હવે આગળ,
ત્યાં તે બન્ને બાજુ શોધ્યા કરે છે પણ તેમની પત્ની નો કોઈ પતો મળતો નથી, પાણી માં તે ઠેઠ ઊંડે લગી પહોંચી જાય છે પાણી ખુબ જ ઠંડુ હોવાને કારણે તે વધારે વખત પાણી માં ટકી શકતો નથી અને ત્યાં જ બેભાન થઈ જાય છે, બેભાન જોતા જ ત્યાં કિનારે ઉભેલા ગોતાખોર તેમને પાણી માં થઈ લઈ ને કિનારા તરફ લઈ જઈને ત્યાં જ સુવરાવી દે છે,.
થોડોક સમય જતા,
તે બેભાન માંથી ભાન માં આવે છે,. ત્યાં જ ત્યાં ઉભેલા લોકો અને પોલીસ વાળો તેમના પર ખીજાય છે અને તે બેઠો થતા બસ તેમની પત્ની નું જ રટણ કર્યા કરે છે (ધીમે ધીમે ) ને પોલીસ વાળા ને તે ફોટો પાછો દેખાડે છે પણ તે પોલીસ વાળો ફરી તેમને ધમકાવે છે ને કહે છે કે ' મેં તમને કીધું ને સાહેબ મેં તમારી પત્ની જેવું મેં કોઈ અહીં જોવા મળ્યું નથી અને જો ખબર મળશે તો અમે તમને ચોક્કસ જાણ કરીશું ' તે વાત સાંભળીને પછી તે તરત જ પેલી હોટલ તરફ દોડવા માંગે છે જ્યાં તે રાતે રોકાણો તો ત્યાં જ, ત્યાં જઈને સમય નો ગુમાવતા પોતાની બેગ પેક કરવા લાગે છે અને સીધો શિમલા તરફ જવા બસ પકડે છે અને શિમલા માં અહીં રેલવે સ્ટેશન પર આવી પછી તો તમને ખબર જ છે. તે બઘી તેમની વાત પુરી કરતા બન્ને પોત પોતાની ખુરશી પર બેઠા છે સામે સામે ત્યારે જ અચાનક સ્ટેશન માસ્ટર ના ફોન ની ઘન્ટડી વાગે છે, તે ફોન માં 'HELLO' કહીને વાત ની શરૂઆત કરે છે ત્યાં તો તે સ્ટેશન માસ્ટર ઘડીક સ્તબ્ધ થઈ જાય છે, અચાનક ફોન પર hello કહીને સ્તબ્ધ થઈ જોતા જોઈ જ્હોને તરત ચિંતા થવા લાગી તે તરત જ સ્ટેશન માસ્ટર ને પૂછવા લાગ્યો કે 'શું થયું સર ', જેની વાત થી સ્ટેશન માસ્ટર આટલા સ્તબ્ધ થઈ ગયા હતા,
એ ફોન હતો મનાલી ના રેલવે સ્ટેશન ના સ્ટેશન માસ્ટર જોસેફ નો જો કે તે આ સ્ટેશન માસ્ટર ના ફ્રેન્ડ હતા, તેમને કહ્યું કે 'યાર, તને ખબર છે, 2-3 દિવસ પહેલા શિમલા માં જ એક સંસ્થા ની બસ પીકનીક માં આવી હતી તે અચાનક ધોધ પાસે નદી ના કિનારે પલ્ટી ખાઈ ગઈ હતી તેમાં એક યુવતી હતી, તે ગંભીર રૂપે ઘાયલ થઈ હતી અને આસપાસ ના ગામડા વાળા તેમને એક નજીક ની હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા તેમનું આજે મોત થયું છે,
તે સાંભળતા જ જ્હોન તરત જ ત્યાં દોડી જાય છે, પણ સ્ટેશન માસ્ટર તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે વર્થ્ય જાય છે, જ્હોન તરત જ દોડીને હોસ્પિટલ તરફ બસ માં રવાના થાય છે,બસ માં તે ઈમોશનલ થઈ ને તેની યાદો માં ખોવાય જાય છે, થોડીક વાર માં તે હોસ્પિટલ આવી જાય છે અને તે દોડતા તે હોસ્પિટલ માં જાય છે, હાંફતા - હાંફતા તે રીસેપ્નીસ્ટ ને તેની પત્ની નું નામ જણાવી તેના વિશે પૂછે છે કે તે ક્યાં વોર્ડ માં છે રિશેપ્નિષ્ટ તેમને હાથ નો ઈશારો કરતા તેને જણાવે છે, ઈશારો જણાવતા જ તરત જ્હોન તે વોર્ડ માં જાય છે, વોર્ડ માં એન્ટર થતા તે જોવે છે કે ત્યાં ચારેય બાજુ ડોક્ટરો, નર્સ ની લાઈન જોવે છે ને બેડ પર પડેલી તેમની લાશ ને જોતા જ તે તરત જ ગાંડા જેવો થઈ જાય છે ને તેમની પત્ની ને જગાડવાનો પ્રયાસ કરે છે,પણ........
વધુ આવતા અંકે.