Joker - 3 in Gujarati Fiction Stories by Desai Dilip books and stories PDF | જોકર - 3

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

જોકર - 3

આગળ ના ભાગ માં આપણે જોયુ કે રાજદીપ નિખિપ ની એકટિંગ થી impress થઈને તેને પોતાના સાથે મહેતા ઇન્ડસ્ટ્રીઝ માં લઇ જાય છે ત્યાં જઈને પોતાના આસિસ્ટન્ટ મહેશ નો પરિચય કરાવે છે પણ જ્યારે મહેશ અને નિખિલ જોવે છે ત્યારે તે બંને સ્તબ્ધ બની જાય છે હવે આગળ

રાજદીપ "તમે લોકો એકબીજા ને ઓળખો છો"
નિખીલ "ના ઓળખતો તો નથી પણ આમને જોઈને કોઇની યાદ આવી ગઈ"
રાજદીપ "ohk મહેશ uncle આ છે નિખીલ અને કુનાલ ,નિખીલ ને આપણા નવા શૉ માંં મુખ્ય પાત્ર ભજવવા નું છે.અને કુનાલ માટે પણ એક રોલ નકકી કરી રાખજો.હવે તમે બંને ફ્રેશ થઇ જાઓ , મહેશ uncle આમને એમનું નવું ઘર દેેખાડી અને તેમના રોલ સમજાવી દેજો આપણે 2 દિવસ સુધી માં જોકર શો નું શુટિંગ start કરવાનું છે
મહેશ "ok સર "
રાજદીપ ત્યાંથી નીકળે છે. મહેશ નિખિલ અને કુનાલ ને તેમનું ઘર જોવા લઈ જાય છે ત્યાં જઈને કહે છે "તમે આ ઘર માં રહેશો જ્યાં સુધી તમે ઘર નું ભાડું આપવા સક્ષમ ન થાવ ત્યાં સુધી તમારા માટે બધું જ ફ્રી છે"

કુનાલ"મને તો હજુ સુધી પણ વિશ્વાસ નથી થતો કે ગણતરીના કલાકો માં આપણે રોડ પર થી મોટા બંગલા માં પહોંચી ગયા"

નિખિલ મહેશ ના સામું જોઈને કહે છે "મને તો આનાથી પણ વધારે ઝાટકો લાગ્યો છે"

કુનાલ કહે છે "અમુક વખત તો મને તારી વાતો સમજાતી જ નથી"
આટલું કહી તે બાથરૂમ માં જતો રહ્યો
નિખિલ અને મહેશ એક બીજા ને જોઈન એક અલગ જ પ્રકાર ની લાગણી અનુભવે છે.
બંને કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતા નથી ,બંને ની આંખો માં આંશુ આવી જાય છે નિખિલ ચુપ્પી તોડતા કહે છે "પપ્પા ..."

નિખિલ આટલું બોલી થોડો વિરામ લે છે અને પછી બોલે છે "કેમ તમે આવું કર્યું ,તમને ખબર છે માં પોતાના આખરી શ્વાસ સુધી તમારા આવવાની રાહ જોતી હતી પણ તમે તો એને જોવા પણ ના આવ્યા "નિખિલ ની આંખો માં આંશુ ની ધાર વહી રહી હતી તે બોલવાનું ચાલુ રાખે છે અને કહે છે "તમે એક વાર પણ ના વિચાર્યું કે માં કેવી રીતે મને મોટો કરશે કેમ તમે મને અને માં ને છોડીને ચાલ્યા ગયા .."
મહેશ બોલે છે "મારી પણ મજબૂરી હતી દીકરા .."

નિખિલ"oh Please મને દીકરો કહેવાનો હક તમે એ જ દિવસ ગુમાવી દીધો હતો જે દિવસે તમે મને અને મારી મમ્મી ને છોડીને ભાગી ગયા હતા અને હા કેવી મજબૂરી પોતાના પરિવાર ને અસહાય અને બેબસ મૂકીને ચાલ્યા જવું પડે એવી તો કઈ મજબૂરી હતી મને હવે તમારી કોઈ પણ વાત અને તમારા બહાના સાંભળવા નથી માંગતો અને હા તમે મારા પિતા નથી અને હું તમારો દીકરો નથી આપડો સંબંધ હવે આ શૉ અન પ્રોફેશનલ જ રહેશે"આટલું કહીને નિખિલ અંદર જાય છે અને મહેશ ત્યાં હૉલ માં જ ઉભો રહે છે

રાજદીપ અને કુનાલ બંન્ને આ બધું જોઈ જય છે અને પોતે પણ આ બધું સાંભળી ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.
મહેશ ની નજર આ બંને પર પડે છે અને તે કહે છે"તમે અહીંયા ક્યારે આવ્યા, અને આ બધું.."
રાજદીપ મહેશ ને અટકાવતા કહે છે "હા અમે બધું જ સાંભળી લીધું છે ,પણ મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે નિખિલ અને તેની માં ને તમે છોડ્યા એના પાછળ કોઇક તો કારણ હશે જ"
મહેશ બોલ્યો"જેને વિશ્વાસ કરાવવો છે એને તો મારા પર થોડોક પણ ભરોસો નથી, પણ સારુ લાગ્યું કે કોઈક તો મારી મજબૂરી જાણવામાં રસ ધરાવે છે "
"Uncle તમે અમને આખી વાત જણાવો અમે અને જો તમે સાચા હસો તો તમને તમારા દીકરા નો પ્રેમ પાછો હું અપાવીશ"કુનાલ મહેશ ને આશ્વાસન આપતા બોલ્યો.
રાજદીપ પણ તેમનો સાથ આપતા કહે છે "હું પણ તમારી સાથે જ છું મહેશ Uncle આજ સુધી તમે મારી અને આ મહેતા ઇન્ડસ્ટ્રીઝ ની ઘણી મદદ કરી છે હવે મારો વારો છે તમારી મદદ કરવાનો

.......
શુ મજબૂરી હતી મહેશ ની?
કેમ એને નિખિલ ને છોડી દીધો હતો?

શુ નિખિલ અને મહેશ ની વચ્ચે બધું ઠીક થશે?
જાણવા માટે વાંચતા રહો આ ઉતાર ચડાવ થી ભરપુર સ્ટોરી જોકર