આ હું છું. અને આવી જ રહીશ. એમ કહી મીતા ત્યાં થી નીકળી ગઈ. ફોન માં નજીક નું બસ સ્ટેન્ડ જોયું. ફટાફટ ત્યાં પહોંચી અને બસ પકડી ઘરે પહોંચી. કોલેજ નો સમય ખતમ થઈ ચૂક્યો હતો પણ ઑફિસ પહોંચવું જરૂરી હતું. ગોવા ની મીટીંગ પછી શું થયું ?તે જાણવા તે આતુર હતી.
આ બાજુ સુદેશ પણ મીતા ની રાહ જોઈ રહ્યો હતો. તે મીતા ને જણાવવા માંગતો હતો કે મીટીંગ સફળ રહી છે. પણ તે મીતા ની રાહ જોઈ રહ્યો છે તેવું બતાવવા નહોતો માંગતો. મીતા ઓફિસ પહોંચી. એનો મૂડ ખરાબ હતો. મોહિત ના વર્તન થી એ ખૂબ દુઃખી હતી. પણ કામ તો કરવું જ રહ્યું.
ઓફિસ પહોંચતાની સાથે જ તે કામ પર લાગી.તરત જ સુદેશે તેને અંદર બોલાવી. મીતા એની કેબિન માં ગઈ. સુદેશ ને ખૂબ ખુશ જોઈ એ સમજી ગઈ કે મીટીંગ સફળ રહી છે. સર, મીટીંગ સફળ રહીં ને. ઓહ!યસ, મીતા તમને કેવી રીતે ખબર પડી? તમારો ચહેરો જોઈ ને સમજાઈ ગયું.
ઓહ!વાઉ મીતા તમને ચહેરો રીડ કરતા પણ આવડે છે. મને આની ખબર નહોતી. ના, સર ચહેરો રીડ કરતા નથી આવડતું પણ ચહેરા ની ખુશી કોને કહેવાય ?એ જરૂર ખબર છે.બસ એટલે સમજાઈ ગયું.
સરસ, તો હવે એ પણ જાણી લો કે હવે તમારું કામ વધવાનું છે. એટલે ખૂબ ધ્યાન થી કામ કરવાનું છે. હા, સર એના માટે તૈયાર છું. એમ કરી મીતા બહાર આવી ને કામે લાગી.
કામ માં વ્યસ્ત મીતા ની નજર ફોન પર પડી. તેમાં મોહિત અને જીગર બન્ને ના મેસેજ હતા. જીગરે ક્યાં છે મીતા? કઈ દુનિયા માં છે? કોલ નહિ મેસેજ પણ નહીં? એવું લખી ને મોકલ્યું હતું. મોહિતે મીતા તને મારુ વર્તન ના ગમ્યું એ માટે હું દિલગીર છું. મને એમ હતું કે બધી છોકરીઓ ની જેમ તને પણ આ બધી વસ્તુઓ ગમશે. તું ખુશ થઈશ. સોરી, મીતા હવે હું તને ક્યારે પણ હેરાન નહિ કરું.એવું લખ્યું હતું.
મીતા એ જીગર ના મેસેજ નો જવાબ આપ્યો. અને મોહિત ના મેસેજ નો જવાબ ના આપ્યો. કામ પતાવી ને ઘરે જવા માટે નીકળી ત્યારે અજાણ્યા નંબર પર થી કોલ આવ્યો એને ઉપાડ્યો.
ફોન માં સામે છેડે મોહિત નો નોકર હતો.એને ખૂબ જ ગભરાયેલા સ્વર માં મીતા ને કહ્યું કે મોહિતે આત્મહત્યા નો પ્રયાસ કર્યો છે અને તેની હાલત ખૂબ જ ગંભીર છે. અત્યારે તે બેહોશી માં પણ મીતા ને યાદ કરી રહયો છે. તેને મીતા ને હોસ્પિટલ આવવા વિનંતી કરી.
મીતા ઝડપ થી હોસ્પિટલ પહોંચી. ફટાફટ મોહિત નો રુમ શોધ્યો. અને તેના રુમ માં દાખલ થઈ. રુમ માં તેનો નોકર હતો એને જણાવ્યું કે ભાઈ ખૂબ જ દુઃખી હતા. એમને ઊંઘ ની ગોળીઓ ખાઈ લીધી.
ડોકટરે ગોળીઓ તો શરીર માં થી કાઢી લીધી પણ તબિયત હજી નાજુક છે. તમે બેસો હું બહાર બેઠો છું. નોકર ના ગયા બાદ મીતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.
તેને મોહિત નો હાથ પોતાના હાથ માં લીધો અને રડતા રડતા જ બોલી કે તને આવું કરતા પહેલા મારો જરા પણ વિચાર ના આવ્યો. તું મને આટલું હેરાન કરે છે છતાં હું તારી સાથે વાત કરું છું. શું એનો મતલબ તું નથી સમજી શકતો? મેં તારી પાસે સમય માંગ્યો હતો અને એ આપવા માટે પણ તું અસમર્થ રહ્યો!!!!
આગળ શું થશે? શું મીતા મોહિત ને હા પાડશે? મીતા ની અસમંજસ ને સમજવા માટે આગળ ના ભાગ ની પ્રતીક્ષા કરો....