પ્રેમ તો બસ મતલબ વગર નો, આશા વગર નો હોય છે. જરૂરી નથી કે તમને કોઈ જોડે પ્રેમ થાય એણે પણ તમારાં જોડે પ્રેમ થાય જ !!
⚜️અમુક લોકો પોતાનાં ભૂતકાળ ને કારણે ડરે છે, જીવનમાં કોઈને આવવા નથી દેતાં. અમુક તો બસ જીવતી લાશ બની ગયા હોય છે. જેણે હસતાં મજાક મસ્તી કરતાં નથી આવડતું. જેણે ખુશ રહેતાં નથી આવડતું. અમુક લોકો ક્યારે હસી ને બીજા જોડે વાત નાં કરી શકે. અમુક લોકો તો બીજા અે એમની જોડે કરેલી મજાક મસ્તી માં પણ પોતે હસી નાં શકે. હું કહીશ કે જે માણસ હસી નથી શકતો અે દુનિયાનો સૌથી મોટો કમજોર માણસ છે. તમે તમારા જાણીતાં લોકો જોડે બેસી ને હસી ને વાત નાં કરી શકો, એમની જોડે મજાક મસ્તી નાં કરી શકો અને બસ પોતાનાં માં એકલા ચૂપ ચાપ બેસી રહો. પોતાની જાત ને અલગ તો તમે પોતે પાડી દેતાં હો છો. બધાં સાથે દૂધ માં સાકાર ની જેમ ભળતા શીખવું પડે. જીવન ની મીઠાસ નો આનંદ લેવા માટે હસવું જરૂરી છે. ખુશી હમેશાં સાચી હોવી જોઈએ. ખોટી ખુશી તો બધાં લાવી શકે છે, પોતાનાં મોઢા પર.
⚜️જ્યારે જીવતી લાશ જેવા લોકો ને કોઈ નટખટ માણસ મળે છે અને જ્યારે અે માણસ એની મજાક ઉડાવે મસ્તી કરે છે, ત્યારે આવા લોકો બધી વાત ને એમ સમજી બેસે છે કે સામેવાળો મને નીચું બતાવે છે અને એણે મારા પ્રત્યે આદર નથી. આવા લોકો બધી વાત ને પોતાનાં ઇગો પર લઈ લે છે. વાત અે સાચી નથી હોતી. સામેવાળો બહુ ખુશ માણસ છે, અને એના માટે મજાક મસ્તી કરવી હસવું હસાવવું. અને પોતાના પર પણ હસી લેવું અે સ્વભાવ છે. અે માણસ નો એવો કોઈ હેતુ નથી હોતો કે તમને નીચી બતાવે. અે બસ પોતે જેવો છે એવો બીજા માણસ ને સમજે છે.
🔹આપણને કઈ રીતે સમજાય કે સામેવાળો તો જીવતી લાશ છે.આવા લોકો ની લાક્ષણિકતા .
1.કોઈ કઈ પણ બોલે ચૂપ ચાપ સહન કરવાનું.
2. બીજું કે અગર કોઈપણ વ્યક્તિ ની કોઈ વાત નાં ગમે તો પણ ક્યારે એણે કહેવું નહિ કે મને આવું વર્તન નહિ ફાવે.
3. બધી વાત ને હૃદય થી લગાવી રાખવું. ક્યારે કોઈ વાત ને જતું નાં કરી શકે.
4.આવા લોકો અચાનક વિસ્ફોટ કરે કે તે પેલા દિવસે મને આમ કહેલું. જે સમય વીતી ગયો અે ત્યારે બોલવું હતું તારે હવે બોલીને શું મતલબ.
⚜️ આવા લોકો કરતાં સૂતળી બોમ ફોડતાં લોકો સારા, સૂતળી બોમ ક્યારે મોટું નુકસાન નાં કરે. બસ દૂધ નાં ઊભરા જેવો ગુસ્સો સારો. આવે અને ઉતરી જાય. અને સૂતળી બોમ પણ ફૂટી ગયા પછી કઈ નહિ.⚜️
5. આવા લોકો ને કોઈ આશા નથી હોતી. જીવન માં બસ એકલતા ગમે છે.
6. આમાં અમુક પોતાનાં અહંકાર ને કારણે એકલા હોય છે. હું શું કેમ કોઈ જોડે વાત કરું. હું કઈક છું અે અહંકાર ને કારણે એકલા હોય છે.
7. અમુક લોકો ને પોતાનાં ખાસ અને અલગ હોવાનો અહંકાર હોય છે, એટલે અે બીજાને તુચ્છ સમજે છે.
8. જીવતાં લાશ લોકો ને કોઈ શું બોલે કેવું વર્તન કરે એનો ફરક નથી પડતો. આવા લોકો ક્યારે પોતાનાં નિર્ણય જાતે નથી લઈ શકતાં.સબંધો ના નામે કઈ નથી હોતું એમની પાસે. પોતાના ભાઈ બેન જોડે પણ થોડા પૂરતા સબંધો હોય છે.
9.ખુલી ને બોલી નથી શકતાં, લોકો સામે સારા બનવાની સ્પર્ધા માં પોતાને ક્યાંક ને ક્યાંક જાણતાં અજાણતાં મૂકી દેતાં હોય છે.
10. એમના વિચારો હંમેશા દૂધ અને દહીં માં પગ મૂકે છે. એમણે ખબર નથી હોતી કે પોતાને જોઈએ છે શું.?
11.નિરાશાવાદી એટલાં કે પૂછો નહિ. એમનાં જીવન માં કોઈ આશા નું કિરણ જેવું કંઈ હોતું નથી.
12. આવા લોકો માને કે ન માને પણ પોતે મગજ થી બીમાર હોય છે.
નોંધ :- જે પણ લોકો મન થી જીવી નથી શકતાં. પોતાના સબંધો જોડે પણ જેણા સબંધો બસ માપનાં હોય છે. આવા લોકો મનોચકિત્સકને બતાવું જોઈએ.કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ડિપ્રેશન એમને ખાઈ જતું હોય છે..અને અે કોઈને કહી નથી શકતાં.
જીવન માં બધું હોવા છતાં ખુશી નથી હોતી.
⚜️ જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે એમ લાગવું જોઈએ અરે યાર આપણે તો કાલે જ મળેલાં નહિ. તમારો ભાવ એટલો સારો હોવો જોઈએ કે બીજી વાર સામેવાળો સામેથી તમને શોધે વાત કરવા. ફલાણા જોડે તો બસ મજજો પડી જાય. એની જોડે ફક્ત ૫ મિનિટ પણ વાત થાય ને તો પણ એમ થાય થાક ઉતરી ગયો.
🔹 જેનાં જોડે ગમે છે જેના જોડે મજા આવે છે, જેના જોડે વાતો કરવી સમય બગાડવો ઇન્વે્ટમેન્ટ જેવું લાગે છે.તો કહી દેવા માં શું વાંધો છે, કે જીવનભરનું ઇન્વે્ટમેન્ટ માટે વિચાર કરી શકું હું તારા જોડે.