Sky Has No Limit - 6 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - 6

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - 6

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-6
મોહીતનાં ઘરે બધાં જ મસ્તીથી પાર્ટી માણી રહ્યાં હતાં. મોહીતે ગીતો ગાઇને બધાંનાં દીલ જીતી લીધાં પછી મલ્લિકા અને શિલ્પા અંદર ડીનરની તૈયારી કરવાં કીચનમાં પ્રવેશે છે અને એને ચક્કર આવ્યાં અને પડવા ગઇ અને શિલ્પાએ ઝીલી લીધી મલ્લિકાનાં મોઢાંમાંથી નીકળ્યું મોહુ... અને મોહીત દાંડી આવ્યો.
મોહીતે શિલ્પાનાં ટેકે રહેલી મલ્લિકાને ઊંચકીને ચિંતાતુર રહીને બેડરૂમમાં લઇ આવ્યો. એણે બેડમાં સૂવાડી અને એસી ઓન કર્યું.. ઠંડકમાં પણ મલ્લિકાને ખૂબ પરસેવો થઇ રહેલો. ત્યાં સોનીયા અંદર આવી અને મલ્લિકા પાસે બેઠી. એને જોવા લાગી અને પૂછ્યું" શું થાય છે તને ?
મોહીતે ચિંતાતુર સ્વારે કહ્યું" મલ્લુ શું થયું તને અચાનક ? શું થાય છે તને ? હિમાંશુ ઉર્ફે હેમુએ કહ્યું હું ડોક્ટરને ફોન કહું ? અથવા મલ્લિકાને લઇ જઇએ.
સોનીયાએ કહ્યું "એક મીનીટ આપો મને આમ પેનીક ના થાવ એણે મલ્લિકા સાથે ચર્ચા કરી પછી કર્યું મોહીત તું બહાર જા.. મોહીતે કહ્યું ના હું અહીં જ છું મલ્લિકા સાથે કેમ શું થયું ?
સોનીયાં એ કહ્યું "ઓકે પછી મલ્લિકા થોડી સ્વસ્થ થઇને બાથરૂમમાં ગઇ અને પછી જ્યારે બહાર આવી ત્યારે સોનીયા સામે જોયું અને સંમતિસૂચક ઇશારો કર્યો સોનીયાએ મોહીતને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન યુ આર ગોઇગ ટુ બી એ ફાધર.. મોહીતે કહ્યું "રીયલી ? એ એકદમ ખુશ થઇ ગયો અને મલ્લિકાને વળગી પડ્યો. ઓહ માય લવ.. લવ યુ તું માં બનવાની હું ફાધર વાહ નેં આજનાં દિવસે મને મસ્ત ગીફ્ટ આપી આવાં ન્યૂઝ માટે હું તરસતો હતો.
મલ્લિકાએ પણ ખુશી દર્શાવી ચહેરો આનંદીત થઇ ગયો. બધાને હાંશ થઇ કે ચાલો બીજુ કાંઇ નથી શિલ્પાએ કહ્યું "તે ઘરે ટેસ્ટ કર્યો પણ ડોક્ટરને બતાવી આવજે પ્લીઝ એટલે કન્મફર્મ થાય અને આગળની સાવચેતી અને એમની સલાહ પ્રમાણે તારે ડાયેંટ અને બધું કરવું પડશે.

મલ્લિકાએ હકારમાં જવાબ તો આપ્યો પરંતુ એનો ચહેરો ઉતરી ગયો. મોહીતે ફેરફાર જોયો એણે કહ્યું એય માયે સ્વીટુ આઇ એમ સો હેપ્પી. કેમ તું ઉદાસ થઇ ગઇ બીજીજ ક્ષણે ? તને ખબર છે આ સમાચાર મને આજથી જ જાણે બાપ બનાવી દીધો. આઇ લવ યું.
મલ્લિકાએ બધાની સામે જોયાં પછી વિચારીને કહ્યું લવ યુ મોહુ... પછી વાત કરીશું ચાલ ડીનર લઇએ પ્હેલાં બધાને પરવારીને પાછા જવાનું હશે..લેટ થશે.
શિલ્પાએ કહ્યું "તું શાંતિથી બેસ અમે કરી લઇશું બટ બાય ધ વે હવે તારે તારું ધ્યાન રાખવાનું છે મલ્લિકા અને મોહીત એને નો ડ્રીંક નો બીયર નાઊ. પ્લીઝ હવે બધી રીતે સાચવાનું છે. જોકે બધી ખબર હશે જ પણ મારાથી ના રહેવાયુ.. ચાલો હું તૈયારી કરું.
સોનીયા અને શિલ્પા ત્થા ફાલ્ગુન બધાએ ભેગાં થઇને ડાઇનીંગ ટેબલ પર બધી બનાવેલી અને લાવેલા તે બધી જ વાનગી એ ડાઇનીંગ ટેબલ પર મૂકી અને ત્યાં સુધી મોહીત મલ્લિકાનો હાથ પકડીને જ બેસી રહ્યો.
બધાએ ડીનર લીધું અને પછી ફાલ્ગુને કહ્યું ખૂબ મજા આવી. મોહીત થેંક્સ એન્ડ કોન્ગ્રેચ્યુંલેશન ફેર બીઇંગી એ પેરેન્ટ ઇન કમીગ ફ્યુચર. ટેઇક કેર-હેમ અને શિલ્પાએ પણ બધાઇ આપી અને ધ્યાન રાખવા કર્યું પછી શિલ્પાએ કહ્યું "ક્યારેય જરૂર પડે મને ફોન કરજે પ્લીઝ. હીચકીચાટ ના કરીશ. પ્લીઝ ડોન્ટ હેઝીટેટ..
બધાં જ મલ્લિકા અને મોહીતને શુભેચ્છા આપી પોતપોતાનાં ઘરે જવા નીકળ્યાં અને મોહીત મલ્લિકા એમનાં એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ઉભા રહી જઇ રહેલાં મિત્રોને જોઇ રહ્યાં.
મોહિતે જોયુ કે બંન્ને કાર નીકળી ગઇ પછી મલ્લિકાનો હાથ હાથમાં લઇને પ્રેમથી સહેલાવી રહ્યો. મલ્લિકાએ પોતાનું માથુ મોહીતનાં ખભા ઉપર મૂકી દીધું અને જાણે આરામ કરવો હોય એમ ઉભી રહી પરંતુ એનું મન તો ચકડોળે ચાલ્યુ હતું આવનાર ભવિષ્યની રૂપરેખા મનમાં જોઇ રહી હતી.
મોહીતે કહ્યું "એય ચીકુ શેનાં વિચારોમાં પડી ગઇ છે ? ચિંતા ના કરીશ હું ઘરનું, શોપીંગનું બધુજ કામ સંભાળી લઇશ ડોન્ટ વરી.. આઇ વીલ બી.. મલ્લિકાએ વાત કાપતા કહ્યું "મોહુ એ બધુ મને ખબર છે પણ આઇ ડોન્ટ વોન્ટ બેબી નાઉ.. હજી આપણે ઘણો સમય છે બિન્દાસ રીતે આવી મજાની જીંદગી જીવીએ છીએ. અત્યારથી એવી બધી રીસ્પોન્સીબીલીટી લેવાની ક્યાં જરૂર છે ? હજી આપણે એટલાં મોટાં નથી થઇ ગયાં.
બીજું આપણે વર્લ્ડટુરમાં જવું છે બિન્દાસ બધે ફરવું છે. સાચી વાત કરુ મારું બોડી અત્યારે કેટલું ફીટ અને બ્યુટીફુલ છે.. આવું બધું કરવામાં વધુ સ્પોઈલ થશે મારી બ્યુટી...
મોહીતે વચ્ચે જ અટકાવતાં કહ્યું "મલ્લિકા તમે ખબર પડે છે ? તું શું બોલે છે ? બેબી આવવાથી આપણને તકલીફ પડશે ? તારી બ્યુટી બગડશે ? તને માં થવાનું નથી ગમતું ? ફરવા માટે બેબી પ્લાન કરવાની ના પાડે છે ? આપણી એટલી આવક છે કે આપણે બધુ જ પુરુ કરી શકીશું અને મને જો હવે પ્રમોશન મળ્યું તો આપણે કોઇ ચિંતા જ નહીં રહે.
મલ્લિકાએ કહ્યું "મોહું તું સમજતો નથી બેબી 3-4 વરસ લેટ કરીએ આપણને શું ફરક પડે છે ? અત્યારે જ સમય છે નિર્ણય લેવાનો પછી નહીં લેવાય. તારે તારાં પ્રમોશનમાં કોન્સ્ટેટ કરવાનું છે આપણે આનાથી મોટો અને લેવીશ એપાર્ટમેન્ટ આવ્યા આપણું હાઉસ લેવું છે ગાર્ડન અને વિશાળ જગ્યા સાથેનું એ બધુ કરી લઇએ પછી સમય છે જ બેબી માટે.
મલ્લિકાએ આગળ કહ્યું "મોહુ પ્લીઝ આ વખતે એબોર્ટ કરાવી લઊ. આઇ ડોન્ટ વોન્ટ બેબી. મોહીતે કહ્યું "તું શાંતિથી વિચાર તે કીધું છે એ બધી તારી વીશ છે જે બેબી આવ્યા પછી પણ પુરી થાય એવી છે બેસી ક્યાંય વચ્ચે નથી નડવાનું. લોકો બેબી માટે કેવી કેવી માનતા રાખે છે જ્યારે માંબાબાએ આપણને આવો રૂડો અવસર અને વરદાન સમાન આશીર્વાદ આપ્યાં છે એને તારે સ્વીકારવા નથી ? તું આટલી બધી મટીરાલીસ્ટીક કેમ થાય છે ? આપણાં વંશનો અંશ છે તારાં પેટમાં એને આ દુનિયામાં આવતાં પહેલાં જ મારી નાંખવો છે ? એક સ્ત્રી આવી જલ્લાદ કેવી રીતે થઇ શકે ? મને સમજાતું નથી. માં શું હોય તને ખબર જ નથી ? તને માં થવાનું સૌભાગ્ય મળી રહ્યું છે અને તું ઠોકર મારવા માંગે છે ? અને આ બેબી તારી એકલીનું નથી મારું પણ છે તું આમ આવું વિચારી મારું દીલ ના તોડીશ પ્લીઝ.
આવું બોલીને મોહીત એની પાસેથી ઉઠીને સીધો બેડરૂમમાં આવીને સૂઇ ગયો. મલ્લિકા ક્યાંય સુધી બહાર બાલ્કનીમાં બેસી રહી અને વિચારોમાં ગર્ત રહી.
શનિવાર રાત ગઇ રવિવારની સવારથી સાંજ થઇ ગઇ મલ્લિકા મોહીત યંત્રવત વર્તી રહ્યાં મોહીતને ખૂબ આધાત પહોચલો એણે ફરીથી મલ્લિકાને સમજાવી ત્યારે મલ્લિકાએ કીંધુ "ઓકે મોહુ ચાલ તારી લાગણીનું ધ્યાન રાખીને હું નહીં કરાવું એબોર્ટ... તું આમ દુઃખી દુઃખી મારી આસપાસ ફર્યા કરે મને નથી ગમતું.
મોહીત એકદમ ખુશ થઇ ગયો એણે મલ્લિકાને ઊંચકી લીધી અને ચૂમીઓથી નવરાવી દીધી. પાછો આખો માહોલ આનંદીત થઇ ગયો. મોહીતે કહ્યું " એય કેમ આટલો મને તપાવ્યો ? મજાક કરતી હતીને ? તું મને દુઃખી કે હું તને ના જ જોઇ શકું.
મોહીતે આગળ વધીને કહ્યું "ચાલ આપણાં પેરન્ટસે આ ખુશ ખબરી આપી દઇએ બધાં ખૂબ જ ખુશ થઇ જશે મલ્લિકાએ કહ્યું " એ હોમ કીટમાં ટેસ્ટ કર્યો છે પ્રેગન્સસીનો પહેલાં ડોક્ટર પાસે કન્ફર્મ કરાવીએ પછી વાત હમણાં ઉતાવળ નથી કરવાની.
મોહીતે કહ્યું ઓકે ડાર્લીંગ.. થેંક્યુ જાન.. આઇ લવ યુ. મલ્લિકા મોહીતને એક નજર જોઇ રહી.. હા કીધાં પછી એનામાં કેટલો ઉત્સાહ અને પ્રેમ ઉભરાયો.. પણ મેં એનો નિર્ણય માની લીધો એ સાચો જ છેને ? હું કોઇ ભૂલ નથી કરતી ને ? મારું બોડી.. મારું ફિગર બધુ જ બદલાઇ જશે પછી.... શું કરું ?
વધુ આવતા અંકે---- પ્રકરણ-7