પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...
પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે એને સ્કુલ માં ભણવા માટે મૂકવાની છે.
પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?"
" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો.
હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને બધા ની સાથે હસવા જોઈએ.
" પણ, પિયુનું એડમિશન આપણે કઈ સ્કૂલમાં લઇશું?" માયાબેને પૂછ્યું.
"એજ તો ચિંતા નો વિષય છે? " હસમુખભાઇએ ઉમેર્યું. " આપણી પિયુ હોંશિયાર અને ખૂબ જ ચાલાક છે મારે એને કોઈ સારી સ્કુલમાં મૂકવી છે. જ્યાં એની દેખરેખ પણ રહે અને સારામાં સારું એને શિક્ષણ મળે. "
" આપણે તેને ઇંગ્લિશ મીડીયમમાં મૂકીએ તો ?" માયા બેને પૂછ્યું.
" ના, ઇંગ્લિશ મીડીયમમાં નહિ આપણે તેેને ગુુુુજરા મીડીયમમાં જ મૂકી દઇએ. "હસમુખભાઇએ કહ્યું.
માયાબેન બોલ્યા, "પ્રિયાંશી મારા જેવી જ હોંશિયાર છે અને અત્યારે તો બધે ઇંગ્લિશનું જ રાજ વધારે ચાલે છે. ગુજરાતી તો ફક્ત ગુુજરાતમાં જ ચાલે છે "માયાાબેેેેેને ટકોર કરતાં કહ્યું. "આપણે આપણા દિકરા રાજનને ઈંગ્લિશ મીડીયમમાં મૂકીશું. પ્રિયાંશીને તો ગુજરાતી મીડીયમમાં જ મૂકી દઇએ. "
હસમુખભાઇએ કહ્યું.
માયા બેનને થોડો ગુસ્સો આવ્યો,ગુસ્સા સાથે માયાબેન બોલ્યા, "કેમ? એવું પ્રિયાંશી દીકરી છે એટલે તેેેને ગુજરાતી મીડીયમમાં મૂકી તેની સાથે અન્્યા્યા કરવાનો ?મારાથી તે નહિ થઇ શકે. મારે તો દિકરો અને દીકરી બંને સરખા "
"સારું બસ, તારી જેેવી ઇચ્છા હશે તેમ જ આપણે કરીશું "હસમુખભાઇએ કહ્યું.
હવે તો સ્કૂલમાં એડમિશન લેવા માટે બાળકની સાથે સાથે માતા-પિતા ને પણ પરીક્ષા આપવી પડે છે.માયા બેેેેન અને હસમુખભાઈ શહેરની સાારામાંસારીકોન્વવેન્ટ સ્કૂલમાં એડમિશન લેવા માટે ગયા. પ્રિયાંશીને એડમિશન મળી ગયું. એટલે માયાબેેનના આનંદનો પાર ન હતો. પ્રિયાંંશી એટલી બધી ચાલાક છોકરી હતી કે તેને કંઇ જ શીખવવું નહતું પડતું.જાણે એ ઉપરથી ભગવાનના ઘરે થી બધું શીખીને જ આવી છે.
સમય વહેતો જાય છે સમયની સાથે સાથે પ્રિયાંશી અને રાજન બંને ભાઇ-બહેન મોટા થતા જાય છે.પ્રિયાંશી બોલવાાામા એકદમ મીઠી તેેેેેના નામ પ્રમાણે બધા ને પ્રિય. તે જો ઘરમાં ન હોય તો ઘરમાં ગમે પણ નહિ. દીકરી વગર ઘર સૂનું સૂનું લાગે. ડાહી પણ એટલી જ હવે તો મોટી થઇ ગઇ છે એટલે મમ્મીી ને કામમાં મદદ કરાવે.
પપ્પા ની તો એ લાડકવાઇ પપ્પા એક જ બૂમ પાડેે અને "હા પપ્પા" "બોલો પપ્પા" કહેતી હાજર થઇ જાય. નાના ભાઈ રાજનનું પણ એટલું જ ધ્યાન રાખે .
પ્રિયાંશીને કોઈ પણ વાત એકજ વાર કહેેેવી કે શીખવવી પડે તરત જ તેને યાદ રહી જાય.ગાતા પણ સરસ આવડે અનેે ડાન્સમાં તો તેનો પહેલો નંબર આવે.રાહ જોઈનેે બેઠી હોય કે પપ્પા ક્યાર ઘરે આવે અને હું મોબાઇલ લઉં.પપ્પાના મોબાઇલમાંં યુ-ટ્યુુબ ચાલુ કરી જાત જાતના ડાન્સ શીખી લે અને પછી બધા ને કરીને બતાવે. સ્કૂલમાં પણ આખા ક્લાસમાં તેનો પહેલો નંબર આવે.
માયા બેનને તેને ડૉક્ટર બનાવવાની ઇચ્છા છે એટલે તેના ભણતર માટે માયાબેન ખૂૂૂ કાળજી લે.પોતે જાતેજ તેને ભણાવવા બેસે.પ્રિયાંશી પણ એટલ જ ચોક્કસ સ્કુલનું લેસન પુરું ન થાય ત્યાં સુધી ઊંઘે પણ નહિ.
પ્રિયાંશી બાળપણમાંથી હવે કિશોરાવસ્થામાં પ્રવેશી છે.....