માં ની વેદનાં
આજકાલ કરતાં કરતાં પલકનાં લગ્નને એકજ દીવસ બાકી રહ્યો છે.ત્યારે "માં ની વેદનાં" આંખોનાં મોતીનાં રુપમાં વહી રહ્યાં છે. આજનો દિવસ એક માં નાં હૈયાને હચમચાવી નાખે એવો છે.છેલ્લા પંદરેક વર્ષ પહેલાં એનાં પતીનું અવસાન થયું હતું. (પલકની મમ્મીનું નામ સવીતાબેન)સવીતાબેન હજીતો નવોઢાં બનીને ઘરમાં આવ્યાં જ હતાં. એને થોડો જ સમય સુધી પોતાના સાસું સસરાનો સાથ મળ્યો હતો. એક દીકરીની ગરજ સારી હતી.જાણે પોતાના જ માં બાપ હોય એવી રીતે સવીતાબેનને પોતાના સાસું સસરાની સેવા કરી હતી.થોડાજ વખતમાં પોતાના માં બાપ સમાન સાસું અને સસરાની વારાફરતી લાંબી વીદાઈ થઈ. ને સવીતાબેન ભાંગી પડ્યાં હતાં. હવે આખાય કુટુંબની જવાબદારી પોતાની ઉપર આવી પડી હતી. પોતાનો પતી ઈન્ડિયન આર્મીમાં સૈનિક તરીકે ફરજ બજાવી અને દેશની સેવામાં પોતાનું જીવન નીર્વાહ કરી રહ્યાં હતાં. લગ્નની એક મહીનાં પછી સવીતાબેનનો પતી પોતાની ફર્જ ઉપર પાછો ફર્યો હતો.એટલે આમ તો એકલવાયું જીવન જીવી રહ્યાં હતાં. કયારેક કયારેક ત્રણ કે છ મહીનાંની રજા લઈ અને એનો પતી અવારનવાર આવતો હતો. લગભગ પાંચ વર્ષ સુધી એકલાં રહ્યાં. એ દરમિયાન સવીતાબેનને ચાર સંતાનો થયાં. એમાં ત્રણ દીકરી અને એક સૌથી નાનો દીકરો હતો.(પરંતુ આ આખી સ્ટોરી પલકને મુખ્ય પાત્રમાં રાખીને પ્રસ્તુત કરી છે)પલક બધાં ભાઈ બહેનોમાં બીજાં નંબરની દીકરી હતી.એની બે બહેનોનાં લગ્ન થઈ ગયાં હતાં. એમનું જીવન સુખ અને દુઃખથી ભરેલું રહ્યું હતું. પરંતુ આપણે અહીં માત્ર પલકનું જીવન કેવું રહ્યું હતું અને એનાં જીવનમાં કેટલાં ઉતાર ચડાવ આવ્યાં આખીય સ્ટોરી અથવાં નવલકથા પલકને આજુબાજુ જ કેન્દ્રિત કરી છે.
થોડાં જ વખતમાં સવીતાબેનના પતી રીટાયર્ડ થવાનાં હતાં. તેથી સવીતાબેન બહું જ ખુશ હતાં. કે હવે પોતાનો પતી ઘેર આવે એટલે એનું એકલવાયું ભરેલું જીવન હર્યુ ભર્યું થઈ જશે.જોતજોતાંમાં એ વખત પણ આવી ગયો. એક દિવસ પોતાની આતુરતાનો અંત આવી ગયો. આજે પોતાની આર્મીની જોબ પુરી કરી અને એનો હસબન્ડ હંમેશા હંમેશાં માટે પોતાના ઘરે આવી ગયો. એ બહું જ ખુશ હતાં. પોતાની હસીને છુપાયેલા રહેતાં સવીતાબેન આજે ખીલખીલાટ હસી હસીને વાત કરી રહ્યાં હતાં. કોઈની પણ સાથે ઓછી વાત કરવાની ટેવ વાળા સવીતાબેન પડોશીને વારંવાર બોલાવી રહ્યાં છે. વર્ષોથી સ્થિર થયેલું એમનું જીવન જાણે અચાનક દોડવાં લાગ્યું. પરંતુ કુદરતને જાણે સવીતાબેનની ધીરજનો ઈમ્તહાન લેવાનું નક્કી કરી રાખ્યું હોય એમ પતીની નીવ્રૃતીના ત્રીજા મહીને પોતાના પતીનું અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થયું. અને સવીતાબેન જાણે આખુંય જીવન હારી ગયાં. નાનાં નાનાં ચાર બાળકોની જવાબદારી પોતાની ઉપર આવી પડી.એક દિવસ ભગવાનને કોષતાં હતાં. હે ભગવાન તારી પાસે હવે કોઈ દુઃખ બાકી રહી ગયું હોય તો એ પણ મને આપી દેજે.તને કદાચ એમ ન રહી જાય કે આ બાયડીને દુઃખ જેટલું દેવાનું હતું એટલું આપ્યું નહી.તને કોઈ વસવસો ન રહેવો જોઈએ,હું મારા પતી પાછળ આપઘાત કરીને એની પાસે આવી શકેત.....પણ તે મને ચાર બાળકોનાં ભવિષ્યની જવાબદારી સોંપી અને જીવન જીવવાં મજબૂર કરી નાખી છે.
જોતજોતાંમાં ઘણો સમય પસાર થઈ ગયો,વાત કરતાં વાર લાગે, પરંતુ સમયને જતાં જરાય પણ વાર નથી લાગતી.આજે સૌથી પ્રેમાળ અને સૌથી સુંદર અને હોશિયાર છોકરી પોતાનો સાથ પણ છોડીને જતી રહેશે!!એવાં વીચારો કરીને અને રડી રડીને આંખ્યુંમાં સોજા આવી ગયાં છે. ભગવાનની સામે આજે ખોળો પાથરીને પોતાની દીકરીને સારાં સંસારની કામનાં કરે છે.ભગવાનને પોતાની આખીય જીંદગીમાં ભોગવેલાં દુઃખ દર્દનો હીસાબ માંગે છે. કહે છે કે તે આ ઘરમાં પગ મૂક્યો નહોતો અને મારા સાસુ સસરાનો હાથ મારા માથેથી છીનવી લીધો. છતાં હું ચુપચાપ રહીને સહન કરતી રહી.કેટલાય વખત પોતાના પતીથી વીખુટી રહી.તો પણ તને દયા ના આવી,,એટલું ઘટતું હોય એમ પોતાના પતીની નોકરી પુરી થતાં હું ધન્યતા અનુભવી રહી હતી. ખુબ ખુબ ખુશ થઈ, એ પણ તારાથી ન દેખાણું તું એટલો અદેખો થયો કે મારા પતીને પણ મારાથી વીખુટો પાડી અને મને એકલી કરીને મારી હીંમતની કસોટી કરવામાં ક્ઈ બાકી નથી રાખ્યું.પતીનાં મોટાં ગામતરા પછી કેટકેટલા દાહોલાં કર્યા છે,, એની તો તને ખબરજ હશેને.હું પતીનું પેન્શનમાં ચાર બાળકોને પેટ ભરવા અને ચારેય બાળકોનાં ભણતર કરવાની જોગવાઈ નહોતી થતી.તેથી મે કપડાં સીવીને રાત દિવસ એક કરીને છોકરાઓને ભણાવ્યાં.બે દીકરીનાં લગ્ન પણ કર્યા.
એટલામાં મારી પલકને ભણીગણીને મોટી સરકારી નોકરી મળી ગ્ઈ.વળી એક ઉમીદ ભાળી અને આજે ઈ મારી પલકે મને કયાંક હીંમત હારવાનો મોકો નથી આપ્યો એ દીકરીને આજે મારે પારકે ઘરે મોકલવાનો વખત આવી પહોચ્યો છે.ત્યારે મને આજે મારી દીકરીને કોઈ અજાણ્યાં ઘરે મોકલવાની ભનક આજે ભયંકર નાગણી બની મને કાળજે ડંખ મારી રહી છે. હે મારા ભગવાન મારા નાથ આ છે સંસાર તારો કેટલાય દુઃખ ભરેલો,અમે કાળાં માથાનાં માનવી કરીએ તો બીજું શું કરીએ.આજે એક "માં ની વેદનાં"ભગવાન ઉપર વર્ષી રહી છે.એનાં હૈયામાં જાણે હોળી સળગી ઉઠી છે,અને આખુંય શરીર બળતરામાં ભડભડ ભડકે બળીને રાખ બની રહ્યું છે. સતત આખી જિંદગી કઠણાઇ ભોગવી ને માંડ માંડ સારા દિવસો દેખાડીને વળી પાછાં એકદમ છીનવી લે છે.આજનો દિવસ મારા માટે ખુબ જ ભયાનક કહેર વરતાવી રહ્યો છે. મારી દિકરી આજે મારાથી અલગ થવાની છે. બસ આજની રાત એને મનભરીને માણી લ્ઉ એટલી હીંમત આપજે.હું તારી પાસે બીજું કશું નથી માંગતી, અને માંગવાથી તું કાંઈ આપી પણ દેતો નથી.પણ આ દુઃખને ભોગવવાની હાંમ તો આપીશને ? પોતાની વેદનાં પોતાના માર્મિક શબ્દોમાં આંખોમાં આંસુથી વહાવી રહી છે.આખુંય જીવન દુઃખ ભોગવી ચુકેલી એક લાચાર માં કહે તો પણ કોની આગળ પોતાનાં દુઃખ ગણાવી શકે.
પોતાની માં ને ભગવાન આગળ ચોધાર આંસુડે વીલાપ કરતી જોઈને પલકનું કાળજું ફાટી ગયું. એણે પોતાની માં પાસે જવાની હીંમત દાખવી નહી.અથવા એ પોતાની માં પાસે જ્ઈ શકી નહી.પોતાનું મોઢું દબાવીને આંખોમાં આંસુનો સાગર ઉમટી પડ્યો. લગભગ બે કલાકથી સવીતાબેન ભગવાનને કરગરી રહી છે.એટલે પલકે આકાશની ભાભીને કહ્યું ભાભી પ્લિઝ મમ્મીને થોડી સંભાળી લ્યો ભાભી હું એને નહીં સંભાળી શકું. મારી હીંમત પણ નથી થતી એની પાસે જવાની,વીભાભાભીએ સવીતાબેનની પાસે જ્ઈ અને ઉભાં કરી શા્ંતવનાં આપી,પોતાનાં ગળે વળગાડી અને હૈયું ખાલી કરાવ્યું. અને સમાજની સાચી સમજણ આપી કહ્યું બેન આ કાંઈ આપણાં એકલાંનાં ઘરની વાત થોડી છે ? આપણે પણ કોઈ બાપની લાડકવાયી દીકરી હતી.આપણે પણ માં બાપ ભાઈ બધું છોડીને આવવું પડ્યું છે ને ? કોઈ દીકરી કયાં સુધી પોતાનાં બાપનાં ઘેર રહે તમે જ ક્યો સવીતાબેન ? પોતાની સાડીને છેડે આંખોમાં આવતાં આંસુને પોછી નાખી અને હકારાત્મક વલણ અપનાવ્યું. કહ્યું હાં બેન એ તો આખાય જગતમાં એનું જ ચાલે,વીભાભાભીએ કહ્યું તમે જો ભાંગી પડશો તો પલકને કોણ સંભાળશે તમે જ કહો.એનાં હ્લદયમાં કેટલું બધું દુઃખ થાય. એ કોને કહી શકે,જો આપણે આમ ભાંગી પડીએ તો એનું શું થાય ? એટલામાં પલક મોકો જોઈને આવી બધું બરાબર થઈ ગયું હતું. પલકે કહ્યું શું છે મમ્મીને ? એ મારા જવાથી દુઃખી થતી હોય તો મારે નથી જવું ક્યાંય.એટલે સવીતાબેન બોલ્યાં અરે ના ના દીકરી એવું નથી પણ મને થોડું ભગવાનની સાથે દુઃખ વ્યક્ત કરવું હતું અને એનો ઉપકાર પણ માનવો હતો. તેથી જરાક રોઈ લીધું બીજું કશુંજ નહીં. ચલો હજી ઘણું કામ છે,અને વખત થોડો.છે કાલે સવારે જાન આવી પહોચશે એ પહેલાં બધી તૈયારી કરી રાખવી જોઈએ. બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં.................................. ક્રમશઃ
(આજની રાત પલકનાં જીવનની છેલ્લી રાત છે..સ્વતંત્રતાની કાલેથી પલક પરાઈ થઈ જશે એવી કલ્પના પલકનાં મનમાં આવી.......જોઈશું ભાગ:-36:-પાનેતર માં)