ek vaat kahu dostini - 9 in Gujarati Fiction Stories by Patel Mansi મેહ books and stories PDF | એક વાત કહું દોસ્તીની - 9

Featured Books
Categories
Share

એક વાત કહું દોસ્તીની - 9

ફાઈનલી ત્સોમોરિરિ કેમ્પ પછી બધા એ ફરી મળવા નો પ્લાન બનાવ્યો હોય છે. એ પ્રમાણે પહેલા બધા મૂવી જોવા જાય છે .


આમ તો વિધાનગર મા ઘણાં બધા થીયેટર છે . પણ મલ્ટી કોમ્પ્લેક્સ હોય ત્યાં શોપિંગ , કાફે , ગાર્ડન બધું જ હોય એટલે બહુ ફરવુ ના પડે.એટલ ગર્લ્સ એ PVR કોમ્પ્લેક્સ ચૂઝ કર્યુ હતુ.


આણંદ સોજિત્રા હાઇવે પર આવેલુ આ કોમ્પ્લેક્સ ખુબ જ મોટું અને પોપ્યુલર છે. ત્રણ માળ નુ, શોપિંગ મોલ, હોટેલ , કાફે , થીયેટર બધુ જ કોમ્પ્લેક્સ નિ શોભા વધારવા કાફી હતુ.


મનુષ્કા એ કાર પાર્ક કરી. જાણે સ્વર્ગ માથી અપ્સરાઓ ઉતારતી હોય ને....

અરે ના ના .... મોડર્ન વર્ઝન મા ક્વ તો ...

કાર માથી એક એ એક ટોપ ની વર્લ્ડ ક્લાસ એક્ટ્રેસ નિકળતી હોય ને એમ લાગતુ હતુ.

છોકરીયો ને જોઇ ને મંતવ્ય સિવાય બધા આમ અર્ધ પાગલ જેવા થઈ ગયા.

મંતવ્ય એ જયારે યશ નુ ખુંલ્લુ મોં " માંખી ગુસી જશે " એમ કહી મોં બંધ કર્યુ.ત્યારે મૂવી નો સીન જે રિ ક્રિયેટ થયો એ જોઇ બધા હસી પડ્યા.

સનમ એ તો એનિ GIF બનાવી ને ઇન્સ્ટા સ્ટોરી મા મુકી ટેગ બી કરી દિધો ત્યારે મઝા આવી ગઇ.

દિવાની એ મઝાક ના ટોન મા એને પુછ્યુ," કેમ હુ એટલી બધી મસ્ત લાગુ છું કે માખી ને પ્રવેશવા માટે પરવાનગી આપી દિધી તે!!!!!!"

યશ એ એનો હાથ એના માથા પાછળ નાખી ને હા પાડી કે દિવ્યા થોડુ શરમાઈ ને નીચુ જોઇ ગઇ.

મનુષ્કા ને જાણે આ બધા મા રસ ના હોય એમ આદિત્ય ને પુછ્યું," બાય ધ વે , હૉટ પોટેટો આપડે ક્યુ મૂવી જોવા જઈએ છીએ ? "

આદિત્ય "હોટ પોટેટો " નામ થી અકળાયા વિના બોલ્યો, " એ તુ મંતવ્ય ને પૂછ કેમ કે એ તો મને બી નથી ખબર " ને અંગુઠો નીચો કરી મનુષ્કા ને ચિડવી એણે.

મનુષ્કા સામેથી મંતવ્ય ને પૂછવાની તો હ્તી નય એટલે પિહુ એ જ પુછી લિધું.

"જોવો આમ તો ઘણાં બધા બોલિવુડ ના મૂવી છે અત્યારે પણ મને થયુ કે આપડે આપણી દોસ્તી ને સ્પેશ્યિલ બનાવવા કોઇ સ્પેશ્યિલ મૂવી જોઇએ. " ચાલ જીવી લઇએ " એ હમણા જ પડેલુ ગુજરાતી મૂવી છે. એમા બધું જ છે ગુજ્જુ ભાઈ ની કૉમેડી, સસ્પેનસ , રોમાન્સ , ને એમાય ગુજરાતી ડાયલોગસ ની રમઝટ.... મઝા પડી જશે . " મંતવ્ય એ ખેચીને ઓવરવ્યૂ આપ્યો.

સુહાનિ," અરે ..બસ ..બસ..હો.સમજાય ગયુ." ને બધા પાર્કિંગ ની બહાર નિકળવા લાગ્યા.


સમય કરતા વહેલા પોહ્ચી ગયા હતા.હજી મૂવી સરુ થવામા અડધો કલાક ની વાર હ્તી. સૌથી સારો ને યાદગાર ટાઈમપાસ ફોટોગ્રાફી સિવાય શુ હોય.

બધા એ 3-4 ગ્રુપ ફોટો પડાયા. પછી છોકરીયો સેલ્ફી મા બિઝી થઇ ગઇ. સુહાનિ સનમ ને ખેંચીને લઈ જઇ રહી હ્તી ફોટો પાડવા, ત્યારે મનુષ્કા મીઠું હસીને બોલી," સુહિ ,પહેલા સનમ નો નંબર સેવ કરી દે હુ તો તને ગ્રુપ મા એડ નથી જ કરવાની હોકે "
સુહાનિ એ કપાળ પર હાથ પછાડયો ને કહ્યુ," જો એતો ભુલી જ ગઇ." ને હસી પડી.

બધાય એકબીજા સાથે ફોટો પડાવી રહ્યા હતા.
બધા વચ્ચે એકબીજા ને પ્રપોઝ કરવાનુ ભલે બાકી હોય પણ કહેવાય છે ને કે આંખોથી થાયેલી વાતચીત વધારે અસરકારક હોય છે.

યશ દિવાનીને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો.
સનમ એના ફિલ્મમેકર અંદાઝ મા સુહાની ના ફોટોસ ક્લિક કરી રહ્યો હતો.
રીશી રુહાનિ નો હાથ પકડી રોમેન્ટિક ગુફતગુ કરી રહ્યો હતો.
પિહુ ને આદિત્યનુ તો પૂછવું જ શુ?! આદિત્ય મૂવી ના જોરદાર ડાયલોગ્સ મારી રહ્યો હતો ને પિહુ જાણે એનુ ઑડિશન લય રહી હોય એમ કરી રહી હ્તી.

મનુષ્કા એક તરફ ઉભી રહી બધા નો ફની વિડીયો લઇ રહી હ્તી.
મંતવ્ય એનિ પાસે આવીને ઉભો રહયો.
" નાઇસ વિડીયો શૂટિંગ હા..." મનુષ્કા થી ફોન થોડો હલી ગયો ત્યારે એ બોલ્યો.

" ઇટ્સ ઓકે. ઇટ્સ ઓન્લી ફોર માય...." મનુષ્કા વાક્ય પુરુ કરે એ પહેલા મંતવ્ય એ એનો ફોન ઝુંટવી લીધો.

નવી વિડીયો ક્લીપ બનાવી ને એના ફોન મા સેન્ડ કરી દિધી.

આટલુ બધુ થયુ તોય મનુષ્કા એ રિએક્ટ ના કર્યુ એટલે મંતવ્ય મે આશ્ચર્ય થયું.

કેમ , વાઘણ અચાનક બિલ્લી બની ગઇ છે " ને મંતવ્ય એ મનુષ્કા ને ખભેથી પકડી હચમચાવી દિધી.

મનુષ્કા જાણે વિચારો માથી વાસ્તવિકતા મા પાછી આવી.

એનિ આંખો મા આંસુ હતા.

" ક્યારે થય છે હુ જન્મી જ ના હોત તો સારું." એ હજીય સંકેત ને લઈને, એના પેરેન્ટસ ને લઈને થોડી ચિંતા મા હતી.

" દરેક નો જન્મ કોઇ ને કોઇ હેતુ , કારણ થી થાય છે. દરેક વસ્તુ થવા પાછળ પણ કારણ હોય છે. કોઇ ઘટના સારી છે કે ખરાબ એ આપણી દ્રષ્ટિ પર નિર્ભર છે. કે કેવી રીતે એ ઘટના ને જોઇ એ છે. અને આ આંસુ તો કોઇ દુ:ખ નુ સોલ્યૂશન નથી." મંતવ્ય એ કહ્યુ.

" તુ કંઈક વધારે ફિલોસોફી નથી ઝાડતો. અને દરેક વસ્તુ નુ કારણ ના હોય. આ સામે બગીચો છે, એમા આ નીચે જે ફળ ને ફૂલ પડે છે તો એના નીચે પડવામા શુ કારણ હોય યાર." થોડી વાર શ્વાસ લેવા ઉભી રહી ને પછી બોલી, " ત્યા જો પેલી નાની છોકરી પડી ગઇ. તો શુ એના પડવા મા પણ કોઇ કારણ હોય?"

મંતવ્ય મનુષ્કા ના સાચા દર્દ ની જડ શોધવા માટે તાગ લગાવતો હતો .

ત્યાં જ એક ઓચિંતી ઘટના બની જાય છે.એક બ્રેક ફેઇલ કાર નો કોમ્પ્લેક્સ ની બહાર મુકેલી બેન્ચ તરફ ઍકસિડેન્ટ થઇ જાય છે.

થોડી વાર રહી ને એ બોલ્યો," ફળ ને ફૂલ પડે છે એનુ કારણ એ છે કે માણસો એને આસાની થી લઇ શકે. એ નાની છોકરી પડી ગઇ એટલે એનિ મમ્મી એને ઉઠાવવા દોડી ને દુર એ છોકરી પાસે ગઇ, નહિ તો એ બ્રેક ફેઇલ થયેલી કાર ની અડફેટ મા આવી જાત. હવે સમજાય છે હુ શુ કવ છું?!" મંતવ્ય બોલ્યો.

આટલી ઝડપથી બનેલી ઘટના મનુષ્કા ના મગજ મા હવે બેસે છે.

એને 2 મીનિટ માટે એમ લાગે છે જાણે આસપાસ ક્ય જ નથી ને સામેથી એના દાદાજી ને દાદી એનિ તરફ આવતા દેખાય છે.

બધું ઝાંખુ દેખાતું હોય છે ઍને. એના દાદા દાદી ની હુંફ, નિસ્વાર્થ પ્રેમ ની, સ્નેહ ભરેલી યાદો એની આંખો મા જાણે પ્રોજેક્ટર હોય ને એના મગજ મા CD નાખી હોય એમ પસાર થવા લાગે છે. મનુષ્કા ને એ નોસ્ટાલજીક મોમેન્ટ્સ યાદ આવતા જ અંદર ચાલી રહેલુ તુફાન એકદમ શમી જાય છે.

આ બે વ્યક્તિઓ જે મનુષ્કા ને અનહદ પ્રેમ કરે છે ને મનુષ્કા એમ્ને.એટલે જ્યારે એ રડતી હોય, ચિંતા મા હોય ત્યારે આવું થતુ.એનિ મમ્મી નિહરિકા બેન ખુદ સાયકોલોજિસ્ટ થઈને એનુ કારણ નોહ્તા શોધી શક્યા.

" મનુષ્કા....મનુષ્કા....ઓ ...તુફાન....મનુષ્કાકાકાકા....." એ તંદ્રા માથી જાગી ને આંખો સામે મંતવ્ય એને બાવડે થી પકડી ને હલાવી રહ્યો હતો.

એ મંતવ્ય ના હાથ હટાવે છે ને થોડી દુર જઈ ને બોલે છે," હુ ...હુ ઠીક ...ઠીક...છુ .... થેંક્સ."

"કીધુંતુ ને હુ સાચો જ હોવ છું હમેશાં." એ બોલ્યો.

"એકાદ વસ્તુ ના કારણ મળી જવાથી તુ સાચો જ છે એમ કઇ રીતે સાબિત થાય." સ્વસ્થ થતા એ બોલી.

" તો તુ પૂછ હુ જવાબ આપવા રેડી જ છુ " મલકાતો બોલ્યો.

" પ્રેમ..... " મનુષ્કા એ સામેથી નજર હટાવી મંતવ્ય ની ઊંડી આંખો મા વેધક નજરે જોયું. " પ્રેમ થવાનુ કારણ શુ??"


મંતવ્ય ને એનિ એ નજર થી કયાંક ઘવાયો હોય એમ અનુભવાયું. કંઈક એવુ ફિલ થયુ જે પહેલીવાર એ માણી રહ્યો હતો.


" હજી થયો નથી મને આ પ્રેમ.... એ મહા રોગ નો રોગી છું જ નહિ .તો લક્ષણો , સારવાર , દવા વીસે કેમનો કહુ તને." મંતવ્ય મોહક સ્મિત આપી બોલ્યો ને પ્રેમથી મનુષ્કા ને જોઇ ઉમેર્યુ," જવાબ ઉધાર રાખ ચાલ. પ્રેમ થાય એટલે પહેલા તને કહીશ બસ....મનુષ્કા બસ એને જોઇ રહી કઇ બોલી જ ના શકાયુ એનાથી.મંતવ્ય હજીય દલીલ કરવા માગતો હતો પણ એનિ દલીલોએ અચાનક એને દગો આપી દિધો.


રીશી દુર થી બેવ ને જોઇ રહ્યો હતો.અને બીજુ કોઇ પણ જોઇ ને આંખો માંથી અંગારા વરસાવી રહ્યુ હતુ. રીશી ધીમેં થી પાસે આવ્યો.જોર થી ખોંખારો ખાઈ આગળ વધ્યો.મનુષ્કા ને મંતવ્ય બેવ રીશી ના આવવાં થી સજાગ થઇ ગયા.

રીશી આંખો ની ભ્રમર ઉંચી કરી મંતવ્યને પુછી રહ્યો હતો કે આ બધુ શુ ચાલી રહ્યું છે?મંતવ્ય એ આંખો થી જ જવાબ આપ્યો ના કઇ ખાસ નય.પણ આપણા ખાસ દોસ્ત એમ કઇ જંપે એવા થોડી ને હોય. આપણા વર્તન મા સેજ ફેરફાર થાય તો એમ્ને પહેલા ખબર પડે .એટલે રીશી એને દુર લઇ ગ્યો ને પૂછવા લાગ્યો."ક્રશ .....યાર રીશી ક્રશ....." મંતવ્ય બોલ્યો." ઓહો...ભાઈ ને કોક તો ગમ્યું ચલો...." રીશીએ ખુશ થઇને કહ્યુ."ના હોય.સાચે !! તને તુફાન ગમી ગઇ ?!" આદિત્ય એ બેવ વાત સાંભળી ને વચ્ચે ડપકો મૂક્યો." બે યાર , આદિ હમણા કંઈ ફેલાવતો ના હોકે. તને દોસ્તી ના સમ છે હોકે" મંતવ્ય બોલ્યો.


ત્યાં સનમે બધા ને બૂમ પાડીને કહ્યું કે શૉ નો ટાઈમ થઇ ગયો છે ચલો.


સૌથી પાછળ ની બે લાઈન આ લોકો એ બૂક કરાવી દિધી હ્તી.
સનમ સુહાનિ , રીશી રૂહાનિ , યશ દિવ્યા , આદિત્ય પિહુ, મંતવ્ય મનુષ્કા એમ બધા ગોઠવાય ગયા હતા.

""""""

મૂવી સરુ થઈ ગયું હતું.શરુઆતથી જ જકડી રાખે એવુ મૂવી હતું.એમાય સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક હોય કે મૂવી જોરદાર કૉમેડી અને નવા નવા સંવાદ આપણી અંદર અલગ જ આંનદ ભરી દે. હસી હસી ને પેટ દુખી જાય ને તોય હસવાનુ મન થાય.આ આખુંય મૂવી જોયા પછી બધા મંતવ્ય ને કેહવા ના ચોકક્સ હતા કે તે આ દિવસ ખરેખર સ્પેશ્યલ બનાવી દિધો.ઈન્ટરવલ પછી ના ક્લાયમેક્સ બાદ મનુષ્કા ને છોડી ને બધી છોકરીયો ની આંખો માંથી આંસુ આવવા લાગ્યા.જે આ ફીલ્મ ની ટ્રેજેડી પણ દિલ ને સ્પર્શી જાય એવી છે એની સાબિતી હતા.આ આખુંય મૂવી બિઝી લાઈફ મા પણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. અને અંત તો આપણી ધારણા કરતા એકદમ જુદો.


સી યુ સૂન ગાઈઝ .... ઓન માય પેજ ....કીપ વોચિંગ ...ને સનમ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપડેટ મુકી.


"""


બધા મૂવી જોયા પછી બહાર ઉભા ઉભા સનમ ની આ સ્ટુપિડીટિ જોઇ ને એનિ ઉડાડી રહ્યા હતા.


" યાર ડૂડ , આરોહિ કેટલી મસ્ત લાગી રહી હ્તી ને. અને ..અને એને શુ ક્લોથ્સ પહેર્યા હતા...." સુહાનિ બોલી ઊઠી.


" હા... હોકે...અને યાર સોન્ગ બી કેટલાં ઑસમ હતા " દિવાની બોલી.


" ચાંદ ને કહો આજે આથમે નહિ......" પિહુ એ તો જોર જોર થી ગાવા નું સરુ કર્યુ ને તરત આદિત્ય એ આવી ને હસતા હસતા એન મો પર હાથ મુકી દિધો.


" અરે યાર હવે ખાવું પડસે.કકડી ને ભુખ લાગી છે." યશ બોલ્યો.


" હા ...ચલો હવે કોઇ કાફે મા જઈને બેસીએ અમે શાંતિ થી વાતો ના વડા કરીએ." રૂહાની એ કહ્યુ.


બધા લિફટ મા બેસીને વારાફરતી ઉપર કાફે ને રેસ્ટોરન્ટ તરફ જવા લાગ્યા.વિચારવા લાગ્યા કે ક્યા કાફે મા ધામો નાખવો છે!!


થોડી ઘણી વાતચીત કરી બધા એ કોફી કલ્ચર મા જવાનુ નક્કી કર્યુ. ગ્લાસ વોલ વાળી ડિઝાઇન વાળુ , લાકડા ના ફર્નીચરથી બનાવેલું આ કાફે દેખાવ મા એકદમ ગમી જાય એવુ હતુ.


બધા સૌથી મોટા ટેબલ પર બેસી ગયા.બપોરનુ લંચ હતુ એટલે બધાએ અલગ અલગ ફાસ્ટફૂડ ઓર્ડર કર્યુ. ટેબલ પર ઇટાલીયન પિત્ઝા , બે ફ્લેવર ના પાસ્તા , કોક ના કેન્સ , ફ્રેન્ચ ફ્રરાઇસ , મેકડી ના બર્ગર .....જેવી વાનગીઓ આવી ગઈ હતી.


આ તો આજના જમાના ના દોસ્તો હતા.એટલે ખાવાનુ ખાધા પહેલા તો ઇન્સ્ટાગ્રામ , સ્નેપચેટ , વૉટસપ પર સ્ટોરી , સ્નેપ , ને સ્ટેટ્સ અપલોડ થાય. બધા એ એકબીજા ને ટેગ કરી #frdsforever ના હેસટેગ મુક્યા અને ઇન્સ્ટા ના નવા સોન્ગ આઈકોન નો ઉપયોગ કરી ને સોન્ગ મુક્યુ.


" તેરે જેસા યાર કહા ...... કહા ઐસા યારાના .........☺️💙❤🧡💛💚💜🖤"

એક વાત કહું દોસ્તીની.........................


દોસ્તી છે જ એવી ને ગેમ તેટલા ઝગડા થાય , એકબીજા સાથે ગેરસમજ ઊભી થાય , તોય આ દોસ્તી તો અતુટ જ રહે. સાચી દોસ્તી પણ તેને જ કહેવાય કે એક દિવસના ઝગડા પછી બોલ્યા વિના રહેવાય જ નહિ.મસ્તી, એકબીજા સાથેની અઢળક વાતો, સ્કૂલ ના એ દિવસો, દરેક એ પહેલી પહેલી વાતો, પહેલી પસંદ, પહેલો પ્રેમ, પહેલી ગુલ્લી, પહેલુ જુઠ , પહેલીવાર એક્શામ મા કરેલી ચીટીંગ, પહેલી વાર સ્કૂલમા પડેલો માર, પહેલીવાર જોયેલું મૂવી, પહેલી વાર બાઇક કે એકટીવા પરની ડબલ સવારી , પહેલી વાર દોસ્ત સાથે થયેલો ઍકસિડેન્ટ પડી ગ્યા પછી નુ એ વાગેલુ દુખતુ હોવા છતા એકબીજા સામે જોઇ હસવું, પહેલીવાર એકબીજા સાથે નોનવેજ ટાઈપની કરેલી વાતો, પોતે પહેલ કરી પોતાના દોસ્તો ને બગાડવાની, પહેલી વાર ટયુશન બંક કરીને રખડવા જવુ, પહેલીવાર દોસ્ત ને હોમવર્કથી બચાવવા પોતાની પાસે બૂક હ્તી એમ આપેલુ પહેલુ બહાનુ, અને એવુ ઘણું બધુ જે સાથે માણેલુ , જાણેલુ , અનુભવેલુ , જોયેલું ,


અને માણીએ છે, જાણીએ છીએ , અનુભવીએ છે, જોઇએ છીએ , અને માણતા રહીશુ , જાણતા રહીશું , અનુભવીશું , જોઇશું ..........દોસ્તી .......


મંતવ્ય " મનુષ્કા ખબર નહોતી કે તુ આટલુ સારું લખે છે!!" મનુષ્કા ની સ્ટોરી અને પોસ્ટનું કેપશન વાંચીને એ બોલ્યો.


પિહુ " મંતવ્ય, એ તુફાન કોની છે હે?!" હસીને એ બોલી.


" યારર મિકિ આમ ક્ય તારે પૂછવાનું ના હોય કે તારી તુફાન કોની છે. તારી જ છે..તારી હ્તી..તારી રેવાની....." મનુષ્કા પિહુ ને એના હુલામણા નામથી બોલાવીને કહ્યુ. બધા એ મનુસ્કા ના વખાણ કર્યા ને વાતો કરતા કરતા લંચ પતાવવા લાગ્યા.

તો મળિયે હવે વધુ ઍક નવા ભાગ સાથે....

કોણ હતુ રીશી સિવાય જે મનુષ્કા અને મંતવ્ય ને જોઇ રહ્યુ હતુ???

next part coming soon......