તને ફોન કરું છું, પણ અવાજ નથી સંભળાતો મારા ફોનમાં.
પ્લીઝ રિપ્લાય કર અતીત, ઇટ ઇઝ અર્જન્ટ.
અતીત મને કંઇ સમજાતું નથી શું થાય છે...હું સખત ડરીગઈ છું.
પણ થયું શું એ કહેશે? અને તું ફોન કેમ નથી ઊંચકતી?
મને નથી ખબર અતીત. હું કોઇ કબ્રસ્તાનમાં છું. અને તારોફોન આવે છે તો ફોન વાઇબ્રેટ થાય છે પણ હું સ્વાઇપ કરું છું તો પણ ફોન રિસીવ નથી થતો.
વ્હોટ? જો નેહા હું સખત કામમાં છું આ જોક કરવાનો ટાઇમ નથી.
બિલીવ મી અતીત, આ જોક નથી. હું ખરેખર કોઇ કબ્રસ્તાનમાં છું.
પણ તું કબ્રસ્તાનમાં ગઇ શું કામ?
તું શું ગાંડા જેવો સવાલ પૂછે છે! હું શું કામ જાઉં કબ્રસ્તાન? એ પણ આટલી રાત્રે કોઇ કામ વગર.
તો તું ત્યાં પહોંચી કઇ રીતે?
મને નથી ખબર હું કઇ રીતે અહીંયા પહોંચી. અગિયાર વાગ્યા સુધી હું તારી રાહ જોઇને કીચનમાં બેસી રહી. પછી ઊંઘ આવવા લાગી એટલે બેડરૂમમાં જઇને સૂઇ ગઇ અને આંખ ખૂલી ત્યારે હું આ કબ્રસ્તાનની કોઇ કબર ઉપર હતી. મને અહીંયાથી લઇ જા અતીત. બહુ ભયાનક લાગે છે અહીંયા. આટલો ઘેરો અંધકાર મેં ક્યારેય નથી જોયો. કોઇ સતત મારીઆસપાસ હોવાનો અહેસાસ થયા કરે છે. ક્યાંક કોઇ કબરમાંથી ઊઠીને સામે આવી જશે એમ લાગ્યા કરે છે. મને એ પણ નથી ખબર કે હું અહીંયા આવી કઇ રીતે. પણ જે કોઇ પણ મને અહીંયા લાવ્યું હશે એ પણ કશે આસપાસ જ હશે. ઓહ ગોડ...
મને કંઇ જ સમજાતું નથી યાર, આવું કઇ રીતે બને? તું યાદ કરી જો નેહા એક વાર શાંતિથી. કઇંક તો ખ્યાલ હશેને તને.
અરે અતીત કહું છું મને નથી ખ્યાલ, સમજતો કેમ નથી તું. હું ઓલરેડી મૂંઝાયેલી છું અને તું મને અહીંયાથી બચાવવાના બદલે સવાલ કર્યા કરે છે.
ઓ.કે, ઓ.કે. સૉરી...સૌથી પહેલાં તું શાંત થઇ જા. અને હું પૂછું એના જવાબ આપ. આજુબાજુ નજર કર, કબ્રસ્તાનનું નામ લખેલું કોઇ બોર્ડ છે?
જો અતીત હું પેલી કબર પરથી ઊતરીને બીજી કોઇ કબરના એક મોટા પથ્થરની પાછળ છુપાઇને બેઠી છું અને મને અહીંયાથી ઉઠતાં પણ ડર લાગે છે.
હું સમજું છું નેહા પણ જ્યાં સુધી તું મને કબ્રસ્તાનનું નામ નહિ કહે ત્યાં સુધી હું ત્યાં પહોંચીશ કઇ રીતે?
થોડી હિંમત કરી લે. ભગવાનનું નામ લઇને ઊભી થા અને ફટાફટ નજર નાખ.
અતીત, કશું દેખાતું નથી અહીંયા. કોઈ બોર્ડ પણ નથી.
કદાચ હું કબ્રસ્તાનની વચ્ચોવચ છું. બહાર નીકળવાનો રસ્તો પણ નથી દેખાતો. હવે શું થશે અતીત? તું મને શોધશે કઇ રીતે? મારામાં તો અહીંથી હાલવાની પણ હિંમત નથી. હું સવાર સુધી અહીંયા જીવતી બચીશ?
અરે કેમ તું આવું ઊંધું ઊંધું વિચારે છે નેહા? જો હું ઓફિસથી નીકળી ગયો છું અને આપણા બિલ્ડીંગની સૌથી નજીક જે કબ્રસ્તાન છે ત્યાં પહોંચુ છું. અત્યારે સાડા બાર થયાં છે. એટલે બહુ દૂર તો તું નહિ જ હશે. તું ત્યાં સુધી ચેટીંગ ચાલુ રાખ.
અતીત, હું જે કબર પર ઊઠી ત્યાં હિંમત કરીને પાછી. ગઇ અને મોબાઈલની ફ્લેશ લાઇટમાં મેંએની ઉપર નામ વાંચ્યું.
હા તો? શું નામ લખ્યું છે?
જેના વિશે આપણા પડોશી મિસિસ નાયક આપણને સ્પેશ્યલી આવીને કહી ગયેલા,આપણા ફ્લેટની પહેલી ઓનર, જેણે ફ્લેટની બાલ્કનીમાંથી કૂદી જઈને આપઘાત કરેલો પણ...એવું કઇ રીતે બને?