Twistwalo love - 36 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 36

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 36

આભાસ કોન્ટેસ્ટ ની તૈયારી માટે ગયો હોય છે.. આજે રાત્રે એનો કોન્ટેસ્ટ હોય છે... અને અક્ષ કહે છે કે મારે નથી આવવું... એટલે એ કહે છે કે હું નીચેની ઓફીસ માઁ છું કઈ કામ હોય તો મને કેજે ઓકે.... અને આલે ફોન... કઈ કામ... હોય તો મને ફોન કરજે.... પછી તે જાય છે...

અને મોક્ષિતાને ફક્ત કોન્ટેસ્ટ નું ડેકોરેશન કરવાનું હોય છે..એ અને વિલીયમસ બને એ ડેકોરેશન કરતા હોય છે... અને એ આભાસ જોવે છે.. આભાસ ને બહુજ ગુસ્સો આવે છે... મારું નથી સાંભળવું પણ બીજાનું સાંભળવું છે... પછી તે ત્યાંથી જતો રહે છે.. ઓફીસમા..

અને આ બાજુ.. અત્યારે ફરીથી રિયા નો કોલ આવે છે ફોન અક્ષ પાસે હોય છે.. અને અક્ષ ફોન ઉપાડે છે..

" હલો... માય gf.... "- અક્ષ.

" ઓહોહો.. મારાં bfff.. એ ફોન ઉપાડયો.... " - રિયા

" હા...માય gf... " - અક્ષ..

" ઓકે.. મારો ક્યુટી અક્ષ શું કરતો હતો...? " રિયા..

" બછ ( બસ ) બેઠો હતો... ! " અક્ષ..

" ઓકે... ક્યાં આભાસ... " - રિયા

" પાપા કોન્ટેસ્ટ.. માં ગયા છે.. હું લૂમ ( રૂમ ) માઁ છું.. " - અક્ષ..

" ઓકે... સારુ... તમને મારાં વગર ગમે છે.. મને તો તમારા વગર જરાં પણ નથી ગમતું..જલ્દી આવી જાવ ને.. . " - અક્ષ..

" ના.. મને તો અહીં બવ જ ગમે છે.... " - અક્ષ..

" હો.... મારાં વગર... ગમે છે? .. હું કીટા થઇ જઈશ તમારી " - રિયા

" ના ના.. તમે તો માલા gf છો . પણ એક વાત કેવી છે.. તમને... " અક્ષ

" બોલો ને... શું..છે વાત..? " - રિયા..

" મને.. અહીં કોક મળ્યું છે... " અક્ષ..

" શું.. કોણ મળ્યું છે... સરખું કયો ને બેબી " રિયા..

" અહીં મને માલા મમ્મા મળ્યા છે... " અક્ષ...

" શું.. મમ્મા...કોણ છે એ..? .. .. " રિયા

પછી અક્ષ બધી જ વાત કરે છે..

" ઓકે બેબી પણ મને તો નહિ ભૂલો ને.. તમે તમારી મમ્માના કારણે.... " - રિયા

" ના ...ના... તમે માછી ( માશી ) છો અને એ મમ્મા... " - અક્ષ

" ઓકે બેબી... " - રિયા..

" ઓય હું અહીં તને ક્યારનો ગોતુ છું અને તું કોની સાથે વાત કરે છે..? " રોહિત

" અરે મારાં bffff જોડે... " - રિયા..

" શું.. અક્ષ નો કોલ છે.? . મારે ભી વાત કરવી છે... " - રોહિત

પછી રોહિત આવે છે..

" હાઈ.. અક્ષ... કેમ છે તને.? ... શું કરે છે તું? ... અને આભાસ ક્યાં..? " રોહિત

" ઓહો... ચાચુ.. કેટા ( કેટલા ) છવાલ ( સવાલ ) પૂછો છો..? .. આ નાની જાન.. ક્યાં જાય... " - અક્ષ.. પોતાનો હાથ માથા ઓર રાખે છે...

" ઓહોઓઓઓ....... મારો ક્યુટ બેબી.... નઈ પૂછે હો એટલા સવાલ.. ચાચુ... " - રિયા

" એય રોહિત મારાં bff ને પરેશાન ના કરીશ.. " - રિયા..

" હા હા.... ઓકે... " - રોહિત...

પછી થોડીવાર વાત કરી ને.. અક્ષ ફોન મૂકે છે...
......
.

હવે અત્યારે કોન્ટેસ્ટ હોય છે... અને મોક્ષિતા એ કોન્ટેસ્ટ નું થોડુંક કામ બાકી હોય છે એ કરી રહી હોય છે... અને એ સમયે અક્ષ અને આભાસ એની તૈયારી કરી ને ગાર્ડન માઁ અગાઉથી જ આવી જાય છે....અને અક્ષ કહે છે...

" પાપા..ત્યાં મમ્મા..છે જોવો. .. "- અક્ષ આભાસ નો હાથ પકડી ને કહે છે...

અને આભાસ તેને જોતો જ રહી જાય છે... પણ ત્યાં વિલિયમ્સ પણ હોય છે...

"ઓહ... હેય મોક્ષિતા વર્ક કેરફૂલી... ઓકે.. " - વિલિયમ્સ

" ઓહકે... થૅન્ક યુ... " - મોક્ષિતા..

અને આભાસ જોવે છે.. કે મોક્ષિતા વિલિયમ્સ સાથે વાત કરે છે.. એ એને ગમતું નથી..... કે આ કોણ છે.? ... અને આભાસ ત્યાં જાય છે...

" ઓહ.. સોરી બટ.. અત્યારે અહીં થોડુંક કામ બાકી છે તમે ત્યાં જઈને તૈયારી કરશો... " મોક્ષિતા

" ના હું અહીં રહી ને જ પ્રેક્ટિસ કરીશ... મને સ્ટેજમાં પણ એકવાર પ્રેક્ટિસ કરવી પડે ને.!. " - આભાસ..

" પણ થોડી જ વાર મા પ્રોગ્રામ ચાલુ થવાનો છે.. અને કામ બાકી છે.. " મોક્ષિતા

" તો કામ થોડુંક જલ્દી પતાવાય... એમ વાતું ના કરાય.. "- આભાસ..

" ઓય.. હું મારું કામ જ કરું છું.. તમારી જેમ કઈ ટાઈમ પાસ નથી કરતી... ઓકે.. મિસ્ટર આભાસ.. "મોક્ષિતા

" તો શું હું ટાઈમ પાસ કરું છું એમ... ક્યારે કર્યો મેં ટાઈમ પાસ... " આભાસ..

" જવાદો તમારી સાથે વાત કરી ને.. મારું કામ અધૂરું રહી જશે.. " મોક્ષિતા..

" તો.. ના કરો ને વાત.. કોણ ક્યે છે.. વાત કરો એમ... અને મને પણ કઈ શોખ નથી વાત કરવાનો ઓકે... મિસ મોક્ષિતા શર્મા.. " આભાસ..

" હા તો મને પણ નથી... "- મોક્ષિતા

આમને એમ બને નાની નાની વાત પર ઝઘડો કરવા લાગે છે... અને એ બંને ને પણ નથી ખબર રેતી કે.. એ બંને ની 5 વર્ષ ની ભડાસ ધીમે ધીમે બહાર આવી રહી છે... અને થોડી જ વાર મા એનો ઝઘડો અક્ષ સાંભળે છે..

" હે ભગાન ( ભગવાન ) શું થશે.. એમનું... આમ ઝઘડો કલે ( કરે ) છે.. માલે ( મારે ) જ કંઈક કલુ ( કરવું ) પડશે... !..
અને અક્ષ ત્યાં જાય છે

" ઓહોહો.. પાપા... મમ્મા.. તમે કેમ ઝઘડો કરો છો....?... એવો ઝઘડો તો હું પણ નથી કરતો... " - અક્ષ..

પછી બંનેને વિચાર આવે છે કઈ વાત પર ઝઘડતા હતા.... અને મોક્ષિતા સ્ટેજ પર થી નીચે ઉતારી જાય છે... અને સામે ની ચેર પર બેસી જાય છે.....

"ઓહ... વાહ.. કેટલી જગ્યા થઇ ગઈ.. અહીં.. વાહ... હવે શાંતિ પ્રેક્ટિસ માટે.. " આભાસ

પછી ત્યાંથી આભાસ પણ પોતાની પ્રેક્ટિસ ચાલુ કરે છે... અને અક્ષ મોક્ષિતા ની પાસે જાય છે...

અને ત્યાંના ઓરગેનાઈઝર . આવે છે.. અને આવી ને બોલે છે..

" આ બધું શું છે..?? .... હજુ તૈયારી કેમ નથી થઇ.. આ લાઈટ ફિટિંગ કેમ બાક્કી છે.... સ્ટેજ નું ડેકોરેશન પણ બાક્કી છે... " ઓરગેનાઈઝર

" સોરી સર.. બટ સર.. " મોક્ષિતા ચેર માંથી ઉભી થઇ ને બોલે છે..

" આ શું છે મોક્ષિતા.. આજે કોન્ટેસ્ટ છે અને આ તૈયારી કેમ બાક્કી છે.. અને મેં તમને આની પુરી જવાબદારી આપી હતી ને... અને તમે આમ શાંતિ થી ચેર પર બેઠા છો... " ઓરગેનાઈઝર...

" સોરી સર બટ..ધીસ ઇસ નોટ મોક્ષિતા'સ ફોલ્ટ.. " વિલિયમ્સ

" સર ધીસ ઇસ માય ફોલ્ટ.. " આભાસ..

" વ્હોટ.. આભાસ.. ધીસ ઇસ યોર ફોલ્ટ..... ! બટ વાય...? .. વ્હોટ હેપન્ડ..? " ઓરગેનાઈઝર..

" નથીન્ગ મચ.. સર.. એવરીથીંગ વિલ બી ડન ઈન અ ફયુ મિનિટ્સ... પ્લીઝ જસ્ટ ગીવ મી ફ્યુ મિનિટ્સ... " આભાસ

" ઓકે..આઈ ગીવ યુ ઓન્લી 30 મિનિટ્સ.. ઓકે.. એન્ડ એવરીથીંગ સુડ બી ડન ઈન 30 મિનિટ્સ ઓકે.... " ઓરગેનાઈઝર

" ઓકે.. થૅન્ક યુ સર... " - આભાસ

.....

આશું મોક્ષિતા કઈ સમજી ના શકી.. કે આશું થયું... એક બાજુ એજ ઝઘડો કરે અને પોતે જ બધું સૉર્ટઆઉટ કરી દે છે.....

" ચાલ હું મદદ કરવું... શું કામ બાક્કી છે.. એ કહી દે.. " - આભાસ

મોક્ષિતા જોઈ જ રહી કે.. હું આભાસ ને સમજી જ ના શકી......... એ વિચાર મા પડી જાય છે...

" ઓય... બોલ ને શું કામ બાકી છે..? આપડી પાસે માત્ર 30 મિનિટ્સ જ છે.. " આભાસ.. એને વિચારમાંથી બહાર લાવે છે..

" અ.. હા.. હા... કહું.. છું.. આ બાજુ.. બાકી છે થોડુંક કામ.. " - મોક્ષિતા વિચાર માંથી બહાર નીકળી ને.. એને કામ બતાવે છે...

અને ત્યારે જ રિયા અને રોહિત નો વિડિઓ કોલ આવે છે..... અને અક્ષ પાસે ફોન હોય છે.. અને અક્ષ ફોન ઉપાડે છે...

" હાઈ... ક્યુટ બેબી... કેમ છે.. ઘણા બધા દિવસે તને જોયો.. " રિયા

" ઓહ.. હાઈ માય gff એન્ડ માય ચાચુ.. "- અક્ષ

" હાઈ બેબી... " રોહિત

" અ... gff.. હું તમને કેતો હતો ને કે મને મમ્મા મલ્યા... છે... હું તમને બતાવું.. જો એ અને પાપા.. અલેજમેનત ( અરેજમેન્ટ ) કલે ( કરે ) છે.. " અક્ષ..

" હા... ઓકે બતાવો.. " રિયા

" આ કોણ છે મમ્મા " રોહિત..

" એ હું તને પછી કહું પેલા.. જોઈએ કે એ કોણ છે...? " રિયા..

" ઓકે.. " રોહિત

પછી અક્ષ કેમેરો બેક સાઈડ કરે છે તો...પેલા તો આભાસ જ દેખાય છે..

" અક્ષ નથી બતાતું કઈ.. આભાસ બતાય છે ક્યાં છે તારી મમ્મા..... " - રિયા..

" શું.. મમ્મા? " રોહિત

" એક મિનિટ યાર... કહું છું તને... શાંતિ રાખો.. રોહિત મહારાજ.. " - રિયા મસ્તી માં બોલે છે

" હા... બહુ જ સારુ.. હો રિયા મેમ... " રોહિત મસ્તી માં

" એક મિનિટ હું બતાવું... " અક્ષ

" ઓહકે "- રિયા

" ઓય હું આપડા બેય માટે કોફી લઇ એવું હો... " - રોહિત...

" ઓકે જા... " - રિયા

...અને અક્ષ ત્યાં બતાવે છે અને... ત્યાં.. .. રિયા જોઈ જાય છે..
...આશુ મોક્ષિતા.... મોક્ષિતા...

એ એક પલ જોઈ જ રહે છે.. મારી બેસ્ટ ફ્રેડ... મોક્ષિતા...

" તમેં.. માલા ( મારાં ).મમ્મા ને કેવી રીતે ઓલખો (ઓળખો) છો..... "અક્ષ..

" અક્ષ.. આ તારી મમ્મા છે એ પેલે થી જ ત્યાં છે... " રિયા
" હા.. તેમ ( કેમ )? " અક્ષ

" અક્ષ હું કહું એમ કરીશ..? " રિયા..

" હા.. કલૂ ( કરું ) જ ને.. " - અક્ષ..

" ઓકે તો ફટાફટ.. તું ત્યાં થી દૂર જતો રે મારે તારી સાથે વાત કરવી છે... " અક્ષ..

" ઓકે પણ છું ( શું ) થયુ..? " અક્ષ..

અને પછી રિયા બધું પૂછે છે કે એ કયારે ત્યાં આવી... આભાસ તેને મળ્યો કે નઈ એમ........ અને અક્ષ તેના જવાબ આપે છે....

...અને આ બાજુ મોક્ષિતા આભાસ બંને તૈયારી કરતા હોય છે ત્યાં.. મોક્ષિતાને સવાલ પૂછવાનું મન થાય છે એટલે એ બોલે છે..

" પેલા તું મારી સાથે ઝઘડયો અને પછી . મારી મદદ કેમ કરી...?. " મોક્ષિતા

" એમ જ... મન થયું.. " આભાસ.

" ઓકે. સરખો જવાબ અપાય... . " મોક્ષિતા..

" મને સરખો જવાબ આપતા જ નથી આવડતુ....એટલે જ ને...જવાબ તો તમને જ સારા આવડે છે.. " આભાસ..

" કઈ પણ... ના બોલીસ.... હવે.. તારી સાથે વાત કરવી જ બેકાર છે... " આભાસ.

" તો શું કામ કરસ...? " આભાસ.

" માફ કરી દેજો.. હવે નઈ કરું વાત... " - મોક્ષિતા..

થોડીવાર પછી.. આભાસ બોલ્યો..

" તને બીજું કોઈ કઈ પણ કહે એ મને ના ગમે... અને. એમાં વાંક મારો હતો..તારો વાંક નોતો... " આભાસ

આભાસ આ બોલ્યો પછી એને એવો વિચાર આવ્યો કે ગુસ્સામાં આ શું બોલી ગયો છે.... એના દિલ ની વાત બહાર આવતા આવતા રહી...ગઈ... અને મોક્ષિતા શું વિચારશે....

મોક્ષિતા સ્તબદ્વ થઇ ગઈ...... એ વિચાર મા પડી ગઈ... પણ કેમ.....? .... એ પાછો આભાસ ને સવાલ ના કરી શકી.... એ સવાલ એની અંદર જ ચાલતો રહ્યો... પણ બહાર આભાસ ની સામે ના આવી શક્યો..અને બને પોતાના કામ માં વળગી ગયા... પછી બને વચ્ચે કઈ વાત ના થઇ...

....અને આ બાજુ.. અક્ષ એ બધી જ વાત રિયા ને કરી દીધી.. ત્યાં રોહિત પણ હતો... પણ એને કઈ સમજાણું નઈ... કારણકે એને મોક્ષિતા ને નથી જોઈ અને એને કઈ વાત ની પણ નોતી ખબર.... બધી જ વાત સાંભળ્યા પછી રિયા કહે છે કે..

" અક્ષ.. હવે.. છે ને તું મારું કામ કરજે... તું તારા પાપા ને આપડી આ વાત થઇ એના વિશે કઈ ભી કેતો નઈ ઓકે.. આ ટોપ સિક્રેટ છે.. " - રિયા..

" ઓકે.. નહિ કહું.. " અક્ષ

" તો ચાલો હવે કાલ વાત કરીયે.. ઓકે.. બેબી બાય.. " - રિયા..

" હા બાય.. " - અક્ષ.

ફોન કટ થાય છે.. અને હવે રોહિત રિયા પર પ્રશ્નોનો વરસાદ કરે છે...

" આ શું છે...? શું થયું.? . અને આ મમ્મા કોણ છે...? તારા માનમાં અત્યારે શું ચાલી રહ્યું છે..?.. અને આભાસ ને કેવાની કેમ ના પાડી....? " રોહિત

" ઓહોહોહો.. રોહિત.. એક મિનિટ થોડોક શ્વાશ તો લે...... અને કહું છું.. " - રિયા..

" હા જલ્દી કે... " રોહિત..

પછી રિયા બધી જ વાત કરે છે...

" ઓહ.. મતલબ કે આભાસ અને મોક્ષિતા બંને એકબીજાની સામ સામે જ છે... " રોહિત

" હા.. અને ઝઘડો કરે છે.. " - રિયા..

" ઓહ.. તો આપડે જવું જોઈએ ત્યાં... " રોહિત..

" હા.. કાલ જઈશું.. આપડે ત્યાં.. અને આ વખતે તો પ્રોમિસ.. કે... એ બંને ને એક કરી ને જ રહેવું છે.. બરાબર... " - રિયા..

" હા.. બરાબર... એકદમ સાચી વાત... " - રોહિત...

પછી.. રોહિત પ્લેન ની 2 ટિકિટ કરવાની... કલ નીકળવાની તૈયારી કરે છે...

અને આ બાજુ કોન્ટેસ્ટ પણ સરસ રીતે પૂરો થઇ જાય છે...

............