Pratiksha - 5 in Gujarati Love Stories by Trushna Sakshi Patel books and stories PDF | પ્રતીક્ષા (ભાગ - 5)

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પ્રતીક્ષા (ભાગ - 5)

સાક્ષીના મમ્મી એના માટે સારો છોકરો જોઈ છે અને લગ્નની વાત ચલાવે છે .. સાક્ષી ઘરે ઝગડો કરે છે ..

મમ્મી લાાચારભાવ માં કહેતા .. મમ્મી શું હું તમને બોજ લાગુ છું ? શું હું આ ઘરમાં રહું એ નથી ગમતું .. ? કે પછી તમને આ સમાજની ચિંતા છે ?

સાક્ષીના મમ્મી જવાબ આપતા... દીકરા તું મને ખોટી ના સમજ પણ એક આયુ પછી દીકરી ઘરે રહે તો માતા પિતાની પરવરીશ અને દીકરીના સંસ્કાર પર આંગળી ચીંધાય છે ...
અને દીકરા હું જાણું છું અને મને મારા સંસ્કાર પર પણ પૂર્ણ વિશ્વાસ છે .. કે મારી દીકરી આળે રસ્તે નહીં પડે ..

પણ સાક્ષી હું ફરી પૂછું છું શુ તને કોઈ ગમે છે .. ? શુ તું કોઈ ને પ્રેમ કરે છે ?? જો એવું હોય તો હું અને તારા પપ્પા એના વિરુદ્ધ નથી દીકરા તારી ખુશીમાં જ અમારી ખુશી છે બસ તું કહી દે ...

અને વાત સમાજની છે તો આપણે કેટલું પણ કહીયે કે જે પંસદ હોઈ એ કરો સમાજની ચિંતા ના કરો .. પણ છેલ્લે આપણે.. સમાજ થકી સમાજ વતી સમાજ માં જ રહેવાનું છે ... .

સાક્ષી .. નિર્દોષ ભાવે મનમાં જ જવાબ આપે છે કે હા મમ્મી હું કરું છું પ્રેમ .. મને ગમે છે કોઈ .. પણ મમ્મી હું વચનબંધ છું તને કઇ રીતે સમજાવ.. ..

મમ્મી ને જવાબ આપતા .. મમ્મી પણ હું હમણાં લગ્ન માટે તૈયાર નથી .. મારે હમણાં મારુ કેરિયર પર ધ્યાન આપવું છું .. તું સમજ મમ્મી અને હા હું તને વધુ તો નહીં પણ એટલું તો કહી જ શકું કે .. તારા થી હું કઈ છુપાવું છું જે હમણાં કહેવાનો યોગ્ય સમય નથી .. અને હા આ વિષય પર તું પ્રશ્ન નહીં કરે ..
જેમ તમને મને આપેલા સંસ્કાર પર ગર્વ અને વિશ્વાસ છે તારી દીકરી પણ તને વચન આપે છે કે તારા સંસ્કાર અને તમારી પરવરીશ પર કોઈ આંગળી ની ચીંઢશે ..


આટલું કહી સાક્ષી રૂમ માં જતી રહે છે .. અને રાહુલનો ફોટો જોઈ ખૂબ જ રડે છે .. જાણે રાહુલ સાથે જ વાત કરતી હોય એવું વર્તન કરતા ફોટો હાથ માં લઇ છે અને .. રાહુલ આજે તો મમ્મીને સમજાવી દીધાં પણ હવે આ પ્રતીક્ષા ફક્ત તારા અને મારા વિરહની જ નથી રહી .. સાથે સાથે મમ્મી પપ્પા .. કુટુંબ અને સમજે પણ ભાગીદારી લીધી છે રાહુલ ..
મને વિશ્વાસ છે આપણા પ્રેમ પર ,મને વિશ્વાસ છે આપણી લાગણીઓ પર , મને વિશ્વાસ છે મારા રાહુલ પર .. તું જરૂર આવશે અને તારી સાક્ષી ને લગ્ન કરી લઈ જશે અને મમ્મીના સંસ્કાર અને પરવરીશ ને ખોટી સાબિત નહી કરશે.... પણ રાહુલ હવે સમય ઘણો ઓછો છે .. તું સમજ તું આવી જા ..
તું આવીશ ત્યારે ફરી આપડે પેલા જ ગાર્ડરન માં મળશું ત્યારે તું મોડો આવશે ને એ પણ મને ચાલશે બસ આ ક્ષણ મોડો નહિ થા રાહુલ .. જો તું મોડો પડ્યો તો તારા બધા બહાના વ્યર્થ જશે .. અને ખૂબ મોડું થઈ ચૂક્યું હશે ...
સાક્ષી આવા નકારાત્મક વિચારમાં ભેરવાય છે અને તરત જ તે પોતાની જાતને સ્થિત કરે છે .. અને ફરી એને સાંત્વના આપતા કહે છે .. ઓઈ !! સાક્ષી તને તારો રાહુલ સાચું જ કહે છે કે તું મુરખી તો મુરખી જ રહેશે .. અને હશે છે ...... ફરી એ રાહુલમાં જ મગ્ન થઈ જાય છે ..
તેવા માં એના મોબાઇલ માં રિંગ વાગે છે .. સાક્ષી જેવો ફોન હાથમાં લે છે તેવો તરત જ એનું મન ખુશી ,આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે કારણ કે ફોનમાં જેમના નામની રિંગ વાગી એ બીજું કોઈ નહીં પણ રાહુલ જ હોઈ છે ...

સાક્ષી ફોન ઉચકતા .. સાક્ષી કશુ નહી બોલે અને રડે છે મંદ અવાજમાં .. અને સામે થી રાહુલ એવા જ એના મસ્તી ભર્યા અંદાજમાં કહે છે .. ચાલ મારી મુરખી રડવાનું બંધ કર . હું સાંજે આવું છું .. અહીં થી નીકળી આવ્યો છું . તું પૂછશે એ પહેલાં તને કહી દવ કે તારા માટે હું કશું નહીં લાવ્યો .. અને હા તારા ધબકારાના હજી પણ એજ કોમળતા છે જેનો હું વર્ષો થી આશિક છું ..

આ તરફ સાક્ષી રડતા રડતા હસી પડે છે અને કહે છે ... હા તું આવ તારા બહાના સાંભળવા હું તૈયાર થઈ ને જ બેઠી છું .. પણ રાહુલ બસ તું આવ .!!!!!!

રાહુલ સમજાવતા કહે છે હવે બહાના સાંભળવા નહીં લગ્ન માટે તૈયાર થા .. એક તો તું આટલી પ્રતીક્ષા કરાવે અને ફરી બહાન સાંભળવામાં સમય વેડફવા ની વાત કરે છે ..

સાક્ષી હસતા હસતા .. અચ્છાહહ જીઇઈ!!!!! હું પ્રતીક્ષા કરવું .. આવ તું સાંજે તારી પ્રતીક્ષા નું પરિણામ આપું તને ..


અને અહીં ફોન કટ કરે છે ..
સાક્ષી ની ખુશી નો કોઈ અંત નથી મળતો .. એને જાણે ભગવાને સાક્ષાત દર્શન આપ્યા હોઈ એવી લાગણી અનુભવતી હતી .. હવે બંને ફક્ત કેટલાક કલાક જ દૂર છે એક બીજા થી .. અને અહીં સાક્ષી ની પ્રતીક્ષા નો અંત આવશે .. અને બનને એક થશે ...

સાંજ થાય છે .. સાક્ષી તૈયાર થઈ એ ગાર્ડન માં પોહોચે છે અને રાહુલની હરહમેશની જેમ રાહ જોઈ છે .. એ મન માં જ હસે છે કે સાક્ષી તું કેટલી મુરખી તે કેવું કેવું વિચાર્યું હતું ..

અને ફરી કહે છે મારી પ્રતિક્ષા નો અંત અંતમાં આવી જ ગયો .. ક્ષણ ભરની દુરી છે બસ ...
એવા માં ગાર્ડનની સામેની બાજુ થી અવાજ આવે છે સાક્ષીઈઈ...... જો હું આ તરસ્યા કૂતરા ને પાણી પીવડાવતો હતો .. એટલે મોડો પડ્યો.. સાક્ષી કહે છે હા મારા દયાળુ અને જીવ પ્રેમી જનાબ તમે આ વાત અહીં આવી ને પણ કહી શકો ..

સાક્ષી રાહુલ ને જોઈ ખૂબ ખુશ થાય છે ..
સામે ની બાજુ થી રાહુલ રસ્તો ક્રોસ કરતા સાક્ષી ને મળવાની ઉત્સાહ માં ભાગી આવે છે .. અને અચાનક એક ટ્રક આવતા રાહુલનું અકસ્માત થાય છે .. અને ઘટના સ્થળે જ રાહુલ મૃત્યુ પામે છે ... અહીં સાક્ષી માટે અંધારા છવાઈ જાય છે અને એકાંતરે એના પગ નીચે થઈ જમીન સરકી જાય એવો આઘાત લાગે છે..



આમ સાક્ષીની પ્રતીક્ષાનો અને મારી આ વાર્તાનો ,પ્રતિક્ષના ભાગો માટે ની તમારી પ્રતીક્ષા નો પણ અંત આવે છે ...


લિ- તૃષ્ણા પટેલ
- લાગણીની કલમ