KATHPUTLI - 34 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 34

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કઠપૂતલી - 34

ઇસ્પેક્ટર અભયે દેસાઈ પોપટ ખટપટીયાને પકડવા માટે બધાને હુકમ કરી પોતાની સર્વિસ રિવોલ્વરને લીધી. ઈસ્પે. અભયે ઇસ્પેક્ટર સોનિયા સહિત આખી ટીમને તૈયાર કરી.

એ જ વખતે પોલીસ ચોકીના સર્વિસ ફોનની રીંગ સંભળાઈ. બિલકુલ અજાણ્યો નંબર જોઈ ઇસ્પેક્ટર અભયે સ્પીકર ઓન કર્યું.

સ્પીકરમાં થી એક અવાજ ગુંજ્યો.

"હા આ તમામ હત્યાઓ માટે હું જવાબદાર છું..!

ક્યારેય તમે લોકોએ લાંબો વિચાર કેમ ન કર્યો ?

મરનારા તમામ વ્યક્તિઓ ઓરિસ્સાથી બિલોન્ગ કરે છે.. કારણકે કટપુતલી મર્ડરમિસ્ટ્રીને જન્મ આપનારી ઘટનાનાં મૂળીયાં ઓરિસ્સા સુધી લંબાયાં છે..

ખેર તમે તપાસ કરતા તો પણ કશું હાથ લાગવાનુ નહોતું.

હું ખૂબ તરફડ્યો છું સાહેબ.. ! આ તમામ વ્યક્તિઓના અપરાધની તમને ભનક હોત તો તમે પણ એ જ ઇચ્છતા એમને મોતથી પણ બદતર કોઈ સજા હોય તો એ મળવી જોઈએ..!

લવ એટલે કે મારો ભાઈ..

રાધાને પ્રેમ કરતો હતો.. રાધા કરણની સિસ્ટર થાય..

બંનેને તરુણ ક્યાંક જોઈ ગયેલો. તરુણે કરણને વાત કહી દીધી.

લવને રસ્તામાં આંતરી એ બન્ને કહ્યું. રાધાને ભૂલી જજે.. બાકી જીવથી જઈશ..

ગરમ ખૂન હતું સાહેબ.. એટલે લવ ઉશ્કેરાઈ ગયો.

"તારાથી થાય એ તોડી લેજે. હું કોઈના બાપથીય ડરતો નથી.. જો મને છેડવાની કોશિશ કરશો તો અંજામ તમારો પણ સારો નહીં આવે..!"

"બહુ ગરમી છે તારામાં..? તારા કાંડામાં બળ હોય તો નદીના ખારાપાટમાં સાંજે છ વાગે આવી જા..! તારુંય પાણી મપાઈ જશે..!"

હું તો ભડનો દીકરો છું પહોંચી જઈશ.. તમે તૈયારી રાખજો.. એવું ન બને કે કોઈ વસવસો રહી જાય..!

સાંજે 6 વાગ્યા નો ટાઈમ હતો.

કરણ પોતાના ચારેય બદમાશ મિત્રો સાથે અગાઉથી જ ત્યાં હાજર હતો. એ અને તરુણ વૃક્ષ નીચે રાહ જોતા ઉભા હતા બાકીના મિત્રો વૃક્ષ પર ચઢીને છુપાઈ ગયા હતા.

લવ પણ ઉણો ઊતરે એમ નહોતો. મારી ખાનગી રિવોલ્વર સાથે ત્યાં પહોંચી ગયેલો.

કરણનું સીધું જ ગળું પકડી એણે કહ્યું. બોલો શેની દાદાગીરી હતી..?"

તને સમજાવ્યો પણ તુ માન્યો નહીં.. તારું મોત પોકારતું લાગે છે..! કરણે ત્રાડ નાખી. રામપુરી ચક્કું હાથમાં લીધું.

લવ પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢીને કરણની સામે ધરી દીધી.

લવ ટ્રીગર દબાવે એ પહેલાં વૃક્ષ ઉપરથી લીલાધર એવી રીતે પડ્યો કે લવ ના હાથમાંથી રિવોલ્વર છૂટી ગઈ. ચાર મિત્રોએ મળીએ ને જકડી લીધો. ત્યારે લવે બચવા માટે ઘણી કોશિશ કરી ધમપછાડા કર્યા. ક્રૂર બનેલા પાંચેય જણે લાતો અેને ફેંટો મારી અધમુઓ કરી નાખ્યો.

તરુણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના લવના પેટમાં છરી ના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. તરફડીને લવ લોહીલુહાણ થઇ ભૂમિ પર પટકાઈ ગયો.

દૂર ટેકરી પાછળ સંતાઈને ઊભેલી એક છોકરીએ આ આખું દ્રશ્ય જોયું. તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ચૂપચાપ ત્યાંથી એ ભાગી ગઈ.

લવ જ્યારે લોહીલુહાણ થઈ ગયો ત્યારે બધાને ખરેખર થયું કે 'આ તો મરી જશે..?' પોલીસ આપણને પકડી જશે.. બધા એને જીવતો નદીની રેતમાં દાટી દીધો.

"આને મારી નાખવાનો ઈરાદો નહોતો યાર હવે શું કરશું..?"

જોયું જશે હવે ભાગો અહીંથી કોઈ એ આપણને અહીં જોઈ લીધા તો ખૂનના ઈલજામમાં ફસાઈ જશુ આપણે...!"

તરુણ ફફડી રહ્યો હતો.

વિધિની વક્રતા તો જુઓ એ દિવસે ધોધમાર વરસાદ પડ્યો નદીમાં પુર આવ્યું. લવની લાશ ક્યાં તણાઈ ગઈ ખબર ન પડી. ભાઈ ગુમ થવાથી અમે પરેશાન હતા.. પોલીસ કમ્પલેન કરી. પણ કંઇ જ ભાળ ન મળી..

આખરે એક દિવસ…

કહેતાં જાણે એ શ્વાસ લેવા રોકાયો હોય એમ..ચૂપ થઈ ગયો. ટેલિફોનનું લાઉડ સ્પીકર મૂંગુ થઈ ગયું.

ઈસ્પે. અભય સહિત તમામના હોશ જાણે ઉડી ગયા..

કારણકે જે ઘટના સામે આવી હતી એ ખરેખર અવિશ્વસનિય હતી. તમામ અધિકારીઓની આંખો વિસ્મયથી પહોળી થઇ ગઇ હતી.

(ક્રમશ:)