ભાગ :- 2 ( સ્પર્ધા )
શાળા નામ આવે એટલે સ્પર્ધા હોયજ. એ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓમાં શિક્ષણને લગતી હોય કે પછી શાળાએ થી રજા મળ્યા બાદ ઘરે જતી વખતે ફાસ્ટ સાઇકલ ચલાવવાની હોય. હકીકત તો એ જ હોય છે કે પોતાને ગમતી છોકરી ની સામે દેખાવ કરવો, કે હું કેવી ફાસ્ટ ડ્રાઈવ કરી શકું છું. જેનાથી એ આપણાથી ઇમ્પ્રેસ થાય, અને આપણી સાથે વાત કરે. આમારી શાળામાં ઘણી પ્રકાર ની હરીફાઈઓ થતી જેમાંં ગીતો ગાવાની હરીફાઈઓ, શ્રેષ્ઠ ચિત્રો બનવાની હરીફાઈ તો ક્યારેક વળી વેશભુષા હરીફાઈ થતી. હરીફાઈ ગમે તે હોય પણ આપણે ક્યારેય તેમાં ભાગ નહિ લેવાનો આવો નિર્ણય. એનું કારણ હતી ' હિમ્મત '. મને આવી સ્પર્ધાઓ થી ડર લાગતો. મને થતું કે જો હું ભાગ લઈશ અને અંતે હારી જઈશ તો ? જોનારા મારા વિશે શું વિચારશે ? મારા વર્ગ મિત્રો મારા વિશે શું વિચારશે ? અને ખાસ જો હું જીતી નાં શક્યો તો પેલી છકરી મારા માટે શું વિચારશે ??? આ મોટો ડર હતો. અને કદાચ એટલે જ મને હિંમત ના થતી. જો એ મને ચિડવશે તો ! મારી મજાક બનાવશે તો ! મારી જોડે વાત નહિ કરે તો. એટલે મેં તેનો સાવ સરળ રસ્તો શોધી લીધો હતો, એ હતો કોઈપણ સ્પર્ધા હોય ભાગજ ન લેવો. જેથી આવી કોઈ પરિસ્થિતિ જ નાં ઊભી થાય. અને impression down થવાનો સવાલ જ ન રહે.
આ બાજુ તદ્દન ઉલટું. એ દરેક હરીફાઈઓ માં ભાગ લે. અને ખેલદિલી ની ભાવના થી રમે અને જીતે પણ ખરા. કોઈપણ પ્રકારની હરીફાઈ હોય એનું નામ સ્પર્ધક તરીકે હોયજ. એ પછી નવરાત્રિના રાસ - ગરબા ની હરીફાઈ હોઈ કે જન્માષ્ટમી માં મટુકી શણગાર ની હરીફાઈ હોઈ, થાળી શણગાર હોય કે વેશભુષા હોય, હેર સ્ટાઇલ સ્પર્ધા હોય કે સંગીત સ્પર્ધા કે પછી વ્રત ની સીઝન માં ગોરમાતા નાં ગીતો ગાવાની સ્પર્ધા હોય, દરેક સ્પર્ધા માં એમને તો ભાગ લેવો જ રહ્યો. હું એને ભાગ લેતા જોઈને જ ખુશ થઈ જતો. એ જીતે ત્યારે તાળીઓ સૌથી વધારે મારીજ વગતી હશે કદાચ. તેણીની ભણવામાં પણ આગળ, વર્ગ માં પ્રથમ કે પછી દ્વિતીય જ આવે. અને હું ભણવામાં પણ પાછળ. એવું નથી કે હું નાપાસ થતો, પણ મારે વર્ગ માં પાછળ નંબર આવતો. વર્ગ માં છેલ્લા નંબર માં કોણ??? એટલે આપણે. ગર્વ નથી, પણ ખેદ જરૂર છે.
અહી પણ મારી સાથેની સ્પર્ધા માં હતા, મારાજ વર્ગનાં... મારાજ મિત્રો. એટલે, સમજવું કેવી રીતે. મારા મિત્રો માંથી એક મિત્ર ખુબજ હોશિયાર. ભણવામાં પણ નંબર આવે, સ્પર્ધામાં ભાગ પણ લે અને જીતે પણ ખરા. દરેક રીતે હોશિયાર, અને એ એટલે મારો સ્પર્ધક. હું જેને પસંદ કરું છું, એ પણ એનેજ પસંદ કરે. પરંતુ એ મારાથી બધીજ રીતે આગળ. વર્ગમાં એનું નામ હતું. એટલે સ્વાભાવિક છે કે બધા સાથે તેને સારો વ્યવહાર. બધા સાથે વાતો કરે. તેણે પેલી સાથે પણ વાતોથી વ્યવહાર શરૂ કર્યો. ધીમે ધીમે નોટ બુક નો વ્યવહાર પણ શરૂ થયો. અને આ બાજુ, મને તેની સાથે વાત કરવાની પણ હિંમત ના થતી. હું હિંમત નાં કરી શક્યો તે નજ કરી શક્યો. મારી લાગણીઓ દબાઈ ને રહી ગઈ. અને મારે પેલી તરફની મારી લાગણીઓ મારા મિત્ર સાથે શેર કરવી પડી. દોસ્તો ખાતર મારે આમ કરવું પડ્યું. હકીકતમાં અહી મને દોસ્તી તૂટી જવાનો ડર હતો. હું હજુ પણ પેલી તરફ મનોમન લાગણીશીલ હતો. વર્ગ માં મારા મિત્ર અને પેલી ની અવનવી વાતો ફરવા લાગી. મને ખૂબ થતું કે હું પેલાને જઈ ને કહી આવું કે તેનાથી દૂર રહે, પણ મારા પગ ના ચાલતા. અને હું સ્પર્ધા માંથી બહાર. હવે તેણીની શાળા બદલાઈ ગઈ, નવું વર્ષ......
શું થયું એ જાણવા મારી વાર્તા નો ત્રીજો ભાગ વાંચવો પાડશે. ભાગ :- 3 ( શોધ ), ટુંક સમયમાં.
આભાર
..આવજો..