Asamnajan - 3 in Gujarati Fiction Stories by Margi Patel books and stories PDF | અસમંજન - 3

Featured Books
Categories
Share

અસમંજન - 3

માનુષ તેના ગુસ્સા વાળા સ્વભાવે, થોડા તીખા સ્વર માં કહે છે, "યસ ". માનુષ હેતલ તરફ પીઠ કરીને જ ઉભો છે. માનુષ ની એક નજર પણ હેતલ પર પડતી નહોતી.


હેતલ ખુબ જ ગભરાતા અવાજ માં શાંતિ થી બોલે છે. " જી !!! સર... બોલીએ "


માનુષ તેના ગુસ્સે થી ભરેલા અવાજ થી હેતલ પર વરસી પડે છે. ને હેતલ ને બોલવા લાગે છે. " હેતલ આ બધું શું છે??? તું સ્કૂલ માં ભણતી નાની બાળકી છે??? તને ખબર નથી હું આ ઓફિસ નો અને તારો બોસ છું. ભૂલી ગઈ છે તું??? તને જરાય પણ ડર બીક નથી??? "



હેતલ ખુબ જ વિનમ્રતા થી માફી માંગતા કહે છે. " સોરી સોરી સર, ભૂલ થઈ ગઈ મારાથી. હવેથી એવું નહીં થાય."



માનુષ નો ગુસ્સો તો હજી શાંત થયો જ નથી. અને હેતલ ને બોલવા લાગ્યો, " હેતલ તારા sorry થી શું થશે??? ક્યારનો હું આ બોટલ મારા હાથ માં લઈને ફરું છું. એવી રીતે કે કોઈ અનમોલ વસ્તુ હોય. હેતલ તારા લીધે થયું છે તો તું જ હવે કોઈ ઉપાય બતાય અને આ બોટલથી છુટકારો અપાય. "



હેતલ ફટાક કરીને માનુષ ને 1 મિનિટ કહી ને કેબીન માંથી બહાર નીકળીને તેના ટેબલ તરફ દોડે છે.


માનુષ ત્યાંજ ઉભો ઉભો હેતલ ને જલ્દી કરવાનું કહી ને, એકલો એકલો બોલતો જ હોય છે. " ખબર નથી ક્યાંથી આવી છે આ છોકરી??? મોટી તો થઇ ગઈ છે પણ દિમાગ થી તો હજી નાના બાળક જેવી છે. એ જ ખબર નથી પડતી કે મે તેનામાં શું જોઈને રાખી છે મારી ઓફિસ માં. " આવા અનેક સવાલો ને વિચારો ને તેના મોં પર ને તેના મગજ માં ચાલ્યા જ કરે છે.

બીજી બાજુ હેતલ તેના ટેબલ પાસે જઈને તેના પર્સ માંથી હેર ડ્રાયર લઈને માનુષ ની કેબીન તરફ જાય છે. હેર ડ્રાયર લઈને હેતલ માનુષ ના કેબીન માં પહોંચી જાય છે. અને માનુષ ને ખુબ જ શાંત સ્વરે કહે છે કે, " લાવો સર તમારો હાથ. મારા હાથ માં તમારો હાથ મૂકી દો. "

હજી તો હેતલ બોલતી જ હતી ને માનુષ તરત તેની વાત કાપી ને હેતલ ને સવાલો પૂછવા લાગે છે, " કેમ??? કેમ હું મારો હાથ તારા હાથ માં આપું??? આનાથી તો શું થશે??? "

હેતલ માનુષ ની વાત ને રોકતી નથી પણ જાતે જ માનુષ નો હાથ તેના હાથ માં લઇ લે છે. તો માનુષ આ દેખી ને હેતલ પર ગુસ્સો નું તિર ચલાવી ને બોલવા લાગે છે. " મને હવે વધારે ગુસ્સો આવે છે. શું કરે છે તું આ???

હેતલ મનમાં ને મનમાં બોલે છે. " આટલા તો ગુસ્સા ના લાલ થઇ ગયા. હવે ક્યાંથી થવાના. માણસ છે કે ગુસ્સાની દુકાન. " હેતલે મનના વિચારો બાજુ માં મૂકી ને માનુષ ને કહે છે, " 2 મિનિટ સર. હું કરું છું. " માનુષ ફક્ત 2 જ શબ્દ બોલે છે. જલ્દી કર. "

હેતલ ફક્ત હા ના અંદાજ માં માથું હલાવીને માનુષ ને જવાબ આપી દે છે. પણ હેતલ ખુબ જ ધીરે થી પોતાના જ સાથે વાત કરતા બોલે છે કે, " સર ગુસ્સો કરતા થોડીક પણ બુદ્ધિ વાપરી હોય ને તો આટલો બધો સમય આ બોટલ સાથે ચીપકી ને ના રહેવું પડે. જમવા ની સાથે લાગે છે ખુદની પ્રોડક્ટ કરેલી ગુસ્સાની ગોળી પણ ખાતા લાગે છે. "

માનુષ ને ઝીણો ઝીણો અવાજ આવાથી માનુષ હેતલ ને પૂછવા લાગે છે કે, " શું??? શું કહ્યું તે??? હેતલ તું કંઈક બોલી??? "

હેતલ તરત જ ઝપકી ને બોલે છે, " ના સર હું કઈ જ નથી બોલી. હું તો તમને અને બોટલ ને તમારાથી દૂર કરું છું. બસ હવે 2 જ મિનિટ. પછી તમે તમારી બોટલ થી અલગ. "

માનુષ ખુબ જ ઉતાવળ અવાજે હેતલ ને કહે છે, " જે કરવું હોય એ કર. પણ થોડું જલ્દી કર. "

હેતલ ફરીથી પોતાના સાથે વાત કરતા કરતા બોલે છે., " હવે થોડી વાર તમારું મોં બંધ રાખો તો કંઈક કરું ને. "

માનુષ હેતલ ને ફરીથી તે જ સ્વરે પૂછે છે કે, " તું ફરીથી કંઈ બોલી ને??? મને તારો ઝીણો ઝીણો અવાજ આવે છે. પણ કંઈ સમજાતું નથી. "

હેતલ માનુષ ની વાત નો ઇન્કાર કરી ને તરત જ બોલી દે છે. " ના સર !!! હું કંઈ જ નથી બોલી. બસ, 2 મિનિટ. "

આટલું કહી ને હેતલ હેર ડ્રાયર લઈને માનુષ ના હાથ માં ચીપકેલી બોટલ પર હેર ડ્રાયર થી ગરમ હવા ફેંકવા લાગે છે. જેથી હાથ પર લાગેલો ગમ ગરમ થઇ ને હાથ અને હાથ માં ચીપકેલી બોટલ અલગ થઇ જાય.

બસ એ જ સમયે કેબિનની બારી માંથી પવન ની લહેર આવે છે. હેતલ માનુષ નો હાથ પકડી ને ડાબી બાજુ થોડી ઝૂકીને ઉભેલી હોય છે. બારી માંથી આવતો એ ઠંડો ઠંડો પવન હેતલ ની ઝુલ્ફો માં ખોવાઈ જાય છે. હેતલના વાળ પવનના કારણે આમથી તેમ ને તેમ થી આમ ઉડે છે. આગળની ઝુલ્ફો ચહેરા પર વારંવાર આવે છે. પણ એક હાથ માં માનુષ નો હાથ અને બીજા હાથ માં હેર ડ્રાયર છે. જેથી હેતલ તેનો હાથ વાપર્યાં વગર જ ચહેરો આમ તેમ હલાવી ને તેના વાળ દૂર કરવાની કોશિશ કરે છે. આ બધામાં માનુષ ની નજર હેતલ ઉપર પડી. અને માનુષ ની આંખો એ બસ હેતલ ના ચહેરા પર વિસામો લઇ લીધો. માનુષ બધું ભૂલી ને બસ એક નજરે હેતલ ને જ દેખતો રહે છે. માનુષ ના હાથ થી બોટલ છૂટી પડી ગઈ. છતાં માનુષ હેતલમાં એટલો ખોવાઈ ગયેલો ને કે માનુષ ને કોઈ ભાન જ નથી.









હેતલે બોટલ નીકાળી ને ચહેરા પર મુસ્કાન સાથે બોલી ઉઠી. " લો સર !!! નીકળી ગઈ બોટલ. ખુબ જ સરળ હતું. ફક્ત દિમાગ જ વાપરવાનું હતું. "



માનુષ હેતલ માં એટલો ખોવાઈ ગયેલો હતો કે, હેતલ શું કહી રહી છે એની ખબર ના હોવા છતાં બસ ફક્ત એક જ શબ્દ માં જવાબ આપી દીધો.

" હમમમમમમ "





માનુષ ના ફક્ત હમમમ સાંભળતા હેતલે 3 થી 4 વાર સર કહી ને બોલાવ્યા. છતાં માનુષ નું ધ્યાન હેતલ ના ચહેરા પર થી હટ્યું જ નહીં.

હેતલે તેના હાથથી માનુષ ના ચહેરા આગળ એક ચપટી વગાડે છે. એ ચપટી ના અવાજ થી માનુષ ની નજર હેતલ પર થી હટી જાય છે. અને ખુબ જ ઑકવડ સ્થિતિ માં મુકાય જાય છે. અને જાણે માનુષ ના મોંના શબ્દો કોઈ એ છીનવી લીધા, તેમ માનુષ કંઈ જ બોલી નથી શકતો.







આ દેખી ને હેતલ માનુષ ને પૂછતાં રોકી નથી શકતી ને. પૂછી જ લે છે, " સર !!!! આર યુ ઓકે??? "





માનુષ ના જોડે તો કોઈ શબ્દો જ નથી કે તે કંઈ બોલી શકે. માનુષ ના સ્વરેથી ફક્ત ચાર જ શબ્દો નીકળ્યા.

" યસ !! યુ કેન ગો... "

હેતલ પણ કંઈ જ બીજું બોલ્યા વગર " થૅન્ક્સ " કહીને કેબીન માંથી જતી રહી.



હેતલ ના ગયા પછી પણ માનુષ હજી ત્યાં ને ત્યાં જ ખોવાયેલો છે. માનુષ ના મગજ માં હજી હેતલ જ ફરે જાય છે.

હેતલ ને ક્યાં ખબર હતી કે તેની આ શરારત માનુષ ના દિલમાં એક સુંદર અહેસાસ નો જન્મ કરાવશે.

બીજા દિવસે માનુષ ઓફિસ માં આવે છે. અને માનુષ ની નજર હેતલ ને શોધવા લાગે છે. માનુષ ઓફિસ ના સ્ટાફ દ્રારા હેતલ ક્યાં છે એ જાણવા માંગે છે. પણ કોઈને કંઈ પૂછી નથી શકતો. સવાર ની બપોર થઇ ગઈ. પણ માનુષ ને એક વાર પણ હેતલ નો અવાજ કે હેતલ નો ચહેરો દેખાયો નથી. માનુષ ને હેતલ ને દેખવાની તલબ એટલી હતી કે છેવટે માનુષે હેતલ ની દોસ્ત અને સ્ટાફ મેમ્બર ને પૂછી જ લીધું કે, " કિંજલ ! તારી દોસ્ત ક્યાં છે??? આજ દેખતી નથી. કાલ ના લીધે હેતલ મારા સામે નથી આવતી. " કિંજલ એ નાની મુસ્કાન સાથે જવાબ આપતાં કહ્યું કે, "ના સર ! હેતલ નથી આવી આજે. તમે જ હેતલ ને 2 દિવસ પહેલા છૂટી આપી હતી. હેતલ ને નવું ઘર શોધવાનું છે. " માનુષ આટલું જ સાંભળતા કિંજલ ને રોકતાની સાથે ઓકે કહી ને. કિંજલ ને જવાનુ કહી દે છે.

માનુષ ના દરેક વિચારો માં હવે હેતલ જ ફરે છે. દરેક વાત માં હેતલ યાદ આવે છે. માનુષ હેતલ ની યાદ ના આવે એટલે વધારે કામ કરવા લાગ્યો. છતાં તે કામો ની વચ્ચે પણ હેતલ જ યાદ આવે છે. ઓફિસ નું કામ પતાવી ને માનુષ ઘરે જાય છે. રાતે પણ માનુષ હેતલ ના વિચારો થી બહાર નીકળી જ નથી શકતો. માનુષ હેતલ ની યાદ ના આવે એટલે કોફી ઉપર કોફી પીવે છે. છતાં હેતલ ની યાદો માંથી બહાર નથી આવી શકતો. માનુષે હવે તો કોફી પિવાનું પણ બંધ કરી દીધું. અને તેના પછી તો હેતલ ને યાદ કરતા કરતા ક્યારે માનુષ ની આંખ લાગી ગઈ. તેનું ભાન માનુષ ને પણ ના રહ્યું. સવાર ના 11 વાગી ગયા. માનુષ આંખ ખોલતા જ ઘડિયાળ ની સામે દેખે છે તો, 11 વાગી ગયા. માનુષ ચોકી ને ઉભો થઇ ગયો. અને ખુબ જ ઝડપી તૈયાર થઇ ને 12:10 એ ઓફિસ પહોંચી જાય છે.

માનુષ ઓફિસ જઈ ને તેની સેકેટરી ને કેબીન માં બોલાવે છે. અને આજે નું સિડ્યુલ પૂછે છે. માનુષ ની સેકેટરી નૈના આજના બધાં જ કામ ની ઉપડેટ આપે છે. માનુષ નૈના ની વાત સાંભળતો જ હોય છે. પણ એટલામાં જ માનુષ ની નજર બહાર પાણી પીતી હેતલ પણ પડી. આજે હેતલે સલવાર પહેર્યો હતો. હેતલ સલવાર માં પણ ખુબ જ સુંદર લગતી હતી. સલવાર સાથે તેના ઝુમકા માંથી જે ખન ખન કરી ને જે અવાજ આવતો હતો એ અવાજ માં માનુષ ખોવાઈ ગયો. અને નૈના શું કહેતી એ માનુષ ને ધ્યાન જ ના રહ્યું. માનુષ ની નજર હેતલ પર જ હતી. વારંવાર આ ઘટના થવાથી નૈના ને પણ અંદાજ આવી ગયો કે, માનુષ હેતલ ને પ્રેમ કરવા લાગ્યો છે.

માનુષ ની આ વાત ધીરે ધીરે કરીને પુરા ઓફિસ માં ખબર પડી ગઈ. ઓફિસ માં હેતલ અને માનુષ ની વાતો થવા લાગી. જયારે આ વાત હેતલ ને ખબર પડી. ત્યારે હેતલ ખુબ જ નારાજ થઇ. અને સાથે સાથે ગુસ્સે પણ. હેતલ ગુસ્સા સાથે માનુષ ના કેબીન તરફ ગઈ. અને નૉક કર્યાં વગર જ સીધી કેબીન માં જતી રહી. હેતલ ને નૉક કર્યાં વગર આવવાથી માનુષ ગુસ્સે થી બોલવા જ જઈ રહ્યો હતો કે. તરત જ હેતલે માનુષ ની વાત સાંભળ્યા વગર હેતલે બોલવાનું શરુ જ કરી દીધું. " શું છે આ બધું સર??? એકલા તમને જ ગુસ્સો કરતા આવડે છે??? અને તમને કોને હક આપ્યો મને પ્રેમ કરવાનો??? લોકો આપણાં વિશે કેવી કેવી વાતો કરે છે. તમને ખબર છે??? મારા માટે તમે ફક્ત ને ફક્ત મારા બોસ જ છો. "

હેતલ બોલે જ જતી હતી. પણ માનુષ નું ધ્યાન અને આંખો હેતલ ના હોઠ પર થામી જ ગઈ. હેતલ શું બોલે છે એ તો માનુષ કંઈ ખબર જ નથી. પણ બસ માનુષ તો હેતલ ના અવાજ માં ખોવાઈ જ ગયો. અને તેને કંઈ પડી જ નહોતી કે હેતલ શું બોલી રહી છે. હેતલ પણ હવે નોટિસ કરવા લાગી કે માનુષ નું ધ્યાન છે જ નહીં. હેતલ ગુસ્સે થી બહાર જતી વખતે કેબીન નો દરવાજો ખુબ જ જોરથી બંધ કરી ને જાય છે. ને એ દરવાજો વખવાનો અવાજ બધાં ને સંભળાય છે. ને ઓફિસ ના દરેક સભ્યો નું ધ્યાન હેતલ તરફ જાય છે. હેતલ ની દોસ્ત કિંજલ તરત જ દોડતી હેતલ પાસે આવે છે. અને પૂછવા જ લાગે છે કે, શું થયું અંદર??? સર શું બોલ્યા??? પણ હેતલ એટલા ગુસ્સામાં હતી કે કંઈ જ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહી.



હેતલ ની નારાજગી થી માનુષ ને પણ નારાજ કરી દે છે. થોડા દિવસો તો બસ આમાં જ ચાલ્યા ગયા. માનુષ ના દિલમાં હેતલ નો પ્રેમ વધતો જાય છે. હેતલ માનુષ ના અલગ વર્તન થી થોડી હલી ગઈ હતી. માનુષ ના બદલાતા વર્તન થી હેતલ માનુષ તરફ થોડી વધારે આકર્ષિત થઇ ગઈ. હેતલ તેનું કામ કરતા કરતા માનુષ ની કેબીન માં વારંવાર દેખ્યા જ કરે. આ હેતલ ની દેખવાની નજાકત એક વાર તો માનુષ ના નજર માં પણ પડી જ ગઈ. માનુષે જયારે પહેલી વાર હેતલ ને તેના સામે દેખતા જોયું તો માનુષ ને તેની આંખો પર તો વિશ્વાસ જ ના કર્યો. માનુષ દંગ જ રહી ગયો.


પછી તો બંને નો એકબીજા ને દેખાવાનો સિલસિલો ચાલુ થઇ ગયો. બંને એકબીજા સામે દેખતા તો ખરા પણ જયારે એકની નજર પડે તો સામે વાળું તેની નજર ફેરવી દે. અને કામ કરવા લાગે. એવી રીતે કે જાણે બંને એકબીજા ને દેખતા જ ના હોય. અને બંને તેમના કામ માં ખુબ જ વ્યસ્ત હોય. હવે તો માનુષ ને પણ ખબર પડી ગઈ કે હેતલ પણ તેને પસંદ કરવા લાગી છે.




દિવાળી આવી ગઈ હતી. દિવાળી ના આગળ ના દિવસે ઓફિસ માં પાર્ટી હતી. બધા જ ઓફિસ ના મેંમ્બર તૈયાર થઇ ને આવ્યાં હતા. એમાં હેતલ પણ આવી હતી. હેતલે પિન્ક કલર ની નેટની સાડી પહેરી હતી. સાડી ને મેચિંગ કાન માં ઝુમકા, જમણાં હાથમાં ખુબ જ નાજુક એક બેસ્લેટ, અને બીજી હાથ માં ઘડિયાળ. નખ તો હેતલ ના લાંબા જ છે. અને પિન્ક કલર ની નેલપોલિશ અને તેના ઉપર વાઈટ કલર ના નાના ગુલાબ દોરેલાં. વાળ તો કમરથી પણ નીચે આજે એક દમ સ્ટેટ કરી ને આવી હતી. આજે તો હેતલ ને કોઈ દેખે તો બસ દેખતો જ રહે. એટલી સુંદર લાગતી હતી. જાણે આસમાન થી કોઈ અપ્સરા ઉતારી હોય. બધા હેતલ ને જ દેખતા રહેતા. માનુષ પણ કંઈ કમ ના લાગતો. માનુષ પણ હીરો જ જેવો લાગતો. પ્લેન વાઈટ શર્ટ અને તેના નીચે બ્લુ પેન્ટ. માનુષ પર નજર ઠરાવીને છોકરીઓ બસ દેખી જ રહેતી. દિવાળી પાર્ટી માં બસ હેતલ અને માનુષ જ ખુબ જ સરસ લગતા. પાર્ટી શરુ થઇ ગઈ. આવેલા દરેક મહેમાનો ના હાથમાં ગ્લાસ હતા. હેતલ ડ્રિન્ક નહોતી કરતી. તેથી હેતલ જ બસ એમ જ ફરતી. માનુષ ની બંને ઓફિસ ના સ્ટાફ મેંમ્બર આવેલા હતા. માનુષ જે ઓફિસમાં બેસતો ત્યાં બધા ને ખબર હતી કે , હેતલ અને માનુષ બંને એકબીજા ને પ્રેમ કરે છે. પણ , જે બીજી ઑફિસનો સ્ટાફ હતો એમને તો કઈ ખબર જ ના હતી. તેથી બીજી ઑફિસના છોકરાઓ હેતલ ને ખુબ જ ઘૂરે જતા હતા. વારંવાર હેતલ જ્યાં પણ જાય ત્યાં કોઈનાં કોઈ બહાને તેની આજુ બાજુ 3 છોકરાઓ ફરતા. માનુષ ને આ દેખીને ખુબ જ ગુસ્સે થયો. અને બધાની વચ્ચે થી માનુષ હેતલ ને ખેંચી ને લઇ ને આવ્યો. અને બસ હેતલ ને એક જ વાક્ય કહ્યું," બધા થી દૂર રે. લોકો જેવા દેખાય છે. એવા નથી હોતા. "



હેતલ આટલું સાંભળીને ચોકી ગઈ. આટલા મહિને થી પહેલી વાર માનુષે મારા જોડે વાત કરી. હેતલ નો સ્વભાવ મિલનસાર હોવાથી બધાં ના વચ્ચે જલ્દી હરીભરી જતી. બીજી ઓફિસ ના સ્ટાફ ને ખબર પડી કે , હેતલ ખૂબ જ સરસ ગીત ગાય છે. તો ત્યાંના ઓફિસ સભ્યોએ ગીત ગાવાનું કહ્યું, અને આ ઓફિસ ના મેમ્બરે પણ તેમાં સુર પુરાયો. તો હેતલ કોઈ ને ના ના કહી શકી. અને તે ગીત ગાવા તૈયાર થઇ ગઈ. હેતલે ગીત ગાવાનું શરુ કર્યું. બધા જ આવેલો સ્ટાફ હેતલના સુર સંગીત માં મગ્ન થઇ ગયા. માનુષ પણ હેતલના અવાજ માં ખોવાઈ ગયો. પણ ,એટલામાં ત્યાંથી પેલા 3 છોકરાઓમાંથી એક છોકરો બોલ્યો કે, " યાર !!! કાશ આ અવાજ દરરોજ સાંભળવા મળે તો મજા આવી જાય. " બસ આ એક વાક્ય સાંભળતા જ માનુષ ના મગજ નો પિત્તો જાય છે.

માનુષ ગુસ્સા સાથે જ હેતલ તરફ જાય છે. હેતલ ગીત ગાતી હોય જ છે. પણ, માનુષ તેના અધૂરા ગીત થી રોકી ને હેતલ નો હાથ પકડીને કઈ જ પણ બીજું બોલ્યા વગર બસ સીધો જ " આઈ લવ યુ " કહી દે છે. હેતલ આ બધામાં કઈ બોલે કે વિચારે એના પહેલા જ માનુષ બીજો પ્રસ્તાવ મૂકી દીધો. " હું તને ખુબ જ પ્રેમ કરું છું. મારે તારા જોડે લગ્ન કરવા છે." હેતલ પણ માનુષ ને પ્રેમ તો કરતી જ હતી. પણ અચાનક જ કઈ પણ વાત થયા વગર પહેલા જ માનુષે લગ્ન નો પ્રસ્તાવ મૂકી દીધો. હેતલ થોડી નર્વસ થઇ ગઈ. ત્યાં બધાં એ બૂમો પાડવા લાગ્યાં. યસ , યસ કહીને બૂમો પાડવા લાગ્યાં. હેતલ ને શરમ તો ખુબ જ આવી. પણ હેતલે 5 સેકેંડ પછી તરત જ " હા " પણ કહી દીધી.


બંને હવે બોસ અને ઇમ્પૉય ના સંબંધથી પણ ઉપર એક સુંદર પ્રેમના સબંધ માં બંધાઈ ગયા. બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરતા હાથ. બંને એ હવે તો સાથે રહેવાનું પણ શરુ કરી દીધું હતું. હેતલ અને માનુષ ના સંબંધને 3 વર્ષ થઇ ગયા. બંને એ હવે લગ્ન કરવાનો નક્કી કર્યું. લગ્ન નું મુહર્ત પણ મિકલી ગયું. મુહર્ત 4 દિવસ પછી નું હતું. નહીંતર બીજું 1 વર્ષ ખેંચાઈ જાય. તેથી બંને એ 4 દિવસ પછી જ લગ્ન કરવાનું નક્કી કરી દીધું. લગ્ન ની બધી તૈયારી પણ માનુષ અને હેતલે સાથે જ કરી.

બન્ને ઓફિસ ના કામે થી બહાર ગયા હતા. માનુષ અને હેતલ બન્ને હોટલ માં જ રહ્યા. માનુષ અને હેતલ ના લગ્ન ને હવે 3 જ દિવસ બાકી હતા. માનુષ અને હેતલ પહેલે થી એક જ ઘરમાં સાથે રહેતા હતા. તેથી માનુષ અને હેતલે હોટલ માં પણ એક જ રૂમ માં રહ્યા. બન્ને એ વહેલા કામ પતાવી ને ફરવા ચાલી ગયા. બન્ને એ ખુબ જ ખુશ હતા એકસાથે. હેતલ અને માનુષ ખુબ જ ફર્યાં. ખરીદી કરી. જમ્યા. અને રાતના 11 વાગ્યે હોટલ રૂમ માં આવ્યા. હોટલ રૂમ માં માનુષ અને હેતલે ખુબ જ વાતો કરી. અને વાતો કરતા કરતા હેતલ ક્યારે સુઈ ગઈ એ માનુષ ને ખબર જ ના પડી. માનુષ તો બસ વાતો કરે જ જતો હતો. જયારે માનુષ હેતલ હેતલ કહીને બોલ્યો ત્યારે, સામે થી કોઈ જવાબ ના આવ્યો તો માનુષે હેતલ ના સામે દેખ્યું તો હેતલ સુઈ ગઈ હતી. માનુષે હેતલ ને ખુબ જ સાચવી ને ઓશીકાં ઉપર માથું મૂક્યું. અને હેતલ ને ઓઢળીને માથા ઉપર એક સરસ કિસ કરી. અને માનુષ પણ હેતલ ને ભેંટી ને સુઈ ગયો.


અચાનક માનુષ હોટલ રૂમનો દરવાજો રાતનાં 3 વાગે ખોલે છે.


( ક્ર્મશ : )


કોણ હશે રાતનાં 3 વાગે???

માનુષે કંઈ હેતલ માટે સ્પેશલ કર્યું છે???

કે આ દરવાજો ખોલતા જ માનુષ અનર હેતલ ની જીદંગી માં નવો મોડ આવશે???