલ માય બોયઝ, ચા-નાસ્તો કરવા આવો ત્યાં હું સમજાવું શાંતિથી કે તમે કેવું સારું કામ કર્યું છે." બંને યંત્રવત દોરાયા એમની પાછળ.નાસ્તામાં સેન્ડવિચ સાથે ચા અને કોફી હતાં.ભૂખ બરાબર લાગી હોવાથી બંને એ ઝાપટયું.પછી મિસિસ ખંભાતા એ શરૂ કર્યું,"જુઓ માય બોયઝ આ જે લૅડીઝ છે એ બધી રીતે સુખી છે પણ એમના હસબન્ડ બિઝનેસ અને રૂપિયા પાછળ એટલાં ઘેલા થયાં છે કે પત્નીની બીજી જરૂરિયાત શું છે એ પણ ભૂલી ગયાં છે.એ પોતે તો બિઝનેસ ટ્રિપમાં ક્યાંક ને ક્યાંક સંતૃપ્તિ મેળવી લેતા હોય છે પણ પત્ની શું કરશે એ નથી સમજતાં. રૂપિયાની રેલમછેલ વચ્ચે પત્નીઓ પછી કયાં પાર્ટી કરે છે ત્યાં શું કરે છે કંઈ જ પડી નથી હોતી.એન્ડ માય બોયઝ તમે એ લોકોને તૃપ્ત કર્યા છે.ડોન્ટ બી ગિલ્ટ.." પછી વીસ વીસ હજાર બંને ને આપ્યાં ને કહ્યું," એન્જોય ...અને હા તમારી એડ પાક્કી કાલે એગ્રીમેન્ટ સાઈન કરી જજો."


**મિત્રો બીજો ભાગ અવશ્ય વાંચજો કૃતાર્થ નું શું થાય એ જાણવા.