Tara Javab Badalvani Rahma - 1 in Gujarati Short Stories by ... Dip@li..., books and stories PDF | તારા જવાબ બદલવાની રાહમાં - 1

Featured Books
Categories
Share

તારા જવાબ બદલવાની રાહમાં - 1

ભગત છ દિવસ નો હતો ત્યારથી જ તેના માતા-પિતા એક એક્સિડન્ટમા મૃત્યુ પામેલા. દાદા વિરમભાઇ અને પોતાથી પાંચ વર્ષ મોટા ભાઈ નુતન ના હાથે પુરા લાડકોડથી ઉછરેલો. દાદા વિષ્ણુ ભક્ત હોવાથી પોતાના પોત્રનુ નામ ભગત રાખેલું. અને આ જ કારણે ભગતને બહું જ ઓછા મીત્રો.અને ભગત ને કોઈ ભગત કહે તે પસંદ જ ન હતું . દાદા શીવાય એક વ્યક્તિ હતી જે ભગતને તેના નામ થી જ બોલાવતી તે હતી દિવ્યા. તેને ભગત ક્યારેય ના ન પાડતો બીજા બધા તેને BG કહીને બોલાવતા. દિવ્યા અને ભગત એક સાથે ૧૦ ધોરણ ભણેલા. દિવ્યા એક આર્થીક રીતે સધ્ધર પરીવારની હતી.પીતા નું તો બહુ વહાલા મૃત્યુ થઈ ગયેલુ. મોટા ભાઈ ભાભી સાથે આગળ ભણવા માટે માતા સાથે શહેરમાં ચાલી ગયેલી. દિવ્યા અને ભગત એક સાથે ભણતા એટલે સારા એવા મીત્રો પણ હતા . સારા શિક્ષણ માટે ભગત પણ શહેર ની એક હોસ્ટેલમાં ચાલ્યો જાય છે. બન્ને અલગ થયા ના પાંચ વર્ષ થયાં હતાં. તે છતાં હજુ પણ બન્નેયે એક બીજા ને યાદોમાં સાચવી રાખ્યા હતા. ભગતતો પહેલેથી જ દિવ્યા ને પસંદ કરોતો પણ ક્યારેય કહી ના શકાયો . અને દિવ્યા ને ક્યારેય ખબર પણ ના પડી. હવે તો બન્ને કોલેજમાં પણ પ્રવેશી ગયા હતા. દિવ્યાના ભાઈનું ટ્રાન્સફર થયું હોવાથી બન્ને પાછા મળે છે પરંતુ પાંચ વર્ષનો ગાળો વચ્ચે હોવાથી બન્ને ની મીત્રતા થોડી આંશી પડી જાય છે થોડાજ અઠવાડિયામાં દિવ્યા પ્રોફેસરોના મન જીતી લે છે. અને આમ જ બન્નેનુ છેલ્લું વર્ષ પણ પૂરુ થાય છે. આગળ પણ તે જ કોલેજ સીલેક્ટ કરે છે એક દિવસ તેઓના પ્રોફેસર ડૉ. જીજ્ઞેશ પાંચાલ તે બન્ને ને બોલાવે છે અને સારા શિક્ષણ અને સારી નોકરી માટે વિદેશ જવાનો વિચાર પ્રગટ કરેછે. થોડી આના કાની બાદ બન્ને તેના પરીવારને પણ મનાવી અને વિદેશ જવાની તૈયારી શરૂ કરે છે ધીરે ધીરે બધી પરીક્ષાઓ પણ પાસ કરતા જાય છે મહામુસીબતે દિવ્યાને તો ત્યાં ની કોલેજમાં એડમિશન મળી જાય છે અને સાથે નોકરી પણ મળી જાય છે પરંતુ ભગતને એડમિશન નથી મળતું . ધણા પ્રયાસો કર્યા ધણી વ્યક્તિઓને મળી એક તારણ મળેલું જો ભગત કોઈ છોકરી સાથે કોર્ટમેરેજ કરીને જઈ શકે. એટલે ભગતજો દિવ્યા સાથે કોર્ટમેરેજ કરે તો માત્ર ત્યાં રહેવા માટે જઈ શકે. પરંતુ ભણતરનું શું? તેમના પ્રોફેસરે ડૉ. પાંચાલ તેમના એક મીત્ર મી. કાર્લે ની મદદથી ગોઠવી દેવામાં આવ્યું. અને દિવ્યા એ જ ભગત ને ખોટા કોર્ટ મેરેજ માટે મનાવ્યો.ભગત માનવા માટે તૈયાર ન હતો એનું કારણ ભગતની નાનપણ માં જ સગાઈ થઈ ગઈ હતી હા એની મંજૂરી ન હતી પણ દાદા અને મોટા ભાઈ ના માન ખાતર કરી લીધેલી પાસું દિવ્યા પણ તેની સાથે ન હતી. એ વાતની દિવ્યા નેતો ખબર હતી કે ભગતની સગાઈ થઈ ગઈ છે એ પણ જે છોકરી (મનીષા)સાથે થઈ એ દિવ્યાની બેસ્ટ ફ્રેન્ડ અને તેના ભાભીની બેન છે બસ સંજોગો વસાત દિવ્યા તેની સગાઈમાં ના જઈ શકી . એટલે ભગતને દિવ્યા અને મનીષા ની મીત્રતા વિશે ખબર ન હતી. જો બન્નેના પરીવારને તેમના કોર્ટમેરેજ વીશે ખબર પડે તો દિવ્યા ના ઘરેથી કદાચ હા પાડે પણ ભગતના દાદા ક્યારેય પણ હા ના પાડે .
હવે દિવ્યા અને ભગતને પોતાના પરિવાર અને મિત્રો થી આ વાાત સંતાાડવાની હતી...
શું થશે આગળ?
To be continue,,,,,,
Dip@li