Twistwalo love - 35 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 35

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 35

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 35 )

સાવર ની પહેલી કિરણ અક્ષ અને મોક્ષિતા પર પડે છે... પણ.. એ બને.. તો સુતા જ છે.. એકેય ની ઊંઘ ઊડતી નથી.. રાતે કરેલી.. વાર્તા થી એમની ઊંઘ હજુ ઉડી નથી... અને આ બાજુ.. રિયા અને રોહિત રાત ના સમયે બીચ પર ગયા હોય છે..

" ચાલ ને કેટલા દિવસ થયાં આભાસ અને અક્ષ જોડે વાત નથી થઇ.... કરને એને કોલ.. " - રોહિત

" હા.. યાર... એની યાદ તો આવે જ છે.. આપડી કોફી પાર્ટી... અક્ષ ના કાલાઘેલા શબ્દો.. અને આભાસ ની પોએટ્રી... કરું ચાલ કોલ એને.. " રિયા

" હા... ઓકે.. જલ્દી કર... એને કોલ... " - રોહિત

રિયા કોલ કરે છે..રિંગ જાય છે... પણ.. આ બાજુ તો આભાસ હજુ ઉઠ્યો હોતો નથી...

" અરે આ તો કોલ ઉપાડતો જ નથી... ! " રિયા

" ઓકે તો ફરી થી ટ્રાય કર... શાયદ ઉપાડેતો.. ! " રોહિત..

" હા... ઓકે.. " - રિયા

રિયા ફરીથી કોલ કરે છે....મોબાઈલની રિંગ સંભળાય છે... આભાસ એની ચિંતાભરી ઊંઘ માંથી હવે ધીમે ધીમે ઉઠી રહ્યો છે... અને એ.. પૂર્ણપણે ઉઠી જાય છે.... પણ ત્યાં ઉઠી ને મોબાઈલ જોવે છે ત્યાં મોબાઈલ કટ થઇ ગયો હોય છે.અને એ જોવે છે તો રિયા ને 2 કોલ આવેલા હોય છે..અને એ બેડ પર જ આળસ લે છે પછી... એ તરત જોવે છે... કે.. અક્ષ ક્યાં...? .. અક્ષ.... હે ભગવાન.... !... એ ફટાફટ અક્ષ ને શોધવા બેડ પરથી નીચે ઉતરે છે.... અક્ષ.. અક્ષ.. બૂમો પડતો તે... પોતાનો આખો રૂમ.. આજુ બાજુ ના રૂમમા પણ જોવે છે.... પણ એ નથી.. એ બહુજ ગભરાઈ જાય છે... મારો અક્ષ... !!! પછી તે.. એનો શોધતો શોધતો નીચે આવે છે.. અને જોવે છે તો.. આશુ દ્રશ્ય.... !!!!

એ જોવે છે.. તો.. મોક્ષિતા નિંદરમા જ એકદમ હજુ ડૂબેલી હોય છે.... અને અક્ષ.. એના ખોળામા હજુ મીઠી નીંદર માણી રહ્યો હોય છે....... અને આભાસને શાંતિ થાય છે કે અક્ષ ઠીક છે.. અને એ દ્રશ્ય એને ખુબ જ ગમી જાય છે.. એની આંખોમા અકબંધ થઇ જાય છે... આભાસ બંનેની નજીક જાય છે... અને નીચે ગોઠણ ભર બેસી ને.. મોક્ષિતા ના ખોળામા સુતેલા અક્ષના માથે હાથ ફેરવે છે......અને ધીમેથી બોલે છે.. " મારો ક્યુટ બેબી..... "

અને એ વચ્ચે મોક્ષિતાની ઊંઘ ઉડે છે... અને આભાસ એની સામે બેઠેલો જોવે છે... ત્યારે આભાસ બોલે છે..

" અ....થૅન્ક યુ... .. અક્ષ નું ધ્યાન રાખવા માટે..... " - આભાસ

" ના..... ના ... થૅન્ક યુ.. નઈ.. એની સાથે રેવું મને પણ ગમે છે... ! " મોક્ષિતા

આટલા વર્ષ પછી.. એને મારી સાથે વાત કરી... આજ ની સવાર કઈક અલગ જ છે....

" આ... આજે અક્ષ ને.. મજા આવી હશે... કારણકે આજે.. પેલી વાર એ એની મમ્મા ના ખોળા માઁ સૂતો છે... " આભાસ

"અ.....શું..? " મોક્ષિતા

" અરે....અક્ષ તને મમ્મા કહે છે ને.. એટલે કહું છું ગલત ના સમજતી .." - આભાસ..

" ઓકે... " મોક્ષિતા

મોક્ષિતા ને થયું કે.. અક્ષ ની મમ્મી વિશે પૂછું... પણ પુછાય કે નઈ..? . શું કરું..? ડાઇરેક્ટ રિયા વિશે પૂછું... હા... એમજ... મોક્ષિતા એવુ મનમાં વિચારતી હોય છે... ત્યાં આભાસ બોલે છે..

" સોરી.. હો.. પણ.. અક્ષ એ તને વધુ હેરાન તો નથી કરીને... " આભાસ..

" ના ના... એ એટલો ક્યુટ છે ને.... કે એની સાથે રહેવું કોઈને પણ ગમે... અને એ મને પરેશાન નથી કરતો.... ! " - મોક્ષિતા..

મોક્ષિતા ને થાય છે કે હવે પૂછું રિયા વિશે.. પણ..... ત્યાં જ અક્ષ ઉઠી જાય છે...

" અલે ( અરે ) મમ્મા પાપા.. તમે બેય ઉથીને (ઉઠીને) વાતું પણ કલવા ( કરવા ) લાગા ( લાગ્યા )... ! " અક્ષ.. મોક્ષિતા ના ખોળામાંથી ઉઠતો બોલ્યો..

"અ.... તું ક્યારે અહીં આવી ગયો.. હું તો ગભરાઈ જ ગયો હતો... બેટા ત્યારે જ્યાં જાવુ હોય ત્યાં મને કહીને જવાનુ... નહિ તો પાપા ડરી જાય.. તમારાં વગર... ઓકે... " - આભાસે વાત બદલી નાખી...

" અલે પાપા... કાલે તમે છુંઈ ( શૂઈ ) ગયા હતા... અને પોએમ પણ ના છામભલી ( સાંભળી ).. અને મને મમ્મા ને મળવા નું મન થતું હતું.. અને હું બાકની ( બાલ્કની ) માં આયો.. તો મમ્મા હતા.. એટે ( એટલે ) હું આવ્યો... અહીં... અને પછી મમ્મા એ મને છલછ ( સરસ ) મદાની ( મજાની ) વાર્તા કલી... અને પછી હું છુંઈ ( શૂઈ )ગયો.. " - અક્ષ...

" ઓકે ઓકે... હવે ચાલો ફ્રેશ થઇ જાવ... ચાલો.. " - આભાસ

" મમ્મા.. આપે ( આપડે ) જે લાતે ( રાતે ) વાતું કલી ( કરી ) એ પાપા ને ના કેતા... ઓકે.. એ સિકલેટ ( સિક્રેટ )... " અક્ષ.. ધીમેથી મોક્ષિતા ના કાન માઁ કહે છે..

" પણ તમારા પાપા સાંભળી ગયા... ! " મોક્ષિતા પણ ધીમેથી બોલે છે..

" ઓહ.. હું કઈ નથી સાંભળ્યો... " - આભાસ... મસ્તી માં

" ઓકે પાપા તો વાંધો નઈ... " - અક્ષ.. પોતાના રૂમ તરફ જતો જતો બોલે છે...

મોક્ષિતા અક્ષના ભોળપણ પર હશું આવે છે... અને એને હસ્તી એ આભાસ જોવે છે...
....
પછી આભાસ પણ કઈ બોલે એ પેલા મોક્ષિતા ત્યાંથી જતી રહે છે......

" અ....પ્લીઝ.. મારી વાત સાંભળને...." - આભાસ

" શું બોલો ને... " - મોક્ષિતા..

" એ.. જે 5 વર્ષ પેલા થયું.. એ.. " - આભાસ

" જો મારે એના વિશે કઈ જ વાત નથી કરવી.... પ્લીઝ... માંડ માંડ એ માંથી બહાર આવી છું... પણ.. હવે એ વાત કરી ને.. ફરીથી.. " મોક્ષિતા આભાસ ને અટકાવીને બોલે છે.. અને પછી પોતે જ અધૂરું વાક્ય બોલે છે..

આભાસ કઈ જ બોલી શકતો નથી....

" પણ... એકવાર તો સાંભળને.... " - આભાસ..

" પ્લીઝ આભાસ.... જુના મુર્દા ના ઉખાડસોં.... પ્લીઝ.. " - મોક્ષિતા..

" ઓકે... સારુ તારે કઈ સાંભળવું જ નથી ને.. તો કઈ વાંધો નઈ..... હું હવે તમે આ વિશે કઈ જ વાત નહિ કરું..... સોરી.... બાય... ! " આભાસ... ને હવે થોડોક ગુસ્સો આવે છે.... અને એ ત્યાંથી ચાલ્યો જાય છે.....

" ઓકે.. થૅન્ક યુ " - મોક્ષિતા ને થાય છે.. કે... મારી પર કેમ ગુસ્સો કરે છે... વાંક એનો છે અને.... ફાઈન.... મારે પણ વાત નથી કરવી... ઓકે.... મોક્ષિતા આભાસ ના ગયા પછી મનમાં જ બોલે છે...


.....