અરે વાહ ! ! સ્વરા બેટા આજે કેમ આટલી વેલી ઉઠી ગઈ ? ?
રીના બેને લાડકી દીકરીને આશ્ચર્યથી પૂછ્યું , ઓહ મમ્મા ..હું તને કેહતા જ ભૂલી ગઈ આજે મારે કોલેજ ફ્રેંડસ સાથે પિકનિકમાં જવાનું છે , અને મને થોડા પૈસા જોઈએ છે , સ્વરા આટલું બોલી ત્યાં જ રીના બેને પર્શ કાઢીને સ્વરાને પાંચ હજાર રૂપિયા હાથમાં આપ્યા ...
સ્વરા મોટા બિજ઼્નેસમેન પ્રણવ શાહની એકની એક દીકરી હતી , અને તેને આજ સુધી ક્યારેય પણ કોઈ વસ્તુ મેળવવા માટે ના તો સંભળી જ નોતી , એ જ એક કારણ હતું કે દિવસે ને દિવસે સ્વરાનાં નખરા અને જીદ વધતા જ જતા હતાં . રીના બેનનાં હાથમાથી પૈસા લઈને સ્વરા બાર જવા નીકળી પડી . બેટા નાસ્તો તો કરતી જા ....અને રીના બેનને " નો મમ્મા ..." નો જવાબ પૂરતા સ્વરા પોતાની લક્જરી કારમાં બેઠી , ડ્રાઇવર ચંદુકાકા તો પેલેથી જ ત્યાં મોજૂદ હતાં , અને સ્વરાના કહ્યા મુજબ તે સ્થળે જવા નીકળી પાળ્યા .
શું થયું ચંદુ કાકા ? ? ? કાર રસ્તામાં કેમ રોકી દીધી ? ? બેટા પંચર થયું લાગે છે બોલતા ચંદુ કાકા કારમાંથી બહાર નીકળ્યા ..ઓહ નો ! ! ! કરતી સ્વરા પણ બાર નીકળી , " કાકા તમે કાર રિપેર કરો ત્યાં સુધીમાં હું અહીં આજુ બાજુ ચકર લાગવું છું" કહી તે ચાલી નીકળી ..
" બાપુ મને ખૂબ ભૂખ લાગી છે ...ચાલો ને ક્યાંક જમી આવીએ , હા બેટા , થોડી વાર ખમી જા થોડાક વધુ પૈસા ભેગા થઈ જાય પછી જઈએ તો પેટ ભરી ને જમાશે .." આ વાર્તાલાપ સ્વરાનાં કાને પળ્યો ..અને તેને જોયું તો ત્યાં એક મોચી અને એમની આઠેક વર્ષની દીકરી બંને એક ઝાળની નીચે રસ્તાની સાઇડ પર બેઠા હતાં ...
આ બધું સંભળી સ્વરાનું માસૂમ મન તેને તે તરફ ખેંચી ગયું , અને સહજ પણે તે બોલી ઉઠી , અંકલ તમને જમવા જેટલા પૈસા પણ નથી મળતા ? ...સામે તે મોચી અંકલે જવાબ આપતા કહ્યું .." બેટા ! બધા કિસ્મતનાં ખેલ છે ...અમીરોનાં ઘરે કૂતરાઓ પણ નવાબી જીવન જીવે છે , અને અહીં ગરીબ માણસોની હાલત કૂતરા જેવી છે , બે સમય પેટ ભરવા પણ ભટકવું પડે છે ! ! ! ! ! .....આટલું બોલતા જ તે મોચી અંકલની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યા ....
આ બધું જોઈ સાંભળી સ્વરા દિલથી ગરીબોની હાલત મેહસુસ કરી શકી હતી , તેનાં મનમાં જાણે વિચારોનું યુદ્ધ જામ્યું હતું તે વિચરવા લાગી કે .." કાલે મારે ઘરે જયારે મારી બર્થડે પાર્ટી હતી ત્યારે કેટલું બધું જમવાનું વધ્યું હતું અને એ બધું ફેંકી દેવામાં આવ્યું હતું ... આવું તો લગભગ દરોજ થાય છે રોજ જમવાનું તો વધે જ છે અને એ બધું ફેંકી દેવામાં આવે ...જયારે આ લોકોને જમવા માટે પણ પૈસા નથી મળતા .."
સ્વરા બેટા ગાડી રિપેર થઈ ગઈ છે .. ચંદુ કાકાનો અવાજ આવતા સ્વરા થોડી સતેજ થઈ અને તેની પાસે રહેલા બધા પૈસા તે મોચી અંકલ ને આપવા હાથ લમ્બાવ્યો ...તે પૈસા લેતા અંકલને થોડોક સંકોચ થતો હતો સ્વરા બોલી અંકલ આ તમારી દીકરી માટે રાખી લો પ્લીજ઼ ...
સ્વરા ફરી ગાડીમાં બેઠી હજુ પણ તેના મગજમાં વિચારોનાં વંટોળ બંધ નોહતા થયા ...અને તેને ગાડી ઘરે લઈ જવા ચંદુ ચાચાને કહ્યું , ઘરે ગઈ ત્યાં તેના પપ્પા મિસટર પ્રણવ શાહ હૉલમાં મખમલી સોફા પર લેપટૉપ લઈને પોતના આસિસ્ટન્ટને કંઈક સમજવી રહ્યા હતાં ..
સ્વરા ત્યાં જઈને બોલી પપ્પા આવું કેમ હોઈ છે ? સ્વરા સામે આશ્ચર્યથી જોતા તેના પપ્પાએ પૂછ્યું શું બોલે છે બેટા તું ...? પપ્પા આપણી બધી નવાબી ઇચ્છાઓ પણ પૂરી થાય છે ..જયારે ઘણાં લોકોને બે ટકનું જમવાનું પણ નસીબ નથી થતું , પપ્પાએ સ્વરાને ઉતર આપતા કહ્યું બેટા એ તો જે મેહનત કરે એને પૈસા મળે..પપ્પા તો તમારાથી વધુ મેહનત તો પેલા મજૂરો કરે છે ને આખો દિવસ તેને તો મહેનતનું કામ કરવાનું હોઈ છે ને , તમારાથી વધુ મેહનત તો આપણા ઘરનાં નોકરો પણ કરે છે , આખો દિવસ તે ઘરની સાફ સફાઈ કરે છે , અને તમારા થી વધુ મેહનત તો પેલા શાકભાજી વેચવા વાળા પણ કરે છે આખો દિવસ તડકામાં અને વરસાદમાં તેને પોતનું કામ કરવું પડે છે .....તો પછી તેને કેમ તમારા જેટલા પૈસા નથી મળતા ? ? ? અને ઘણાં લોકોને તો પેટ ભરીને જમવાનું પણ નસીબ નથી થતું .....
સ્વરાની આ વાત સંભળી તેના પપ્પા કશું જ ના બોલ્યા , કદાચ એની પાસે તેનો જવાબ જ નહતો ...અને જવાબ હોઈ પણ ક્યાંથી સ્વરાનાં પપ્પા તો શું એકેય અમીર નવાબ પાસે આનો જવાબ નઈ હોઈ ... એ એવું બધું શું તીર મારે છે કે આટલી એશોઆરામ ભોગવે છે , એ બધા પણ જાણે જ છે કે આ બધું મજૂરોના કામને નીચોવીને કમાયેલી સમ્પતિ છે છતા પણ એ મજૂર તો ત્યાંનો ત્યાં જ છે ......
" એ વાત સમજાતી નથી કે આ મોટામોટા ઉધ્યોગ પતિઓની લોકો વાહ વાહ કરતા હોઈ છે , જે ગરીબોની મેહનત પર પોતે રાજા બને છે અને એટલી ધામધૂમથી જીવે છે જેની કલ્પના પણ નથી કરી શકતા આપણે , તો પણ આપણે તો બુદ્ધિના બળદિયા એને મહાન સમજીએ છીએ અને મનમાં તો જાણે એ રાજા હોઈ એટલું માનસન્માન આપીએ... "
" જો આપણા દેશના સો મોટા ઉધ્યોગપતીઓની અડધી સમ્પતિ પણ દેશમાં વહેંચવામાં આવેને તો પણ કોઈ ગરીબ ના રહે , કોઈને ભૂખથી તડપવુંનાં પડે , અને કોઈનાં માતા પિતાને આત્મહત્યા કરવનો વારો ના આવે , એ અમીરો ખરેખર એટલા મહાન હોઈ તો કેમ તેનાં દેશનાં ગરીબો ભૂખે મરે છે , પણ આપણને તો અમીરોની મહાનતા દેખવા અને તેની વાહ વાહ કરવામા જ મજા આવે છે "
" એ શરમ વગરનાં અમીરઝાદાઓ આ રીતે જ દેશનું શોષણ કરતા રહેશે , આપણે એમ તો વિચરવું જ ના જોઈએ કે આપણો દેશ લોકશાહી છે કારણ કે આજે દેશના એક સો પચીસ કરોડ લોકોની સમ્પતિ દેશનાં સો ઉધ્યોગપતીઓ પાસે છે "
ખ્યાતિ ...