House manager in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | હાઉસ મેનેજર

Featured Books
Categories
Share

હાઉસ મેનેજર

“મીરા તેના પતિ વિરલ ને કહેવા લાગી હું થાકી ગઈ મને પણ હવે નોકરી કરવી છે, બસ!” 

વિરલે જવાબમાં કહ્યું કે પણ શું કામ? તને આખરે શું ખામી છે આ ઘરમાં તો તારે નોકરી કરવી છે. આખરે એવું શું થઇ ગયું કે તને નોકરી કરવાનું મન થઇ ગયું?

મીરાએ ગળુ ચોખ્ખું કરી ને કહ્યું કે કારણ કે હું જાણું છું કે જો રજા જોઈતી હોય તો તમે ઓફિસમાં કામ કરો ઘરમાં નહીં. પગાર વગર જ બધાનો ગુસ્સો સહન કરો આટલા બધા બોસ કરતાં તો સારું છે કે હું નોકરી કરું છું અને ઇન્ડિપેન્ડન્ટ રહુ. રજા પણ મળશે, ઘરમાં મારો રોબ પણ રહેશે. અને મારી ડિગ્રીઓ પણ ધૂળ નહીં ખાય. સાંભળ્યું હતું કે જેઓ જીવનમાં મહત્વકાંક્ષી હોય તે રોટલી કમાય છે બનાવતા નથી. આખો દિવસ કામકાજમાં રચી પછી રહેનારી પોતાના ઘડતરમાં સમય આપતી નથી માટે તેને ગઈ ગુજરી સમજવામાં આવે છે.

કામવાળી બાઈ પણ પોતાનો રોબ જમાવે છે. રજાઓ લે છે, સરખું કામ કરે કે ન કરે પૂરેપૂરા પૈસા લે છે પરંતુ હું, હું શું છું? મને ક્યારેય કોઈ છુટ્ટી નહીં. કોઈ વખાણ નહીં મારી કોઈ કદર નહિ અને મારા પાસેથી અપેક્ષાઓ નો તો અંત જ નહીં.

મીરા બોલી હું આખરે શું છું એક મામૂલી હાઉસવાઇફ જ ને. 

વિરલે કહ્યું કે ના રે ના તું તો આપણા ઘરની બોસ છો. પરંતુ હા તારામાં થોડી ખામી છે કે તું ઓર્ડર ની જગ્યાએ રીક્વેસ્ટ કરે છે, ખીજાવાની જગ્યાએ પોતે જ નારાજ થઈ જાય છે, ગુસ્સા કરવાવાળા લોકોને બહારનો રસ્તો દેખાડો ની જગ્યાએ મનાવવાની કોશિશ કરે છે.

નોકરી કરીને રોજ સરસ મજાના તૈયાર થઈને બહારની દુનિયાને પોતાનો કારણ બનાવીને પોતાના માટે જીવવું સહેલું છે પરંતુ પોતાની જાતને ભૂલી જઈને પોતાના લોકો ની સાર સંભાળ રાખવી એ આસાન કામ નથી.

પોતાના ભૂલીને બધાનું ધ્યાન રાખવું, હકીકતમાં તો મારે તને એક વાત કહેવી છે તો હાઉસ વાઈફ નહીં પરંતુ હાઉસ મેનેજર છે. જો તું ઘરને મેનેજ ન કરતી હોય તો અમે બધા વિખેરાઈ જઈશું, અમારા બધાની ટેવ તે બગાડી છે. અમે ગમે તે વસ્તુઓ ગમે તે જગ્યા પર નાખી દઈએ છીએ જેમકે શુઝ, કપડા કહો કે વાસણ. તું બસ બધું સરખી જગ્યા પર રાખતી રહી, ક્યારેક તો ખીજાય જવું હતું ને!

આટલું કહીને વિરલે કહ્યું કે હવે તો સાચે હું તારી હેલ્પ કરીશ, ચલ હું તને આ વાસણ ધોઈ આપું છું. અને આટલું કહીને હજી તો ત્યાં સિંક માં પડેલા વાસણોને વિરલ હાથ લગાવે છે કે તરત જ મીરા નારાજ થઈ જાય છે અને તેના વિરલને કહે છે કે સારું તો હવે તમે આ બધું પણ કરશો?

હું તમને મારા પતિના રૂપમાં જોવા ઇચ્છું છું, કોઈ જોરુ ના ગુલામ તરીકે જોવા ઈચ્છતી નથી. વિરલે કહ્યું કે અચ્છા ઠીક છે વાસણ નથી કરતો પરંતુ હા આજે સાંજે ખાવાનું ન બનાવતી આપણે બહારથી મંગાવી લઈશું.

અચ્છા શું ઓર્ડર કરશો? મીરાએ પૂછ્યું તો વિરલે જવાબ આપ્યો કે પીઝા મંગાવી લઈશું. અચ્છા કિંમત સાંભળીને ફરી મીરાએ કહ્યું કે આ ફાલતું ના ખર્ચાઓ ન કરો, ઘરમાં બનેલું શુદ્ધ ખાવાનો આગ્રહ રાખો.

આ સાંભળીને વિરલે કહ્યું કે, તો પછી તું શું ઈચ્છે છે? ક્યારેક ક્યારેક તને મદદ કરવા ઇચ્છું છું તો એ પણ કરવા દેતી નથી અને મને ફરિયાદ પણ કર્યા કરે છે.

મીરાએ કહ્યું કાંઈ નહીં બસ મને પણ ગુસ્સો આવી શકે છે, મને પણ થાક લાગી શકે છે, હું પણ કોઈ દિવસ બીમાર પડી શકું છું. બસ મારે કંઈ જ જોઈતું નથી પરંતુ જો ક્યારેક ક્યારેક આ રીતે થોડો ગુસ્સો કરું, તો તમે એવી જ રીતે સહન કરી લેજો જે રીતે હું બધાને સહન કરું છું. મારો હક તો માત્ર તમારી ઉપર જ છે.

એક જ શ્વાસે જાણે તે કેટલું બધું બોલી ગઈ, વિરલે શબ્દોમાં જવાબ આપવાનું પસંદ જ ન કર્યુ. માત્ર તેની પાસે જઈને તેને વ્હાલ થી ભેટી પડ્યો. પતિ અને પત્ની બંને મરક-મરક હસવા લાગ્યા.

જીત ગજ્જર