ભાગ:- 4 ( સરગમ અને પરિણામ )
ધોરણ સાત પછી નાં બે વર્ષ જોતજોતમાં વીતી ગયા. એ વર્ષમાં મારી શાળામાં વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્ય ક્રમ નું નામ હતું " સરગમ ". આ કાર્યક્રમ માં મારી પસંદગી એક ચિત્રકાર ની રીતે સ્ટેજ ડેકોરેશન માટે થઈ. કારણ કે મારા ચિત્રો એ સમયે સારા થતાં. મને ચિત્રો બનાવવા ગમતાં. અને હું ચિત્રો ખુબજ ખંત થી બનાવતો. આખિય શાળામાં ચિત્ર સ્પર્ધામાં મારો નંબર આવેલો, ધોરણ આઠમાં. એ મારા જીવન ની પહેલી સ્પર્ધા હતી. અને એમાં પણ, હું વિજેતા બન્યો હતો એ વાત ની ખુશી પાછી અલગ. મારા એક હાથમાં સરટીફીકેટ અને ગળામાં મેડલ. આ વખતે બધા મારા માટે તાળીઓ વગાડતા હતા. હું ખુબજ ખુશ હતો. બીજી બાજુ તેણીની પસંદગી પણ સ્ટેજ ડેકોરેશન માટે કરવામાં આવી. તેની પસંદગી થાળી શણગાર, મટુકી શણગાર અને રંગોળી સ્પર્ધા ને આધારે કરવામાં આવી હતી. સ્ટેજ ની સાથે-સાથે સ્ટેજ ની સામેથી અતિથિ ને આવવા માટેના રસ્તાને પણ શણગારવાનો હતો. આ મારા માટે એક તક હતી. અહી છોકરા અને છોકરીઓ સાથેજ કામ કરવાના હતા. એટલે મારી માટે એક તક એ હતી કે હું મારા હૃદય ની વાત તેને કરું. અને અમારું આગળ ચાલે. મારી પ્રેમ ની રેલગાડી પ્રેમિકાના પ્રેમ ના પાટા પર ચડે એવું હું ઇચ્છતો હતો. પણ આહીઁ પણ મને મારી હિંમત અને મારા મન નો ડર નડ્યો. હમણા કહી નાખું, બસ હવે તો મારા દિલ ની વાત કહ્યે જ રહું. આવા નિર્ણય તો બહુ થયા પણ કહેવા જવાની હિંમત ના થઈ.
અમારી સ્ટેજ ડેકોરેશન ની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી. હું ડેકોરેશન કરવા કરતાં વધારે તેણીને જોયા કરતો. ખબર નઈ સાલું મારું ધ્યાન અપોઆપજ તેના તરફ ચાલ્યું જતું. મારા ચિત્રના શક્ષક શ્રી મને ઘણી વાર ઠપકો આપતાં, અને મને કાઢી નાખવાનો ડર પણ બતાવતાં. અંતે મારી ભૂલોને તેઓ નકારી ન શક્યા. અને મને સ્ટેજ ડેકોરેશન ટીમ માંથી કાઢી નાખવામાં આવ્યો. મને નાં ગમ્યું, પરંતુ તેમાં મારું કંઈ નાં ચાલ્યું. પછી કાર્યક્રમ ની પૂર્વ તૈયારીઓમાં શું થયું તે બધુજ મારી જાણ બહાર હતું.
અંતે કાર્યક્રમ નો દિવસ આવી ગયો. અમે અમારા બીજા મિત્રો સાથે કાર્યક્રમ ને નિહાલવા માટે પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી મને જાણ થઈ કે તેણી પણ કાર્યક્રમ માં ભજવાતી એક કૃતિ માં ભાગ લઈ રહી છે. ગમે તેમ કરીને તેણીની કૃતિને નજીકથી જોવા અમે સ્ટેજની નજીક જગ્યા લઈ લીધી. અને હું ખુબજ આતુરતાપૂર્વક તેના પરફોર્મન્સ ની રાહ જોવા લાગ્યો. તેણીએ "ગુજરાતી ફોક્ નૃત્ય " માં ભાગ લીધો હતો. તેના ખુબજ સારા દેખાવને કારણે તેને સ્ટેજ પર બોલાવી સન્માનિત પણ કરાઈ.
ધોરણ નવ નું વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું. હવે અમારા જીવનનું ખુબજ મહત્વ નું વર્ષ હતું, બોર્ડ નું વર્ષ. હું ખુબજ મન લગાવી ને તૈયારીઓ માં લાગી પડ્યો. વર્ષ દમિયાન તેણીની બીજા વર્ગના એક વિદ્યાર્થી સાથે વાતો ફરવા લાગી. મે તપાસ કરી તો ખબર પડી કે તે વિદ્યાર્થી પણ પેલા સ્ટેજ ડેકોરેશન ટીમ માં હતો. પરંતુ બોર્ડ નું વર્ષ હતું એટલે મે આ બધું ખુબજ હળવાશ માં લીધું. હવે પરિણામ નો સમય આવ્યો. અમારી ધોરણ દસ ની પરિક્ષા નું પરિણામ. બધાના મન માં થોડો ડર હતો. શું પરિણામ આવશે ? તેવો પ્રશ્ન. બધાના મન માં પ્રશ્નો નાં વંટોળ હતા. મારી પણ આવીજ સ્થિતિ હતી. બધાનો સૌથી મોટો પ્રશ્ન હતો કે ધોરણ દસ પછી શું ? કોણ અને ક્યાં પ્રવેશ મેળવશે ? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે પછી ડિપ્લોમાં. શું કરશું ? કેવી રીતે કરશું પસંદગી ? ક્યાંક બધા મિત્રો, મનગમતા પાત્રો છુટ્ટા તો નહિ પડી જાય ને, એ વાતનો ડર. બધી બાજુ અફરાતફરી ! પ્રવેશ, પ્રવેશ અને પ્રવેશ ની જાહેરાતો. અમારી શાળામાં પ્રવેશ મેળવો, અમારી શાળમાં પ્રવેશ મેળવો બસ આજ વાત.
મે પણ ઉતાવળે એજ શાળામાં સાયન્સમાં પ્રવેશ મેળવી લીધો, બીજુ કાઇપણ વિચર્યા વગર. મારા મિત્રો પણ ત્યાજ હતા એટલે. જો મોડું થઈ જાય અને હું રહી જઈશ તો, એ ડર થી. ભણવાનુ તો શરૂ થઈ ગયું હતું પણ મારી આંખો વર્ગમાં કઈક શોધતી હતી, એ હતો મારો પહેલો પ્રેમ. પણ નાં મળ્યો. તેણીએ બીજી શાળામાં પ્રવેશ મેળવી લીધો હતો. જાણકારી મુજબ તેણી પણ સાયન્સ માજ હતી. ઘણી દૂર, મારાથી ઘણી દૂર. ભણતર નો ભાર વધ્યો, જવાબદારીઓ વધી. પરંતુ હું તેને ભૂલી ન શક્યો.
આગળ માટે ભાગ :- 5 ( અંત ) ટુંક સમયમાં...
આભાર
...આવજો...