મિત્રો, કહેવાય છે ને કે જયારે ઉપરવાળા નો કહેર હોય ત્યારે માનવી ને નમવું જ પડે છે. અત્યાર ના ચાલી રહેલા કોરોના ની અસર ના લીધે કદાચ બધા જ લોકો પોત પોતાના ઘર માં બેસીને રહેલા છે. આજે એવી હાલત સર્જાયેલી છે કે જો કોઈ ઘર માં ચોરી થયી હોય તો બાજુમાં રહેવા વાળા પાડોશીઓ પણ કદાચ ભાળ લેવા માટે ના આવે. પરંતુ જરૂરી નથી કે બધા સરખા જ હોય. આપણી આશ પાડોશમાં રહેતા લોકો તો આપણી ફેમિલી જેવા હોય છે.
આ એક કાલ્પનિક વાર્તા છે, જેને હકીકત માં બનેલી કોઈ પણ ઘટના સાથે કંઈજ લાગતું વળગતું નથી.
એક દંપતી એમનું દાંપત્ય જીવન ખુબ જ સારી રીતે જીવી રહ્યા હતા. એ બંને ને એક નાની દીકરી હતી કે જેના લીધે એ બંને નો સમય ખુબ જ સારી રીતે પસાર થઈ રહ્યોં હતો. બંને લોકો એક બીજા સાથે બહુ જ ખુશ હતા. એ બંને નો પરિચય જો તમને આપું તો, કહાની એ આકૃતિ અને અક્ષય ની ખુબ જ લાડકી અને વહાલસોયી દીકરી હતી. આકૃતિ અને અક્ષય ના લગન ને હજુ 4 વર્ષ જ વીત્યા હશે. અક્ષય એક સૉફ્ટવેર કંપની માં કામ કરતો હતો જયારે આકૃતિ ઘરે જ બ્યુટી પાર્લર ચલાવતી હતી, જે એણે કહાની ના જન્મ બાદ બન્ધ કરી દીધું હતું.
સવાર પડી અને અચાનક જ શિલ્પામાસીને કહાની નો રડવાનો અવાજ સંભળાયો, એમણે મનમાં વિચાર્યું કે કદાચ આકૃતિ એના ઘરના કામ માં વ્યસ્ત હશે અને કહાની જાગી ગઈ હશે, જયારે અક્ષયભાઈ હજુ સુતા હશે. એમાં પણ હમણાં કોરોના ના લીધે અક્ષય ભાઈ તો ઘરેથી જ કામ કરે છે. થોડો સમય વીતી ગયો પણ હજુ કહાની નો રડવાનો અવાજ ઓછો ન થયો, એટલે શિલ્પામાસી ને થયું કે ચાલ હું જ એમને ત્યાં જઈ આવું અને જાણી આવું કે અચાનક કહાની ને શું થયું છે? કેમ, એ ક્યારે ની રડ્યા જ કરે છે. શિલ્પામાસી, અક્ષય અને આકૃતિ ના બાજુના ફ્લેટમાં જ રહેતા હતા. એમણે જઈને જોયું તો ફ્લેટ નો દરવાજો અંદરથી બંધ હતો. એમણે ડોરબેલ પણ વગાડી અને થોડી વાર ત્યાં જ ઉભા રહ્યા, એ વિચારીને કે હમણાં થોડી વારમાં બંનેમાંથી કોઈ એકાદ દરવાજો ખોલશે. થોડી વાર રાહ જોયા પછી પણ કોઈએ દરવાજો ન ખોલ્યો અને કહાની નો રડવાનો અવાજ હજુ ચાલુ જ હતો. એટલે એમને મન માં કંઈક શંકા જાગી અને એમણે એમના દીકરા સુરજ ને બોલાવ્યો અને કીધું કે, “જા બેટા, તારા પાપા ને બોલાવી લાવ.” સુરજ દોડતો દોડતો નીચે ગયો અને એ એપાર્ટમેન્ટની નીચે ઉભેલા એમના પપ્પા રમણીકભાઇ ને બોલાવી લાવ્યો. રમણીકભાઇએ શિલ્પામાસી ને પૂછ્યું કે શું થયું એમ? તો શિલ્પામાસીએ વિગતસર વાત કરી. રમણીકભાઇએ પણ બહુ બધી વાર ડોરબેલ વગાડ્યો પણ કોઈ દરવાજો ખોલવા આવ્યું નહીં. રમણીકભાઇએ અક્ષયના મોબાઈલ પર રિંગ કરી તો એ પણ કોઈએ ઉપાડ્યો નહીં. શંકાના ઘેરાયેલા વાદળો વચ્ચે રમણીકભાઇએ સહેજ પણ મોડું કર્યા વિના તરત જ પોલીસ ને જાણ કરી. થોડીવાર માં તો આ વાત આખા એપાર્ટમેન્ટ માં ફેલાયી ગયી અને ઉપરના તથા નીચેના માળવાળા લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા.
થોડી જ વાર માં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયી અને આવીને પૂછપરછ કરીકે અહીંથી કોણે પોલીસ ને ફોન કર્યો હતો. રમણીકભાઇએ કીધું કે મેં જ તમને ફોન કરીને અહીં બોલાવ્યા છે. ત્યારબાદ રમણીકભાએ વિગતસર વાત કરતા કહ્યું કે અમે લોકો ખુબ જ ચિંતામાં છીએ. અંદરથી કોઈ જ દરવાજો ખોલી રહ્યું નથી અને એમની દીકરી કહાનીનો રડવાનો અવાજ હજુ સુધી આવી રહ્યો છે. આટલું સાંભળીને પોલીસ પણ ચિંતામાં મુકાણી, એમણે ફ્લેટની બીજી બાજુથી અંદર જવાય એમ છે કે નહિ તે તપાસ કરી, પરંતુ એમને કોઈ રસ્તો દેખાયો નહીં કે જેનાથી એ લોકો અંદર જઈને તપાસ કરી શકે. પોલીસે નક્કી કર્યું કે હવે દરવાજો તોડવો જ પડશે અથવા તો દરવાજા નો લોક ખોલાવવો પડશે. એમણે નજીક માંથી ચાવી બનાવવાવાળા ને બોલાવ્યો અને લોક ખોલી આપવા કહ્યું. ચાવીવાળાએ થોડીવારમાં જ લોક ખોલી આપ્યો અને અંદર પોલીસ ની સાથે રમણીકભાઇ અને શિલ્પામાંસી જોવા માટે ગયા. જેવા એ બધા લોકો એમના બેડરૂમ માં પહોંચ્યા એટલામાં બધા જ સ્તબ્ધ થઈ ગયા. બધા એ જોયું કે આકૃતિ અને અક્ષય બંને હજુ બેડ પર પડેલા છે અને કહાની બેડ ની નીચે બેઠી બેઠી રડી રહી છે. પોલીસે અક્ષય અને આકૃતિ બંને ને જગાડવાની કોશિશ કરી પણ બંને માંથી કોઈ નો પણ અવાજ ના આવ્યો. અંતમાં જયારે પોલીસ એ બંનેના હાથ ની નાડી ચેક કરી તો એમને ખબર પડી કે બંને મોત ને ભેટ્યા છે. આ વાત જયારે પોલીસે ત્યાં ઉભેલા બધા પાડોશીઓ ને કરી તો, બધા જ અચરજ પામી ગયા. એક ખુશ ખુશાલ પરિવાર ને અચાનક શું થયું? બધાના મનમાં આ એક જ પ્રશ્ન ઉદ્ભવેલો હતો.
આટલું બધું થયું એમાં એક રહસ્ય અક બંધ હતું અને એ એ હતું કે એ બંને મોત ને ભેટ્યા કઈ રીતે અને શા માટે?