Incpector Thakorni Dairy - 12 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૨

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું બારમું

ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીને એક ઉદ્યોગપતિએ ઝેર પીધાના સમાચાર મળ્યા એટલે તેમના બંગલા પર પહોંચી ગયા. ત્યાં જઇને જે વિગત જાણવા મળી એ આવી હતી. ઉદ્યોગપતિ ધનેશકુમારે આર્થિક સ્થિતિથી કંટાળી બીયરમાં ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધનેશકુમારની પત્ની પિનાલીએ જે વાત કરી એને ધ્યાનથી સાંભળી. પિનાલીનું કહેવું હતું કે છેલ્લા છ માસથી ધંધામાં સતત ખોટ જઇ રહી હતી. તે પોતે કંપનીમાં જનરલ મેનેજર તરીકે હતી. આજે નવી બેલેન્સ શીટમાં કંપની પરનું દેવું વધારે વધી ગયાનું જોયા પછી તે ઉદાસ અને ચિંતિત હતો. મેં એને સમજાવ્યો કે બધા દિવસ સરખા હોતા નથી. ધીમે ધીમે પ્રોડક્ટનો ભાવ વધશે અને કંપની નફો કરતી થઇ જશે. પણ હવે ખોટ લાખોમાંથી કરોડોમાં પહોંચી રહી હતી. આજે તે કંપનીમાંથી વહેલો નીકળી રહ્યો હતો. મેં એને કહ્યું કે હું સાથે જ આવું છું. પણ એણે મને કામ પતાવીને આવવા કહ્યું. એ નીકળ્યા પછી મેં અમારા એકાઉન્ટન્ટ યતિનને કહ્યું પણ ખરું કે આપણે ધનેશને વધારે ખોટવાળી બેલેન્સ શીટ બતાવવાની ન હતી. અને બતાવવી હતી તો જૂઠી બનાવીને ખોટ ઓછી રાખીને બતાવવાની હતી. તે નિરાશ થઇ ગયો છે. થોડા દિવસ તો એ એવી આશામાં રહ્યો હોત કે ખોટ ઓછી થઇ રહી હોવાથી કંપની નફો કરતી થઇ જશે. આજે તે કદાચ વધારે પડતો ભાંગી પડ્યો હતો. હું ઘરે પહોંચી ત્યારે તે બોટલમાંથી થોડું થોડું પી રહ્યો હતો. દર વખતે હું એના પર ગુસ્સે થતી હતી. આજે મેં તેને બીયર પીવા દીધો. હું રસોઇ બનાવવા લાગી. આજે તેની મનપસંદ વાનગી બનાવવાની તૈયારી કરવા લાગી. થોડી રસોઇ બનાવી હું એને ચખાડવા અમારા બેડરૂમમાં પહોંચી ત્યારે તે બેડની નીચે પડયો હતો. તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. આંખો ખુલ્લી જ રહી ગઇ હતી. તે તરફડીને મરી ચૂક્યો હતો. મેં તરત ડોકટર અને પોલીસને ફોન કર્યો. પછી આસપાસમાં જોયું તો બેડની બાજુના ટેબલની નીચે ઉંદર મારવાની દવા પડી હતી. અમારા બંગલામાં ઉંદરની કોઇ સમસ્યા ન હતી. અમારે ત્યાં ઉંદર મારવાની દવા રાખતા જ નથી. હું એ દવા જોઇને ચોંકી ગઇ. મને કલ્પના ન હતી કે તે આવું અંતિમ પગલું ભરી લેશે.

ઇન્સ્પેક્ટર ઠાકોરે બીજી કેટલીક માહિતી મેળવી ધનેશકુમારની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં સ્પષ્ટ હતું કે ઝેરી દવા પીને ધનેશ મૃત્યુ પામ્યો હતો. દવા એટલી સ્ટ્રોંગ હતી કે તે લેતાંની સાથે અડધા કલાકમાં જ તેનો જીવ નીકળી ગયો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને પહેલી નજરે તો આ આત્મહત્યા નહીં પણ હત્યા જ લાગતી હતી. પરંતુ જેમ એક પછી એક માહિતી મેળવતા ગયા એમ તે આત્મહત્યા હોવાનું જ સાબિત થઇ રહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજી સાથે બેસીને પિનાલીની વાતના બધા જ અંકોડા મેળવી જોયા. ક્યાંય એવું લાગતું ન હતું કે તેણે ધનેશને રસ્તામાંથી હટાવવા ઝેર પીવડાવી દીધું હોય શકે.

ધીરાજી કહે:"સાહેબ, મેં એમની કંપનીમાં પૂછી જોયું તો મોટાભાગના કર્મચારીઓએ કહ્યું કે તેમની કંપની ખોટમાં ચાલી રહી હોવાથી આ વર્ષે ઇન્ક્રીમેન્ટ પણ આપવામાં આવ્યું નથી. ખોટ જતી હોવાથી ધનેશકુમાર ચિંતામાં જોવા મળતા હતા. અને એમણે જાતે જ ઉંદર મારવાની દવા ખરીદી હતી. એક મેડિકલ સ્ટોરમાંથી તેમણે ડિપ્રેસન દૂર કરવાની દવા ઉપરાંત ઉંદર મારવાની દવા ખરીદી હતી. એનું બીલ પણ તેમના ખિસ્સામાંથી મળી આવ્યું હતું. મેં જાતે મેડિકલ સ્ટોર પર જઇને તપાસ કરી તો ધનેશકુમાર પોતે આ વસ્તુઓ લઇ ગયા હતા. એટલે કોઇપણ ઉપર શંકા કરી શકાય એમ નથી. બીજી વાત એ કે તે પિનાલી કરતાં પહેલાં ઘરે પહોંચી ગયા હતા. અને બીયર પીવાનું શરૂ કરી દીધું હતું. કદાચ એ કંપની પરથી જ મરવાનું નક્કી કરીને નીકળ્યા હતા. બે દિવસ પછી તેમના ટેબલ પરથી એક કાગળ પણ મળી આવ્યો છે. જેમાં લખ્યું છે કે આ કંપનીની ખોટ માટે તે પોતે એકલો જ જવાબદાર છે અને તે આવા જીવનથી કંટાળી ગયો છે. જો પોતે આત્મહત્યા કરે તો તેના માટે એ પોતે જ જવાબદાર હશે. બીજું બધું ઘણું લખ્યું હતું. એ આપણા કામનું નથી. પિનાલી સાથે તેનું લગ્નજીવન વ્યવસ્થિત હતું. કંપનીની ખોટથી વ્યથિત થઇને એણે જીવનનો અંત લાવી દીધો હોય એવું સ્પષ્ટ દેખાય છે...."

ઇન્સ્પેક્ટર ઠાકોર ધીરાજીની વાતને શાંતિથી સાંભળી રહ્યા હતા. થોડીવાર પછી એ બોલ્યા:"ધીરાજી, મેં કંપનીની બેલેન્સ શીટ માગીને તપાસી જોઇ. એમાં છેલ્લા છ માસથી કંપની ખોટમાં જતી હોવાનું જ જણાય છે. મેં કારણ શોધ્યું તો એવું લાગ્યું કે આ લોકો જે પ્રોડક્ટ બનાવે છે તેનું મટીરીયલ વિદેશથી આવે છે. તેમણે કેટલીક એજન્સીઓનો આખા વર્ષનો કોન્ટ્રાક્ટ લઇ લીધો હતો. પણ વિદેશી મટીરીયલના ભાવ અચાનક વધી ગયા. એટલે એજન્સીઓ તરફથી તેમને ભાવવધારો મળ્યો નહીં. અને અગાઉની કિંમતે જ પ્રોડકટ પૂરી પાડવાની થઇ છે. હવે પિનાલી કેવી રીતે કંપનીને સંભાળશે એ સમજાતું નથી...."

"સાહેબ, હજુ થોડા દિવસ રાહ જોવી છે કે પછી આત્મહત્યા તરીકે કેસ બંધ કરી દેવો છે? ઘણી વખત તમારી પાસે કોઇ આઇડિયા આવે છે. હજુ કોઇ તપાસ કરવાની જરૂર હોય તો મને કહો." ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોરના સ્વભાવને ઓળખીને કહ્યું.

"ધીરાજી, ફક્ત બે દિવસ આપો. હું વિચારી લઉં...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર ઘરે જવા નીકળ્યા.

બે દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ધીરાજી, ચાલો પિનાલીને પકડી લાવીએ....."

"સાહેબ, હજુ કઇ પૂછપરછ બાકી રહી ગઇ છે?" ધીરાજીએ નવાઇથી પૂછ્યું.

"હજુ ઘણું પૂછવાનું અને જાણવાનું બાકી છે...હા, એક મહિલા પોલીસને સાથે લઇ લે જો..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર કેપ પહેરી બહાર નીકળ્યા. ધીરાજીએ જીપ બહાર કાઢી.

ઇન્સ્પેક્ટર ઠાકોરને આગોતરી જાણ વગર પોતાને ત્યાં આવેલા જોઇ પિનાલીની આંખોમાં આશ્ચર્ય દેખાયું. ઇન્સ્પેક્ટર ઠાકોર સહેજ મુસ્કુરાયા.

"સાહેબ, કેમ આવવું થયું?" પિનાલીએ સ્વસ્થતા જાળવી પૂછ્યું.

"પિનાલી, આ તારી બેલેન્સ શીટ ફરી એકવખત જોઇ લે. ક્યાંક ભૂલ તો નથી ને?" ઇન્સ્પેક્ટર ઠાકોર એક ફાઇલ તેને ધરીને બોલ્યા.

પિનાલીએ સહેજ ધ્રૂજતા હાથે ફાઇલ લઇ પહેલા પાના પર નજર નાખી કહ્યું:"આ તો એ જ છે. અમારા એકાઉન્ટન્ટે બેલેન્સ શીટ બરાબર બનાવી છે...."

"તો પછી...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે એ ફાઇલમાં પાછળના કેટલાક કાગળ બતાવી કહ્યું:"તમારા અને બેંકના આંકડામાં ફરક ના હોવો જોઇએ...."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી પિનાલીના પગ ધ્રૂજવા લાગ્યા.

"જી...જી...હું જોઇ લઉં..." પિનાલીનો અવાજ થોથવાવા લાગ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોર સખત શબ્દોમાં બોલ્યા:"પિનાલી, તમારી કંપની ખોટમાં જઇ રહી નથી. તમારી બેલેન્સ શીટ ખોટી છે. બેંકમાં તો વધારે સિલક બતાવે છે. તમે ખોટી બેલેન્સ શીટ બનાવીને ધનેશકુમારને માનસિક રીતે પરેશાન કર્યા હતા. ખોટના આઘાતમાં તે વધારે બીયર પીવા લાગ્યા હતા. આ બધું તેં અને યતિને સાથે મળીને કર્યું છે. એ આત્મહત્યા કરવા માગે છે એવો કાગળ પણ તેં ખોટી રીતે સહી કરાવી એના ટેબલ પર મૂકી દીધો હતો. એ કાગળને ધ્યાનથી જોયો ત્યારે તેમાં તેની સહીની ઉપર ગુંદર લાગેલો અનુભવાયો. મતલબ કે ઉપર બીજો કોઇ કાગળ ચોંટાડી તેં એની સહી કરાવી લીધી હતી. યતિનની ધરપકડ થઇ ચૂકી છે. હવે તું આખી વાત સીધી રીતે કહીશ કે તારી પાસે ઓકાવું? મારી પાસે એવા પણ પુરાવા છે કે તેં ધનેશકુમારને બીયરમાં ઝેર આપીને તેનું મોત નીપજાવ્યું છે."

પિનાલીને થયું કે હવે તે બચી શકે એમ નથી. તે માથું પછાડતી રડવા લાગી:" યતિન તો કહેતો હતો કે ફુલપ્રુફ પ્લાન છે...."

ત્યાં વચ્ચે ધીરાજીએ પોતાના સાહેબ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું:"મેડમ, એને ખબર નથી કે આ કેસની તપાસ ઇન્સ્પેક્ટર ઠાકોર કરી રહ્યા છે? અને એણે સાંભળ્યું નથી કે 'નામ છે એમનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એમની નજર છે બહુ ચકોર'. કોઇપણ ખોટી વાત એમની નજરમાંથી છટકી શકતી નથી...."

"ચાલ હવે અથથી ઇતિ કહી દે છે કે હું બોલું?"પોતાના હાથમાં દંડો કહી રમાડતાં ઇન્સ્પેક્ટર ઠાકોરે પિનાલીને કહ્યું.

"સાહેબ, હું અને યતિન એકબીજાને ઘણા વર્ષોથી પ્રેમ કરીએ છીએ. કોલેજ પૂરી કર્યા પછી તેને નોકરી મળતી ન હતી. મેં એમબીએ કર્યું હતું. મને ધનેશકુમારની કંપનીમાં જનરલ મેનેજરની નોકરી મળી ગઇ. મેં ત્યાં જઇને જોયું કે ધનેશ સાવ ભોળો છે. યતિને એવી યોજના બનાવી કે તેને મારી ભલામણથી એકાઉન્ટન્ટની નોકરી મળે પછી બંને મળીને તેને મારી નાખીશું અને કંપનીના માલિક બનીને જલસા કરીશું. ધનેશ મારી સુંદરતા પર પહેલા દિવસથી જ મોહિત થઇ ગયો હતો. એક દિવસ મોડે સુધી રોકાઇને મેં એને બીયર પીવડાવી ભાન ભૂલાવી શરીર સોંપી દીધું. બીજા દિવસે તેને પોતે ભૂલ કરી હોવાનો અહેસાસ થયો. તેણે માફી માગી. મેં એને લગ્ન કરવાની વાત કરી. તે માની ગયો અને અમે પરણી ગયા. મારો અને યતિનનો રસ્તો સરળ થઇ ગયો હતો. અમે એક જ વર્ષમાં કંપનીની ખોટ વધારે દેખાય એવી ખોટી બેલેન્સ શીટ બનાવવાનું શરૂ કર્યું. અને ગયા મહિનાની બેલેન્સ શીટમાં ખોટ વધારી દીધી. આ વાત તમે પકડી લીધી છે. ધનેશને મારા પર પૂરો વિશ્વાસ હતો. તેણે ક્યારેય તમારી જેમ ક્રોસ ચેક કર્યું નહીં. અમે કંપનીમાં માહોલ પણ એવો ઊભો કરી દીધો કે ખોટ જઇ રહી છે. છેલ્લી બેલેન્સ શીટ અમે વધારે ખોટવાળી બનાવી હતી. એ દિવસે તે ખરેખર એવી ચિંતામાં હતો કે આટલી બધી ખોટ કેમ જઇ રહી છે. તે તપાસ કરવાનું કહેવા લાગ્યો. અમે હવે નક્કી કરી લીધું કે આજે એને પતાવી દેવાનો. અસલમાં મેં જ એને ઉંદર મારવાની દવા અને ડિપ્રેસનની દવા લાવવા કહ્યું હતું. એ ઘરે ગયો એ પછી તરત જ હું એની પાછળ પહોંચી. અને તેને ચિંતા દૂર કરવા બીયર પીવા કહ્યું. એક બોટલ પૂરી થયા પછી એ બાથરૂમમાં ગયો ત્યારે મેં એમાં ઝેરી દવા ભેળવી દીધી. પછી વાતો વાતોમાં એ થોડી પી ગયો. તેને થોડી શંકા થઇ પણ મેં એને સંભાળી લીધો...." પિનાલી સડસડાટ બોલીને અટકી.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"તેં આયોજન તો બરાબર કર્યું હતું. તારી બેલેન્સ શીટ જોયા પછી પહેલી નજરે તો મને કોઇ શંકા પડી ન હતી. પણ તેં એમ કહ્યું કે ખોટી બેલેન્સ શીટ બનાવી નહીં. એ યાદ કરીને મને એવો વિચાર આવ્યો કે ખોટી બનાવી પણ હોય. એટલે મેં તારી બેંકના ખાતાઓની તપાસ કરાવી. એમાં તો મોટું બેલેન્સ હતું. મતલબ કે તેં ચાલ રમી છે. અને આ કામ યતિન વગર થઇ શકે એમ ન હતું. મેં તમારા બંનેની હિસ્ટ્રી કઢાવી ત્યારે ખબર પડી કે તમે બંને એક જ કોલેજમાં ભણ્યા હતા. મારી શંકા દ્રઢ બની. મેં યતિનને રીમાન્ડ પર લીધો અને તે સાચું બોલી ગયો. એટલું યાદ રાખવાનું કે ભલે લાખ છુપાવો પણ જૂઠ છૂપતું નથી..."

ધનેશકુમારની હત્યા અને કંપનીના હિસાબો સાથે ચેડાં કરવા બદલના ગુના પિનાલી અને યતિન સામે દાખલ કરી દીધા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરે બંનેને કહ્યું:"તમે કંપનીની તો ખોટી બેલેન્સ શીટ બનાવી કાઢી પણ એ ના વિચાર્યું કે જીવનની બેલેન્સ શીટમાં જે લખાયું હોય એ ભોગવવું જ પડે છે."

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ ૧૬૬ ઇ બુક્સના ૩.૩૦ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના માર્ચ-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૭ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ માં ૭૯૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***