મિત્રો આમ તો ધણા સમય થી કાંઇક ને કાંઇક લખવાના પ્રયત્ન કરૂ છું.આમ પણ કોરોના ને લીધે 21 દિવસ લોકડાઉન છે તો આપણે પણ આનો ભરપુર ફાયદો ઉઠાવી લેવો જોઇએ.નવરાશના સમયમાં વિચારી લેવા અને પછી તે લખી નાખવાનું.આમ તો ચાર ભાગ લખાય ગયા છે.હવે પાંચમો ભાગ લખવા જઇ રહયો છું.ચાર ભાગમાં જેમ સપોર્ટ કર્યો છે.તેમ આગળ પણ કરતા રહેશો તેવી આશા રાખું છું.
( તમે ચોથા ભાગમાં જે રોમાન્સ દશ્ય વાત કરી. રામ અને કિષ્ના બંને એકમેક થઇને કિસ કરી રહીયા હતા તે દશ્ય તેમના ગાઢ પ્રેમની અનુભુતિ નો સંકેત હતો.તેમ કહીએ તો પણ જરાય અતિયોશકિત નથી.)
હવે આગળ....
કિસ કરતા હતા ત્યારે તે બંને એટલા એકમેક હતા કે તેમને ખ્યાલ પણ નહોતો કે તેઓ અહીં પબ્લિક પ્લેસ પર બેઠા છે.જયારે કિષ્ના તેમાંથી બહાર આવી ત્યારે તરત જ પોતાના હોઠને બહાર કાઢી લીધો.પછી તો રામને પણ ખ્યાલ આવ્યો કે આપણે પાર્કમાં બેઠા છીએ.થોડી વાર વાતો કરી અને પછી પાર્કમાં નાસ્તાની શોપ હતી ત્યાં જઇને બંને પહેલા તો ફેશ થવા ગયા, અને પછી તે ત્યાં ટેબલ પર બેઠા.
ટેબલ પર બેઠા એટલે પહેલા રામે કીધું કે શું નાસ્તો કરવો છે.કિષ્ના કીધું તમને જે ભાવે છે તે જ મંગાવો.પછી સેન્ડવીચનો ઓર્ડર આપ્યો અને સાથે સાથે કોલ્ડીંકસ પણ મંગાવ્યું.નાસ્તો કરી પાર્કની બહાર આવ્યા.
પાર્કની બહાર નીકળી પોતાની પાર્ક કરેલી બાઇક તરફ ગયા.અને બાઇકમાં બંને બેસી ત્યાંથી ચાલતા થઇ ગયા.કિષ્ના તેના ઘેર ઉતારી ત્યારે કિષ્નાને ચિંતા થવા લાગી કે ઘેર જઇશ તો શું થશે ? પછી કિષ્ના ઘરની બેલ વગાડી એટલે તેના મમ્મી દરવાજો ખોલ્યો.અંદર એન્ટર થતા જ તેને જોયું કે તેના પપ્પા ટી.વી જોઇ રહયા હતા.તેમની નજરમાં આવે નહી તેમ પોતાના રૂમમાં ચાલી ગઇ.
રૂમમાં જઇને પહેલા તો રામેને ફોન કર્યો અને કીધું કે હજી સુધી તો બધું બરાબર છે.હું પહેલા ફેશ થઇ આવું પછી બહાર જઇશ.હવે પછી ફોન કરીશ.ફેશ થવા ગઇ અને પછી તરત જ રૂમની બહાર ગઇ.તેના પપ્પા આગળ ગઇ.તેના પપ્પા એ પુછયું બેટા મેં જોયું કે તો કોઇ છોકરા સાથે બાઇકમાં બેસીને તું જઇ રહી હતી , તે કોણ હતો .તું તેના વિશેની માહિતી મને આપીશ.
કિષ્ના કીધું કે તેની સાથે મારી મુલાકાત એક ગાર્ડનમાં થઇ હતી , પહેલા તેની સાથે ફેન્ડશીપ થઇ , અને પછી તેને મને પ્રેમની ઓફર કરી અને હું પણ પ્રેમ કરતી હતી.એટલે તેનો સ્વીકાર કરી લીધો.બેટા હું તને એક વાત કવ . કિષ્નાએ કીધું કે હા પપ્પા બોલો. તેના પપ્પા કહયું કે ધ્યાન રાખજે તે તને સાચો પ્રેમ કરે છે તે પહેલા જાણી લેજે અને એવું હોય તો તેની પરીક્ષા પણ કરજે , તેના પરથી કિષ્નાને કોઇ જવાબ ના આપ્યો.પછી તેના પપ્પા કહયું બેટા તું જઇ શકે છે કાંઇ પણ પ્રોબ્લેમ હોય તો અમને કેજે.
કિષ્ના પહેલા તો તેના રૂમમાં ગઇ , અને તરત જ તેને ફોન કર્યો કે મને પપ્પા ખારા નથી થયા.કિષ્નાએ બધી વાતો તેને કરી દીધી.પછી બંને પોતાની વાતોમાં ખોવાઇ ગયા.બંને એક કલાક થી વધુ સમય સુધી વાતો કરતા રહયા.પછી ફોન મુકીને જમવા માટે કિષ્ના પોતાના બહારના રૂમમાં ગઇ.જમવા માટે ઘરના બધા સાથે બેઠા .જમીને ઉભા થયા પછી તેના પપ્પા ફરી કીધં બેટા ધ્યાન રાખજે , અને મારી વાત યાદ રાખજે.
કિષ્નાને તે વાત બીજી વાર કહેતા હતા તેના મનમાં વિચાર આવ્યો કે વારંવાર કહે છે તો મારે એક વાર તો આ કરવું જોઇએ. જેથી મને પણ ખ્યાલ આવે.
હવે પછીની વાત આગલા ભાગમાં.....