આજના સમય નું શિક્ષણ જોતા તો એવું જ લાગે છે કે ખરેખર આ શિક્ષણ માં ફેરફાર થવો જોઇએ. આજના સમયમાં ફક્ત શિક્ષણ માં જ નહિ પરંતુ વેપાર વાણિજ્ય, નોકરી ધંધા દરેક જગ્યા એ ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધતું જાય છે.
આજે શિક્ષણ પદ્ધતિ માં વધારે પડતો જ ફેરફાર આવી ગયો છે. આવા અનિચ્છિત ફેરફાર ને કારણે શિક્ષણ પદ્ધતિ ખોરવાઈ ગઈ છે. આવા અનિચ્છિત ફેરફાર ની કોઈને આશા ક અપેક્ષા ન હતી.
શિક્ષણ માં થયેલા આવા અસાધારણ ફેરફારો ને કારણે શિક્ષણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આતંકવાદ અને ભ્રષ્ટાચાર નો વ્યાપ ફક્ત રાજકારણ માં જ નહિ પરંતુ શિક્ષણ માં પણ વધવા લાગ્યું છે.
શિક્ષણ માં લાવવામાં આવેલા નવા નવા સુધારા અને ફેરફારો ને કારણે રોજ રોજ શિક્ષણ અઘરું ને અઘરું બનતું જાય છે. શિક્ષણ ને બગાડવામાં ફક્ત કોઈ એક વ્યક્તિ નો જ નહિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નો પણ મોટા પ્રમાણ માં ફાળો છે.
વિદ્યાર્થી ઓ આખું વર્ષ મોજ મસ્તી માં વિતાવે છે. કોઈ ભણવામાં ધ્યાન આપતું નથી. આખું વર્ષ મિત્રો ભેગા થઈને પાર્ટી કરે છે. અને જ્યારે પરિક્ષા આવવાનો સમય થાય છે ત્યારે માતા પિતા પાસે થી પૈસા માગવાનું શરૂ કરી દે છે. આખું વર્ષ રખડી રખડીને બગડયું હોય અને પરિક્ષા આવે ત્યારે પૈસા થી એક્ઝામ પેપર ખરીદી ને કોપી લઈ જઈને પાસ થવાનું. આ બધા કામ માં માત્ર વિદ્યાર્થી ઓ જ નહિ પરંતુ શાળા ના શિક્ષકો પણ શામેલ હોય છે.
પરિક્ષા ના પેપર વેચીને પૈસા કમાનાર શિક્ષકો જ શિક્ષણ ને બગાડવા માં મોટો ભાગ ભજવે છે. અને પેપર ખરીદનાર વિદ્યાર્થી ઓ પણ પોતાનું ભવિષ્ય બગાડવા માં કોઈ કસર નથી છોડતા.
આજ કાલ તો વાલીઓ પણ બાળકો ના શિક્ષણ પર ધ્યાન નથી આપતા. ફક્ત રિઝલ્ટ માં એ ગ્રેડ જોઈને સંતોષ મેળવી લે છે. તેમને મન માં એવું જ હોય છે કે રિઝલ્ટ માં સારા માર્ક આવી ગયા એટલે મારો દીકરો દીકરી હોશિયાર જ છે. તેમને પણ ખબર નથી હોતી કે આ ફૂલ માર્ક્સ વાળુ રિઝલ્ટ એમની કમાણી નો જ કમાલ છે.
સમગ્ર જગ્યા એ આવું નથી હોતું કે વાલીઓ બેદરકાર જ હોય. ઘણા વાલીઓ પોતાના બાળકો ના શિક્ષણ પ્રત્યે સજાગ હોય છે અને શાળા માં થી સારું પરિણામ ન મળતાં તેઓ ખાનગી ટ્યુશન માં ઊંચી ફી ભરી ને પણ પોતાના બાળકો ને સારું શિક્ષણ અપાવે છે.
શાળાઓ માં પણ અવાર નવાર સૂચના અને નોટિસ ચાલતી હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી એ શાળા ના શિક્ષકો જોડે ટ્યુશન જવું નહિ અને શાળા માં ભણાવતા કોઈ પણ શિક્ષક એ ખાનગી ટ્યુશન કરાવવું નહિ. છતાંય ઘણી શાળા ઓ માં એવું પણ જોવા મળે છે કે શાળા માં ભણાવતા શિક્ષકો બંને બાજુ લાભ લેવા ના ચક્કર માં અને વધુ પૈસા કમાવવા ના આશય થી ખાનગી ટ્યુશન ચાલુ રાખે છે. તેમજ આવા શિક્ષકો પોતાના ટ્યુશન નો વ્યાપ વધારવા માટે આઇ. એમ.
પી. ના નામે પેપર ફોડતા હોય છે. અને શાળા માં થી પોતાના ટ્યુશન માં આવતા વિદ્યાર્થી ઓ ના પેપર ના માર્ક્સ વધારી ને પોતાનું સારું પ્રદર્શન કરતા હોય છે.
હવે શિક્ષણ પહેલા જેવું રહ્યું નથી. પહેલા શિક્ષકો વિદ્યાર્થી ઓ ને પુસ્તકિયું જ્ઞાન ની સાથે સાથે બહાર નું જ્ઞાન આપીને વિદ્યાર્થી ના મન નો સંપૂર્ણ રીતે વિકાસ કરતા હતા. પણ અત્યારે તો શિક્ષકો ને ઊંચી ફી મળે એટલું જ જોઈતું હોય છે.
શિક્ષણ વિદ્યા મેળવવાનું સીધું, સાદું, અને સરળ માધ્યમ છે. આ વાત પહેલા ના જમાના માં સંપૂર્ણ રીતે સાચી હતી પણ અત્યારે તો શિક્ષણ બસ ધંધો બની ગયું છે.
શાસ્ત્રો માં અને પુરાણો માં પણ કહેવાયું છે કે વિદ્યા જેવું કોઈ દાન નથી.
જે આપણને વિદ્યા શીખવે તે જ આપણો ગુરુ. પણ જો ગુરુ જ બેઈમાની કરે તો તે અર્થવગર નો રહી જાય છે.
પહેલા ના સમય માં ગુરુ નો મહિમા શબ્દો માં આંકી શકાય તેમ ન હતું. પણ અત્યાર નો ગુરુ તો પૈસા માં વેચાઈ જાય છે. આવા લોકો ને અંદર થી તો ખબર જ હોય છે કે તેઓ ફક્ત સારા હોવાનો દેખાડો કરે છે. તેમની પાછળ તો પૈસા કમાવાની લાલસા વાળો શૈતાન જ ઉભો છે.
અંતે એટલું જ કહેવા માગું છું કે શક્ય એટલા વેગ થી આ શિક્ષણ પદ્ધતિ માં ફેરફાર કરો નહિ તો શિક્ષણ નાબૂદ થઈ જશે. આ ભ્રષ્ટાચારી શિક્ષણ મેળવીને ભારત ની ભાવિ પેઢી પોતાનું ભવિષ્ય જ ખરાબ કરશે.
- શિક્ષણ પદ્ધતિ ની થોડીક વાતો ખ્યાતિ ના વિચારો માં થી.