મારે લગ્ન નથી કરવા...
નિધિ ના ઘરમાં નિધિ ના ફોઈ અને તેની વધારે પડતી ચિંતા કરનાર આન્ટી ઓ નો મનગમતો વિષય છે અરે! તમે સમજ્યા નહિ હું શાની વાત કરું છું ...? અરે!અરે હું તો લગ્ન ની વાત કરું છું .....હાસ્તો આજ વિષય એમનો ફેવરેટ છે......
હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું તો નિધિ પાણીપુરી ખાઈ ને ઘરે આવતી હતી. સાંજ નો સમય હતો અને રસ્તામાં જીવીમાસી એ તેને જોઈ તો એમણે મને બોલાવી
જીવીમાસી :અરે! નિધિ હમણાંથી તો તું ક્યાંય દેખાતી જ નથી ક્યાં ખોવાયેલી હોય છે?
નિધિ : હમણાંથી કોલેજ નું ભણવાનું વધી ગયું ને એટલે .....આખો દિવસ ઘરમાં જ વાંચું છું અને પાછું તલાટી ની પરીક્ષા નું ફોર્મ ભર્યું છે તો તેની પણ તૈયારી કરું છું એટલે બહાર બહુ નથી નીકળતું.... તમે કહો માસી કોમલ ને ઘરમાં બધાય સુખ શાંતિ માં છે ને
જીવીમાસી : અમારે તો શું તકલીફ હોવાની બધા મજામાં છે આતો કોમલ તને યાદ કરતી તી કે તું હમણાંથી તો ચ્યયાય દેખાતી જ નથ ને...
નિધિ : ના હો માસી જો એવું હોત તો હાલ તમારી પાસે તો ના જ બેઠી હોત ને .....
જીવીમાસી : ઈતો મેં તને ભાળી અને બોલાઈ નઈતર તું તો સીધેસીધી હેડી જાત હો
નિધિ :ના હવે માસી હું તમને મળવા આવવાની જ હતી...કાંઈ કામ હોય તો કેજો મારે લાયક
જીવીમાસી: હાલ તો તું સમય મળે એટલે આવી ને આ ભરત ને થોડું અંગ્રેજી શીખવાડે તો સારું
નિધિ : અરે માસી તમારો છોકરો તો બહુ જ હોશિયાર છે એને થોડી કાંઈ પણ શીખવાડવાની જરૂર પડે અને જો તોય તમને લાગતું હોય તો એને કાલથી મારા ઘરે મોકલી દેજો હું સમજાવી દઈશ એને
જીવીમાસી : સાવ ડફોળ છે ભરત તો ખબર નહિ તને ચયથી હોશિયાર લાગ્યો ..........................
સારું ઈ બધું મેલ પડતું અને મને ઈમ કે કે તારું ચય કર્યું કે નહીં......
નિધિ : મારુ શું કરવાનું માસી મતલબ કાંઈ ખબર ના પડી
જીવીમાસી : અરે ઈમ પુસું સું કે તારું ચ્યઅય સગપણ કર્યું કે નઈ
નિધિ: ઓહઃહ તમે તો લગ્ન નું પૂછો છો.....ના માસી હજુ નહિ કર્યું હો
જીવીમાસી: હજુ નથ કર્યું હું તારા જેવડી હતી ને ત્યારે મારે તો કોમલ પેટ રહી જઈ તી અને તારે હજુ ચ્યઅય ઠેકાણું જ નથી...
નિધિ: ના માસી મારુ ભણતર પૂરું થઈ જાય અને સારી એવી નોકરી મળી જાય પછી લગ્ન ની વાત
જીવીમાસી : તી ઈમ હજુ ચેટલું ભનીશ તું
નિધિ: હજુ તો સાત વર્ષ જેટલો ટાઈમ લાગશે હો
જીવીમાસી: આટલા બધા મોડા લગ્ન કરીશ તું
નિધિ: હોવે માસી હું નીકળું ત્યારે આવજો
જીવીમાસી: સારું તારે આવતી રહેજે હો.....
નિધિ હજુ તો માસી ના ઘરેથી નીકળવા જ જતી હતી ત્યાં જીવીમાસી એ ગીત ઉપાડ્યું
........"ઓડી ગાડી, ના જોવે ફોર્ચ્યુન ગાડી,..... સાયબા બનાયદે મને તારી લાડી........"
આ ગીત સાંભળીને નિધિ ને તો જે ગુસ્સો આવ્યો તો પણ તેને મનમાં જ રાખીને નિધિ ઘરે આવી.ઘરે તો તેને મસ્ત સરપ્રાઈઝ મળી તેની બેસ્ટ ફ્રેન્ડ આશા આવી હતી તેને મળવા માટે....
આશા: હાય નિધિ કેમ છે તું? અને કેવી ચાલે કોલેજ
નિધિ: બધુંય બરાબર છે કોલેજ પણ સારી જ ચાલે છે તું બોલ ઘણા દિવસે યાદ આવી નઈ મારી ઘરે બધાય કેમ છે....
આશા : ઘરમાં બધાય મજામાં છે ( થેલી માંથી કશુંક કાઢતાં:) આજો મારા લગ્નની કંકોત્રી આપવા આવી તી તારે તો ચોક્કસ આવવાનું છે અને જો તું નહિ આવે તો હું તારી કિટ્ટી પાડી દઈશ
નિધિ: ચહેરા પર ખુશી લાવીને:) હા હા હું તો ચોક્કસ આવીશ ને
આશા : હમ્મ સારું હવે તું કે તું ક્યારે આવી રીતે કંકોત્રી આપવા આવીશ.
નિધ: મારે પણ કંકોત્રી આપવાની હોય?
આશા: એમ નહિ મગજ હું એમ પૂછું છું કે તું લગ્ન ક્યારે કરીશ.....?
નિધિ: હજુ તો ઘણી વાર છે પણ મારા લગ્ન માં તને ચોક્કસ બોલાવીશ હો!
આશા: હમ્મ ચાલ ત્યારે હું નીકળું....
નિધિ: અરે એમ કેમ ચા પીને જા કઈંક નાસ્તો લાવું તારા માટે...
આશા : ના ના મારે હજુ બીજે પણ જવાનું છે ફરી ક્યારેક આવીશ ત્યારે નાસ્તા ની વાત....
નિધિ : સારું ચાલ ત્યારે મળીએ તારા મેરેજ માં.....
આશા: ઓકે બાય....
નિધિ: આવજે.....
સાંજ ના સાત વાગ્યે
દરરોજ સાંજ ના સાત વાગ્યે નિધિ ની ડાયરી લખવાની ટેવ છે અને આજે પણ તે ટેની રોજ ની આદત મુજબ ડાયરી લઈ ને બેઠી છે
નિધિ: dear ડાયરી હું તો છે ને આ લગ્ન નામ સાંભળીને બહુ જ કંટાડી ગઈ છું આ વળી શુ જેને જોઈએ એ એક જ સવાલ કરે કે તારું ક્યાંય નક્કી થયું કે નઈ?
ખાલી લગ્ન માં જ જિંદગી થોડી હોય બીજા પણ સ્વપ્નો હોય ને લાઈફ માં પણ ના આપણી સોસાયટી એટલે સમાજ ને તો બસ એક જ વાત છોકરો કે છોકરી મોટી થઈ નઈ કે લગ્ન?...
હું તો આ વાત સાંભળીને સાવ કંટાડી ગઈ છું શું લગ્ન જ બધુ હોય ના જ હોય ને પણ મમ્મી અને પપ્પાને કોણ સમજાવે કે મારે લગ્ન નથી કરવા ......
જો કોઈ ઘર નું લગ્ન ની વાત કાઢે તો પણ હું બોલું કે મારે મેરેજ નથી કરવા તો એવો જ જવાબ મળે કે એતો શરૂવાત માંછોકરી ઓ નાં પાડે પણ લગ્ન તો કરવા જ પડે હવે આમને કોણ સમજાવે કે મગજ નું દહીં ના કરે...
સાચું કહું છું મારે લગ્ન નથી કરવા મારે તો મારી લાઈફ માં કંઈક બનવું છે મારી પોતાની એક અલગ ઓળખ બનાવવી છે અને આખી દુનિયામાં ફરવું છે એવા લોકો ની મદદ કરવી જેમને સાચે જ મદદ ની જરૂર છે.....
મારે મારી પોતાના જીવનની નવી સફર શરૂ કરવી છે જેમાં અલગ અલગ અનાથાશ્રમમો અને વૃદ્ધાશ્રમ માં જઈ રહેવું છે
મારે તો નાનાં નાનાં એવા બાળકો સાથે રમવું છે જેઓ અનાથ છે અને વૃદ્ધાશ્રમ માં રહેલા દાદી ના ક્યારેક પગ દબાવી , આપું તો ક્યારેક તેમને માથામાં અંબોડો વાળી આપું , મારે તો એવા બાળકો ને મળવું છે જે ખૂબ જ સ્પેશિયલ છે જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ .......
મારે મારી લાઈફ લગ્ન કરી ને પતિ કે બાળકો પાછળ નથી વેડફવી પણ જેનું સાચે જ આ દુનિયામાં કોઈ નથી તેવા લોકો ના નામે કરવી છે
આખી દુનિયા જોવાની ઈચ્છા તો ઘણી છે પણ ડર લાગે છે કે ક્યાંક આ સ્વપ્ન ખાલી સ્વપ્ન જ છે કે તેને હું હકીકત પણ બનાવી શકીશ......
છેલ્લે એટલું જ કહીશ મારી વ્હાલી ડાયરી ને કે લગ્ન સિવાય પણ જીવનમાં ઘણું બધું છે જે કરાય પણ લગ્ન તો ના જ કરાય મારે લગ્ન નથી કરવા સાચે જ પણ મમ્મી ને કોણ સમજાવે?........
સમાપ્ત
E-mail id : nidhithakkar369@gmail.com
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍