Sky Has No Limit - 3 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - 3

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - 3

સ્કાય હેઝનો લીમીટ
પ્રકરણ-3
મોહીતે કહ્યું ? ડાર્લીંગ મારે ઓફીસમાં પ્રેઝન્ટેશન આપવાનું છે. એનાં થોડાં પોઇન્ટ્સ લખી રાખું પછી શાંતિ-અહીંની જીંદગી જીવવા અહીંના પ્રમાણે જીવવુ પડે છે શું કરું ? મલ્લિકા કહે હું તો હજી બેડ પર જ રહું છું સવાર સવારમાં હું કાંઇ નથી કરવાની મારો તો હોલીડે મૂડ છે અને તું કહે તો હતો કે ફ્રેન્ડસને બોલાવીએ તો કોને કોને ઇન્વાઇટ કરવા માંગે છે ? અને કેમ એવો વિચાર આવ્યો ? પાછું ડીનર મારે તૈયાર કરવાનું યાર મને તો કંટાળો આવ્યો છે માંડ બે દિવસ મળે છે મજા કરવા એમાં તું આવાં પ્રોગ્રામ વિચારે...
મોહીત કહે જો તારો મૂડ ના હોય તો કંઇ નહીં નથી બોલાવતો આતો ભેગા મળી વાતો કરીશુ અને.. મલ્લિકા કહે મને ખબર છે તમારાં લોકોનો ડ્રીંક પ્રોગ્રામ ચાલશે અને અમારે ગપ્પા મારતાં તમારાં માટે ઉભાને ઉભા રહેવાનું એમાં અમને શું મજા આવે ?
મોહીત કહે તું તારી ફ્રેન્ડસ ને બોલાવને મને ક્યાં પ્રોબ.. છે એય ડાર્લીંગ લેટ્સ એન્જોય થોડું માઇન્ડ ફ્રેશ થશે પ્લીઝ મલ્લિકા કહે તારાં મનમાં બધુ નક્કી જ છે પછી મને રીકવેસ્ટ શું કામ કરે છે ? બોલાવી લે તારે બોલાવવા હોય તો તારાં ફ્રેન્ડની વાઇફ એ મારી ફ્રેન્ડસ છે બસ ચાલાકી જ આવડે.
મોહીતે કહ્યું બહુ સરખુ જ છે ને એમાં ચાલાકી શું ? પ્રેઝનટેશનનાં ટેન્શનમાં થોડો રીલેક્ષ થઊં થોડી ચર્ચા કરુ મને નવા આઈડીયા સ્કુરી શકે.
ઠીક છે બોલાવી લે કરી દે ફોન મલ્લિકાએ ખોટાં ગુસ્સા સાથે કહયુ... હું એક જ આઇટમ બનાવીશ ચલાવી લે જે અને તમારાં ડીક્સ સાથે તૈયાર પેકેટ લઇ આવીશ કરજો મજા. અને એ ઓશીકું દબાવીને પાછી સુઇ ગઇ.
મોહીત લેપટોપ ચાલુ રાખીને જ મલ્લિકાની પાસે આવ્યો અને બોલ્યો "એય મલ્લુ... એય લવ યુ. તારે ઓશીકું રાખવાની શું જરૂર છે ? હું છું ને તારો પીલોવ એમ કહીને એ પણ એની સાથે સૂઇ ગયો.
મલ્લિકાએ કહ્યું "મારું નામ લાડમાં સાચું તો બોલ મલ્લુ મલ્લુ કહે છે જાણે હું કુસ્તીબાજ મલ્લુ હોઊં.
મોહીત હસી પડ્યો તુ ક્યાં કુસ્તીબાજથી ઓછી છે ? મલ્લિકાએ કહ્યું "જાને લુચ્ચા... મલ્લતો તું છે મારાં પર સવારી કરી મને હંફાવી દે છે હવે સારું નામ રાખ મલ્લુ મલ્લુ ના કર મને સારી ફીલીંગ નથી આવતી.
મોહીતે એનાં ચહેરા પરથી વાળ હઠાવી કહ્યું "એય ચીકુ તું એટલી સ્વીટ છે ને કે તે મને કામમાંથી ઉભો કરી દીધો આઇ લવ યુ ચીકું... માય સ્વીટ ચીકુ કહીને એણે એનાં ગાલ અને હોઠ પર ચુંબન લેવાં માંડ્યા.
"કેમ તારે પ્રેમન્ટેશન નથી બનાવવાનું કે આવીને ચોંટી ગયો જા કર તારું કામ હોલીડે કાલે મનાવજે.
મોહીત કહે "કામ તો કરું છું એમ કહી ફરી એનાં હોઠ ચૂસી લીધાં અને લાડ કરતાં બોલ્યો આનાથી સારું પ્રેમન્ટેશન કયું હોય ? એમાં હુ નવા નવા રીસર્ચ કરું છું કહીને એણે મલ્લિકાનાં શરીરથી રેશ્મી ગાઉન દૂર કર્યો અને એને બસ જોયાં કરી પછી એવો આવેગમેં આવ્યો કે તૂટી પડ્યો બંન્ને જણાં બધુ ભૂલીને એકમેકમાં પરોવાઇ ગયાં.
તન થી તન પરોવાયાં અને બંન્ને જણાં આવેગથી પરાકાષ્ઠા સુધી પહોચી ગયાં ક્યાંય સુધી બંન્ને જણાં એકમેકને ચૂમતાં રહ્યાં પછી મોહીતે વ્હાલ કરતાં કહ્યું "મારા માટે તુંજ હેવન છે તારી મરજી મારી મરજી છે આપણે ખૂબ પ્રેમ કરીશું ચીકુ આઇ લવ યું. મલ્લિકાએ કહ્યું સ્વીટુ આઇ લવ યું તું છે જ એવો કે બસ પ્રેમ જ ઉભરાય મને તારો પ્રેમ તોફાન આવેગ બધુજ ખૂબ ગમે છે મોહું આઇ વોન્ટ ટુ લવ યુ એન્ડ એન્જોય એવરીથીંગ વીથ યુ.
એય હજી ઉઠી નથી અને તે મને... એય લુચ્ચા તારી આવી અદાઓ પર મરું છું આઇ લવ યું. મોહીતે કહ્યું "આઇ લવ યુ ડાર્લીંગ.
બંન્ને જણાં ક્યાંય સુધી એકબીજાને વળગીને પડી રહ્યાં પછી મોહીતે કહ્યું "હું વોશરૂમ થઇ ફ્રેશ થઇને પહેલાં ફોન કરી દઊં પછી મારાં કામે વળગું એ લોકો બીજો પ્રોગ્રામ બનાવે પહેલાં જ કહી દઊં એર કહીને એ ઉઠ્યો.
મલ્લિકા પ્રસન્ન નજરે એને જતાં જોઇ રહી અને તૃપ્તિનાં આનંદમાં પાછી બ્લેન્કેટ ઓઢી સૂઇ ગઇ. મોહીત બાથરૂમમાંથી આવીને હાથમાં ફોન લીધો.
"હાય હિમાંશુ આઇ મીન હેમ.. હાઉ આર યુ ઉઠી ગયેલો કે મેં ઉઠાડયો ? સામેથી હિમાંશુમાંથી હેમ બનેલાએ કહ્યું "તેં જ ઉઠાડયો... એક નંબરનો તું.,.. કહી ગાળ બોલ્યો રજાનાં દિવસે હું ઊંઘતો જ હોઉ ને પણ મને રીંગ વાગીને ખબર પડી ગઇ તારો જ કોલ હશે. બોલ શું વાત છે ?
મોહીતે કહ્યું "એય રાસ્કલ એમાં ગરમ શેનો થાય છે. આમે સાંજે મળીએ મજા કરીએ તને ઘરે ઇન્વાઇટ કરવા જ ફોન કર્યો છે. તારી સ્વીટીને લઇને આવી જજે. ચાલ હું પેલાં ફાલ્ગુનીયાને ફોન કરુ... ચલ બાય..
હેમે કહ્યું આવી જઇશ પણ તું શેનો સ્વીટી કહે છે ? એનું નામ શિલ્પા છે એ મારે કહેવાનું છે તારે નહીં... મોહીત કહે મેં તને એવું કીધું તારી સ્વીટીને લઇને આવજે મારી નહીં.. એ જાડી તો હજી ઊંઘતી હશે મને ખબર છે.
હેમ કહે એનું શરીર એને ઉઠવા જ નથી દેતું અને હસી પડ્યો.. સાલા... મારે સ્વીટી કહેવી પડે છે.. ચાલ છોડ સાંજે મળીએ.. પણ તારી મલ્લુને પૂછ્યું છે ને ? નહીતર અમને ખાવા નહીં મળે.
"હાં કીધું છે બહુ હલક્ટ છે તું સાચેજ તું સાંજે આવ પછી તારી વાત છે ચલ મુકું પેલાં ફાલ્ગુન દાઢીને ફોન કરું બાય. એમ કહીને એણે ફોન મૂક્યો.
મોહીતે ફાલ્ગુનને ફોન લગાવ્યો. ક્યાંય સુધી રીંગ વાગી એણે ઉપાડયો જ નહીં. કંટાળીને એણે ફોન બાજુમાં મૂક્યો અને લેપટોપ ખોલ્યું ત્યાંજ ફાલ્ગુનની રીંગ આવી.. "અલ્યા મોહિતયા સવાર સવારમાં લેટરીન તો જવાદે તારી જેમ હું વહેલો નથી ઉઠતો. અને ઉઠુ એવો લેટરીનમાં જવા જોઇએ ત્યાં એટલી શાંતિ લાગે છે કે હાશ કેટલી શાંતિ લાગે છે. કેમ ફોન કર્યો ?
મોહીત કહે "પણ તને કલાક કલાક લાગે છે એવું તો ટોયલેટમાં શું કરે છે ? પાંચ મીનીટનું કામ અને કલાકો જાય ? ફાલ્ગુને કહ્યું" મને રજાનાં દિવસે જ શાંતિથી જવા મળે છે. રોજ તો દોડાદોડમાં પોર્ટી પણ પુરી નથી જવાતું અને હસી પડ્યો.
મોહીતે કહ્યું "તું પણ સવાર સવારમાં આવી જ વાતો કરે... તું પણ.. પણ ફોન કેમ કર્યો એ તો કહે છોડને પોર્ટીની વાતો. મોહીતે કહ્યું સાંજે મારાં ઘરે ભેગાં થઇએ પેલાં હેમલાને પણ ફોન કર્યો છે એ એની સ્વીટીને લઇને આવવાને છે તું પણતારી.. મોહીતે કહ્યું.
મોહીતે આગળ બોલે પહેલાં ફાલ્ગુન દાઢી બોલ્યો "એય હું તને એને પૂછીને કહ્યું છું એ મેડમનો કોઇ બીજો પ્લાન નથીને ? એ મારી હીરોઇન છે ખબર છે ને ? એને આખો વખત બ્યુટીપાર્લર જ જવાનું હોય. પછી હસી પડ્યો બોલ્યો" બ્યુટી પાર્લરમાં જાઇને આવે પછી જોવા લાયક થાય છે અને પાછળથી અવાજ આવ્યો ? "એય એટલે તું શું કહેવા માંગે હું સારી નથી દેખાતી ?
ફાલ્ગુન ચાલુ ફોને ડીસ્ટર્બ થયો ? અરે તું તો મારી હીરોઇન છે હું તારાં વખાણ જ કરતો હતો.
ફાલ્ગુની વાઇફ સોનીયાએ કહ્યું "કોનો ફોન છે પણ ? ફાલ્ગુને કહ્યું "મોહીતે સાંજે એનાં ઘરે બોલવ્યાં છે મારી સોનુ શું કરું બોલ તો અત્યારે જ જવાબ આપી દઊં.
સોનીયાએ કહ્યું "જઇશું જ ને ઘણાં સમયથી મલ્લિકાને મળી નથી ઘણી વાતો ભેગી થઇ ગઇ છે.
ફાલ્ગુન કહ્યું મોહીત અમે આવીશું સોનું એ હા પાડી છે. સોનીયા કહે તમારાં ફ્રેન્ડ સાથે એવી રીતે વાત કરો છે જાણે બધુ અને પૂછી પૂછીને કરતો હોય.. પેલી મારીયાને મળવા પણ મને પૂછીને જજે.
ફાલ્ગુન કહે "ફોન ચાલુ છે શું જેમ તેમ બોલે છે ? મોહીત અમે આવીશું કહીને ફોન મૂકી દીધો.
મોહીતે ફોન મૂક્યો અને હસવા લાગ્યો. મલ્લિકાએ બ્લેન્કેટમાંથી મોથું કાઢી પૂછ્યું. "કેમ આટલો હસે છે ? શું થયું?.
મોહીતે કહે "બંન્ને જણાં એમની પોતપોતાની વાઇફ સાથે આવવાનાં છે પણ એ લોકોની વાત પરથી હસુ આવ્યું.
મલ્લિકા કહે પોતપોતાની જ લઇને આવે ને... પણ તારો પેલો ફ્રેન્ડ દાઢી એને કોઇ અમેરીકન મારીયા સાથે ચક્કર છે સાચી વાત છે ?
મોહીત કહે "આપણે શું ? એની વાઇફ સોનીયા એવુંજ કંઇક બોલી પણ આવે ત્યારે એવી કોઇ વાત ના કાઢીશ પ્લીઝ.
વધુ આવતા અંકે ---પ્રકરણ-4