Prem...Series-1 in Gujarati Love Stories by Umesh Charan books and stories PDF | પ્રેમ... ભાગ-૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ... ભાગ-૧

સાહેબ,
થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. ગમે તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે છે હાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.

ચાલો, મળીએ પછી... અને સમીરે ફોન કટ કરી દીધો. અને માથે હાથ દઈને શાંત મન રાખી બેસે છે. અને વિચારે છે...

સમીર એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર છે, લોકોને ક્યાં અને કેવી રીતે કેટલું ઈન્વેસ્ટ કરવું તેની એડવાઇસ આપે છે. અને એડવાઇસ આપવાનો ઘણો સારો ચાર્જ લે છે. અને બેઠા વિચારે છે,

શું મળશે મને આ બધું કરવાથી?? યાર આ કોના માટે કમાવુ છું આટલું?? કોણ સાચવશે મારા પછી આ બધું?? કોના નામે થાશે આ કરોડો રૂપિયા?? નાં મારી આગળ છે કોઈ નાં મારી પાછળ રડવા વાળું છે કોઈ?? તો કેમ આટલી બધી મેહનત કરી રહ્યો છું?? દિવસ રાત ગાંડાની જેમ મેહનત કરું છું?? શું કરીશ હું આ બધાનું?? શું કામ નું છે યાર આ બધું મને?

બસ ફક્ત અઠવાડિયામાં એકાદ વાર ફરવા જવાનું થાય છે, એજ?? રોજ હોટલ માં જમવાનુ થાય છે એજ?? બીજું શું કામનું મારે આ??

બસ આવા બધા વિચારો ને વાગોળતો વાગોળતો સમીર ક્યારે આંખો બંધ કરી ને ઊંઘમાં ચડી ગયો, કઈ ખબર પણ નાં પડી.

ને થોડીવારે અચાનક ફરી ફોન રણક્યો.
ટ્રીંન... ટ્રીંન... ટ્રીંન... ટ્રીંન...

અને અચાનક સમીર ની આંખ ઉઘડી... અને ફોન ઉઠાવ્યો... હેલ્લો... સમીર બોલ્યો...

હેલ્લો મિસ્ટર સમીર, કેમ છો?? સામેથી આવાજ આવ્યો...

સમીર બોલ્યો, ઠીક.. પણ માફ કરશો તમે ઓળખાયા નહીં... જાણી શકું કોણ તમે..??

એક નાજુક નમણો અને શર્મિલા અવાજ સાથે, "સમીર સાહેબ... હું અર્શિફા... નાં ઓળખી??"

સમીર થોડો કન્ફ્યુઝ થઈને બોલ્યો... "સોરી પણ સાચે તમે નાં ઓળખાયા, તમે કોણ એ કહો પહેલા તો ખ્યાલ આવે..."


સામેથી અવાજ આવ્યો... અરે સમીર સાહેબ, તમે લાસ્ટ વીક અમારે ત્યાં મતલબ કે મિસ્ટર રોબિન સાહેબને ત્યાં તમે આવ્યાતા ને, હું એ રોબિન સાહેબ ની સેક્રેટરી અર્શિફા... અર્શિફા શેખ. તમે મને મળ્યાં હતા ને તમે મને કીધું હતું કે કંઈ કામ હોય તો કેજો. તો સાહેબ કાલ મને સાહેબે એમની ઓફિસમાં થી કાઢી નાખી છે... તો સાહેબ શું તમે મને તમારી ઓફિસમા જોબ આપશો?? પ્લીઝ સર, મારી પાસે કોઈ જોબ નથી, અને મારે જોબ ની બહુ જ જરૂરત છે... ઘણી તકલીફ છે મને એટલે જોબ ની જરૂર છે ને એમાંય રોબિન સર એ પણ મને કાઢી દીધી છે, તક સર હવે તમે કંઈ હેલ્પ કરો ને મને પ્લીઝ..." "સાહેબ મારો કંઈ જ વાંક નહોતો, મેં જસ્ટ એક દિવસ પેમેન્ટ લેટ મંગાવ્યું એક કસ્ટમરનુ, ને સાહેબે આટલી નાની ભૂલ માં મને નોકરી પાર થી કાઢી મૂકી.... આહા..."

આટલું બોલી ને અર્શિફા રડવા લાગી. અને ફોન પણ ધડધડ આંસુ નો અવાજ આવવા લાગ્યો...

તો આ સાંભળી સમીર બોલ્યો, "અરે મેડમ, આમ રડો નહીં તમે, એક સેકન્ડ વિચાર્યા પછી, સમીર બોલ્યો, તમે એક કામ કરો, અહી મારી ઓફિસ આવી જાઓ, કરી આપું છું કંઈ... કાલ આવો..."

એટલું સાંભળતા જ, અર્શિફા ઉછળીને ગળગળા અવાજમાં બોલી, થૅન્ક યુ સાહેબ... થૅન્ક યુ... મને મારી ઓફિસમાં થી શર્મિલા મેડમ મેં કહ્યું હતું, કે તમે જ મારી મદદ કરશો... અને સાચું નીકળ્યું એ... થૅન્ક યુ સાહેબ...થૅન્ક યુ...

એટલું કહ્યું એટલે સમીર એ કહ્યું "ઓકે.. પણ કાલ સવારે ૧૦ વાગે આવી જજો મારી ઓફિસ પર પછી આપડે જોઈએ કે આપડે કેમ કામ કરી શકિયે તેમ છે... ઓકે.???"

સમીર ને એમે આરતીના ગયા પછી, કોઈ એની ઓફોસ સાંભળે તેની જરુર હતી, એટલે તેણે અર્શિફાને ઓફિસ આવવા કહ્યું...

આરતી, એની સેક્રેટરી, જેને મનો મન સમીર ચાહતો હતો, પણ દુર્ભાગ્ય વશ એક મહિના પહેલા જ આરતી એક એક્સીડન્ટમા મૃત્યુ પામી હતી. એટલે હવે સમીરને પણ એક સારી સેક્રેટરીની જરૂર હતી... તો અર્શિફા સારી. એમ વિચારી અર્શિફા ને જોબ માટે હા પાડી દીધી.

અર્શિફા હરખના માર્યે બોલી, થૅન્ક યુ સાહેબ.. અને હું ચોક્કસ કાલ સવારે તમારી ઓફિસમાં સવારે ૧૦ વાગતા પહેલાં આવી જઈશ... થૅન્ક યુ...

સમીરે ફોન કાપી અને ફરી વિચારો માં પડી ગયો... ભગવાન કેવા કેવા દિવસો દેખાડે છે... મારી પાસે બધું જ છે પણ ફેમિલી નથી, અને આ અર્શિફા પાસે કંઈ નથી પણ ફેમિલી છે, અને એને હરખ પણ છે કે એ એની ફેમિલી ને સાચવે... એના માટે એ એટલું કરગરી જોબ માટે મને ફોન કરે છે...

અને ત્યાં અર્શિફા, ખુશી નાં મારે નાચવા કુદવા લાગી, હાશ મને હવે સમીર સાહેબ સાથે કામ કરવા મળશે... મને સમીર સર મળ્યા બઉ થઈ ગયું... અને ખુશ થઈ તે દર્પણમાં ખુદ ને નિહારવા લાગી... સમીરે તેને જોબ માટે નહીં પણ જાણે એના પ્રપોસલ ને હા પડી હોય તેમ જાણે તે પોતાને અરીસા સામું નિહારવા લાગી, અને શરમાવા લાગી. પણ કહેવું પડે, આ અર્શિફા એટલે રૂપ રૂપ નો અંબાર... નામ સાથે એનું રૂપ પણ એટલું જ સુંદર... તમે અડો તોય ડાઘ પડે એવું રૂપ... જાણે સ્વર્ગમાંથી અપ્સરા પોતે નીચે ઉતારીને આવી હો, એવી સુંદર, જાણે કવિની કવિતા હો, જાણે સોની નું ઘરેણું, જાણે ફુલની કૂંપળ, જાણે જીલનું મોતી, જાણે એક પ્રેમી કવિયે કંડારેલી એની જીવંત કવિતા હો, જાણે અપ્સરા જેવી રૂપ રૂપ નો અંબાર હો... અર્શિફા જાણે હમણાં જ કૂંપળ ફૂટી હો ને જેમ ફુલ મહેકે તેમ જ તે પણ એક અલગ જ સ્વભાવથી અને ખુશ જોવા લાગી... મોટી મોટી અને નશિલિ આંખો, એ નશિલિ આંખો માં કાળું કાજળ, ગુલાબની પંખુડી જેવા ગુલાબી હોઠ, ગુલાબી હોઠની નીચે એક કાળો તલ, ગોરા ગોરા ગાલ, ધારદાર નેણ, અને એ કાતિલ અદા સાથે કોઈ ને પણ ઘાયલ કરે એવી મુસ્કાન ધરવતી અપ્સરા જેવી છોકરી એટલે આ અર્શિફા. સાહેબ એને અડો તોય ડાઘ પડી જાય એવી રૂપાળી, ને દૂધ જેવી સફેદી એના રંગ માં... કોઈ પણ જોવે તો એને પામવામથે એવી રૂપાળી...

બીજો દિવસ થયો... અને અર્શિફાને સેમીરને ત્યાં ઈન્ટર્વ્યુ માટે જવાનું હતું, જે આજે સમિરે અર્શિફાને બોલાવી હતી... તો અર્શિફાના ચેહરા પાર આજ એક અલગ જાતનુ નૂર દેખાતું હતું...
અર્શિફા સમીરને ત્યાં જવા બહુ જ ઉતાવળે તૈયાર થઈ રહી હતી. પણ બઉ સમય લઈને.... જાણે કુદરત એને કહેતી હોય આજ તું સૌથી અલગ અને સુંદર દેખાવી જોઈએ. એમ તૈયાર થા. તો ખૂબ ઉત્સાહથી અર્શિફા આજા તૈયાર થઈ રહી હતી...



ક્રમશઃ