"તમને મિતાની યાદ આવતી હશે ને....!!!" બંને એકબીજાની સામે જોઈ રહયા હતાં. "મહેરે મને બધી જ વાત કરી."
"યાદ તો આવે જ ને તે બેટી હતી મારી. આ હાથે જ તેને મે મોટી કરી હતી. તે જેટલું પણ જીવી પોતાની મરજીથી જીવી હતી. છેલ્લે જતા જતા પણ તે અમને મહેર જેવા છોકરાને આપતી ગઈ. મિતાની કમી મહેરે કયારે પણ અમને અનુભવવા નથી દીધી. તે અમને ખુશ રાખી પોતે ખુશ રહેવાની કોશિશ કરતો રહયો. ભલે મહેરે અમને કયારે પણ તેનું દુઃખ અમારી સામે ના આવવા દીધું પણ તેની અંદરના દુઃખને હું જાણું છું. મે તેને જન્મ તો નથી આપ્યો પણ તેની બધી જ વાતોને એકપળમાં હું જાણી લવ છું. અમારો સંબધ ખુનનો નથી પણ દિલની લાગણી સાથે જોડાયેલા છે. " પરી નિતાબેનની વાતોને ધ્યાનથી સાંભળી રહી હતી. એક માં બેટીના ગયા પછી તુટી ગઈ હતી. તે માં બીજા બાળકને મળી હર્ષની લાગણી અનુભવતી હતી.
"પરી, મહેર બહું જ સારો છે. તે કયારે પણ તારી આખમાં આસું નહીં આવવા દેઈ. હું જોવ છું કે તારા આવ્યાં પછી તે ધણો બદલાઈ ગયો છે. તેને ફરી હસવાનો એક મોકો મળ્યો છે. તે પહેલાં કરતા હવે ખુશ પણ લાગે છે. જયારે પણ હું તમને બંનેને સાથે જોવ ત્યારે મહેરની આખોમાં તારા પત્યેની લાગણી મને દેખાય છે. તે મિતાની જગ્યા કયારે પણ કોઈ ને નહીં આપે શકે પણ હું ઈચ્છું છું કે તું મારી મિતાની જગ્યા લે તેના જીવનમાં."
"સોરી, આન્ટી, હું અહીં કોઈની જગ્યા લેવા નથી આવી. ના કયારે એવું વિચારી શકું."
"નો પરી.... તું મને ગલત સમજે છે. હું તને મિતા જેવી બનવા નથી કહેતી હું ખાલી તને મહેરની અંદર છુપાયેલ પ્રેમને બહાર લાવવા કહું છું."
"હું સમજી ગઈ કે તમે શું કહેવા માગો છો. પણ હું ખુદ તેમાં ફસાવા નથી માંગતી આન્ટી. કેમકે, પ્રેમ બધું જ ખતમ કરી નાખે છે. ને હું અહીં મારા સપનાને સાકાર કરવા આવી છું જો આવું બધું કરતી રહીશ તો મારુ સપનું એક બાજું રહી જશે ને મારા મમ્મી-પપ્પાના આબરૂના ધજાગરા બની જશે. આ્ઈ એમ સોરી પણ હું કોઈને પણ મારી જિંદગીનો હિસ્સો નહીં બનાવી શકું."
"તારુ સપનું મહેર તુટવા નહીં દેઈ એટલું તો હું જાણું છું."
"આ સપનું મારુ છે ને મારે જાતે પુરુ કરવાનું છે.. "
"બેટા, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું મહેરને આવી રીતે નથી જોઈ શકતી. હું તને વચન આપું છું કે તારુ સપનું પૂરું કરવા મારે જે કરવું પડે તે હું કરી. પણ, બેટા પ્લીઝ એકવાર તું મહેર વિશે વિચારી જો. તેને તારી જરુર છે."
"નો.... આન્ટી, ઈટઝ રોન્ગ, મારી જિંદગી સાથે હું એકલી નથી તેમા મારી આખી ફેમિલી જોડાયેલી છે. તેના વિરુદ્ધ જ્ઈ હું મારું સપનું પૂરું કરી શકું. પણ, તેની મરજી વગર હું કોઈના પણ બધનમાં ના બધાઈ શકું. સોરી, તમે જે કરવાનું કહો છો તે મારાથી ના થઈ શકે. હું મહેરની એક ફેન્ડ બની તેમની સાથે આખી જિંદગી તેનો સાથ આપવા તૈયાર છું. પણ તેનો પ્રેમ આપી તેને મારો બનાવવો તે શકય નથી."
" પરી, હજુ એકવાર તું વિચારી જો ને પછી મને જવાબ આપજે. હું તારો કોઈ પણ ફેસલા પર તારો સાથ આપવા તૈયાર છું."નિતાબેન પરીને ઉલજાવી બહાર જતા રહયાં ને પરી બાલકનીમાંથી આવતી ઠંડી હવાને મહેસૂસ કરી રહી હતી.
એકપળમાં આ બધું શું બની ગયું ને આન્ટીનો આ પ્રસ્તાવ પરીના વિચારોને ખખેરી ગયો. તે તેની જગ્યાએ પરફેક્ટ હતા પણ પરીનું શું.. ??? નિતાબેન મહેરની જિંદગીનો હિસ્સો પરીને બનાવવા માંગતા હતા. ને પરી પોતાની દુનિયામાં મસ્ત રહેવા માંગતી હતી. વિચારો પવનવેગે ભાગતા હતા. ના શબ્દો રૂપી તેમા કોઈ સૂચિ હતી, ના તે વિચારોને ઉકેલાતી કડી. જે પ્રેમથી તે ભાગી રહી હતી તે જ પ્રેમની લાગણી ફરી તેની જિંદગી બની કદમ રાખી રહી હતી.
(કેવી રીતે સમજાવું આન્ટીને હું કે અમારી દુનિયા તમારી દુનિયાથી અલગ છે. ત્યાં પ્રેમ કરવાની ઇજાજત નથી આપવામાં આવતી. જો હું આવું કરીશ તો લોકો એમ જ કહેશે કે બહું લાડ લડાવ્યા જોયું ને તેનું પરિણામ, સિંગર બનવાનું તો બહાનું હતું. ના જાણે કેટલી વાતો થશે ને આ બધું કોને સાંભળવાનું મારા જ ફેમિલીને. તે પણ મારા કારણે, નહીં હું એવું કોઈ જ કદમ નહીં ઉઠાવુ જેના કારણે મારા ફેમિલીને નીચું જોઈને ચાલવું પડે..)વિચારો વચ્ચે પણ તેનું દિલ મહેરની યાદોને વિચારતું હતું. મહેરની તકલીફને તે પણ જોઈ શકતી હતી. તેની ખામોશી, તેનો મિતા પ્રત્યેનો પાગલ પ્રેમ બધું જ એકપળ તેની સામે તરવરતું હતું.
સાંજ થવા આવી હતી. આખો દિવસ ના તે આન્ટીને મળી હતી. ના, નિતાબેન તેને મળ્યાં હતા. સાંજે મિતાબેન સોફા પર બેઠા હતા. ત્યાં બાજુમાં જ્ઈ પરી બેસી ગઈ. નિતાબેન તેને બેસતા જોઈ રહયા પછી ધીમેકથી બોલ્યા,
"સોરી, બેટા, હું મમતાની લાગણીમાં છલકાઈ ગ્ઈ હતી. પછી મને વિચાર આવ્યો કે તારી પણ એક જિંદગી છે. મારે તને આવું ના કહેવું જોઈએ.."
"અરે, બેટા, પણ કહો છે ને માફી પણ માગો છો. તમે તમારી જગ્યાએ બિલકુલ સહી છો. ખરેખર મહેર બહું જ લકકી છે કે તેને તમારી જેવી મા મળી."
"મહેર જેવા છોકરાની મા બનવાનું નસીબ તો મને મળ્યું છે." સવારે થયેલી વાત વિચરાઈ ગઈ ને બંને બીજી વાતોમાં લાગી ગયાં હતાં. થોડી હસી મંજાક ને વાતોનો ગપ્પા બંનેના શરૂ જ હતા ત્યાં સંજયભાઈ ધરે આવી ગયા.
"પરી... તને તારી લાઇક જોબ મળી ગઈ. " સંજયભાઈની વાત સાંભળી પરી ખુશ થતી જ દોડી આવી.
"સાચું અંકલ, કેટલો સમય, કયારે જવાનું ને કંઈ જગ્યાએ..???? "એકસાથે તે ધણા સવાલો કરી ગઈ હતી.
"પરી, પપ્પાને આવી બે મિનિટ બેસવા તો દે પછી વાત કરે ને તને..." અંકલની પાછળ પાછળ મહેર પણ આવી ગયો હતો.
"ઓ..... સોરી." પરીએ સંજયભાઈની માફી માંગી ને તે છુપ થઈ ગઈ. થોડીવાર એમ જ છુપી રહી એટલે નિતાબેનથી ના રહેવાણું તે બોલ્યાં.
"હવે, કોઈ બતાવશે કે પરીને જોબ કરવા કયાં જવાનું છે..??"
" બેટા, મહેર ઈઝ રાઇટ, મે આજે આખો દિવસ તારા વિશે વિચાર્યુ, તારે જોબ કરતા વધારે ધ્યાન તું જેના માટે આવી છો તેમાં વધારે ધ્યાન આપવું જોઈએ....."
"ઓકે, તમે બધાએ વિચારી લીધું ને તો હવે મારા વિચાર પણ સાંભળો... "
"પરી, પપ્પા ને તેમની વાત તો પુરી કરવા દે પછી તારા વિચારો વ્યક્ત કરજે.."
"હા, બેટા, અમે તને જોબ કરવાની ના નથી કરતા. પણ, તારુ કરિયર ખરાબ ના થાય એટલે ના કહીએ છીએ. પણ, તું નહિ માને આ વાત એ મહેર જાણતો હતો એટલે તેને તેના જ સ્ટુડિયો પર તારી જોબ ફિક્સ કરી દીધી. ત્યાં તું એકસાથે બે કામ કરી શકે."
"મતલબ.... "
"મતલબ એ મેડમ, કે હવે તમે લોકોને સંગીત શીખવશો..... " પરી મહેર સામે એકનજરે જોતી રહી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
નિતાબેન મુકેલા પ્રસ્તાવનું શું થશે....?? શું પરી ખરેખર અહીં પ્રેમની માયાજાળમાં ફસાઈ રહી છે..?? મહેર અને પરીનું નજીક આવવું શું તેના સપનાને તોડી શકે છે કે આગળ કોઈ નવી દિશા બતાવશે...??? શું પરી મહેર સાથે કામ કરવા માટે હા ભરશે... ?? આ શરુ થયેલી લાગણીનું બંધન કયાં રસ્તે પરીને લઇ જશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશઃ)