એક અનામી વાત -૩
એ એક રાત
મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે પલાશ શહેરથી એક ચોક્કસ લક્ષ્ય સાથે પ્રાષાની શોધમાં નીકળ્યો છે. પ્રાષાને મનાવવા, પણ શું પ્રાષા માનશે? શું છે આખર એ બંનેનો ભૂતકાળ જાણવા માટે વાંચતા રહો એક અનામી વાત મારી સાથે. અને તમારા પ્રતિભાવ આપવાનું નાં ચૂકશો પ્લીઝ.
ગામમાંથી વચ્ચે નીકળતી શેરીની ડાબી બાજુ એક નાનકડી સ્કૂલ હતી. પ્રાષા તેને સીધો ત્યાં લઈ ગઈ, સ્કૂલે ગયા તો ત્યાં બધા બાળકો પ્રાષા ને જોઇને જાણે જોશમાં આવી ગયા. અને અત્યાર સુધી ધીરગંભીર રહેલી પ્રાષા પણ એ બાળકોને જોઇને થોડા વ્હાલ ભરેલા ગુસ્સા સાથે બોલી, એય.... અત્યારે અહી શું કરોછો તમે બધા? ઘરે જવાની ઈચ્છા નથી કે શું? શાળામાં તો રજા પડી ગઈ છેને?
ત્યાં બેઠેલા છોકરાઓમાંથી થોડો સ્વચ્છ કહી શકાય તેવો એક છોકરો બોલ્યો , “અરે બેન તે જ તો કહેલું કે શાળા અમારું બીજું ઘર છે તો પછી અમે બહાર ક્યા છીએ?”
અને આમે જેટલી તૈયારી આયા થાય એટલી વાં નથ થાતી. એટલે ભદ્રું ભાઈ એ કીધું કે છોરા આય જ ભણો એટલે અમે તો બેઠા.
અરે મેણા પણ ઘરે તમારી માયું તમારી વાટ જોતી હશે તેનું શું? જાવો ઝટ ઘેરે. અને હા જ્યારે આપણી કને એક ઘર છે તો બીજું ઘર શોધવાની જરૂર શીદ પડી ભાઈ? પ્રાષા ટોળામાં બેઠેલા એક છોકરા તરફ જોઇને બોલી.
આટલું સાંભળતાજ ટોળામાં ત્યારનો નીચી મુંડી રાખીને બેઠેલો ભદ્રું બોલ્યો, તો હુ કરું બેન ...આ તમને કેટલી વાર કીધું છે કે મને એકલો મુકીને આમ નાં જાવ ગામતરે પણ નાં તમને તો બસ મને લઇ જાવો ગમતો જ નથી. તમને ખબર છેને કે આમ એકલો હોઉં ત્યારે મને ઓલ્યો પીપ્ળીયો ભૂત કેટલો બીવડાવે છે. લાગે છે જાણે હમણાં ખાઈ જશે.
શું કીધું તે? પીપલીયો ભૂત? પ્રાષા બોલી, હં...અ ... તો આપડો પાપડ તોડ પેલવાન ભદ્રું તે પીપળીયા ભૂતથી બીવે છે.
ત્યાજ ભદ્રું બોલ્યો હા તો બેન નથી જોતી તું કે કેવી રીતે મધરાતે પવન ના હોય તોયે કેવોક હાલે છે, અને...અને... આમ ફર....ફરર...ફરર ... કેવો અવાજ કરેછે. તો મનેતો બીક લાગેજને.
પલાશ તેની સાથે તેની પાસે ઉભો છે તે વાત ને તો જાણે પ્રાષા ભૂલી જ ગઈ અને બાળકો સાથે વાતોમાં મશગુલ થઇ ગઈ.
ત્યાજ ક્યારથી પ્રાષા ની પાછળ ઉભા રહેલા એક આજાણ્યા વ્યક્તિને જોઇ રહેલા મેણાથી આખર નાં રહેવાતા પૂછ્યું, બેન આ ભાઈ કોણ?
ત્યાજ અચાનક પ્રાષા પાછળ વળી અને ચમકી, અને ક્યારથીય પાછળ ઉભેલા પોતાના ભૂતકાળ ને જોઈ રહી.
કોણ છે આ? ઘણો સમય રાહ જોવા છતાં જ્યારે પ્રાષાનો કોઈજ જવાબ નાં આવ્યો ત્યારે ફરીથી ભદ્રુએ પૂછ્યું.
મારો....મારો ... પ્રાષા જાણે કે કોઈ સંબંધ ને શોધતી હતી પણ કયો સંબંધ તે જાણતી નહોતી.
ફ્રેન્ડ! મિત્ર છું હું તારી બેનનો. પલાશ આખરે બોલ્યો.
Hi I am Bhadru! ભદ્રું ઉત્સાહથી બોલ્યો. અને પલાશની પાસે પોતાની ઓળખાણ કરાવા લાગ્યો. તેની સાથે સાથે બાકીના છોકરાઓ પણ પલાશને વળગી પડ્યા.
પલાશને આ છોકરાઓની બોલવાની ઢબ કૈક અલગ અને લહેકો મઝાનો લાગ્યો. તેણે છોકરાઓની સાથે અંગ્રેજી માં વાત કરવાની શરુ કરી અને બોલ્યો, Hi I am Palash from bombe. I am your sisters friend. Nise to meet you to all of you buddies.
પલાશનું આવું ફાંકડું અંગ્રેજી ત્યાં હાજર બધાજ છોકરાઓને અચંબિત કરવા માટે પુરતું હતું. ભદ્રું પલાશનું આ અંગ્રેજી સાંભળીને સરકીને પ્રાષાની નજીક આવ્યો અને ધીમેથી ગણગણ્યો કે આ નામ સિવાય બીજું હું બોલ્યો બેન?
ભદ્રુંના આ નિર્દોષ વર્તનને પ્રાષા બે ઘડી જોઈ રહી અને બોલી કઈ નહિ ભાઈ ખાલી તેના ગામનું નામ જ બોલ્યો છે. ભદ્રું આ મેહમાનને તુ તારી કને રાખીશને?
હા તો વળી કેમ નઈ? ભદ્રું તેના લહેકા સાથે બોલ્યો.
પણે માઈની ઓરડી ખાલી છે તેમાં આજની રાત અને કાલથી આયા નિશાળમાં ઓરડો સાફ કરી દેહુ. કેમ ભલા ફાવશે ને એ મેલમાં. ભદ્રું પલાશની સામે જોઇને બોલ્યો. પલાશે ઘડી માં પ્રાષાની સામે જોઇને પોતાની મુક સંમતી આપતા ડોકું ધુણાવ્યું.
પલાશને ભદ્રુના હવાલે કરીને પ્રાષા ત્યાંથી ચાલી નીકળી. પલાશ ક્યાય સુધી અંધારામાં ઓજલ થઇ રહેલી પ્રાષા ને જોઈ રહ્યો.પલાશ માટે એકતો અજાણી જગ્યા અને ઉપરથી આ છોકરો ખબર નહિ કઈ ભાષામાં ગીતો લલકારી રહ્યો હતો પલાશને લાગ્યું કે જો હજી થોડો વધારે સમય આ ગીત સાંભળશે તો કદાચ ગાંડો થઇ જશે. તેણે તે છોકરા ને વચ્ચે અટકાવીને પૂછ્યું કે યાર, બોસ તારો મહેલ તો ક્યાય દેખાતો નથી હજી કેટલો દુર છે?
ત્યાજ ભદ્રુએ આછકલી નજરે પલાશની સામે જોઇને સામે ઈશારો કરતા કહ્યું, અરે પણે આમ સામે... નજર નાખો ઈ દેખાઈ રયો મહેલ.
પલાશે એ દિશામાં નજર દોડાવી ત્યાં તેને મહેલ તો શું એક સરખું ઘર પણ નાં દેખાયું. છતાં તેણે ફરી યત્ન પૂર્વક તે દિશામાં જીણી આંખે જોયું તો ત્યાં તેને એક નાની ટેકરી પર સિમેન્ટ નાં પતરાની છત વાળી અને આજુ બાજુ માં થોળ અને જંગલી વેલો ની વાડ કરાયેલી એક નાનકડી ઓરડી દેખાઈ. તે ઓરડી જોઇને ઘડીભર માટે તેણે તેનો ક્યાસ કાઢ્યો કે ઓરડી લગભગ ૨૫ બાય ૩૦ ની લાગે છે અને તેની બાંધણી પણ લગભગ ટોટલી અસ્તવ્યસ્ત છે કેમકે પતરા જ્યાં ગોઠવેલા હતા તે બંને પાળીઓમાં એક લાંબી હતી તો એક ટૂંકી જેના કારણે ઉપર ગોઠવેલા પતરા પણ આડાઅવળા લાગતા હતા. પલાશને એ ઓરડીમાં મહેલનું એક પણ લક્ષણ નાં દેખાયું. તેનું એક બીજું કારણ પણ હતું કે ત્યાં ટોયલેટ ની સુવિધા પણ નહોતી, માત્ર બહાર ચાર બીજા પતરા ઉભા કરીને કૈક આડશ કરવામાં આવેલી કદાચ તેનો ઉપયોગ ટોયલેટ તરીકે થતો હશે તેવું પલાશને લાગ્યું. તે ઓરડીનું બારણું ખોલતાજ પલાશનું નાક એક અજીબ પ્રકારની વાસથી ભરાઈ ગયું,તેને અચાનક જ તે વાસ ને કારણે ઉબકા આવવાના શરુ થઇ ગયા એ પહેલા કે પલાશ કૈક સમજે ભદ્રું ત્યાં પડેલા પ્લાસ્ટિક અને કંતાનના ચાળિયા ઉપાડીને કૈક શોધીને લાવ્યો જે જોઇને પલાશને તમ્મર આવી ગયા કારણકે તે જે વસ્તુ ઉપાડીને લાવ્યો હતો તે એક મરેલો મોટો ઉંદર હતો અને એકજ વસ્તુ જેનાથી પલાશ ખુબજ ડરતો હતો. હજી તો પલાશ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા એક બીજો ઉંદર તેના પગે અથડાયો બસ પછી શું “મુઠી વાળીને ભાગવું” કે “ઉભી પુન્છડીયે ભાગવું” જેવા રૂઢી પ્રયોગ જે તેને સ્કૂલમાં નહોતા આવડતા તે અત્યારે બરાબર અર્થ સાથે આવડી ગયા.
પલાશને આમ રઘવાયો ગામ તરફ તેની તરફ આવતો જોઈ પ્રાષા પહેલા તો ગભરાઈ પણ પછી ભદ્રું ને પણ હાંફતો પલાશની પાછળ દોડતો જોઇને તેને પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો. પલાશને જોઇને તે બોલી, “SO what happens Mr. Maheta? Why are you so scared? What do you think about the village, about the houses?“ શું તે એમ વિચારેલું કે અહી તને બધીજ સુખ સગવડ સાથે એક ભવ્ય મહેલ મળશે? તો મિ.પલાશ સાકળચંદ મહેતા તમને હું એક વાત જરૂર કહીશ કે અહીના માણસો માટે પાકું ઈંટ સિમેન્ટ થી બનેલું ઘર એ કોઈ મહેલથી કમ નથી. કાલે સવારે આઠ વાગે પહેલી ગાડી આવશે તો વહેલામાં વહેલી તકે તારે અહીંથી નીકળી જવું જોઈએ કારણકે આ જીંદગી તું ક્યારેય નહિ જીવી શકે. કારણકે જે વ્યક્તિ આખી જીંદગી બીજાના રસ્તામાં પત્થર બિછાવીને પોતે સુંવાળપમાં જીવતા શીખ્યો હોય તે આ પત્થરો સાથે કેવી રીતે જીવી શકશે?
પ્રાશાના આ પ્રશ્ન એ પલાશને અંદર સુધી હલાવી દીધો. તે પોતાની સફાઈ આપી શકે તેમ હતો પણ કહે તો પણ શું?
શું કહે! પોતાની મજબૂરી વિષે કે જે તે વખતના સંજોગો વિષે. કારણકે ક્યારેક સમયના હાથે માણસ એટલો મજબુર થઇ જાય છે કે ખોટું થાય છે એવું ખબર હોવા છતાં માત્ર તેના મુક સાક્ષ બની રહેવા સિવાય તે કઇજ કરી શકતો નથી. મહાભારતના ભીષ્મ જેવી પરિસ્થિતિ હતી તેની ત્યારે.
થોડીવારમાં ભદ્રુએ તેની અને પલાશની પથારી બિછાવી દીધી અને સુવાની તૈયારી કરવા લાગ્યા. આજે પહેલી વાર પલાશની આંખો અંધારામાં પણ કૈક જોઈ શકતી હોય તેમ લાગ્યું. શું તે અશ્રુ બિંદુ હતા જે પ્રાશાના કોમલ ગાલને સ્પર્શીને તેના ચહેરાને ઓર તેજ આપતા હતા? હા તે આંસુ જે તેની આંખોમાં હોવા જોઈએ, તે આંસુ જે તેણે તેને આપેલા છે, આ તે જ આંસુ છે જે ક્યારેક આ આંખોમાંથી નીકળતા પણ ડરતા હતા. પલાશનું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું કે તેને લાગ્યું જાણે હમણાંજ ક્યાંક બહારના આવી જાય. એક ગ્લાની એક ખિન્નતા અને અપરાધભાવ સાથે આ એક રાત કેવી રીતે જશે તે વિચારમાં પલાશ આંખો માંડીને એ રાતની નીરવ શાંતિ ને જોઈ રહ્યો.
ક્રમશ: