Covid - 19 in Gujarati Moral Stories by Akshay Vanra books and stories PDF | કોવિડ - 19

Featured Books
Categories
Share

કોવિડ - 19


ડયુકન એના ડેડી સાથે રવિવારની મજા માણી રહ્યો. બન્ને બાલ્કનીમાં બેસી ને "Cotagion" મૂવી ને જોઈ રહ્યાં હતાં.
ડ્યુકન એ એની બાજુમાં બેસેલા ડેડીને પુછ્યું.
શું આવું પોસ્સીબલ છે ડેડી ?

હા, ડ્યુક આવું ભવિષ્યમાં થઈ શકે છે.

ડેડી આવું ભુતકાળમાં થયું છે ?

હા, ડ્યુક ભુતકાળમાં પણ એક વાઈરસ એવો આવ્યો તો કે જેને વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી અને લગભગ લગભગ કરોડો લોકોના મૃત્યું થયાં હતાં.

પણ ડેડી જે આ મૂવીમાં બતાવી રહ્યાં છે કે, એક બીજ ને સ્પર્શ કરવાથી વાઈરસ નો ફેલાવો થઈ રહયો છે એવી જ રીતે ? જો એવુ થતું હોઇ તો ચોકક્સ આખાં વિશ્વમાં ફેલાયો હોઈ જ. હજુ ડયુક અટક્યો નઈ, મસ્તીખોર મગજમાં આવી રહ્યાં પ્રશ્નો એને થોડો બેચેન કરી રહ્યાં. ડેડી તો ત્યાર ના ડૉક્ટરો એને નહી રોકી શક્યાં ? કે એની દવાના બનાવી શક્યાં ? ત્યાર ના બોટની સાયન્ટીસ્ટ શું એની કોઈ રસી ના બનાવી શક્યાં ? દેશનાં શાશન કારો એ કોઈ પગલા ના ભરયાં ? શું લોકો મરતાં જ રહ્યાં ?

એટલા માં ડયુક ને રોકતાં એના ડેડી બોલ્યાં ઊભો રે ઊભો.... કેટલાં પ્રશ્નો કરીશ.

ડેડી મને મૂવીના દ્રશ્ય નજર સામે ફરે છે કે જો આવું થયું હોઇ કે જો થાઈ તો ઘર, શહેર, દેશ કે વિશ્વની પરિસ્થિતિ કેવી હશે કે થાશે.

સાંભળ તો ખરાં ડયુક....હ ડેડી

ડયુક અને ઘરનું વાતાવરણ શાંત થયું. ડયુક ની નજર એના ડેડી તરફ ખેચાયેલ હતી. એ બોલવાની રાહ જોઈ રહ્યો હતો.

2019

ડેડી શું 2019 ? અત્યારે તો 2056 ચાલે.

ફરી બોલ્યો 2019. મારી ધોરણ દસની બોર્ડ ની પરીક્ષા પુરી કરી 17 માર્ચ એ. મેં તો વેકેશનમા મામાનાં ઘરે, તારા દાદા જોડે બહાર પિકનીક પર જવાનાં સપનાં જોયાં તા પણ...

પણ શું ડેડી...?

હું ઘરે આવ્યો ખુબ ખુશ હતો કારણ કે મારે બે મહિનાં નું વેકેશન પડયું હતું. હવે કોઇ રોક ટોક નોહતી હું આખો દિવસ વિડીયો ગેમ, મોબાઈલ, લેપટોપ અને મિત્રો સાથે ક્રિકેટ, મુંબઈનાં બીચ પર રોજ રાતે તેહલવુ કેમ કે આપણું ઘર બીચની સામે The lugrend એપાર્ટમેન્ટનાં 14 માં માળે હતુ. અને ત્યાં થી બીચ ખુબ સુંદર દેખાતો હતો. હું રોજ રાતે તારી દાદી જોડે ત્યાં ચાલવા જતો.
સાંજે ટીવી માં ન્યૂઝ ચાલું થયાં. ટીવીમાં WHO સંસ્થા દ્વારા માહિતી આપી રહ્યાં હતાં કે વિશ્વમાં એક નવો વાઈરસ એનો ક્રોપ ફેલાવી રહ્યો છે જેનું નામ " કોરોના " છે. રોગ ખુબ જ ખતરનાક છે. પેહલા વ્યક્તિને તાવ શરદી અને ગળુ પકડાઈ છે. પછી ચાર કે પાંચ દિવસમાં મૃત્યુ થાઈ છે. વાઈરસ એક બીજાને સ્પર્શ કરવાથી ફેલી રહ્યો છે. ખુબ ઝડપી રીતે ફેલાઈ છે. હજુ કોઇ દવા શોધવામાં આવી નથી. ભારતમાં પણ કોરોના નો કહેર ફેલાઈ શકે છે એટલે જરુર ના હોઈ ત્યાં સુધી ઘરની બહાર નઈ નીકળવું. આજે ચીનમાં 81000 લોકો ને આ વાઈરસ લાગી ચુક્યો છે અને 3000 થી વધુ મૃત્યુ પણ.

ડેડી ચીન ? વાઈરસ નો ત્યાથી ઉત્પન્ન થયો તો ? ત્યાં થી ભારત કેમ આવ્યો ?

17 નવેમ્બર 2019 માં ચીનનાં વુહાન શહેર જે હુબેઇ પ્રાંત આવે છે. ત્યાનાં હોસ્પિટલમાં એક પેસન્ટ ને એડમિટ કરવામાં આવી. જોતાં કોઈ ગંભીર બિમારી નોહતી. તાવ શરદી જ. થોડાક જ દિવસોમાં કેસ વધવા લાગ્યાં. દરેક ના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યાં. રિપોર્ટ માં અત્યાર સુધી ના જોયેલ વાઈરસ જોવામાં આવ્યો. હજુ ડૉક્ટરો સમજે તે પેહલા ખુબ ઝડપથી વધવા લાગ્યો. ડિસેમ્બર ના અંત સુધીમાં ચીન માં એનો કેર વધી ગયો અને લોકો કીડીઓ ની જેમ મરવા લાગ્યાં.
ચીન નુ વુહાન શહેર સી-ફૂડ માટે જાણી તું હતુ. વુહાન શહેરમાં કોઈ એવું પ્રાણી નોહ્તું કે ત્યાં ના ખવાતુ હોઈ. કોરોના નાં DNA ની રચના ચામચીડિયાં ને મળતાં આવ્યાં.

27 ડિસેમ્બરે, હુબેઇ પ્રાંતિક હોસ્પિટલના શ્વસન વિભાગના વડા ડો ઝાંગ જિકસિયન ચાઈનાના આરોગ્ય અધિકારીઓને અહેવાલ આપ્યો. જણાવ્યુ કે વુહાન કોરોના વાઈરસનાં ઝપેટમાં આવી રહ્યું છે. જે સી ફૂડ માંથી આવ્યો હોવાનું જણાવ્યું. અત્યારે વ્યક્તિઓ એક બીજાનાં સંપર્કમાં આવી ને ફેલાઈ રહ્યો છે અને તેનું મૃત્યુ 4 કે 5 દિવસમાં થઈ જાઈ છે. જો આના પર કોઈ રોક લગાવવાં કે કડક કાયદા લેવામાં નઈ આવે તો ચીન આખા માં વાઈરસ ફેલાઈ જશે.

થોડાક જ દિવસમાં કોરોના આખા વિશ્વમાં ફેલવાનું ચાલું કરી દીધું. આંખના પલકારામાં ઇટલી ઈરાન રૂસ અને મહાસત્તા અમેરિકા અને પછી ભારતમાં માર્ચ ની શરુઆત માં પ્રવેશ કરી ચુક્યો.

ડેડી ભારત ?

હા બેટા ભારત. ત્યાર નું ભારત ગરીબ હતું હજુ એ વિકાસની તરફ પા પા પગલી કરી રહ્યું હતું. એટલા બધાં ડૉક્ટરો નોતા કે નોતી હોસ્પિટલો કે સુવિધાઓ જેટલી અમેરિકા અને બીજાં દેશ પાસે હતી. લોકો પણ એટલા સાક્ષર નોહ્તાં કે આ બધુ સમજી શકે. બસ એતો એના કામમાં વ્યસ્ત હતાં, ગામડા ઓમાં તો કોરોના શું છે એ હજુ ખબર પણ નતી ત્યાં બીજા દેશોમાં કોરોના એનો પ્રકોપ ફેલાવી રહ્યો હતો. ચાઈના એ વુહાનમાં લોકડાઉંન જાહેર કર્યું.

લોકડાઉંન ?

હા લોકડાઉંન, વાઈરસનો બસ એક ઉપાય હતો કે લોકો થી ફેલાતો રોગ ને અટકાવો. અને એનો આ એક જ ઉપાય હતો. હજુ દવા નુ સંશોધન નોતું થયું.
ઇટલી મા વાઈરસ એ ભઇડો લહી લીધો હતો એક જ અઠવાડિયાં એક હજાર કરતાં વધુ કેસ જોવાં મળ્યા ત્યાં અને એની સરકાર એ હજુ કોઈ નિર્ણય લે એ પેહલા એનો કેર આખી ઇટલી ને ઘેરી લીધો.

ત્યારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્યુક વચ્ચે જ બોલ્યો હા ડેડી મેં એના વિશે વાંચ્યુ છે ખુબ તર્ક બુદ્ધિશાળી હતાં.
હા, તે વાંચ્યુ એ સાચું છે. એને રોગની મહામારી સમજી ને ભારતમાં પ્રવેશ કરે એ પેહલા બધાંને સતર્ક કરી દીધાં. ડોક્ટરો, હોસ્પિટલો પોલીસ બધાં ને પોતાની કામગીરી સોપાઈ ગઈ. 15 માર્ચ 2020 સુધીમાં ભારતમાં 100 કરતાં વધુ કેસ જાહેર કરવામાં આવ્યાં. મોદીજી એ દેશ વ્યાપી 14 કલાકનું લોકડાઉંન 22 માર્ચ એ જાહેર કર્યું.
ભારત પાસે જો કાંઈ હતુ તો બસ એક્તા હતી. દરેક વ્યકિતમાં ભાઈ ચારો હતો. વધતાં કેર ને લીધે ભારત આખાને લોકડાઉંન કરવામાં આવ્યું 21 દિવસ સુધી.

ભારત એક ગરીબ દેશ. રોજે રોજ કમાઈ ને ખાનાર પરિવાર વધુ હતાં. એક બાજુ મહામારી તો બિજી બાજુ ભુખ ચારો ભાગદોડ લોકો ડરવા લાગ્યા. સરકારે ખુબ જાગૃતી ફેલાવી. બધાં એક થઈ ને કામ કરવાં લાગ્યા. સરકાર અને સંસ્થાઓ દ્વારા ગરીબો ને ભોજન આપવા લાગ્યા. અનાજ મુફ્ત આપવામાં આવ્યું. લોકો ન જે મોંઘવારી નો ડર હતો એ હવે મૃત થઈ ગયો. સરકાર દ્વારા નવી હૉસ્પિટલ ત્યાર કરવામાં આવી. જહાજ, ટ્રેનના ડબ્બા, હોસ્ટેલ બધુ હોસ્પિટલમાં ફરવા લાગી.
હજુ ભારતમાં કોરોના પર સરકારની પકડ હતી.

એપ્રિલની શરુઆતમાં ઇટલીમાં હજારોના આક્ડા પાર થઈ ગ્યા. અર્થવ્યવસ્થા પડી ભાંગી. મહાસત્તા અમેરીકા કોરોના રોગ સામે ઘુંટણ ભર થઈ ગયું. એક દિવસમાં મરવા નો આક્ડો એક હજાર એ પોહચયો. આ બધુ જોતાં જ લોકોની આંખો ફાટી તે ફાટી રહી ગઈ.

મને મામા ના ઘરે ગુજરાત મોકલી દેવામાં આવ્યો. તારા દાદા પોલીસ ઇન્સ્પેક્ટર અને દાદી એ ફરિ હોસ્પિટલ જોઈન્ટ કરી લીધી. બન્ને દેશની સેવામાં લાગી ગયાં.
મહારાષ્ટ્રની સરખામણી એ ગુજરાત કેસ ઓછા હતાં.

દરેક દેશ ની અર્થવ્યવસ્થા પડી ભાંગી. કરોડો રૂપિયાનુ નુકશાન થયું લોકો મર્યા. દેશના ભંડાર ખાલી થવા લાગ્યા.
આખા વિશ્વમાં હાહકાર ફેલાઈ રહ્યો હતો.

ભારતના અનેક ઉધોગપતી એ કરોડો રુપિયાનુ દાન આપ્યું. ટાટા જેવી નામચીન કંપની 1500 કરોડ દાન આપ્યું ને એના બધાં ઘર, ફલેટ, રેસ્ટોરન્ટ ને હોસ્પિટલમાં ફેરવી નાખી. દરેક ભારત ભર નો વ્યક્તિ આજે એક થઈ ને કોરોના સામે લડી રહ્યો હતો. પોલીસ અને ડૉક્ટર વીસ કલાક ની ડ્યુટી કરી રહી હતી તો માણસો ઘરે રહી ને એનો સાથ આપી રહ્યાં હતાં.

16 મે મામા પર કોલ આવ્યો ને જાણ કરી. કે તારા દાદી ને કોરોના નો ચેપ લાગ્યો છે એ દાદા ને પણ. બન્ને મૃત્ય પામ્યા.

મહિના ના અંત સુધી દવા ગોતાઈ ગઈ અને છ મહિનામાં રોગ પર કાબુ કરી લેવામાં આવ્યો વિશ્વ દસ વર્ષ સુધી પાછળ ધકેલાઈ ગયું.

કોવિડ 19 હતું.

ડ્યુક ડોર બેલ વાગી રહ્યો છે કદાચ તારી મોમ આવી લાગે છે. શું કરી રહ્યો તો ડયુક ? કોવિડ 19 વિશે જણાવી રહ્યાં હતા ડેડી.
મોમ મને ગર્વ છે કે હુ એક ડૉક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર નો પૌત્ર અને દિકરો છો.

Email address : akshayvanra781@gmail.com

પ્રતિભાવ ની પ્રતીક્ષામાં....🙂