Dill Prem no dariyo che - 15 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 15

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 15

"હા, પરી તું મારા સ્ટુડન્ટને સંગીત શીખવી. અત્યારે તું બીજે ગમે ત્યાં જોબ માટે અપલાઈ કરી ત્યાં મિનિમમ તારે આઠ કલાકની જોબ કરવી જ પડે. ને આટલી જોબ મળવી પણ થોડી મુશકલ છે. મારે આમેય સ્ટુડિયો પર કોઈની જરુર છે તો તું જ કર તો મારે પણ સારુ ને તારે પણ. "

"પણ, મહેર હું કેવી રીતે સંગીત શીખવી શકું, હું ખુદ એક સ્ટુડન્ટ છું. મને તો સંગીત વિશેની માહિતી પણ નથી ખબર.."

"તે બધુ થઈ જશે, મારો આસિસ્ટન્ટ પંકજ તને બધું સમજાવી દેશે. તું કાલથી જ સ્ટુડિયો પર આવી જશે. ને હા, ત્યારે કેટલી સેલરી જોઈએ તે જણાવી દેજે." મહેરની વાત સાંભળ્યા પછી પરીને તેની ગળે મળી થેન્કયું કહેવાનું મન થયું. પણ બધાની સામે તેની હિંમત ના ચાલી.

સાંજે જમતા જમતા કેટલી વાતો થઈ. થોડીક મજાક મસ્તી પછી બધા જ પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. રાત તો થઈ ગઈ હતી પણ પરીને નિદર નહોતી આવતી. તેને બહાર જ્ઇને જોઈયું તો મહેરની રુમની લાઈટ હજુ શરૂ હતી. તે મહેરની રૂમમાં ગઈ. મહેર લેપટોપ પર કંઈક કામ કરી રહયો હતો તે ત્યાં જઈને બેસી ગઈ.

"કેમ, નિંદર નથી આવતી તને....??" મહેરે લેપટોપમાંથી બહાર નિકળી પરી ને પૂછયું.

"કામ હશે ને તારે અત્યારે...??"

"કેમ, એમ પૂછયું...!!"

"ના, બસ એમજ... "

"બોલને...... બહાર જવું છે.......???"

"કયાં......."

"એમ જ લોગ ડ્રાઈવ પર જ્ઈ્એ" પરીએ મહેરનો જવાબ સર હલાવી હા મા આપ્યો.

રાતના અગિયાર વાગ્યાં હતા ને બંને એક લોગ ડ્રાઈવ પર નીકળ્યાં હતા. ખામોશી ખોવાઈ ગઈ હતી ને બંને એકબીજાની વાતોમાં મશગુલ બની ગયા હતા. રસ્તો થોડો શાંત હતો. પણ બંનેની વચ્ચે તે પણ અવાજ કરતો હતો. હાઈ સ્પિડમાં ભાગતી મહેરની ગાડી મુંબઈના રસ્તાને ઓળગી રહી હતી. એક નાના એવા ઢાબા પર મહેરે ગાડી ઊભી રાખી ને બંને ચા પીવા બેઠા. ખુલ્લા વાતાવરણની વચ્ચે દુર દુર કોઈ નજર ના આવે તેવા ઢાબા પર મહેર અને પરી સિવાય કોઈ દેખાતું ના હતું. પરીને થોડો ડર લાગતો હતો પણ મહેરના સાથના કારણે તે નોર્મલ હતી. દસ મિનિટથી વધારે સમય તે ત્યાં ઊભા ન રહી શક્યા ને મહેરે ફરી ગાડી શરૂ કરી. હાઈ વોલ્યુમ પર જુના ફિલ્મી ગીતો વાગી રહયા હતા. ને બંને તેમની સાથે જ સુરથી સુર મળાવી રહયા હતાં.

"એક વાત પુછુ પરી...?? "

"હમમમમ.... "

"તને કયારે કોઈ છોકરા સાથે પ્રેમ થયો.??"

"ના.......!!"

"કયારેક તો એવી તારા મનમાં ફિલિગ આવી જ હશે ને. કોઈને જોયા પછી, તેના વિચારો શરૂ થવા. તે વ્યક્તિ સાથે વાતો કરવાથી મનને ખુશી મળવી. તેનું ના હોવું દિલને થોડું અજીબ લાગવું. જેને મળ્યાં પછી ધણું બધું બદલાવું, તેના વગર થોડું અધુરુ લાગવું...!!!"

"આવું બધું ત્યારે થાય જયારે આપણે કોઈ છોકરા સાથે રહેતા હોયે કે તેની સાથે વાતો કરતા હોયે. મે તો હંમેશાં છોકરા સાથે સો કદમની દુરી રાખી તો આ બધું થવાની વાત જ અલગ રહે."

"જરૂરી નથી એવું કે કોઈ છોકરા સાથે વાત કરવાથી જ તેની સાથે લાગણી બંધાઈ કયારે દુરથી જોવાથી પણ અહેસાસ થાય છે. છોડ અત્યારે તને નહીં સમજાય. જયારે તને આ વાતનો અહેસાસ થશે ત્યારે... "

" હા, જે દિવસે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો તે દિવસે હું તને આ બધું કહી અત્યારે નહીં."

"ચલો, તે દિવસનો ઇતજાર રહશે.." વાતો વાતોમાં ધર કયારે આવ્યું તે ખબર પણ ના પડી. ઘર આવતા સુધીમાં રાતના એક જેવું થઈ ગયું હતું. બંને પોતપોતાની રૂમમાં જ્ઇ સુઈ ગયાં. સવારે પરી મહેર સાથે સ્ટુડિયો પર ગઈ. સ્ટુડિયો પર હજુ કોઈ નહોતું આવ્યું. મહેરે લોક ખોલ્યો ને તે બંને અંદર ગયાં.

"પરી, હમણા જ પંકજ આવશે, મે તેને તારી વાત કરી છે પણ યાદ રાખજે તે તારા વિશે કે મારા વિશે ગમે તે પુછે તું તેને કંઈ પણ બતાવતી નહીં."

"પણ,શું કામ..?? "

"બસ, જેવી રીતે આપણે ઓડીશનમાં અનજાન બનીને રહીએ છીએ તેવી જ રીતે...." મહેરની આ વાત પરીને સમજાતી તો હતી પણ ખોટું બોલવાનું કારણ તેને ખબર નહોતી પડતી. તેની વાતો હજું ચાલતી હતી ત્યાં જ પંકજ આવી ગયો.

પંકજ નો લુક બોડીગાર્ડ જેવો જ હતો. તેને આવતા જ મહેરને ગુડમોર્નિંગ કહયું ને મહેરે તેમને પરી સાથે ઓળખાણ કરાવી. તેના ચહેરાનો ભાવ એકદમ અલગ જ તરી આવતો હતો. યુવાનીના ઉંબરે ઉભેલા બે લોકોમાં જમીન આશમાનનો ફરક હતો. મહેર, એકદમ બિંદાસ હતો. ને પંકજ શબ્દો બોલવા માટે પણ વિચારતો હતો.

"પંકજ, પરી આજથી આપણી સાથે કામ કરશે. તેને શું કરવાનું છે તે તું સમજાવી દેજે. મારે થોડાક દિવસ માટે બહાર જવાનું છે ત્યાં સુધી તું ને પરી મળી કામ સંભાળી લેજો. "

"યસ, સર...." તેને કોઈ પણ સવાલ કર્યો વગર જ મહેરની વાતમાં હા ભરી દીધી ને પરી આ બધું જોતી રહી. તે ચુપચાપ તે બંને વચ્ચે થતી વાતોને સાંભળતી રહી.

થોડીકવાર પછી બધા સ્ટુડન્ટ પણ આવી ગયા. મહેરે તેને પણ પરીનો પરિચય કરાવ્યો. બધાની સાથે વાતચીત કર્યા પછી પરીને સારુ લાગતું હતું. મહેરે તેમનો કલાસ શરૂ કર્યો. સંગીતના સુર શરૂ થયા. તુટીફુટી ભાષામાં નિકળતા બેસૂર અવાજ. ના તે લોકોનો અવાજમાં રુચિ હતી ના તેમના શબ્દોમાં કોઈ મેળ છતાં પણ તે લોકોનો હોસલો બુલન્દ હતો. કંઈક શીખવાની ધગશ તો કંઈક બનવાનું સપનું તેને અહીં સુધી લઇ આવ્યું હતું. મહેર ગુરુ ના અવાજમાં પણ કયાં દમ હતો. છતા પણ તેની પાસે સંગીત શીખવા લોકો દિવાના હતા. આ બધા અત્યારે બેસુર જરુર હતા પણ જયારે અહીંથી તે શીખીને જાય છે ત્યારે સંગીતના કીડા બની જાય છે. પરી પણ મહેરના કલાસમાં આજે બેઠી હતી. કલાસમાં વધારે લોકો ન હતા. આખા દિવસમાં ત્રણ પાળી થતી. તેમાં આજે મહેરે બધાને એકસાથે જ બોલાવ્યા હતા. કુલ મળાવી ને ટોટલ પચ્ચીસ લોકો હશે. જેમાં પંદર છોકરી ને દસ છોકરા હતા.

બે કલાક કલાસ ચાલ્યા પછી બધા જ છુટા પડયાં, મહેરને નીકળવાનું હતું એટલે તે પણ નિકળ્યો ને તેની સાથે પરી પણ બહાર નિકળી. ગાડીમાં બેસતાં જ પરીના સવાલનો વરસાદ શરૂ થઈ ગયો હતો.

"મહેર, અચાનક તારો બહાર જવાનો પ્રગોમ કયારે બની ગયો. ...??"

"અચાનક નથી બન્યો પહેલાથી હતો. સોરી, હું તને બતાવતા ભુલી ગયો. એકસ્યુલી, મારે બેંગલોરમાં એક મિટિગ છે. ત્યાથી આવતા ત્રણ-ચાર દિવસ નિકળી જશે. ત્યાં સુધી તું મારુ કામ જોઈ લેજે. આમ તો પંકજ છે એટલે ટેશન નથી."

પરીને મહેર પર ગુસ્સો આવતો હતો પણ તે કયાં હકથી તેના પર ગુસ્સો કરે. તેને મહેરની વાતનું આજે ખોટું તો લાગ્યુ હતું. પણ, આ તેની લાઇફ હતી તેમાં તેને કંઈ કહેવાનો કે પુછવાનો પરીને હક ન હતો. છતાં પણ આ દોસ્તીના સંબધે તે આટલી આશા રાખતી હતી કે મહેર તેને બધી જ વાતો બતાવે પણ તે શકય ના હતું.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પરીની જોબ શરૂ થઈ ગઈ હતી ત્યારે શું તે મહેરની ઓફિસમાં કામ કરી શકશે....?? શું મહેર તેને પ્રેમ કરે છે...?? શું છે આ લાગણીનું બંધન જે બંનેને કંઈક કહી રહ્યુ છે....?? શું પરીને મહેરનું તેનાથી દૂર જવું ના ગમ્યું...?? પણ કેમ..!! શું તે પણ મહેરને લવ કરે છે.... તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે..... (ક્રમશઃ)