Praloki - 11 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રલોકી - 11

Featured Books
Categories
Share

પ્રલોકી - 11

આપણે જોયુ કે રિયા આવી ને પ્રલોકી ને કહે છે કે સમીર કંઈક પ્લાન કરી રહયો છે. રેમ્પ વોક મા એ પ્રલોકી ને હરાવાની વાત કરતો હતો. પ્રલોકી ડરતી નથી, પ્રબલ ટેન્શનમા આવી જાય છે. હવે જાણો આગળ....
પ્રલોકી, મારે નીકળવું પડશે તમે બધા વાતો કરો એમ કહી પ્રબલ નીકળે છે. પ્રબલ સાથે દીપ પણ નીકળે છે. પ્રબલ, તું બહુ નસીબદાર છે તને પ્રલોકી નો પ્રેમ મળ્યો. હા, દીપ પ્રલોકી મારી ઝીંદગી છે. એને કાલ ગમે તેમ કરી સમીર થી બચાવી પડશે. હા પ્રબલ આપણે ધ્યાન રાખવું પડશે. આ બાજુ રિયા પ્રલોકી ને કહે છે, પ્રલોકી પ્રબલ મા તે શુ જોયુ ? એ કેટલો ડરપોક છે. મને તો બહાદુર છોકરો જ ગમે. રિયા, તું ચૂપ રહે મને ખબર છે હવે, તારો બોયફ્રેન્ડ કેટલો બહાદુર છે ! પ્રબલ બહાદુર જ છે પણ એ મારા માટે ડરે છે. એ વાત તો સાચી પ્રલોકી ની, પ્રબલ બહાર તો વાઘ બનીને ફરે છે. પણ જયારે પ્રલોકી સામે આવે કે પ્રલોકી ની વાત આવે એની બોલતી જ બંધ થઈ જાય છે એમ કહી કોમલ હસવા લાગી. રિયા, કોમલ તમે બેસ્યા રહો હું જાઉં છું . ગુસ્સે થઈ પ્રલોકી નીકળી ગઈ.
બીજા દિવસે પ્રલોકી રેમ્પ વોક માટે તૈયાર થઈ ને આવી ગઈ. પ્રલોકી ને જે પણ જોતું એને પ્રબલ પર ઈર્ષ્યા આવતી. પ્રલોકીએ બોટલ ગ્રીન કલર નું ગાઉન પહેર્યું હતું. મેચિંગ ઈયરિંગ્સ અને બ્રેસલેટ એના પર બહુ જ સરસ લાગી રહ્યા હતા. સમીર ને પ્રલોકી ને જોઈને પહેલો વિચાર તો એનો રૅપ કરવાનો જ આવ્યો પણ સમીર સાવ ખરાબ માણસ નહોતો. પ્રલોકી, આજે જો તું કેવી રીતે રેમ્પવોક કરે છે!. સમીર મનમા બોલ્યો. સ્ટેજ ઉપર બધા વારાફરતી પોતાનું પર્ફોર્મન્સ કરવા લાગ્યા. પ્રલોકી થોડી વાર મા તારો વારો આવશે તું સાચવજે. પ્રલોકી એ રેમ્પ વૉક કર્યુ, બધા ની અચરજ વચ્ચે સમીરે કઈ કર્યુ નહીં. અવિનાશે સમીર ને પૂછ્યું કેમ તે પ્રલોકી માટે પ્લાન કર્યો હતો એવું કર્યુ નહીં ? અવિનાશ હું શુ કહું તને જયારે પ્રલોકી એ એન્ટ્રી કરી ત્યારે હું એને જોતો જ રહી ગયો. રોજ એપ્રોન પહેરી ને આવનાર પ્રલોકી આજે અલગ જ લાગી રહી હતી. હંમેશા મારી સામે ગુસ્સા થી જોનાર પ્રલોકી ને આંખો આજે કેટલી સુંદર લાગી રહી હતી. એની આંખો મા આંજેલું કાજલ એના ચહેરા ને વધુ સુંદર બનાવી દીધો હતો. એના હોઠ એમ તો હંમેશા મારી સામે મરડાયેલા જ રહે છે. પણ આજે એજ હોઠ પર ગુલાબી લિપસ્ટિક લગાવી જયારે સ્ટેજ પર આવતી હતી ત્યારે મારા વિચારો ને એને બદલી નાખ્યો. હવે તો મારી એક જ ઈચ્છા છે કે એની આ આંખો હંમેશા મને જ જોવે. એના હોઠો પર બસ મારૂં જ નામ હોય.
સમીર, બધા જાણે છે પ્રલોકી પ્રબલ ને પ્રેમ કરે છે. અવિનાશ, એ બંને નાના છોકરા છે હજી, એ ખાલી થોડી વાતો ને પ્રેમ માની બેસ્યા છે. તું જો પ્રલોકી હવે મારી જ થશે. પ્રલોકી, રિયા, કોમલ, દીપ , જીમ્મી, પ્રબલ બધા પાર્ટી કરવા બહાર ગયા. દીપે કહ્યું બહુ મજા આવી ગઈ. ફાઈનલી આપણું એક વર્ષ તો પતી ગયું. દીપડા, હજી એક્ષામ પતી છે ને એન્યુઅલ ડે પત્યો છે, રિઝલ્ટ બાકી છે. જીમ્મી બોલ્યો. જીમ્મી ને ટોકતા રિયા બોલી રિઝલ્ટ તો સરસ જ આવશે ને !આપણે બધા એમનેમ કઈ બી જે મા એડમિશન નહીં લીધું હોય ને. રિયા જરૂરી નથી, મારા તો અમુક પેપર સારા પણ નથી ગયા. કોમલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું. પ્રબલ અને પ્રલોકી કશુ બોલી નહોતા રહ્યા. રિયા એ એમનો મજાક કરતા કહ્યું, તમે બંને એકબીજા ને જોવા આવ્યા છો કે અમારી જોડે પાર્ટી કરવા ! પ્રલોકી બોલી... સોરી, રિયા મને બહુ થાક લાગ્યો છે. એક તો આટલા દિવસ ની પ્રેકટીસ, એક્ષામ બધું સાથે જ થયુ. સારું પ્રલોકી તું પિઝા ખાઈ ને નીકળી જા.. અમે થોડી મસ્તી કરી નીકળીશુ. પહેલી વાર મારા પાપા એ મને રાતે મોકલી છે. રિયા તો ખુશ થતા બોલી ગઈ. બધા એના પર હસી પડ્યા.
પ્રબલ, તું આવે છે ઘરે.. કે હું એકલી જાઉં ? આમ તો પાપા ને મેં કહ્યું હતું, રિયા અને કોમલ મને ઘરે મુકવા આવશે એટલે મોડા સુધી બહાર રહેવા દીધી. પણ એ લોકો ભલે એન્જોય કરે. હું નીકળું. અરે, પ્રલોકી હું આવું છું જોડે. તને મૂકી જઈશ ને અંકલ ને પણ મળી લઉ. ના, ના પ્રબલ ઘરે ના આવતો નહીતો પાપા મને મારી નાખશે. મજાક કરું છું હું તો.. સાથે આવું જ્યાં સુધી અવાય. ચાલ, પ્રલોકી. બધા ને બાય કહી બન્ને નીકળી ગયા. પ્રલોકી પ્રબલ ના બાઈક ઉપર બેસી ગઈ. પ્રલોકી, કેમ આટલી દૂર બેઠી છે ? તું તો બહુ મૂવી જોવે છે. તો ખબર નથી બોયફ્રેન્ડ ના બાઈક પર કઈ રીતે બેસાય. પ્રલોકી શરમાઈ ગઈ. પ્રબલે જાણી જોઈને બ્રેક મારી એટલે પ્રલોકી ને પ્રબલ ની નજીક આવી બેસવું જ પડ્યું. પ્રબલ, ને ઈચ્છા થઈ ગઈ પ્રલોકી ને કિસ કરી દે. આટલી નજીક આવેલી પ્રલોકી ને એ દૂર નહોતો જવા દેવા માંગતો. પ્રલોકી ને પણ કંઈક એવી જ ઈચ્છા થઈ. બંનેએ પોતપોતાની ઈચ્છા પર કાબુ રાખ્યો. પ્રલોકી, આમ જ મારો સાથ નિભાવજે, હંમેશા મારી જોડે જ રહેજે. હા પ્રબલ, પ્રોમિસ જેમ આ આખુ વર્ષ આપણે સાથે રહ્યા એમ જિંદગી ભર સાથે રહીશુ. સાચે પ્રલોકી, કોઈ પણ સંજોગમા મારો સાથ ના છોડતી. હા, પ્રબલ, હવે તો કોઈ પણ જગ્યા હોય હું તારી બાજુ મા જ જોવા મળીશ.
વર્ષો વીતતા ગયા. પ્રલોકી અને પ્રબલ નો પ્રેમ દિવસે ને દિવસે વધુ ગાઢ બનતો ગયો. એકબીજા પર બંને બહુ જ વિશ્વાસ હતો. દર વર્ષે નવા જુનિયર આવતા. એ પણ પ્રબલ અને પ્રલોકી પર ઈર્ષ્યા કરતા. બધા એમ જ ઇચ્છતા પ્રેમ હોય તો આ બંને જેવો. સમીર MD પૂરું કરી બી જે મેડિકલ મા જ સેવા આપી રહયો હતો. સમીર બધા પ્રયત્ન કરી ચુક્યો હતો. તેની પાસે હવે મનાલી ટ્રીપ જ લાસ્ટ ચાન્સ હતો પ્રલોકી ને પામવાનો. પ્રલોકી અને પ્રબલે ફાઇનલ એક્ષામ પણ પાસ કરી દીધી. એમનું આખુ ગ્રુપ મનાલી જવા રેડી થઈ ગયું.
પ્રલોકી ને નહોતી ખબર મનાલીમા એના બધા સપના તૂટી જવાના હતા. ડૉક્ટર બનવાથી લઇ પ્રબલ ને પામવા સુધીના બધા સપના મનાલી ની બરફ ની ખીણ મા દબાઈ જવાના હતા . નાસ્તો ખાતા, અંતાક્ષરી રમતા બધા બસ મા એન્જોય કરી રહ્યા હતા. પ્રબલ અને પ્રલોકી જોડે બેઠા હતા હવે એ સમય નો લાભ લઇને એકબીજાને ગાલ પર કિસ કરી દેતા હતા. બને ને ક્યાં ખબર હતી કાલ સવારે શુ થવાનું છે? આ રાત પછી બંને ક્યારેય મળવાના ના હતા. સવારે એ જ થયુ જે સમીરે નક્કી કર્યુ હતું. સવારમા બધા હોટલ પર પહોંચ્યા. બધા એ બ્રેકફાસ્ટ કર્યો ને પછી તૈયાર થવા પોતપોતાના રૂમ મા ગયા. બધી છોકરીઓ એક ફ્લોર પર અને બધા છોકરાઓ એક ફ્લોર પર એ રીતે હતા. એટલે પ્રલોકી ને પ્રબલ સવારે જોવા ના મળ્યો.
ફરવા માટે ત્યાંની અલગ અલગ ટેક્ષી રેડી હતી. બધા પોતપોતાના ગ્રુપ બનાવી જેમ ટેક્ષી ભરાય એમ નીકળતાં ગયા. પ્રલોકી પ્રબલ ની રાહ જોઈ રહી હતી. સાથે રિયા અને કોમલ પણ હતા. છોકરીઓ જેટલી વાર કરે છે પ્રબલ તૈયાર થવા મા, રિયા એ કહયું. જીમ્મી તો આવ્યો કોમલ ખુશ થતા બોલી. જીમ્મી ક્યાં છે પ્રબલ ? ખબર નથી મેં તો 4 વાગે સવારે આપણે અહીં પહોંચ્યા પછી જોયો જ નથી. અરે, તો એ કોના રૂમ મા હતો ? કદાચ દીપ જોડે હશે એ પણ તો હજી નથી આવ્યો ને. રિયા બોલી. એટલામાં પ્રલોકી એ કહયું દીપ તો આવ્યો પણ હજી પ્રબલ કેમ નથી આવ્યો ? ચાલો આપણે જઈને જોઈએ ક્યાંક આખી રાત જાગ્યો એટલે સુઈ જ ના રહયો હોય જિમ્મી એ કહયું. હા, જલ્દી જીમ્મી આપણે જોવું પડશે. પ્રલોકી બધા રૂમ જોવા લાગી પણ જે રૂમનો દરવાજો ખોલવા જાય એ બધા લોક હતા. આ ફ્લોર પર તો કોઈ દરવાજો ખુલ્લો નથી. તો પ્રબલ ક્યાં હશે. એટલા મા સમીર આવ્યો. શુ થયુ તમે લોકો કેમ હજી નથી ગયા ? Sir, પ્રબલ મળતો નથી. પ્રલોકીને સમીર ને હવે સર કહેવું જ પડતું કેમ કે હવે એ ડૉક્ટર તરીકે કામ કરતો હતો. પ્રબલ તો થર્ડ ફ્લોર પર છે. એને સ્પેશ્યલ રૂમ લીધો છે.
પ્રલોકી ફટાફટ ઉપર પહોંચી. દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો એના હોશ ઊડી ગયા. પ્રબલ કોઈ છોકરી સાથે સૂતો હતો. અસ્તવ્યસ્ત કપડાં અને પ્રબલ ના ખભા પર માથું રાખી ને છોકરી ને જોઈ ને પ્રલોકી ને સમજ ના પડી શુ સમજવું ! એને બૂમ પાડી પ્રબલ....... પ્રબલ ઉઠ્યો એ ચોંકી ગયો. બાજુ મા એક છોકરી હતી એ જ છોકરી જે કેટલીય વાર PG મા રહેતા સ્ટુડન્ટ્સની હવસ પુરી કરવા આવતી હતી એ એની બાજુ મા ક્યાંથી એ પ્રબલ ને સમજાયું નહીં. પણ પ્રલોકી દોડી ગઈ. પ્રબલ એને બોલાવતો કે સમજાવતો એ પહેલા એ દોડતા સીડીઓમાંથી પડી ગઈ. અને બેભાન થઈ ગઈ.
કઈ રીતે પ્રબલ સમીર ની ચાલમા ફસાયો? શુ આ જ કારણ હતું પ્રલોકી અને પ્રબલ નું અલગ થવાનું ? જાણો આવતા અંકે......