Sohi no Nirnay - 3 in Gujarati Moral Stories by Jayshree Patel books and stories PDF | સોહી નો નિર્ણય - 3

Featured Books
Categories
Share

સોહી નો નિર્ણય - 3

સોહી

ભાગ નં :૩

સુંદર મેળાપ

સોહી તો હેન્ડસમ દાદાને ચાર્મીંગ દાદીને જોતી જ રહી ! પાપા ને મોમ વાંકા વળીને બન્નેને પગે લાગ્યા તો તેનું અનુકરણ કરી સોહી પણ બન્નેને પગે પડી. દાદીને તો થયું કે ગળે વળગાડી દઉં પણ દાદાની સલાહ માની હાથ ઉંચા કરી ફક્ત આશીષ આપ્યા ,”સદા સુખી રહે” સામાન લઈ રજ્જો ને માહી અંદર ગયા.

ઘર જોઈને રમેશભાઈને તેમની પત્ની રોહિણી બોલી ઉઠ્યા ,”તમે ભાડે લીધું કે ઘર? હવે તો સરસ મકાનો બને છેને અહીંયા.”

દાદા ફક્ત એટલું જ બોલ્યા,”ચાલો તમે થાક્યા હશો, ચા-પાણી કરી આરામ કરો,તમારી સાઈકલ પણ બદલાય હશે ,તેથી ઉંઘ પણ આવતી હશે.”

સાઈકલ બદલાવા વાળું વાક્ય એ જાણી જોઈને બોલ્યા,કારણ જ્યારે પણ દીકરો ભારત આવેને મા સાથે વાત કરે તો થોડી જ વારમાં તે કહેતો ,”મા મારે કામ છે,ને મારી સાઈકલ બદલાય તેથી માથું ભારે છે.”ક્યારેય મા ની લાગણી તેને સ્પર્શી જ નહોતી.પ્રેકટીકલ બનવું પડે એમ તે માનતો.આજ તો તેની દીકરી ને ભારત આવવું હતું તેથી તે ને વહુ રોહિણી આવ્યા છે.

સોહી એ આ બધી ચર્ચા ચાલતી હતી એટલા સમયમાં તો માહી સાથે બેનપણા કરી લીધા હતા,આખું ઘર ફરી વળી હતી ને તેનો સામાન દાદા દાદીની બાજુની જ રૂમમાં મુકાવી દીધો હતો.તેની રૂમ બરાબર તેને જ જાણે સમજીને જ સજાવી હતી.રમેશભાઈને રોહિણીને તેઓની રૂમમાં સામાન મૂકી રજ્જો હવે રસોડામાં ગઈ.રમેશભાઈ ને રોહિણીને રૂમ ગમશે કે નહિ એ ચિંતામાં રજ્જો માહીને બૂમ પાડી ઉઠી. માહી દોડતી આવીને માને ધીરે બોલવા ઈશારો કરી ઊભી રહી.રજ્જો પણ જીભ કાઢીને કાન પકડી દીકરીની માફી માંગી.તેઓની રૂમમાં પાણી મૂકવા ગયેલી માહીને રમેશભાઈએ પ્રશ્ન કર્યો,” કેટલા સમયથી તમે દાદા દાદી સાથે છો? તું શું ભણે છે?”

માહીનો મીઠો ઘંટડી જેવો સ્વર સાંભળી રમેશભાઈને આશ્ચર્ય થયું તેમા પણ તેણે આપેલો જવાબ સ્પષ્ટ અંગ્રેજી ઉચ્ચારણને બિલકુલ નિડરતાથી ટટ્ટાર ઊભા રહેવાની ક્ષમતાને તેનો કોન્ફીડન્સ તેઓ ચકિત થઈ ગયા.એક વાત સમજમાં આવી ગઈ કે માહીને માટે કે તે સારા ખાનદાનની ને કેળવણીવાળી છોકરી છે.એક મનને શાતા એ થઈ કે ચાલો સોહીને એકલું તો નહિ જ લાગે.તે પણ માહીની જેમ હવે અગિયારમા ધોરણમાં એટલે કોલેજના પહેલા વર્ષમાં આવશે.માહીએ સમજાવ્યું અહીં ઘણી બધી શાળાઓમાં જ અગિયાર ને બારમું ભણવાનું હોય છે.તેઓએ માહીનો આભાર માન્યોને જણાવ્યું જરૂરત હશે તો જરૂર તેને બોલાવીશું.માહી ત્યાંથી સીધી મા ને મદદ કરવા ગઈ.

થોડીવાર પછી બધા પાછા દિવાનખંડમાં ભેગા થયા. દાદા દાદી માટે લાવેલી ચીજો,સ્વેટર ને દાદી માટે હકોબાની જાંખા ગુલાબીરંગની સાડી ને બન્ને માટે ફોલ્ડીંગ વોકીંગ સ્ટીક તેમને આપી.દાદી તો લાકડી પર થતી લાઈટ જોઈ દાદી બોલી ઉઠ્યા,” દીકરા હવે તારા પિતાજીને શાંતિથી ઊંઘ આવશે,રાત્રે હું ઊઠું એટલીવાર લાઈટ કરવા ઊઠેને મારા માટે થયને રાતની ઊંઘ બગાડે.હવે હું આ લાકડી લઈને જ સૂઈ જઈશ.”થોડી ઘણી સમજ પડી તેથી સોહી પણ ખુશ થઈ કે દાદી ને સ્ટીક ગમી ગઈ છે.રજ્જો જમવાનું પૂછવા આવી ત્યારે રોહિણી તેની સાથે રસોડામાં ગઈ તો રસોડું જોઈ આભી જ બની ગઈ.તેને લાગ્યું તે બોસ્ટનનાં જ કીચનમાં છે.એક પણ ચીજ એવી નહોતી કે તેની પાસે ન હોય.

આશ્ચર્ય પામવાનો વારો બન્ને પતિ પત્ની નો હતો.તેમની કલ્પનાઓ પર દાદા દાદીએ પાણી ફેરવી દીધું હતું.શું ભારતમાં બધી જ સગવડ છે??જોઈ રહ્યા બન્ને મુખ્ય પ્રશ્ન એ હતો કે દાદા આટલા પૈસા લાવ્યા ક્યાંથી?આ બધું વસાવ્યું ક્યાંથી ? શું પેન્શન વાપરી નાંખ્યું ? પણ આવીને પ્રશ્નોની ઝડી વર્ષાવવી યોગ્ય નથી. બીજી નવાઈ ત્યાં લાગી કે માહી ને રજ્જોબેનને પણ તેમની સાથે ડાઈનિંગ ટેબલ પર જમવાની બૂમ પડી.રોહિણીને લાગ્યું આ વધારે પડતું નથી..? પણ બોલવું વ્યર્થ હતું.માહી સોહી સાથે બેઠી,બન્ને વાતોએ વળગ્યા .ટેબલ પર સરસ ભોજન પીરસાયું રમેશભાઈની મનગમતી સકેલી મીઠી સેવ,રોહિણીની મનગમતી ખાંડવી ને સોહીના રેડપાસ્તા..બધુજ મહેંકી ઊઠ્યું ને વહાલનું મીઠાસ ભર્યુ ભોજન પૂરુ થતા થતા બપોર થઈ.

સૌ સૌની રૂમમાં ગયાને. રમેશભાઈને રોહિણીએ એકબીજાની સામે જોઈ પ્રશ્નાર્થ ભરી આંખે જોયું.રોહિણી પૂછી બેઠી ,”શું તમે એજ વિચારો છો જે હું વિચારી રહી છું?”

સોહી વિચારી રહી હતી શું નહોતું અહીંયા કે પાપાને મોમ અમેરિકા સ્ટે થયા?

દાદા દાદી વિચારી રહ્યા આ સુંદર મેળાપ સુખમય તો રહેશે ને..?


(ક્રમશ:)

જયશ્રી પટેલ

૩૦//૨૦૨૦