dil ka rishta - 10 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | દિલ કા રિશ્તા - 10

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા - 10

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાની મેરેજ ડેટ ફીક્સ કરે છે. અને આશ્કા માટે કપડાં અને ઘરેણાંની ખરીદી પણ કરી લે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

આશ્કા આશ્રમમાં પહોંચે છે તો બધી છોકરીઓ એને ઘેરી વળે છે. અને જાત જાતના સવાલ પૂછે છે.

આશ્કા તને સર ક્યાં લઈ ગયેલાં ?

તને શું લઈ આપ્યું ?

સરે તારી સાથે શું વાત કરી ? વગેરે વગેરે..

આશ્કા એમને બધી વાત કરે છે. અરે તમને શુ કહું. એ લોકો મને જે દુકાનમાં ઘરેણાં લેવાં લઈ ગયા હતાં એ એટલી ભવ્ય હતી કે ના પૂછો વાત. અરે એ દુકાનનો ગેટ જ એટલો સુંદર હતો. એટલાં મોટાં મોટાં ઝગારા મારતાં ઝૂમરો હતાં. દરેક કાઉન્ટર પર ભાત ભાતની જ્વેલરી મૂકેલી હતી. અને એને દેખાડવા વાળા પણ એકદમ વ્યવસ્થિત તૈયાર હોય છે.

વાહ આશ્કા તારા તો નસીબ ખૂલી ગયાં. એ તો કહે તને તારા સાસુએ શું શું લઈ આપ્યું.

અરે એમણે તો મને ઘણું બધું લઈ આપ્યું અને એ પણ મારી પસંદનું.

સર શું કેહતા હતાં એમણે તને શું લઈ આપ્યું.

એમને તો આ બધું કંઈ સમજ જ ના પડતી હતી. તેઓ તો મમ્મી જે બતાવે તેમાં હા મા હા કહેતાં હતાં.

અને કપડાં ? કપડાં કેવાં લીધાં ?

કપડાં પણ ખૂબ સરસ છે. અને એ પણ મારી પસંદના જ. પણ સાચું કહું તો કાવ્યાબેન ના હોત તો મને આ બધું પસંદ કરવામાં ઘણી તકલીફ પડતે.

હે.. !! આ કાવ્યાબેન કોણ છે ?

અરે વિરાજ સર સાથે એમના પેલાં જે દોસ્ત હતાં ને જે અમારી સાથે હોસ્પિટલ રોકાયેલાં એ સમર્થસર ના મંગેતર છે કાવ્યાબેન. સાચે એમણે મને એક સહેલીની જેમ જ મદદ કરી હતી.

આશ્કા તો તારી નવી સહેલી બની ગઈ તો તું અમને ભૂલી ના જતી.

અરે તમને તો કંઈ ભૂલાઈ તમે તો મારો પરિવાર છો. અને પરિવારને પણ કોઈ ભૂલતુ હશે !!

અને એ લોકો આમતેમની વાતો કરી સૂઈ જાય છે.

** ** **

જોત જોતામાં મેરેજનો દિવસ પણ આવી જાય છે. આજે આશ્કાના હાથમાં મહેંદી મૂકાય છે. અને એ મહેંદીનો રંગ એવો સરસ ખિલ્યો હોય છે. એની ગોરી હથેળીમાં એનો રંગ એવો લાગી રહ્યો હોય છે જાણે દુઘમા કોઈએ કેસર ઘોળ્યુ હોય.

આ તરફ વિરાજના ઘરે પણ ચહલ પહલ શરૂ થઈ જાય છે. આમ તો વિરાજે સાદાઈથી જ લગ્ન કરવાનુ કહ્યું હતું પણ નજીકના સગાઓને તો બોલાવવા પડે અને એની સાથે એના દોસ્તો પણ એટલે આખા ઘરમાં રોનક છવાયેલી હોય છે.

બીજા દિવસે હલ્દીની રસમ હોય છે. વિરાજના ઘરે રિવાજ હોય છે કે, જે હલ્દીદી વરરાજાને ચઢી હોય એ જ હલ્દી દુલ્હનને લગાડવાની હોય છે. આજે સવારથી જ બધાં વિરાજને ઘેરીને બેઠાં હોય છે. અને બધાં એને હલ્દી લગાવવા આતુર હોય છે. ધીરે ધીરે એક પછી એક બધાં વિરાજને હલ્દી લગાવે છે. બધાં સગા તો ખાલી એને તિલક લગાવે છે પણ જ્યારે એના મિત્રોની વારી આવે છે તો એ લોકો એને રંગી નાંખે છે. વિરાજ મો બગાડીને બધું સાફ કરતો હોય છે ત્યારે જાનવી ( રાહુલની વાઈફ ) એની પાસે આવે છે. અને કહે છે. અરે વિરાજભાઈ એને આમ નીચે નથી ફેંકવાની. અને એ એક વાડકો લઈને એની પરની બધી હળદર એ વાડકામા ભેગી કરે છે.

વિરાજ : ભાભી આ હળદર કેમ ભેગી કરો છો ?

જાનવી : વિરાજભાઈ આ હળદર આશ્કાને લગાવવામાં આવશે.

વિરાજ : શું તમે પણ ભાભી.. આ બધાં ખોટાં રિવાજોને ફોલો કરો છો.

જાનવી : એ બધું તમને ના સમજ આવે આનાથી બંને વચ્ચેનો સંબંધ અતૂટ રહે છે.

કાવેરીબેન : ચાલો છોકરાંઓ હવે અહીં રસમ પૂરી થઈ ગઈ હોય તો હવે આ હલ્દી લઈને આશ્કા પાસે જાવ અને ત્યાંની રસમ પૂરી કરી આવો.

અને વિરાજના બધાં કઝિન એના ફ્રેન્ડ એમની પત્નીઓ બધાં હલ્દી લઈને અપના ઘર તરફ જાય છે.

સમર્થ અને કાવ્યા આશ્કા પાસે પેહલેથી પહોંચી ગયાં હોય છે. કેમ કે એ બંનેને આશ્કા સાથે એક ખાસ લગાવ થઈ ગયો હોય છે. કાવ્યા જઈને આશ્કાને ખૂબ સુંદર રીતે તૈયાર કરે છે. એ એને પૌરાણિક કથાઓમા આવતી રાણીઓની જેમ તૈયાર કરે છે. કપડાં પણ એ સ્ટાઈલમાં જ પહેરાવે છે. અને સાચાં ફૂલોના ઘરેણાંનો શણગાર કરે છે. પીળાં રંગના વસ્ત્રો અને એની ઉપર પીળાં, ગુલાબી, લીલા, લાલ કલરના ફૂલોના ઘરેણાં. આશ્કા જાણે હરતો ફરતો બગીચો હોય એવી લાગી રહી હોય છે. હા પણ ચેહરા પર કોઈ જાતનો મેકઅપ નહી બસ આંખોમાં કાજળ જ એનો શૃંગાર હતો. છતા પણ એ ખૂબ સુંદર લાગી રહી હતી.

વિરાજ તરફથી હલ્દી આવતાં આશ્કાની પણ હલ્દી રસમ શરૂ કરવામાં આવે છે. પહેલા વિરાજ તરફથી આવેલાં બધાં વિરાજ પરથી ઉતારેલી હલ્દી એને લગાવે છે. પછી એક પછી એક આશ્રમની બધી મહિલાઓ અને છોકરીઓ એને હલ્દી લગાવે છે. છોકરીઓ તો આવો પ્રસંગ પહેલીવાર જોયો હોવાથી એ લોકો ખૂબ ઉત્સાહિત હોય છે. આશ્કાને હળદર લગાવ્યા પછી એ છોકરીઓ પણ એકબીજાને હળદર લગાવી ખૂબ રમે છે. આશ્કા એ લોકોની રમતને માણતી મુસ્કુરાતી હોય છે ત્યારે જાનવી એની પાસે આવે છે અને કહે છે,

જાનવી : અરે આ લોકોને જોઈને શું હસે છે જો હું તને કંઈક બતાવું છું જેને જોઈએને તું પેટ પકડીને હસશે. અને એ એનો મોબાઈલ કાઢી એમાં એક ફોટો બતાવે છે.

આશ્કા પહેલાં ફોટો તરફ જુએ છે અને આંખો પહોળી કરી જાનવી તરફ આશ્ચર્યથી જુએ છે.

જાનવી : અરે આંખો ફાડીને શું જુએ છે એ વિરાજભાઈ જ છે. જ્યારે બધાં વિરાજને હલ્દી લગાવતાં હોય છે ત્યારે એ જે મો બગાડે છે તે સમયે જાનવીએ એનો ફોટો પાડી લીધો હોય છે.

આશ્કા એ ફોટો જોઈને ખડખડાટ હસે છે. અને રાહુલ એનો ફોટો એના કેમેરામાં લઈ લે છે.

હલ્દીની રસમ ખૂબ સારી રીતે પૂરી થાય છે. અને બધાં ત્યાંથી વિદાય લે છે.

વિરાજના ઘરે આવીને રાહુલ વિરાજ પાસે જાય છે અને કહે છે,

રાહુલ : જો તારા માટે એક surprise લાવ્યો છુ.

વિરાજ : શું surprise.. !!

રાહુલ : તને આશ્કા ના ચેહરા પર હંમેશા એક ઉદાસી દેખાતી હતીને.. એના હાસ્યમા પણ ખૂટતું લાગતું હતું ને. તો આજે હું તને આશ્કાની રિયલ હસી બતાવું. અને એ એના મોબાઈલમાં લીધેલો આવ્યાનો ફોટો બતાવે છે.

વિરાજ થોડી ક્ષણો માટે તો એ ફોટાને અનિમેષ જોયાં કરે છે.

રાહુલ : અરે જોયાં શું કરે છે. કહે તો ખરો કવો લાગ્યો ફોટો.. ?

વિરાજ : રાહુલના સવાલથી હોંશમા આવે છે અને કહે છે, ખરેખર ખૂબ જ સુંદર હાસ્ય છે કેટલું નિર્દોષ અને પવિત્ર.

રાહુલ : હા યાર એ ત્યારે ખરેખર ખૂબ જ માસૂમ લાગી રહી હતી. પણ તું જાણવાં નથી માંગતો કે આ ચમત્કાર થયો કેવી રીતે ?

વિરાજ : હા હા કહે તો ખરો આ ચમત્કાર કેવી રીતે થયો.

રાહુલ એને એનો જ ફોટો બતાવે છે અને કહે છે, અમે એને તારો ફોટો બતાવ્યો ત્યારે એ આમ ખડખડાટ હસતી હતી.

વિરાજ એનો ફોટો જોઈને એને મારવાં દોડે છે. અને બંને આખાં ઘરમાં પકડાપકડી રમે છે. વિરાજને આમ ખુશ જોઈને કાવેરીબેન પણ ખૂબ ખુશ થાય છે.

આજની બધી રસમ ખૂબ સારી રીતે પૂરી થઈ ગઈ હોય છે. બસ હવે આશ્કાને વિરાજની પત્ની બનવામાં એક રાતની જ વાર હતી. પરંતુ આશ્કા અને એની સખીઓ સૂવાનું નામ નોહતા લેતાં હતાં આજે એમની વાતો ખતમ થવાનું નામ જ ના લેતી હતી. પછી એક માસી આવીને એમને સૂઈ જવાનું કહે છે. અને આશ્કા આંખોમા વિરાજ સાથેના મધુર જીવન જીવવાના સપનાં સજી નિંદરરાણીની આગોશમાં સમાઈ જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna