Khuni kon - 1 in Gujarati Detective stories by hardik joshi books and stories PDF | ખૂની કોણ? - 1

Featured Books
Categories
Share

ખૂની કોણ? - 1

જય હિન્દ મિત્રો,
હું હાર્દિક જોષી આજ થી મારી પહેલી નવલકથા ખૂની કોણ? શરૂ કરવા જઈ રહ્યો છું. શરૂઆત માં એક સામાન્ય ક્રાઈમ સ્ટોરી લાગતી આ નવલકથા આગળ જતાં કેવા કેવા રહસ્યો ને ઉજાગર કરે છે અને કેવા કેવા ભયંકર ષડયંત્રો ને ખુલા કરે છે તે તમામ વાતો ને ધ્યાન માં રાખી ને ચાલો શરૂ કરીએ આ નવી સફર.
_________________

રાજકોટ શહેર ના કાલાવડ રોડ પરના એકદમ જ પોશ વિસ્તાર માં આવેલા માતૃકૃપા બંગલામાં નિખિલ તેમની પત્ની નિરાલી સાથે રહેતો હતો. નિખિલને ત્રણ પેઢી નો શેર બજારમાં કામ કરવાનો અનુભવ છે. નિખિલના દાદા એ સ્થાપેલી એક નાનકડી એડવાઇઝરી ફર્મ આજે એક ખૂબ જ મોટી શેરમાર્કેટમાં ડીલ કરતી એડવાઇઝરી કંપની બની ચૂકી છે. નિખિલ ની પત્ની નિરાલી આમ તો જાતે એન્જિનિયર છે, પરંતુ ઘરમાં એટલી જાહોજલાલી હોવાથી તેને કશું જ કામ કરવાની જરૂરિયાત રહેતી નથી. આથી હાઈફાઈ કલ્ચરને શોભે અને અન્યોને ઈર્ષા આવે તેવી લાઈફ નિરાલી જીવી રહી છે.

નિરાલી નો દિવસ સાંજે છ વાગે તો શરૂ થાય છે અને ત્યારબાદ રાત ના બે વાગ્યા સુધી પાર્ટીઓમાં વ્યસ્ત રહે છે ત્યારબાદ ઘરે આવી અને સુઈ જાય છે. સવારના ૧૦-૧૧ વાગ્યે નિરાંતે ઊઠે છે, ફ્રેશ થાય છે, ભોજન લે છે. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને આગળના દિવસે કરેલી મોજ મજા ને લોકો સાથે શેર કરે છે. ત્યારબાદ થોડો આરામ કરી અને સાંજે છ વાગતા ફરી પોતાની વ્યસ્ત લાઈફમાં મસ્ત થવા માટે નીકળી પડે છે.

આનાથી એકદમ જ વિરુદ્ધ એવી નિખિલ ની lifestyle છે. સવારે છ વાગે ઉઠી રેસકોર્સ રિંગરોડ ખાતે જરૂરી એવી કસરત કરી સાત વાગે ઘરે આવી નાહીધોઈ તૈયાર થઈ અને 7:45 એ તો પોતાની ઑફિસમાં પહોંચી જાય છે. શેર માર્કેટ ખુલતા પહેલાં જ કરવાનો થતો તમામ જરૂરી અભ્યાસ કરી બધા જ અખબારો માં આવતા શેરબજાર ને લગતા સમાચારો વાંચી જરૂરી એવી નોટ્સ બનાવી ત્યારબાદ પોતાના કામમાં લાગી જાય છે. બપોરનું જમવાનું ઘરના નોકર ઓછા ફેમીલી મેમ્બર વધુ એવા કિશન કાકાના ઘરે થી જ તેમના દીકરી શાંતિ ટિફિન લઈ અને નિખિલને ઓફિસે દઈ આવે છે. સાડા ત્રણે શેર માર્કેટ બંધ થતા આખા દિવસ નાં બિઝનેસ નું કલેક્શન કરી પોતાના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી ત્યારબાદ અન્ય કામ કાજ પતાવી અને સાંજે 5:00 વાગ્યે નિખિલ ઘર તરફ પ્રયાણ કરે છે. બસ આ એક જ કલાક પતિ-પત્ની વચ્ચે વાર્તાલાપનો, જીવન જીવવાનો અને સાથે રહેવાનો સમય છે. જેવા છ વાગે છે એટલે નિરાલી પોતાના વ્યસ્ત જીવનમાં મસ્ત થવાને નીકળી પડે છે. ત્યારબાદ પણ નિખિલ પોતાના કામને રિલેટેડ વાતો અને અભ્યાસ કરવામાં લાગી રહે છે. જો મન થાય તો પોતાના ખાસ મિત્ર એવા નીરવ ને ફોન કરે છે

નીરવ રાજકોટની એક ફાર્માસ્યુટિકલ કંપની માં MR એટલે કે મેડિકલ રીપ્રેસંટેટિવ તરીકે કામ કરે છે. નિખિલ તથા નીરવની મિત્રતા તે બને ના પિતાના સમયની છે. સાથે જ સ્કુલ, હાઈ સ્કુલ તથા કોલેજમાં અભ્યાસ કર્યા બાદ નિખિલે તેના પિતાનો વ્યવસાય સંભાળ્યો જ્યારે નીરવે આગળ અભ્યાસ અર્થે અમદાવાદ જઈ ફાર્માસ્યુટિકલ માં માસ્ટર ડિગ્રી મેળવી રાજકોટની એક પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં એરીયા મેનેજર તરીકે કાર્ય કરે છે.
____________________

ઘર ના મહત્વ નાં બધા કામ પતાવી ઘડિયાળ માં દસ ના ટકોરા થતાં કિશન કાકા રોજ ના ક્રમ ની જેમ જ ચા બનાવી નિરાલી ને આપવા માટે તેના રૂમ તરફ જાય છે. રૂમ નો દરવાજો ખુલ્લો જણાતા તેઓ બે સેકન્ડ માટે વિચારે છે અને પછી તરત જ રૂમ માં પ્રવેશ કરે છે. ટેબલ પર ચા મૂકી ને પાણી નો ગ્લાસ ભરી ને મૂકે છે. રૂમ માં નિરાલી ક્યાંય જણાતી નથી. શેઠાણી નાહવા ગયા હસે એમ સમજી ને તેઓ નીચે જવા માટે ફરે છે, ત્યાં જ બાથરૂમ નો દરવાજો ખુલ્લો જણાય છે, કુતુહલ વસ્ કિશન કાકા જેવા બાથરૂમ ના દરવાજા તરફ ધીમા પગલે જાય છે અને અંદર ડોકિયું કરે છે ત્યાંજ અંદર નું દ્રશ્ય જોઈ કિશન કાકા ના ધબકારા ચૂકી જાય છે. બાથરૂમ ની ફર્શ પર નિરાલી નો નિશ્ચેતન દેહ પડ્યો છે, બાથરૂમ ની દીવાલો તથા ફર્સ પર બધે જ લોહી જામેલું પડ્યું છે. આ ભયાનક અને ના ધારેલાં દ્રશ્ય ને જોઈ ને કિશન કાકા ની ચીસ નીકળી જાય છે. માંડ માંડ પોતાની જાત ને સંભાળી તેઓ નીચે આવે છે, એક સાથે પાણી નાં બે ગ્લાસ પી જાય છે. તેમને સમજ માં જ નથી આવતું કે તેઓ શું કરે. બહુ વિચાર કર્યા બાદ કિશન કાકા બે ફોન કરે છે. એક ફોન તો સ્વાભાવિક રીતે જ નિખિલ ને કરે છે અને ટૂંક માં જ ઘરે જે બનાવ બન્યો છે તેની જાણ કરી બોલાવે છે. બીજો ફોન તેમણે શહેર ના જાણીતા પોલીસ કોપ અમિતાભ પંડિત ને તેમના પર્સનલ નંબર પર કર્યો.

.....વધુ આવતા અંક માં.
_____________________

નિરાલી નું ખૂન થયું હસે કે તેને આત્મહત્યા કરી હશે?
જો ખૂન થયું હશે તો કોને કર્યું હશે?
કિશન કાકા એ સીધો જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત ના પર્સનલ નંબર પર શા કારણે ફોન જોડ્યો હશે?
....તમામ સવાલો ના જવાબો જાણવા માટે આવતા અંક ને વાચવા નું ચૂકશો નહી.

મિત્રો તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.