Answer towards North - 1 in Gujarati Adventure Stories by Suketu kothari books and stories PDF | ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧

Featured Books
Categories
Share

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧

રવિવાર સવારની મજાજ કઈક અલગ હોય છે. રવિવારની રાહ શુક્રવારથી ચાલુ થાય છે. આ એકજ દીવસ હોય જયારે મને મોડા સુધી ઉંગવા મળે, બાકી રોજ વહેલી સવારે ૭ના ટકોરે ઉઠીને કસરત કરવા જવાની મારી ટેવ આજથી નહિ પણ વર્ષોથી છે. જેટલું મહત્વ કામ કરવાનું છે, એના કરતા વધારે મહત્વ કસરતનું હોય એવું મને દ્રઢપણે સમજાવવામાં આવેલુ. સોમ થી શનિ કડક ડાયટીંગ કરતો, પણ રવિવારે બધાજ નિયમોમાંથી રજા. મન થાય ત્યારે ઊઠવાનું અને મન થાય ત્યારે નાહવા જવાનું અને જે ખાવું હોય એ ખાવાનું. નો ડાયટીંગ - નો રૂલ્સ.

દિવાળીની આજની રવિવારની સવાર પણ આવીજ હતી, આખ ખુલી અને બાજુમાં જોયું તો વાઈફ ન હતી, બાકી ઘણીવાર એ પણ મારી જેમ રવિવારે મારી જોડે મોડી ઉઠે.

***

અમે બંને જણે બી.કોમ કરેલું, જ્યાં રોશની અને મારી લવ-સ્ટોરી ચાલુ થયેલી. ગ્રેજ્યુંએશન પૂરું કરીને મને લખવાના શોખના કારણે મેં પુણાની પ્રતિષ્ઠિત ઇન્સ્ટીટયુટમાંથી રાઈટીંગનો કોર્સ કર્યો અને રોશનીનેતો પહેલેથીજ બી.કોમ કરીને એમ.બી.એ કરવાની ઈચ્છા હતી. એમ.બી.એ કર્યા પછી એ ખુબ સારી મલ્ટી-નેશનલ કંપનીમાં મેનેજરની જોબ કરતી હતી. રોશની પહેલેથી એક ગોલ-ઓરીએન્ટેડ છોકરી હતી અને એની એ જ વાત મને ખુબ ગમતી કારણકે હું એવો બિલકુલ ન હતો.

મારું નામ દુર્ધ. રાઈટર હોવા છતાં મને મારા નામનો અર્થ ખબર નથી. ઘણા લોકો મને મારા નામનો અર્થ પૂછે તો હું કહેતો કે, ‘I am meaningless’. અને એ સાંભળીને લોકો મનમાં ને મનમાં મારા પર હસતા એવું મને લાગતું. હું મારી ઝીંદગીમાં માત્ર રોશનીનુજ સાંભળતો અને માનતો, અને એ પણ એટલા માટે કે એ મને ફક્ત એકવાર કોઈ પ્રોબ્લેમ કે કોઈ ટોપિક ઉપર સલાહ આપતી અને સમજાવતી, પછીની બીજીજ મીનીટે બીજી વાત ચાલુ કરે. એનો મતલબ એ કે એણે જે કહેવું હતું એ એણે કહી દીધું, હવે એ સલાહને અમલમાં લેવી કે નહિ એ મારે નક્કી કરવાનું. ટૂંકમાં મારે જે કરવું હોય એ કરવાનુ. આજ વાત મને એની સૌથી વધારે ગમતી. આવાજ લોકો મને ગમતા, જે મારી લાઈફમાં મને ડોમીનેટ ન કરે અને પુરતી સ્પેસ આપે, માટે મારા માત્ર બેજ મિત્રો, સુતીર્થ અને કુશ, એમના વિષે પછીથી કહીશ. મારા માટે કોઈની જોડે એડજસ્ટ થવું એ સૌથી મુશ્કેલી વાળું કામ હતું. એટલે હું એવાજ લોકો જોડે સબંધ બનાવતો જેની જોડે મારે ન તો નકલી હસવું પડે, ન વગર કામની વાતો કરવી પડે અને ન તો એમને જબરદસ્તી ખુશ રાખવા પડે. મને કોઈ જ પ્રકારના નિયમો નથી ગમતા, પછી એ સમાજના હોય કે પોતાની લાઈફ માટેના. તમને થતું હશે તો પછી રેગ્યુલર કસરત કરવા કેમ જાય છે તો એ રોશનીના કારણે જવું પડતું. આ બધી બાબતોમાં એ ખુબ સ્ટ્રીકટ હતી એટલે મારે માનવું પડતું, બાકી હું દુનિયામાં કોઈનું પણ નથી સાંભાળતો, પોતાનું માં-બાપનું પણ નહિ. મને કોઈનાથી બીક પણ નથી લાગતી ભગવાનની પણ નહિ. તમને લાગતું હશે કેવો ખરાબ માણસ છું હું. હા માત્ર પોતાનું મનનું ધાર્યુંજ કરવુ એ ખરાબ કહેવાય તો મારા જેવું ખરાબ કદાચ કોઈ નહિ હોય.

***

રોશની બાજુમાં ન હતી એટલે મોબઈલમાં જોયું તો સવારના ૧૦.૩૭ થયેલ હતા. એ.સી. બંધ કર્યું અને રૂમનાં બધા પડદા ખોલ્યા. બાથરૂમમાં જઈને બ્રશ કરીને ફ્રેશ થઈને નીચે ગયો. કોઈનો અવાજ નહોતો આવતો. એટલે મેં બે-ત્રણ વાર બુમ પાડી પણ રોશનીએ સામેથી કઈ જવાબ ન આપ્યો. ઘરનો આગળનો દરવાજો બંધ હતો, પણ રસોડાનાં બારણામાંથી થોડો પ્રકાશ આવતો હતો. રસોડામાં ગયો, હું રોશની બોલું એ પહેલાતો કોઈએ જોરથી મને લોખંડની પરાઈથી માથામાં માર્યું, અને એનાથીજ મારા પગ અને હાથ પર માર્યું. કઈ કરું કે સમજુ એ પહેલા તો હું રસોડાના પ્લેટફોર્મ પર અથડાઈને નીચે પડ્યો, નીચે પડતાજ મારી નજર સ્ટોર રૂમમાં ગઈ જ્યાંથી લોહી બહાર આવતું હતું. થોડીક તાકાત કરીને અંદર જોવાનો પ્રયત્ન કર્યો. રોશનીને પણ એજ રીતે માર્યું હતું. એની આંખો ખુલ્લી હતી, એ મારી તરફ હાથ લંબાવીને કશુક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી પણ મોં ઉપર કસીને રૂમાલ બાંધેલો હોવાથી એનો અવાજ મારા કાન સુધી પહોંચી નહોતો શકતો. મને જે રીતે માર્યું હતું એના કારણે મારા શરીરના દરેક અંગની સાથેસાથે કાન જાણે બંધ થઇ ગયા હતા. એનું માથું ખુબ ખરાબ રીતે છુંદઈ ગયું હતું, એમાંથી એટલું બધું લોહી નીકળતું હતું કે હું જોઈ નહોતો શકતો. એણે કેવી રીતે બચાવું એ વિચાર આવે એ પહેલા તો એજ અજાણ્યા માણસે ફરીથી રોશનીના માથા ઉપર એજ લોખંડની પરાઈથી જોરથી માર્યું અને રોશની મારી નજરની સામેજ મૃત્યુ પામી. પોતે જીવું છું એવું પેલા અજાણ્યા ખૂનીને ખબર ન પડે એ માટે મેં મારી આંખો બંધ કરી દીધી, કારણકે જો એની નજર મારા પર જાય તો મારી પણ એજ હાલત કરે જે એણે રોશનીની કરી હતી.

એ જગ્યા, એ સમય અને એ દ્રશ્ય મને અત્યારે પણ આબેહુબ યાદ છે. પેલા માણસે મને અને રોશનીને ઉચકીને એની ગાડીની ડેકીમાં નાખ્યા. એણે એમજ હતું કે હું પણ રોશનીની જેમ મરી ગયો છુ. મારા આખા શરીરમાં માત્ર મારી આંખોજ કામ કરી રહી હતી. હું બધુજ જોયા કરતો હતો. મને માથામાં એટલું જોરથી વાગેલું હતું કે એની અસર સીધી મારા ચેતાતંત્ર પર થઇ હશે જેનાં કારણે મારા ડાબા હાથ અને પગમાં કોઈ ઈજા ન થઇ હોવા છતાં હું એણે હલાવી શકતો નહોતો. દિવાળીનો સમય હોવાથી આજુબાજુવાળા બધાજ લોકો ફરવા ગયા હતા.

એણે એક ખભા ઉપર મને અને બીજા ખભા ઉપર રોશનીની લાશને ઉચકેલી હતી. હું લટકતા લટકતા રોશનીને જોતો હતો. આ બધું શું થઇ ગયું અને કેમ થઇ ગયું એ કશીજ ખબર મને પડતી નહોતી. પેલા માણસને એમ હતું કે હું પણ મરી ગયો છું માટે હું પણ એવુજ ઈચ્છતો હતો કે એણે ખબર ન પડે કે હું જીવું છું. માટેજ જયારે એણે મને ઉચકેલો ત્યારે મેં થોડીવાર માટે મારો શ્વાસ બંધ કરી દીધેલો. હું રોશનીને જોયા કરતો હતો. એના માથામાંથી હજુ પણ લોહીની ધાર જમીન પર પડી રહી હતી. એટલામાં પેલા ખૂની ઉપર કોઈનો ફોન આવે છે અને સામેથી કોઈ એણે ‘જોહન’ કહીને બોલાવતું હતું, અને કામ પૂરું થયું કે નહિ એની જાણકારી લેતો હતો. અમને બંનેને ઉચકેલા હતા છતાં પેલા જોહને ફોન ઉપાડે જમણી બાજુના કાનથી વાત કરતો હતો. જોહને મને પણ જમણી બાજુના ખભા ઉપર નાખેલો હતો એટલે જોહન પર આવેલા પેલા માણસની બધી વાતો હવે મને સંભળાતી હતી. ફોન પરની એ સામેની વ્યક્તિ ખુબ જ ઓછી વાત કરતો હતો. જોહને આનાજ કહેવાથી અમને માર્યા હતા. મને હજુ આ બધું કેમ થયું અને અમને કેમ કોઈએ માર્યા એ બધા સવાલના જવાબ તો દુર, હિન્ટ પણ નહોતી મળી રહી. રોશનીના માથામાંથી ટપકતું લોહી પેલા જોહનના પેન્ટ, બુટ અને ચાલતી વખતે ડાબો પગ આગળ જાય એટલે જમીન પર પડતું હતું. પણ જોહનને કશોજ ફરક નહોતો પડી રહ્યો. એણે એની ગાડીની ડેકી ખોલી અને અમને બંનેને એકસાથે ડેકીમાં જાણે કચરા ભરેલી બેગ હોય એમ બંનેને એકસાથે ફેક્યા. રોશનીની લાશ તો ખૂણામાં પડી અને હું ડેકીમાં પડેલા સ્ટેફની અને જેકની જોડે જઈ ને પડ્યો.

.....વધુ ભાગ-૨માં

સુકેતુ કોઠારી