Right Angle - 8 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 8

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 8

રાઈટ એંગલ

પ્રકરણ–૮

કશિશને ખ્યાલ આવ્યો કે એનો મેલ ઈગો હર્ટ થયો છે. હવે પછીની વાત એકદમ સંભાળીને કરવાની છે નહીં તો કૌશલ દુ:ખી થઈ જશે અને એવું થાય તે ઈચ્છતી નથી.

‘હું તને કહેવાની હતી પણ તું કાલે રોમેન્ટિક મૂડમાં હતો..!‘

કૌશલને યાદ આવ્યું કે સાંજેપણ કશિશે એને કહ્યું હતું કે એણે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે અને એણે પાર્ટીમાં જવાનું હતું. કૌશલને ખ્યાલ આવ્યો કે અત્યારે પોતાના ગમા–અણગમા બાજુ પર મૂકીને મૂળ વાત પર ધ્યાન આપવું જોઈએ. કારણે કે આટલી અમથી વાતમાં કોર્ટમાં જવું ડહાપણ ભર્યું નથી.

‘કિશુ, ડોન્ટ યુ થિન્ક તું વાત વધારી રહી છે? આઈમીન હવે આટલાં વર્ષો પછી હવે આ બાબતમાં કેસ કરવાનો શું અર્થ? હવે તું ભણી શકવાની નથી. તને એમના પર બહુ ગુસ્સો હોય તો આજથી આપણે એમની સાથે નહીં બોલીએ. બધાં સંબંધ કાપી નાંખ. આઈ વીલ સપોર્ટ યુ ઈન ધીસ મેટર. પણ કેસ કરવાની વાત છોડી દે!‘

કૌશલના આવા બોલવા પર કશિશ એને ચિંતાથી જોઈ રહી. એણે તો માન્યું હતું કે ભલે આખી દુનિયા એને ન સમજે પણ કૌશલ તો એને સમજશે. કેમ કૌશલ જે પોતે સમજી શકે છે તે સમજી નથી શકતો? કોઈ વ્યક્તિની કરિયર માત્રને માત્ર એટલાં માટે ન બને કે સ્ત્રી છે તો એ ગંભીર ગુનો નથી? કેમ કૌશલ આખીય વાતને મારી નજરથી નથી જોતો?

એકવાર ફરી એને સમજાવવો જોઈએ. ધ્યેય સાથે જે વાત થઈ હતી તે બધી વાત કશિશે એને કરી. અને ધ્યેયના કહેવા મુજબ એ આજે કોર્ટમાં એના પપ્પા અને ભાઈ વિરુધ્ધ ફરિયાદ કરશે તો એને ચોક્કસ ન્યાય મળશે આ પણ વાત કહી. કશિશ એની સામે ફરી આશા સાથે જોઈ રહી. કૌશલે કશો જવાબ આપે તે પહેલાં એના ફોન પર રીંગ વાગી,

‘એસ્ક્યુઝ મી...‘ આટલું બોલીને કૌશલ ગેલેરીમાં જતો રહ્યો. કશિશ એને જતાં જોઈ રહી. આજસુધી તો કદી કોઈનો પણ ફોન આવ્યો હોય કૌશલે આમ ગેલેરીમાં જઈને વાત નથી કરી. એ મને સાથે નહીં આપવા ઈચ્છતો હશે? એટલે બહાર જતો રહ્યોં? કશિશના મનમાં અનેક શંકા–કુશંકા ચાલુ થઈ ગઈ.

આ બાજુ કૌશલે પોતાના જ ફોનથી પોતાને ફેક કોલ કર્યો હતો. કશિશ એના ભાઈ–પપ્પા પર ગુસ્સે થાય, એમની સાથે ન બોલે, બધાં સંબંધ જિંદંગીભર કાપી નાંખે તે એને સમજાતું હતું પણ કોર્ટે ચડવાની વાત વધારે પડતી છે. એથી એને લાગતું હતું કે થોડા સમય આ વિશે વાત ન કરવી. કશિશ અત્યારે ગુસ્સામાં ભાન ભૂલી ગઈ છે. બસ થોડો સમય જવા દેવો. થોડું દુ:ખ હળવું થશે એટલે આપોઆપ એને સમજાશે કે આવી બાબતમાં કોર્ટમાં ન જવાય.

એટલે જ એ ફોન પર વાત કરવાના બહાને બહાર આવી ગયો. થોડીવાર એમ જ ઊભો રહ્યો. પાંચ–દસ મિનિટ પછી એ રુમમાં આવ્યો તો કશિશ ન હતી. એણે જોયું તો દસ થવા આવ્યા હતા. સાડા દશે એણે પણ ઓફિસ જવાનું છે. કશિશ શાવર લેવા ગઈ હશે. એટલે એ પણ એના રુમમાં ગયો. તૈયાર થઈને નીચે ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે આવ્યો તો કશિશ ત્યાં જ હતી. ઈનફેક્ટ એણે બ્રેકફાસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આઠ ચેર સાથેના મોટા ગ્લાસ ટોપ વાળા ટેબલ પર એ રોજની જગ્યાએ બેઠી હતી.

‘સોરી, મારે અગિયાર પહેલાં કોર્ટમાં જવાનું છે. હું તને બોલવવા આવી હતી પણ તું બાથરુમમાં હતો!‘ આજસુધી આવી કોઈ ઔપચારિકા બન્ને વચ્ચે ન હતી. તે કૌશલને ખૂંચી. રોજ તો બન્ને બાજુબાજુમાં બેસીને સાથે જ એક જ પ્લેટમાંથી નાસ્તો કરતાં હોય છે.

એ કશું બોલવા ગયો પણ ન બોલ્યો. શું બોલવું? કેમ કરીને કશિશને રોકવી તે એને સમજ પડતી ન હતી. એને હતું કે કશિશ થોડા દિવસ જવા દેશે પણ એ આજે જ કોર્ટમાં જવાની જીદ્દ લઈને બેઠી છે. અને ધ્યેય પણ ગંભીરતા સમજ્યા વિના એને સપોર્ટ કરે છે. બસ હવે ઈમોશનલ બ્લકેમેઈલ કર્યા વિના એ નહીં સમજે.

કૌશલે પોતાની નારાજગી દેખાડવા માટે કશું બોલ્યો નહી. એ જાણીજોઈને એનાથી દૂર બેઠો. કૌશલ દૂર બેઠો તે કશિશે નોટિસ કર્યું. તે જોઈને કશિશે ફરી કહ્યું,

‘ધ્યેયનું સૂચન છે કે ડાયરેક્ટ કોર્ટમાં જવાથી વાતનો જલદી ન્યાય મળે. એ આજે પેપર્સ તૈયાર રાખવાનો છે. એટલે હું કોર્ટ જાવ છું.‘ અને બાઉલમાંથી કૌશલને સર્વ કરે તે પહેલાં કૌશલે બીજી પ્લેટ લઈને જાતે જ પ્લેટ ભરી લીધી. જાણે સાંભળતો જ ન હોય તેમ કૌશલે ચૂપચાપ બ્રેકફાસ્ટ ચાલુ કરી દીધો. કશિશ એના વર્તનથી કન્ફયુઝ થઈ ગઈ. કૌશલ કેમ બોલતો નથી? હજુ થોડીવાર પહેલાં એ એની સાથે સહમત હતો. કહેતો હતો કે પપ્પા અને ઉદયભાઈએ આવું ન કરવું જોઈએ. તો હવે માત્ર કોર્ટે જવાની વાત પર આટલો કેમ ઓવરરિએકટ કરે છે? એણે એને મનાવવાની ટ્રાય કરી, પોતાની જગ્યા પરથી ઊભી થઈને એની બાજુમાં બેઠી.

‘તને ભલે લાગતું હોય કે હું કોર્ટમાં જવાની ખોટી જીદ્દ કરું છું. પણ તું તારી જાતેને મારી જગ્યાએ મૂકીને વિચાર!‘ કશિશ આટલું બોલીને કૌશલની પ્લેટમાંથી એપલનો પીસ પોતાન મોંઢામાં મૂકયો એટલે કૌશલ થોડો પીગળ્યો,

‘એગ્ઝક્ટલી, તું મારી જગ્યાએ તારી જાતને મૂકીને વિચાર! તારે કારણે આપણાં ફેમિલિનું નામ છાપામાં આવશે. ડોન્ટ યુ નો ડેડની શું ઇમેજ છે સમાજમાં? લોકો અનેક વાત કરશે. મને આપણું ફેમિલિ કોઈ ખોટી રીતે સમાચારમાં આવે તે મને ન ગમે. મારું માન કેસ કરવાનો માંડી વાળ.‘

જેના પર સૌથી વધુ ભરોસો હતો તે કૌશલ એને કોર્ટમાં જવાની ના પાડે છે તેથી કશિશ દુ:ખી દુ:ખી થઈ ગઈ. એના સહારાની આશાએ તો એ એને પૂછવા પણ ન રહી હતી. એને મારા માટે હમદર્દી છે પણ એ કેમ એવું માન છે કે મારા કારણે પરિવાર ખોટી રીતે બદનામ થશે?

‘કિશુ હજુ પણ મોડું નથી થયું. રહેવા દે. આટલેથી અટકી જા!‘ એ કશિશ સામે જોઈ રહ્યો. કશિશ એની વાત સાથે સહમત ન હતી. પણ અત્યારે એની સાથે દલીલ કરવાનું એને યોગ્ય લાગ્યું નહી. એકવાર મનથી નક્કી કર્યું કે લડવું છે એટલે લડવાનું. પછી સામે કોઈપણ હોય. એણે દલીલ કરવાનું ટાળ્યું. કશિશ હા કે ના કશું બોલી નહીં એટલે કૌશલે ટેબલ પાસેની બેલ મારી. નોકર તરત એની બ્રીફકેસ લઈને આવ્યો. કૌશલે એને સૂચના આપી,

‘ગાડી બહાર નિકાલ...!‘ નોકર ગયો એટલે કશિશ સામે જોઈને બોલ્યો,

‘આજે લંચ માટે નહીં આવુ!‘ બસ આટલું બોલીને ચાલવા લાગ્યો. કશિશને બહુ મન થયું કે એ એને ભેંટીને રોજની જેમ ઓફિસ મોકલે. પણ જાણે પગમાં અહ્મની ઝંઝીંર બંધાયેલી હોય એક ઇંચ પણ આગળ વધી નહી. .

‘મારા કારણે ફેમિલિ બદનામ થાય કે ફેમિલિનું નામ થાય? હું કાંઈ પૈસા–જમીન–જાયદાદ માટે લડતી હોવ તો એ ખોટી બદનામી કહેવાય. પણ હું મને થયેલાં અન્યાય માટે લડું તેમાં ક્યાં બદનામી આવી?‘

કશિશ એક ડગલું આગળ ન વધી. તો બીજીબાજુ કૌશલ ગાડીમાં બેસીને વિચારતો હતો. કશિશને એમ ન થયું કે રોજની જેમ મને સીઓફ કરે? મને પૂછયા વિના એ એસ.પી. સુધી પહોંચી ગઈ તો પણ મે એ વિશે એક અક્ષરે ય નારાજગીનો કહ્યોં છે?

આ સાત વર્ષમાં પહેલીવાર બન્ને વચ્ચે તકરાર થઈ. પરસ્પર બંધાયેલી અખૂટ વિશ્વાસની દિવાલમાંથી કાંકરી ખરી રહી છે જેની બન્નેમાંથી કોઈને ખબર ન હતી.

*****

‘રેડી?‘ ધ્યેયની ઓફિસમાં કશિશ આવી એટલે એણે પૂછયું.

‘યસ!‘ કશિશે ગોગલ્સ પહેર્યા હતા એટલે એના ચહેરા પરના ભાવ વાંચી શકતા ન હતા. પરંતુ એના અવાજના રણકારમાં મક્ક્મતા સ્પષ્ટ દેખાતી હતી. એ ચેર પર બેઠી એટલે ધ્યેયએ એની ઓફિસમાં એક ખૂણામાં એક યુવાન કામ કરતો હતો એને બોલાવ્યો,

‘રાહુલ કમ હિયર ફોર ટુ મિનિટસ.‘ જેને રાહુલ તરીકે સંબોધન થયું હતું તે યુવાન એમની તરફ આવ્યો,

‘આ મારો જુનિયર છે રાહુલ આચાર્ય. હવેથી એ તારો વકીલ. તે પ્રાઈવેટ કમ્પ્લેન કરી છે એટલે હવે તને પબ્લિક પ્રોસિક્યુટર ન મળે.‘

ધ્યેયે જે કહ્યું તે કશિશ ધ્યાનથી સાંભળી રહી. પછી બોલી,

‘તુ નહીં સહી તો તેરા જુનિયર હી સહી. ‘ ધ્યેય એનો કટાક્ષ સમજ્યો. પણ એને અવગણીને એ બોલ્યો,

‘રાહુલ સાથે પહેલાં રિજસ્ટ્રાર પાસે જઈને સોગનાનામું રજૂ કરીને ફરિયાદ નોંધાવી દો. રાહુલ ગો વિથ હર.‘

બન્ને જણાં રજિસ્ટ્રાર પાસે આવ્યા. રજિસ્ટ્રારે સોગનનામું વાંચી લીધું, એટલે પછી કશિશને પૂછયુ,

‘બહેન આ તમારી જ સહી છે ને?‘

‘જી સાહેબ, આ મારી જ સહી છે.‘ કશિશ બોલી એટલે રજિસ્ટ્રારએ પોતાની ફરજના ભાગરુપે કહ્યું,

‘બહેન બોલો ખોટું બોલશો તો ભગવાન પૂછશે.‘

કશિશે તેમ કહ્યું અને બધી ફોર્માલિટિ પતી ગઈ એટલે રાહુલ સાથે એ ફરી ધ્યેયની કેબિનમાં આવી,

‘તો કામ પતી ગયું?‘ ધ્યેયે પૂછયું, એટલે રાહુલે હા પાડી.

એટલે ધ્યેયએ કશિશ સામે જોયુ,

‘હવે જજસાહેબ સામે કોર્ટમાં તારે નિવેદન આપવા આવવું પડશે. જો જજસાહેબ તારી ફરિયાદ સ્વીકરાશે તો આરોપીઓને સમન્સ જશે અને એમણે કોર્ટમાં હાજર થવાનું ફરમાન બહાર પડશે.‘ ધ્યેય આટલું બોલીને અટ્કયો. એણે કશિશની સામે જોઇને પૂછયું,

‘તને ખ્યાલ છે શું કામ હું આ બધું કહું છું?‘

‘હાસ્તો, મને કોર્ટ પ્રોસિજરનો ખ્યાલ આવે એટલે જ ને?‘ કશિશે વિચાર્યા વિના જવાબ આપી દીધો.

‘ના જી, માત્ર એટલા માટે નહી.‘ ધ્યેયને એની બાલિશતા પર હસવું આવ્યું. કશિશને એ ગમ્યું નહિં, એ ચિડાઈ,

‘વકીલ તું છે હું નથી સમજી! ક્લિયર કટ કહી દે ને!‘

ધ્યેય હવે ગંભીર થઈ ગયો. એ કશિશ સામે જોઈ રહ્યો.

‘તું સમજી નહી. મારો કહેવાનો મતલબ છે કે તારા પપ્પા અને ઉદયભાઈએ કોર્ટમાં હાજર થવું પડશે. જજ સામે આરોપી તરીકે!‘

‘ઓહ!‘ કશિશ એકદમ ગંભીર થઈ ગઈ. કોઈ દિવસ પપ્પા કોર્ટમાં આરોપીના બોક્સમાં ઊભા નથી રહ્યાં. મારા કારણે એમણે આરોપીના પીંજરામાં ઊભા રહેવાનો વારો આવશે. કશિશ ઈમોશનલ થઈ ગઈ. એના ચહેરા પર ગિલ્ટના ભાવ આવી ગયા. ધ્યેય એના હાવભાવ નિહાળી રહ્યોં હતો.

‘બોલ શું કરવું છે? હજુ તું પાછી વળી શકે છે!‘ ધ્યેયએ કહ્યું.

એક–બે મિનિટ પછી કશિશે આંખો મીંચીં દીધી.

કામિની સંઘવી

(ક્રમશ:)