alakh niranjan - 3 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | અલખ નિરંજન ભાગ ૩

Featured Books
Categories
Share

અલખ નિરંજન ભાગ ૩

રમાશંકર ની મુલાકાત વ્યક્તિ સાથે સરોવર પાસે થાય છે એ વ્યક્તિ રમા ને લઈ જઈને ને શીલા પર બેસાડે છે અને પોતે માન સરોવર માથી જળ લાવી રમા ના ચરણ નું પ્રક્ષાલન કરે છે ,રમા તેને અટકાવે છે “ આ શું કરો છો મહાશય ?” એ વ્યક્તિ ઉત્તર આપે છે “ અમારા સ્વામી નો આદેશ છે કે તમારી આવભગત મા કોઈ ત્રુટિ ના રહેવી જોઈએ તમે અમારા સ્વામી ના અત્યંત પ્રિય છો એટ્લે મને મારી ફરજ પૂરી કરવા દો” .રમા બોલ્યો “તમે ખૂબ નમ્ર અને વિવેકી છો અને સાથે સાથે તમારી વાતો પણ અત્યંત આકર્ષક છે , તમારું શુભનામ શું છે ?” એ વ્યક્તિ બોલ્યો “ આમ તો હું વૃષભ છુ , પરંતુ મારા સ્વામી મને પ્રેમ થી નંદી કહીને સંબોધે છે , હું કૈલાશ નો દ્વારપાળ છુ અને મારા સ્વામી નો સૌથી પ્રિય સેવક “. રમા આશ્ચર્ય થી બોલ્યો “ તમારા સ્વામી ના કેટલા સેવક છે ?” . નંદી એ જવાબ આપ્યો “ પ્રત્યક્ષ તો એકલો જ છુ પરંતુ પરોક્ષ તો અસંખ્ય છે ,અને તમે પણ એ અસંખ્ય માથી એક છો “. નંદી ની તાર્કિક વાતો ભોળા રમા ના મગજ મા ખાસ ઉતરી નહીં. નંદી ફરીથી બોલ્યા “તમે વધારે વિચાર ના કરો ,અમારા સ્વામી તમારી અંદર પ્રતિક્ષા કરે છે “. બંને ચાલવા લાગ્યા ,આખી જગ્યા વિવાહ મંડપ ની જેમ સુશોભિત કરી હતી ,અત્યારે તો રમા કરતાં નંદી વધારે આશ્ચર્ય મા હતા “ આ બધુ શણગાર ક્યારે થઈ ગયો થોડાક ક્ષણો પેહલા તો કઈ જ હતું નહીં “.જેમ જેમ રમા ના ડગલાં કૈલાશ સુધી વધ્યા એના મન ના બધા દ્વાર ખૂલી ગયા ,એને સર્વસ્વ જ્ઞાન થવા લાગ્યું . થોડાક દૂર ચાલતા રમા શંકર અટકી ગયા . સામે એ વ્યક્તિ ઊભા હતા જે રમા ના ઘરે આવ્યા હતા .

રમા ને જોઈ એ વ્યક્તિ દોડતા આવી રમા ને વળગી પડ્યા અને બોલ્યા “તમે તમારી વચન પૂર્તિ કરી રમાશંકર “. રમશંકર થોડા દૂર ખસી ગયા. બધા ચકિત થઈ ગયા કે રમા ને શું થયું ,માત્ર એ વ્યકતી ના ચેહરા પર મુસ્કાન હતી . રમા શંકર સીધા એમના ચરણો મા પડી ગયા એની આંખ મા આંસુ હતા “ ક્ષમા કરો સ્વામી ,આ મૂર્ખ રમા ને ક્ષમા કરો ......હું મૂર્ખ જેની આજીવન આરાધના કરતો રહ્યો ,એ જ્યારે મારા સમક્ષ હતા ,મારા નિવાસ પર ખુદ આવ્યા અને હું અબોધ તમને ઓળખી શક્યો નહીં.. તમે મારૂ જીવન સાર્થક કરી દીધું પ્રભુ ................” એમને રમા ને ઊભા કર્યા અને પોતાના અંગ વસ્ત્ર થી એમના અશ્રુ લૂછયા . રમા બોલ્યો “ હે શિવ શંકર ...........તમારી લીલા અપાર છે , તમે મને ઘણા સંકેત આપ્યા ,શિવલિંગ સ્વર્ણમય બની ગયું ,મારા ખેતર નો પાક અને મારી કૈલાશ સુધી ની યાત્રા તમે બધે જ મારા સાથે હતા “. શિવ બોલ્યા “ રમા..હું તો તમારા જન્મ થી જ તમારા સાથે છુ અને તમારા જ નહીં આ સંસાર ના દરેક જીવ સાથે છુ ,પરંતુ બધા લોકો મને સાંભળી કે અનુભવી શકતા નથી . હું તો તમારા નિવાસ પર તમારી પરીક્ષા કરવા આવ્યો હતો ,અને તમે એ પરીક્ષા મા ઉત્તીર્ણ થયા , તમારું ભોળપણ , ત્યાગ ,વિશ્વાસ અને અતૂટ શ્રધ્ધા જ તમારી સાચી ભક્તિ છે . એના બળ પર તમે કૈલાશ સુધી ની યાત્રા મા સફળ રહ્યા ,એટ્લે જ મે તમને કહ્યું હતું કે મારા સુધી પહોચવાનો માર્ગ દુર્ગમ છે. તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી તમારા જીવન ના બધા પડાવ પાર કરી લીધા છે.જો તમે પર્વત ચડાણ વખતે હાર માની લીધી હોત અને પાછાં વળી ગયા હોત તો કદાપિ મારા સુધી ના પહોચી શકત , માંગો રમા તમારે શું જોઈએ છે ? “.રમા હાથ જોડી બોલ્યો “ પ્રભુ પેહલા તો આ લીલા નો હવે અંત કરો ,પોતાના વાસ્તવિક રૂપ મા દર્શન આપો જે રૂપ મા મે તમારી આજીવન પુજા કરી છે “. શિવ હસવા લાગ્યા અને પળ ભર મા સમગ્ર કૈલાશ નું ચિત્ર બદલાઈ ગયું વિવાહ ના મંડપ હરિત વૃક્ષ અને રંગ બેરંગી પુષ્પ અને બરફ થી છવાયેલા પથ્થર મા ફેરવાઇ ગયું .રમા એ ચારેય બાજુ નજર ફેરવી કૈલાશ ની સુંદરતા નિહાળતો હતો અને શિવ પોતાના અસલી રૂપ મા આવ્યા . કંઠ મા સર્પ ની માલા , અંગ પર ભભૂત , માથે જટાજૂટ ,હાથ મા ત્રિશુળ ,શરીર પર રુદ્રાક્ષ ની માળાઓ , વ્યાઘ્રચર્મ ના વસ્ત્ર. શિવ નું અતુલનીય ,અવર્ણનીય ,મનમોહક રૂપ રમા ની આંખો સમાવી શકતી નહોતી . રમા, નંદી અને સર્વ ઉપસ્થિત ભૂત –પ્રેત, શૃંગી, ભૃંગી સર્વે લોકો એ શિવ ને વંદન કર્યા .

શિવ શંકર મહાદેવ બોલ્યા “ બોલો રમા શું જોઈએ છે તમારે ?”

રમા અશ્રુભીની આંખો થી બોલ્યા “ હે જગત નાથ , કશુય શેષ નથી મારા જીવન મા હવે સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું મને ,મારા તો જન્મ જન્માંતર તૃપ્ત થઈ ગયા . એક કૃપા કરો પ્રભુ સદાએ માટે તમારી શરણ મા રાખો ”. શિવ બોલ્યા “ રમા , તમારો જન્મ જગત ના કલ્યાણ માટે થયો છે ,તમારે ધરતી પર રહી મનુષ્યો ના પ્રશ્નો નું નિરાકરણ લાવવાનું છે , જે શ્રધ્ધાળું મનુષ્ય મારી સુધી નથી પહોચી શકતા તમારે એમને માર્ગ બતાવવાનો છે એમનો ઉધ્ધાર કરી મારૂ કાર્ય સંપન્ન કરવાનું છે . એટ્લે હે રમા શંકર હું તમને વરદાન આપું છુ ,તમે હમેશા સત્ય ભક્તિ અને ધર્મ નું પાલન કરી ધરતી પર સદાએ લોકો નું માર્ગદર્શન કરતાં રહેશો ,તમારા ખેતર નું અન્ન કોઈ દિવસ નાશ નહીં પામે “. રમા બોલ્યા “મને સ્વીકાર છે પ્રભુ ,પરંતુ મને વચન આપો જ્યારે પણ હું તમારું આહવાહન કરું તમે પ્રત્યક્ષ હાજર થશો”. “ તથાસ્તુ ...” શિવ બોલ્યા અને રમા ના શીશ પર હાથ મૂક્યો ત્યાં રમા ને બ્રહ્મજ્ઞાન થઈ ગયું . શિવ બોલ્યા “તમને સર્વ જ્ઞાન થઈ ગયું છે ,હવે તમારા રમશંકર રૂપી જીવન નો અહી અંત થાય છે , આજથી તમે જગત મા “અલખ ધણી” થી ઓળખાશો. તમારો જીવન મંત્ર હવે રહેશે “અલખ નિરંજન”.

રમા એ શિવ ને વંદન કર્યા .શિવ બોલ્યા “ જાઓ અલખ પોતાના કાર્ય ની શરૂઆત કરો મારો આશીર્વાદ સદાએ તમારી સાથે છે “. એટલું બોલતા જ તો અલખ ધણી પલભર મા પોતાના નિવાસ પર આવી પહોચ્યા.

આ કથા નો અહી અંત નથી , હવે ના ભાગો મા અલખ ધણી ના ચમત્કારો ની શરૂઆત થશે , હવે અલખ નિરંજન સાથે જોડાયેલા કિસ્સાઓ જાણવા જોડાયેલા રહો.