paanch koyada - 11 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પાંચ કોયડા - 11

પાંચ કોયડા-11

આવી તો કેટલીયે થિયરીઓ રજુ થઇ પણ એકપણ થિયરીમાં કોઇ સંકેત મળતો દેખાયો નહીં.

” ફોટોગ્રાફમાં કંઇક ખુટે છે.કંઇક ખુટે છે.શુ ખુટે છે ? હું આખો બંધ કરી વિચારવા લાગ્યો.

“ ડિકેટટીવ ભાગવત ! કંઇ જલ્દી વિચારો.આપણી પાસે તેર જ દિવસ છે અને શી ખબર હવે પછીના કોયડા કેવા હશે.અને ગજા,આ કિર્તી ચૌધરીને ઘરડે-ઘડપણ આવા ગાંડા કાંઢવાની કયાં જરૂર હતી ? આ તે કંઇ IS કે IPS ની પરિક્ષાઓ થોડી છે તે આવા કોયડા બનાવ્યા ?” રઘલાએ તેનો બફાટ ચાલુ રાખ્યો.

“ રઘુવીર વ્યાસ ,બે મિનિટ માટે શાંતિ રાખશો.હું કંઇક વિચારી રહ્યો છું.” મેં રઘલાને બે હાથ જોડયા.

રઘલાને વધુ શાંતિ માટે કહેવુ ના પડયુ.રઘલાના હોમમિનિસ્ટર નો ઘરેથી ફોન હતો.ભાભીનો ફોન ખાંસો લાંબો ચાલ્યો. “ ઘરે સવારે જમવા કેમ ના આવ્યાથી ઓફીસે ફોન કર્યો ત્યારે તમે નહોતા.તમામ પ્રશ્ર્નોની ઝડી વરસી.રઘલો ફોન મુકતો જ હતો ત્યાં ફરીથી સુચન આવ્યું.

“ઓફિસમાં બે દિવસ રાખેલો પાણીનો જગ પાછા લાવવાનુ ભુલતા નહી !”

ફોન મુકતા જ રઘલાએ કહ્યુ, “ આજે તો આ જગ લઇ જ જવો પડશે.નહિંતર મારી ખેર નથી.”

રઘલાએ આ વાકય પુરુ કર્યુ ત્યાં જ મારી નજર ફરી ફોટોગ્રાફ પર પડી.

”રઘલા, પાણી !” હું ચીસ પાડીને બોલ્યો.

“ હા,આપુ છુ.આટલી જોરથી બુમો કયાં પાડે છે”

“ પીવુ નથી રઘલા,આ ફોટોગ્રાફમાં પાણી છે”

“ કયાંય દેખાતુ નથી પાણી.મને તો આ પાંચ જણના હસતા ચહેરા સિવાય બીજુ કંઇ દેખાતુ નથી.”

“ ફોટોગ્રાફમાં જે ડેસ્ક છે તેના પર પાણીની બોટલ પડી છે.”

“ હા,તે પડી હોય.પીવા માટે રાખી હશે.એને ને વળી કોયડાને શુ સંબંધ “

“ સંબંધ છે,ચોકકસ સંબંધ છે.કિર્તી ચૌધરીએ જ્યારે કપિલાબેન ને ફોન કર્યો ત્યારે શરૂઆત વિચિત્ર રીતે કરી.હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમને વંદન કરુ છું.આ બોલવાની શી જરૂર ? ”

“ સમજાઓ તે બોલવાની શી જરૂર હતી ?” કંટાળેલા અવાજે રઘલો બોલ્યો.

“ફોટોગ્રાફમાં આપણા મુખ્ય મેહમાનો ભાસ્કર રાવલ,છબી રાવલ ને બાદ કરતા ત્રણ જણા છે –ડાબેથી જમણે જોતા (1)વ્યોમ પટવારી. (2)પવન કુમાર (3)ભુમિ પરીખ અને (4)પાણી

‘ પાણીનો ગ્લાસ એ વ્યકિત છે ?”

‘ હા,વ્યકિત જ છે’ ચપટીઓ વગાડતા હું બોલ્યો.

’ ચલ,રઘલા તારું ગુજરાતી તપાસીએ’ ખુરશીમાંથી ઉભો થઇ હું રઘલાની નજીક ગયો.રઘલો વધુ ને વધુ આઘાત પામી રહ્યો હતો.મલકાતા ચહેરે મેં બોલવાનુ ચાલુ કર્યુ.

ફોટોગ્રાફ ના વ્યકિત નં (1) વ્યોમ પટવારી.રઘલા વ્યોમનો સમાનાર્થી શબ્દ શું છે ?

’ વ્યોમ માટે આકાશ ‘

‘ એકઝેટલી’

હવે,’ વ્યકિત નં (2)પવનકુમાર.પવન નો સમાનાર્થી શબ્દ’

‘ પવન માટે હવા’

’ હવા સિવાય બીજો કોઇ’

‘વાયુ’ રઘલાએ જવાબ આપ્યો.

’ બરાબર રઘલા,તેજ રીતે ફોટોગ્રાફના વ્યકિત નં (3)ભુમિ પરીખ ના નામ ભુમિ માટે આપણે સમાનાર્થી શબ્દ વિચારીએ તો જમીન અને બીજો શબ્દ છે પૃથ્વી પણ કહી શકાય.

‘ હા, કહી શકાય’ રઘલાએ હકારમાં માથુ હલાવ્યુ.

’ અને પાણી આ ફોટોમાં પાણીની બોટલ સ્વરૂપે છે.’ મેં ફોટોગ્રાફ ની પાણીની બોટલ તરફ આંગળી ચીંધી ને કહ્યુ.

‘પણ તુ આ બધુ કહે છે તેનો અર્થ શુ છે ?’

‘ થોડી ધીરજ રાખ સમજાવુ છું.ફોન પર એક એક શબ્દ ગણીને બોલાયો હતો.યાદ કર કપિલાબેન પર આવેલા ફોન ના શરૂઆતના શબ્દો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમને વંદન કરુ છુ.હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઇ પણ જીવની ઉત્પતિ પાંચ તત્વોથી થઇ છે.(1)વાયુ(2)આકાશ (3)પૃથ્વી(4)પાણી અને (5)અગ્નિ.

“ફોટોગ્રાફ માં રહેલા વ્યકિતઓના સમાનાર્થી શબ્દ થાય છે.વાયુ,આકાશ અને પૃથ્વી.પાણી નામની વ્યકિત ના હોઇ શકે એટલે ફોટોગ્રાફ માં તે સંદર્ભે છે પાણીની બોટલ.કિર્તી ચૌધરીએ ફોનમાં કહ્યુ હતુ,ફોટોગ્રાફમાં એક વસ્તુ ખુટે છે. જે છે ‘અગ્નિ’ .”

“ માય ગોડ ગજા,આ માણસ તો આપણને પણ મસાણ ભેગા કરશે.આટલુ વિચિત્ર હોતુ હશે”

‘ તુ સોલ્યુશન મળી ગયુ તેનો આનંદ લે’ મેં તેને ભેટતા કહ્યુ.

’ સોલ્યુશન પુરુ આવ્યુ નથી.હજી આપણે આ પાંચમાં વ્યકિત આ “ અગ્નિ” દેવતા કોણ છે તેની તપાસ કરવાની છે’ રઘલાના કથને મને ફરી પાછો જમીન પર લાવી દીધો.પણ મને સંતોષ હતો કે હું કોયડો ઉકેલી શકયો.

અમારી વચ્ચે થોડી ચર્ચા ચાલી એવામાં જ મને કિર્તી ચૌધરીનો વકીલ મજુમદાર યાદ આવ્યો.તેનો ફોન નંબર મારી પાસે હતો જ.કિર્તી ચૌધરીને લગતી કોઇપણ માહિતી પ્રાપ્ત કરવા મદદ કરવાની સંમતિ તેણે આપી હતી.રાતના નવ વાગી ચુકયા હતા,ફોન કરવા માટે હજુ મોડુ થયુ નહોતું.મારા મોબાઇલ પરથી મજુમદાર ને ફોન જોડયો.રઘલાના કહેવાથી ફોન સ્પીકર મોડ પર જ રાખ્યો.મારો નંબર લાગતા જ તે બોલ્યો

’ હલો,મિ.ભાગવત ,હાઉ આર યુ ‘

’ આઇ એમ ફાઇન સર ! મારે તમારી થોડી મદદની જરૂર હતી.’

’ હા,કેમ નહી.તમે મને ખાલી અતુલ બોલાવશો તે વધુ યોગ્ય રહેશે.’

’ થેન્ક યુ, અતુલભાઇ ! મારે થોડી માહિતી જોઇએ છીએ કિર્તી ચૌધરીના અંગત મિત્રો ,સંબંધીઓ વિશે ‘

‘ ચોકકસ,મારી પાસે જેટલી જાણકારી છે તે તમને આપી શકીશ.બાય ધ વે કેટલા કોયડા સોલ્વ કર્યા તમે ?’

‘ બીજા કોયડાની નજીક છું એવુ લાગે છે’

આટલી વાતચીત દરમિયાન રઘલાએ એક કાગળમાં ‘ અગ્નિ નામના મિત્ર કે સંબંધી વિશે પુછવુ લખીને મને બતાવ્યુ.મેં તેને આંખો વડે જ ધીરજ રાખવાનો ઇશારો કર્યો.

’ અતુલભાઇ,કિર્તી ચૌધરીના મિત્રો કે સંબંધીઓ માં તમે કોઇ અગ્નિ સાથે સંબંધ હોય તેવા વ્યકિત ને જાણો છો ?’

‘ અગ્નિ,યુ મીન ફાયર’

’ યસ ફાયર ‘

‘ ના,એવુ કોઇ ધ્યાનમાં નથી’

’ અતુલભાઇ,એવુ કોઇ પણ નામ હોઇ શકે જે અગ્નિને બંધબેસતુ હોય.દીપક,ચિરાગ વગેરે.

’ એક મિનિટ ! એક વ્યકિત છે ‘

’ કોણ ?’ હું અને રઘલો બંને સાથે બોલી ઉઠયા.

’ બિલકુલ અગ્નિ જેવુ જ નામ કહી શકાય.-“આતશ કાપડિયા” ‘

” આતશ કાપડિયા” મારું રોમેરોમ કહી રહ્યુ હતુ,પાંચમુ નામ તે જ હોઇ શકે.અગ્નિ માટે જ આતશ શબ્દ વપરાય છે.’

’ તમે જાણો છો તેમને ?’

‘ ખુબ સારી રીતે જાણુ છું.આઇ મીન મારા પિતા,કિર્તી ચૌધરી અને આતશ કાપડિયા ખુબ સારા મિત્રો હતા.કિર્તી ચૌધરી ફ્રી હોય ત્યારે આ ત્રિપુટી સાથે જ હોય.’

‘ શુ હું તેમનુ એડ્રેસ કે ફોન નંબર જાણી શકુ ‘

’ સ્યોર ,હું હમણા જ તમને મૅસેજ કરુ છું’

અતુલ મજુમદાર ફોન મુકવા જ જઇ રહ્યો હતો ત્યાં મને કયાંથી બીજો એક સવાલ સુઝયો-‘ શુ બિઝનેસ કરે આ આતશ કાપડિયા’

‘ આતશ અંકલ ! એમની અહીં મુંબઇ માં “ સન ફોટો “ નામની ડિજિટલ લેબ છે.બહુ મોટા પાયે તેમનુ કામ છે’

“ સન ફોટો” હું મનમાં બોલ્યો

’ શુ લાગે છે ગુરુ ?’ રઘલાનો થનગનાટ વધી ગયો હતો.

’ એક મિનિટ, રઘલા’

’શુ થયુ ?’

‘ યસ, યસ આઇ ડન ઇટ ‘ હું એટલુ મોટેથી બોલ્યો કે રસ્તે જનાર પણ સાંભળી શકે.

’ આ જો રઘલા ! આપણા ફોટોગ્રાફ ના મુખ્ય મહેમાન ના નામ છે ભાસ્કર રાવલ અને છબી રાવલ.જેમના નામનુ અંગ્રેજી કરતા બનશે ભાસ્કર માટે ‘SUN’ અને છબી માટે ‘PHOTO’ આખુ નામ બનશે-‘સન ફોટો’

હા, અમે બીજો કોયડો ઉકેલી નાખ્યો હતો.