Korona positive in Gujarati Motivational Stories by Asma Lakhani books and stories PDF | કોરોના પોઝિટિવ

Featured Books
Categories
Share

કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ

ઝારા આજે સવાર થી જ કામ મા ડૂબાડૂબ, આમતેમ આંટામારે, અરે કોણ આવ્યું?ઑહ ઠીક કરિયાણા વાળા ને ત્યાં થી સમાન આવ્યો, બેટા ..... દરવાજો ખોલો, સમાન લઈ લ્યો.... અહીં કિચન મા મુકવો, બધું ઠેકાણે પડવું પડશે, આજે તો કામ નો પાર નથી, એમ બોલ બોલ કરતી ઝારા ઘર આખુ માથે લઈ ફરતી હતી, ત્યારે પતિ એ શાંતિ થી સમજાવતા કહ્યું:'અરે ઝારા !આમ ઘાંઘી ના થા, ભલે લોકડાઉન હોય પણ ગ્રોસરી, દૂધ, શાક ભાજી એ બધું મળી રહેશે તને... નિરાંત રાખ, એમ કર ઘટતી વસ્તુ નું લિસ્ટ પપ્પા ને આપી દે એ બધું જ લાવી આપશે,

ઝારા એ શાકભાજી નું નામ સાંભળતાજ પર્સ હાથ મા લઈ પતિદેવ ને ચાવી પકડાવી કહ્યું :ચાલો, થોડું શાક લઈ આવીએ, સ્ટોર પણ કરવું પડશે, ત્યારે પતિદેવ એ કોરોના ના ટેંશન ને હળવું કરવા મજાક મા કહ્યું આજે કેમ હું સાથે આવું રોજ તો તું મને નથી લઈ જતી? બીક લાગે છે.... ડરપોક.. ખાલી બહાદુર હોવાનો ઢોંગ જ કરવાનો બાકી આવું કઈ થાય ત્યારે રડી રડી ને બધાને ય એહસાસ કરાવી દેવાનો કે ઝારા એક જ એવી વ્યક્તિ છે જેને આખી દુનિયા ની ફિકર થાય છે.... એમ મજાક કરતા કરતા પતિ એ ઝારા માટે કાર નો દરવાજો ખોલી ઈશારા થી તેને ને બેસવા સૂચવ્યું

કાર થોડી જ વાર મા ઘર પાસે આવેલ શાક વાળા ની દુકાને પોહચી, ઝારા ઉતરી નહીં,

કેમ,? ઉતર તો ખરી..

ના.... તમે ઉતરો..

કેમ? બીક લાગે છે..?

હા... !

હા હા હા હા..

બસ હો... ઉતરું છું.....

ધબબ કરતો કાર નો દરવાજો ખુલી ને બન્ધ થઈ ગયો..

થોડીજ વાર મા એટલે કે લગભગ અડધી એક કલ્લાકે ઝારા કાર તરફ આવી પાછળ નો દરવાજો ખોલી ઉભી રહી ત્યારે કિશન એ બધા જ થેલા ગાડી મા પાછળ ની સીટ પર ગોઠવી પોતાનો પર્સનલ નમ્બર આપી કહ્યું:" મેડમ દુકાન નો મોબાઈલ ન ઉપડે તો મને કરજો હું મદદ કરીશ", કિશન નો આભાર વ્યક્ત કરતી ઝારા ઘર તરફ પતિદેવ સાથે રવાના થઈ, રસ્તો સુનો, એક પાગલ રોડ પર આરામ થી બેઠો હતો એ સિવાય ગાય, કુતરા, અને.... સન્નાટો...

આ પ્રાણી ને જોઈ ઝારાએ કહ્યું :"આમ જુઓ કેવા બિન્દાસ પ્રાણી ફરે છે તેઓ પણ આપણે ને શોધતા હશે કે આ અળવીતરી માનવપ્રજા કેમ આટલી શાંત પડી ગયી હશે, કેમ હૉર્ન નો ઘોંઘાટ નથી, કેમ હવા મા ઘભરાટ નથી? કેમ રસ્તા પર દોડતા વાહનો નથી? અને છેવટે આ પશુ પણ હાશ અનુભવતા હશે કે કેટલી શાંતિ લાગે છે આજે...

તને ખબર પડી ગયી પશુ શું વિચારતા હશે?

હમમમમમ..મને તો એમ પણ થાય છે કે જાણે અલ્લાહ શું કેહતા હશે?

એમ? એ પણ કહી જ દે....

અલ્લાહ કેહતા હશે કે કોણ છે જે મારી સામે ટક્કર લઈ શકે?

વાત આગળ વધારતા તે બોલી :"આજે આપણે પ્રકૃતિ તરફ પાછા ફરી રહ્યા હોય એવુ મને લાગે છે, સવારે ઉઠી નમાઝ અદા કરી તસ્બીહ પઢી ફ્રી થઈ ત્યારે ઊંઘ ન આવી હું બાલ્કની મા શુદ્ધ હવા અને શાંત વાતાવરણ મા લખવા બેસી ગયી, થયું કે લાવ ને પ્રતિલિપિ પર ચેલેન્જ નો પાંચમો પાર્ટ લખવાનો છે એ ડાર્ક સર્કલ 5 લખી જ લઉં ત્યારે કુદરત સાથે કેવું સાનિધ્ય સ્થપાયું, ચકલી નો અવાજ તો ચકલી દિવસ ના રોજ પણ નહતો સાંભળ્યો જે આજે સંભળાયો, કોઈ અવરજવર નહીં, પણ એક અફસોસ.. આ દુનિયા ના હાલ પર સદમો, માનવજાતિ કુદરત ના સ્ક્નજા મા આવતા જ જે લાચારી અનુભવે છે તેનું મનોમન્થન, ત્યારે સમજાયેલી હકીકત વધુ ઘેરી બની કે કુદરત જયારે રૂઠે ત્યારે કોઈ ટેક્નોલોજી, કોઈ સાઇન્સ, કોઈ મિલ્ટ્રી કે કોઈ નેતા કોઈ સુપર પાવર કશું જ કરી શકવા અસમર્થ થઈ જાય

જયારે દુરાચાર, પાપ, ગુનાહ ની હદ વટી જાય ત્યારે ઉપરવાળો આપણને આપણી ઓકાત બતાવી દે, અને તે આ વબા એટલે કે આફત ઉતારી આપણે ને આપણી હેસિયત મા રહેવા ઈશારો કરે

આજે સમગ્ર અસરગ્રસ્ત દેશ મા જીવલેણ કોરોના ની સાથે સાથે બીજો એક કોરોના પણ ફેલાય રહ્યો છે એ છે અમાનવીયતા નો કોરોના , કેહવા નો અર્થ એ છે કે ઝારા ને પણ કોરોના થયો એમ લાખો લોકો ને થયો, સ્વાર્થ નો કોરોના કારણ લોકો સ્વાર્થ ભૂલી આજુ બાજુ ના ગરીબ નિસહાય લોકો માટે કરુણા દેખાડી રહ્યા છે એટલે સ્વાર્થ ના કોરોના એ સ્વાર્થ નું ખૂન કર્યું, ઈર્ષા નો કોરોના એટલે લોકો એકબીજા ની ઈર્ષા કરવાને બદલે બની શકે તેટલી નેકી, ઈબાદત, પ્રાર્થના,તોબા, અસ્તગફાર, માફી મા મશગુલ થયા, અમાનવીય કૃત્ય ને કોરોના થયું, ચોરી ને કોરોના થયું, રેપ ને કોરોના થયું, કામકાજ વાળા બેહનો ને મજૂર વર્ગ ને ચાલુ પગારે રજા આપી લાલચ અને કામ કઢાવી લેવા ની નીતિ ને કોરોના થયું, બધી જ જાતિ ધર્મ ના લોકો સમગ્ર વિશ્વ મા વસ્તી માવજત માટે દુઆ માંગી રહ્યા છે એટલે ધર્મ ની જન્ગ ને પણ કોરોના થયું, ડોકટરો વિષે ની વર્ષો ની આપણી માન્યતા કે તેઓ પૈસા ની લાલચે દર્દી સાથે કાંઈ પણ કરી શકે તો એ માન્યતા ની સામે જીવ ના જોખમે કોરોનગ્રસ્ત દર્દી નો ઈલાજ કરતા, આખી રાત સેવા આપતાં, મેડિકલ ખુલ્લા રાખી રિસ્ક વોહરી દવાઓ વહેચાતા કેમિસ્ટો પ્રત્યે ની બદગુમાની એટલે કે તેઓ માટે ઉભી કરાયેલ ભૂલ ભરેલી માન્યતા ને આજે તેમની સેવા એ કોરોનગ્રસ્ત કરી લોકો ને મોમાં આંગળા નાખી વખાણતા કર્યા, સરકારી કર્મચારી, પોલીસ અધિકારી ની નિસ્વાર્થ સેવા ની સાથોસાથ ગવર્નમેન્ટ ને અનુસરવાની અને આડું ન ચાલવાની આદત પડતા લોકો ખરા અર્થ મા નાગરિક બનતા દેખાયા..

ઘર ની દીકરી દીકરાઓ ની આળસ ને કોરોના થયું, બધી બાઈ માસીઓ રજા પર ઉતરતા વગર જિમ એ પણ દીકરાઓ એક્ટિવ દેખાવવા લાગ્યા દીકરીઓ મમ્મી ને તૈયાર ચા આપવા લાગી, પતિદેવ પણ મદદ કરવા લાગી ગયા આખરે એક જ ઘર મા દૂર રહી જીવતા પરિવાર ની દુરી ને કોરોના થયું અને મોડે સુધી હીંચકા પર હસતા પરિવાર દેખાયા....

ધંધા રોજગાર નોકરી શાળા બધું બન્ધ, ત્યારે એની કિંમત પણ સમજાઈ, કિટ્ટી, ઓફિસ, ઘર બજાર, યોગા જિમ, ફ્રેન્ડ વચ્ચે અટવાતી ગૃહિણી ની વ્યસ્તતા નું સમીકરણ બદલાયું, યોગા, જિમ વૉક વગર ઘરકામ રસોઈ વડે ફિટનેસ જાળવવા ની સાથે સાથે 'અમારા જમાના મા તો અમે બધું કામ જાતે કરીયે તોય નવરાં ને નવરાં 'એવા વિધાન કરતા દાદી ના અનુભવો ને સલામી મળી,

વાહ ઝારા.... તે રડતા રડતા પણ કોરોના ને કેટલું પોઝિટિવ લીધું, કેહવું પડે.. સાચી વાત છે તારી, બસ હવે દુઆ કર કે અલ્લાહ રાજી થઈ સકલ સૃષ્ટિ પર રહેમ કરી બધા ને આસાન જીવન જીવતા કરે... પતિ બોલ્યા

ઝારા એ કહ્યું "આમીન "

અને તે નઝ્મ ગણગણાવતી ઘર મા પ્રવેશી ફરી કોરોના ઇફેક્ટ મા કરિયાણું ને શાક ઠેકાણે પાડવા મા લાગી ગયી.. તેની નઝ્મ ના બોલ હતા.

ચલો મિલ કે કરતે હૈ તોબા કે સજદે,
નદામત કે સજદે, તિલાવત કે સજદે,

ચલો મિલ કે કરતે હૈ વફા વાલે સજદે
બહુત તીષનગી સે તવજ્જુહ કે સજદે

ચલો મિલ કે કરતે હૈ આંસુ ભરે સજદે
અમલ કી રેહનુમાઈ ભરે આજીજી કે સજદે..