A RECIPE BOOK - 2 in Gujarati Horror Stories by Ishita books and stories PDF | અ રેસીપી બુક - 2

The Author
Featured Books
Categories
Share

અ રેસીપી બુક - 2

મયંક, કામીની અને સંધ્યા ને ગૌતમ નો નંબર મળી જાય છે. હવે આગળ......
===============================

" જીજાજી નો ફોન નંબર તો આ જ છે એ તો પાકુ થઈ ગયુ, પણ આપણને એમના ઘર નુ સરનામુ કેવી રીતે મલશે!" કામીની એ પુછ્યુ. " એ બધુ તુ મારા પર છોડી દે, હવે હું વાત કરીશ એ છોકરી જોડે." સંધ્યા એ એણે ગળા માં પહેરેલી માળા આંગળીઓ વડે રમાડતા કહ્યુંં.
***************************************
તૃષ્ણા એ ઊભા થઇ ને પોતાનો ગુસ્સો શાંત કરવા પાણી થી બહુ બધી છાલકો મારી મોઢું ધોયું. ' મમ્મી- પપ્પા એ આ લોકો ની વા ત તો કરી હતી મને, પણ આ લોકો તો બહુ જ અભિમાની છે, એમણે આજ સુધી ક્યારેય મમ્મી- પપ્પા સાથે પણ વાત નથી કરી, નાની ગુજરી ગયા ત્યારે આ લોકો એ પપ્પા નુ કેટલુ insult કર્યું હતું, પપ્પા તો ખાલી ખરખરો કરવા ગયેલા. તો આજે પપ્પા નું શું કામ પડ્યું હશે આ લોકો ને! ' તૃષ્ણા આમ વિચારતાં વિચારતાં જમવા બેઠી. જમી ને વાસણ સાફ કરી ને ગરમ પાણી નો કપ લઇ એ બાલ્કની મા આવી, રાત ની ઠંડી ઠંડી હવા પણ આજે એના મન ને શાંતિ નહોતી આપી રહી.' મેં રોંગ નંબર કહી ને ભુલ તો નથી કરી ને, હોઈ શકે એમને કંઈ important વાત કરવી હોય. ' તૃષ્ણા આમ વીચારતા ફોન માં એ નંબર જોઇ રહી હતી. ' શું મારે કોલ બેક કરવું જોઈએ!'
***************************************
" મયંક આ છોકરી કોણ હતી?" જમતાં જમતાં સંધ્યા એ પુછ્યું. " ઝંખના અને ગૌતમ ની છોકરી હોવી જોઈએ." મયંક એ કહ્યું. " જો સંધ્યા આ મુસીબત આપણા ત્રણેય ની છે, તારે જે કરવુ હોય એ જલ્દી કર." કામીની એ કહ્યું. જમ્યા બાદ સંધ્યા એ ફોન હાથ માં લીધો અને તૃષ્ણા ને ફોન લગાવ્યો." હલો! "તૃષ્ણા એ ફોન ઉપાડ્યો. " બેટા, કોણ છે તું? ઝંખના અને ગૌતમ તારે શું થાય? " વાતો માં મીઠું મધ ઘોળીને સંધ્યા એ પુછ્યું. તૃષ્ણા વિચારવા લાગી 'આ કોણ હશે! આ લોકો બહું ચાલાક લાગે છે, મે રોંગ નંબર કહ્યું તો પણ આ લોકો ને ખબર પડી ગઇ જે હોય તે લાવ વાત કરી ને મામલો ખતમ કરી દઉં.' "હું તૃષ્ણા! ઝંખના મારા મમ્મી છે.શું કામ છે તમારે! મને ઘડી ઘડી કોલ કેમ કરી રહ્યા છો!" બને એટલી રૂક્ષતા સાથે તૃષ્ણા બોલી. સંધ્યા એ બીજુ પાસુ ફેંકતા કહ્યું "બેટા અમને ખબર છે અમે લોકો એ તારી અને તારા મમ્મી - પપ્પા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, પણ શું કરીએ તારા મમ્મી - પપ્પા એ ભાગી ને લગ્ન કર્યાં એનાથી તારા નાના બહુ ગુસ્સે થયેલા હતા, અમે લોકો પણ ત્યારે બહુ નાના હતા,, " "પ્લીઝ મને આ બધી વાત મા કોઈ જ interest નથી, આપણે main વાત પર આવીએ! શું કામ છે તમારે! " તૃષ્ણા સંધ્યા ની વાત વચ્બોચે થી કાપતા બોલી." અમે તમને લોકો ને મળવા માગીએ છે, ઘર નું address મળશે! "સંધ્યા એ કહ્યું." તમને કામ શું છે એ બોલો ને, કેમ ઘરે આવવું છે? "તૃષ્ણા થોડી ખીજવાઈ ને બોલી." તારી મમ્મી ની એક નીશાની છે જે અમે તને અને જીજાજી ને સોંપવા માગીએ છીએ, આ બધી વાત તને નહી સમજાય, મારી જીજાજી જોડે વાત કરાવ પ્લીઝ. " સંધ્યા પણ ચીડાઈ રહી હતી, તૃષ્ણા ના જવાબો થી. " ઠીક છે, લખી લો address, ઘર નંબર 15, આરાધના સોસાયટી, નવા ગઢ." તૃષણા વધુ વાત કરવા માંગતી ન હતી." ઠીક છે, અમે એક કલાક માં આવીએ છીએ.thank you બેટા. " સંધ્યા એકદમ જ ખુશી માં બોલી.
" Address મલી ગયું છે, ચલો હવે આ મુસીબત ના પોટલા સમાન પેટી માંથી પીછો છોડાવીએ, ચલો જલ્દી કરો." આમ બોલતાં બોલતાં સંધ્યા પર્સ લઈને ઊભી થઈ. કામીની અને મયંક ગર્વ થી જોઈ રહ્યાં સંધ્યા ને...
****************************************
તૃષ્ણા એ ફોન મુક્યો અને સોફા પર બેસી ગઈ, એ વાત થી અજાણ કે એની પાછળ બે આંખો ખુશી થી ચમકી રહી હતી...
===============================

કોની આંખો હતી એ? આ કઈ પેટી હતી જેનાથી કામીની, મયંક અને સંધ્યા આટલા પરેશાન થઈ રહ્યા હતાં.! જાણીશું 3 જા ભાગ માં.