Friendship - 6 in Gujarati Love Stories by Pandya Ravi books and stories PDF | ફેન્ડશીપ - 6

Featured Books
Categories
Share

ફેન્ડશીપ - 6

મિત્રો આજે તમારી સક્ષમ ફેન્ડશીપ નો છઠ્ઠો ભાગને લઇને આવી રહયો છું.મને તમારી પર વિશ્વાસ છે , કે તમે આ બુક વાંચશો.જો કોઇ મારી ખામી રહેતી હશે તો તે પુરી કરવા માટે મને મદદ કરશો.હું કોઇ લેખક તો નથી , એટલે લેખકોની જેમ તો નથી લખી શકતો.પણ સામાન્ય માણસની જેમ તો લખી શકું છું.

( મિત્રો છેલ્લે પાંચમાં ભાગ માં જે રીતે તેના પપ્પા ખાલી તેને એટલું જ કીધું હતું, કે બેટા ધ્યાન રાખજે . એક વાર પ્રેમ કરનાર ની પરીક્ષા લેજે.તારા ધ્યાનમાં આવી જશે તે સાચો પ્રેમ કરે છે કે કોઇ સ્વાર્થ ખાતર પ્રેમ કરે છે.આ વાત તેને બીજી વાર કહેતા.તેને પણ વિચાર આવ્યો કે એક વાર પરીક્ષા કરી લવ.)

હવે આગળ ......

કિષ્ના જયારે રાત્રે સુતી હતી.ત્યારે એકાએક તેની ઉંધ માંથી જાગી ઉઠી અને તે તેના બેડ પર બેઠી થઇ ગઇ.અને તેનો મગજ ચકરાવે ચડી ગયો.રામની પરિક્ષા કઇ રીતે કરવી.તેના માટે અલગ અલગ પ્રકારના વિચારો આવતા હતા.પહેલો વિચાર તે આવ્યો કે હું તેને ફોન કરીને કહીશ કે હું આપધાત કરવા જઇ રહી છું , જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો બચાવી લેજે ? પછી તરત બીજો વિચાર આવ્યો કે હું તેને સેકસ માટે લલચાવી , જો તે બહુ લાલચી બની તૈયાર થઇ જશે તો ખબર પડી જશે.

બીજે દિવસ સવારે વહેલી ઉઠી , પોતાનું કામકાજ કરવા લાગી.પછી તેને રામને ફોન કર્યો અને પુછયું કે ઉઠી ગયા કે હજી સુતા છો.રામે કહયું કે હું પણ વહેલો જ ઉઠી જાવ છું જયારે થી તારી સાથે પ્રેમ થયો છે ત્યારે થી.કિષ્નાએ કહયું કે નાસ્તો કરી લીધો કે નહી ?રામે કીધું પહેલા તું કે તે કર્યો છે કે નહી ? ત્યારે કિષ્નાએ કહયું હજી તો નાસ્તો બનાવવાનો પણ બાકી છે.હું નાસ્તો બનાવીશ પછી બધા સાથે મળીને નાસ્તો કરશું.

હું હવે નાસ્તો બનાવી લવ .પછી નાસ્તો કરી થોડું કામ કાજ કરીને પછી ફોન કરીશ .આજે એક એમ્પોર્ટન્ટ વાત કરવી છે.
નાસ્તો કરવા તેના પરિવારના બધા સભ્યો સાથે બેસીને કરતા .નાસ્તો કરવા લાગ્યા.તેના પપ્પા કહયું કે હવે આપણે કિષ્ના માટે છોકરા જોવા મંડવા જોઇએ.ત્યારે કિષ્ના કહયું હા પણ મને ગમશે તેની સાથે લગ્ન કરીશ.એટલે તેના પપ્પા સમજી ગયા કે તે કોની વાત કરે છે.તેના પપ્પા કહયું કે હા , પણ અમને પણ ગમશે તો હા પડશું.નાસ્તો કરી સૌ પોતપોતાના કામમાં લાગી ગયા.

હવે કિષ્નાનું કામ પુરૂ થઇ ગયું ,એટલે તે પોતાના રૂમમાં ગઇ.ત્યાં જઇને તેને રામને ફોન કર્યો.રામને કહયું કે આજે મારા પપ્પા મારા લગ્રની વાત કરતા હતા , હવે શું થશે . રામે કીધું , તું ચિંતા કર માં બધું સારૂ જ થશે.પછી કિષ્ના અને રામની વાતો નિરંતર ચાલતી રહી છેલ્લે કિષ્ના કહયું કે જયારે કોઇ મારા ઘેર નહી હોય ત્યારે તને ઘેર બોલાવીશ તું આવી જાજે.રામે કહયું હા.

કિષ્ના મન બનાવી લીધું, તે જ ક્ષણની રાહ જોઇ રહી હતી તે હવે આવવાની હતી.તેના પપ્પા ઓફિસે ગયા, તેના મમ્મી પણ તેના નાની ઘેર ગયા.એટલે હવે આમ જોઇએ તો રસ્તો સાફ થઇ ગયો હતો.રામને ફોન કરીને તેના ઘેર બોલાવ્યો. રામ તેના ઘેર આવ્યો એટલે પહેલા તો બંને સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા.પછી કિષ્નાએ કહયું હું આવું છું , તમે બેસજો.

કિષ્ના વોસરૂમમાં ગઇ.ત્યાંથી લાલ કલરની નાઇટી પહેરીને આવી, અને તેને રામને પોતાના રૂમમાં આવવા માટે કહયું.રામ અંદર ગયો એટલે પહેલા તો કિષ્નાને જોઇ તો તેના હોશ ઉડી ગયા.પછી પુછયું આ શું પહેર્યુ છે ? કિષ્ના કહયું કે કઇ નહી મને શોખ થયો એટલે પહેર્યુ , તમે મજા ના આવી ? કિષ્ના કહયું કે તમે સેકસ કરશો ને ? રામે પણ પહેલા તો વિચારમાં પડી ગયો કે આ મારી સાથે શું થઇ રહયું છે ? તેને સમજી વિચારી કહયું કે ના હજી નહી તેના વિશે આગળ જઇને વિચારશું.કિષ્ના થોડોક વિશ્વાસ આવ્યો કે જો સામે કહેતા હોય ના પાડે તો તેનો પ્રેમ સ્વાર્થ ખાતર તો નથી.

હવે બીજી વાત આગળના ભાગમાં..