Dill Prem no dariyo che - 12 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | દિલ પ્રેમનો દરિયો છે - 12

Featured Books
Categories
Share

દિલ પ્રેમનો દરિયો છે - 12

"મમ્મી, પરીને તમે જોઈ...?? "

"ના, તે તેના રૂમમાં જ હશે, આ તો બાહાર વોક કરવા નિકળી હોય....કેમ શું થયું. "

"ના કંઈ નહીં.. હું જોઈને આવું બહાર..."

"મહેર, નાસ્તો......." નિતાબેનની વાત સાંભળ્યા વગર જ મહેર બહાર નિકળી ગયો. જ્યાં પણ તેને ખ્યાલમાં હતું ત્યાં બંધે જ તેને પરીને ગોતવાની કોશિશ કરી પણ પરી ના મળી. કાલે થયેલી વાતથી પરી અપસેટ તો હતી પણ આટલી બધી કે તે અહીંથી ચાલી ગઈ. મહેરના વિચારો પરીને ગોતવાની સાથે ભાગતા પણ હતા. 'શું તે ફરી તેના ઘરે તો નહીં.... ના, તે હારી જાય એમ નથી. તો પછી અત્યારે કયા ગઈ.' મહેરના સવાલો જવાબ બની ઉકેલાતા જતા હતા.

"મોમ, પરીએ તમને કંઈ કીધું. આ્ઈ મિન તે સવારથી જ દેખાતી નથી એટલે....... " ધરે આવતા જ મહેરે નિતાબેન ફરી એકવાર પુછી લીધું.

"લાગે છે તને હવે પરી વગર આ ધરમાં મન નથી લાગતું. ગ્ઈ હશે કહી બહાર આવી જશે."

"મહેર, નિતા સાચું કહે છે. તેને પણ હવે એકલા ચાલતા શિખવું પડે ને આપણે આખી જિંદગી તેની સાથે થોડી ચાલવાના છીએ. "

"મહેર, પરીનો આજે ઓડિશનનો બીજો રાઉન્ડ છે. તે બિચારી એકલી હારી ના જાય તેનું ધ્યાન રાખજે. હું ને તારા પપ્પા તેની સાથે જાત પણ તારા કારણે અમે ત્યાં તેની સાથે ઊભા ના રહી શકયે પણ તું તો તેની મદદ કરી શકે ને.... " મહેરને અત્યારે કોઈની પણ વાતોમાં મન નહોતું લાગતું. તેને તો ખાલી પરી કયાં હશે તેનું ટેશન હતું.

"ઓ.... નો.....થેન્કસ મોમ" તે ફટાફટ તૈયાર થઈ ઓડિશન હોલમાં પહોચ્યો. મિટિંગ પુરી થવાની તૈયારીમાં હતી ને તે ચૂપચાપ ત્યાં જઈને બેસી ગયો.

આટલા વર્ષોમાં આજે પહેલીવાર તે આટલું રડી હતી. તે પણ કોઈ અનજાન વ્યક્તિ માટે. મહેરનો ગુસ્સો, તેનું બોલવું તેને એક કાટાની જેમ મગજમાં ફીટ થઈ ગયું હતું. તેની ભુલ ના હોવા છતાં પણ તે માફી માંગી રહી હતી. પણ, મહેરના ગુસ્સા સામે તેની માફીની કોઈ વેલ્યું ના હતી. પરી સવારે વહેલા જ મહેરના ધરેથી નિકળી ગઈ હતી. તે પણ કોઈના કીધા વગર. મન થોડુંક ભારી હતું. કયા જવું, ને હવે શું કરવું. કંઈ જ તેને સમજાતું ન હતું. મુંબઈના રસ્તા પર તે એમ જ એકલી ચાલતી જ્ઈ રહી હતી. મનમાં વિચારો અવિચલ વહેતા હતા. પણ તે હારીને ભાગવા નહોતી માગતી. તેની લિસ્ટમાં આજે એક નવુ નામ ઉમેરાઈ ગયું હતું તે હતું મિતા. સપનાની મંઝિલ થોડી મુશકેલ તો છે. પણ, તેને પાર કરવી હતી.

આખો દિવસ એમ જ તે કોઈ રસ્તા પર ફરતી રહી. પરિવાર ની યાદો ને પળ પળ વહેતા મહેરના વિચારો તેના રસ્તાને વધું મુશ્કેલ બનાવી રહયાં હતાં. તે અહીં સપનું પૂરું કરવા તો આવી હતી. પણ સતત વહેતી લાગણીમાં તે ગુચ્છવાઈ રહી હતી.

સાંજે ઓડિશન સમય થતા તે હોલમાં પહોચી. આજે પણ તે એકલી હતી. આટલા બધા લોકોમાં તેનું સિલેક્શન થશે કે નહીં તેનું ટેશન, આખી રાત રડતી આખોનો થાક, સવારથી જ ચાલતા વિચારોનો થાક, આ બધા વિચારો તેના મનને વધારે થકવી રહયા હતાં. એક પછી એક બધાનો નંબર આવતો જતો હતો. તેમાં કોઈ રડતી આખે બહાર આવતું તો કોઈ ખુશીથી ઊછળતું બહાર આવતું. તેનો વારો આવતા તે અંદર ગઈ.

પરીને અંદર આવતા જોઈ મહેર ખુશ થઈ ગયો. જે ડર હતો, તે થતા આજે બચી ગયું હતું. બનેની નજર એક થતા જ પરીએ પોતાની નજર જુકાવી દીધી. ફરી તે વિચારો તેના મનમાં ફરી વળે તે પહેલાં જ તેને કોઈની પરમિશન લીધા વગર જ ગીતની શરૂઆત કરી,

इतनी मोहब्बत करो ना
मैं डूब ना जाऊं कहीं
वापस किनारे पे आना
मैं भूल ना जाऊं कहीं
देखा जबसे चेहरा तेरा
मैं तो हफ़्तों से सोया नहीं

बोल दो ना ज़रा
दिल में जो है छिपा
मैं किसी से कहूँगा नहीं
मैं किसी से कहूँगा नहीं( Song by -Bol Do Na Zara
Song by Armaan Malik)

તેના અવાજમાં જાદું હતું. તેના ચહેરા પરનો ભાવ, તેનું કંઈક કરવાનું જુનુન તેના હાવભાવમાં સાફસાફ દેખાતું હતું. તેને ગીત પુરુ કર્યુ તે સાથે જ તાળીના ગડગડાટથી હોલ ગુજી ઉઠયો હતો. સામે બેઠેલા જજ તેની તારીફ કરતા થાકતા ન હતા ને મહેર ચુપચાપ બધાને સાભળી રહયો હતો. તેની પાસે પરીને કંઈ પણ કહેવા માટે શબ્દો ન હતા. તે બધાની હા મા હા ભરતો હતો ને પરી આજે બીજો રાઉન્ડ પણ પાર કરી ગઈ હતી.

આજે તે ખુશ હતી. પણ હજું પણ કંઈક અધુરી લાગતી હતી આ ખુશી તેને. ઓડીશનમાંથી બાહાર નિકળ્યાં પછી પણ તેનું મન વિચારો વચ્ચે જ રમતું હતું. રાત થઈ ગઈ હતી ને તેની પાસે રહેવા માટે કોઈ ધર ના હતું. કેટલું બધું મુશકેલ હોય છે બધું તે તેને આજે સમજાતું હતું. પણ, જે રસ્તે તે નિકળી હતી તે રસ્તો છોડી તે ભાગવા નહોતી માગતી. આખા દિવસનો થાક તો તેને જજની તારીફ સાંભળીને ઉતરી ગયો હતો. પણ, વિચારોનો થાક હજુ ઓછો થયો ન હતો.

"સોરી....... " પાછળથી આવેલા અવાજથી પરીએ પાછળ નજર કરીને જોયું તો મહેર હતો. મહેરની વાતને ઈગનોર કરી પરી તેના રસ્તા પર ચાલવા લાગી.

"પ્લીઝ, પરી, હું કાલે ગુસ્સામાં હતો ને મે તને ન કહેવાનું કહી દીધું. શું પોતાના દોસ્તને એક મોકો પણ નહીં આપે તેની ભુલ સુધારવાનો...?? "

"મહેર, મોકો તો તેને આપવામાં આવે જેને કોઈ ભુલ કરી હોય મને તો તેમાં તારી કોઈ ભુલ લાગી જ નહીં. તો કેવી રીતે હું તને એક કે બીજો મોકો આપું. "

"તો, પછી સવારે ઘરેથી નિકળી કેમ ગ્ઈથી...???"

"કેમકે હવે, મારે તારી લાઇફમાં દખલગીરી નથી કરવી એટલે.
બાઈ. કોમ્પિટિશનમાં ફરી મળીશું"

"પરી, તું પાગલ થઈ ગઈ છે. તને ખ્યાલ પણ છે કે તું શું બોલે છે. આટલી રાતે તું કયાં જાય.....??"

"એ મારો પ્રશ્ન છે. હું જોઈ લેવા. તારે ફિકર કરવાની જરૂર નથી."

"મતલબ....!!! આટલી જલદી તે માની પણ લીધું કે હવે હું તારો ફેન્ડ નથી. "

"મે એવું કંઈ કીધું તને......!!! સોરી, પણ હવે હું તારી સાથે તારી ધરે ના આવી શકું."

"હું તને જબરદસ્તી લઇ જાવ તો....!!"

"ઓ....... ધમકી આપે છે."

"તારે જે સમજવું હોય તે સમજ પણ અત્યારે હું તને ઉઠાવીને મારા ધરે લઇ જાય ને તું કંઈ નહીં કરી શકે"

"તું એવું કંઈ નહીં કરે.... "હજું પરી બોલતી જ હતી ત્યાં જ મહેરે તેને તેની ગોદમાં ઉઠાવી ગાડીમાં બેસાડી દીધી. પરી એમ જ મહેરને જોતી રહી.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પરીએ આજે બીજો રાઉન્ડ પણ પાર કરી લીધો હતો. મહેર અને પરીની નોક જોક વચ્ચે છુપાયેલો પ્રેમ તે જાણી શકશે......???શું પરી પ્રેમની દુનિયામાં ફરી ખોવાઈ જશે તો તેના સપનાનું શું થશે......?? શું હશે તેને આગળની રાહ તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે....(ક્રમશ:)

આ ભાગ માટે તમારે થોડી વધારે રાહ જોવી પડી તે બદલ હું તમારી માફી માંગુ છું. આના પછીનો ભાગ જલદી આવી શકે તેવી હું કોશિશ કરી. ધન્યવાદ 🙏🙏