Preet ek padhchaya ni - 50 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૦

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૦

કૌશલ એ દરવાજા પાસે પહોંચ્યો કે તરત જ એ દરવાજો જે બંધ હતો તે જાતે જ ખુલી ગયો. ના કોઈ ચોકીદાર છતાંય એ સીધો સાદો દરવાજો આપમેળે ખુલી જતો જોઈને કૌશલની જાણ બહાર તેને જોઈ રહેલાં થોડાંક લોકો એકદમ ઉભાં થઈને એ તરફ ભાગ્યા કે આ વળી કોણ એવું છે જેનાં માટે હવેલીનાં દ્વાર આપમેળે ખુલી ગયાં. આટલાં વર્ષોથી ચાર જણાં સિવાય કોઈ જ આ રાજહવેલીમાં પ્રવેશી શક્યું નથી ને કેટલાંય લોકોની અંદર જવાનો પ્રયાસ કરતાં બહું ખરાબ સ્થિતિ થઈ છે.

સિમોની તો દેખાવ પરથી જ પરદેશી જેવી દેખાતી હોવાથી એને જોઈને બધાંએ માની લીધું કે આ લોકો પરદેશી છે...પણ બધાં વર્ષો બાદ થયેલી આ ઘટનાં જોવાં એ તરફ ભાગ્યા. આ સારૂં થયું કે ખરાબ એ કોઈને સમજાતું નથી. બંને અંદર તરફ ગયાં. કૌશલ મનોમન ખુશ થઈ ગયો. કદાચ અત્યારે એણે પરદેશમાં રહીને એટલું ધન એકઠું કરી લીધું છે કે એણે ફરી આ રાજહવેલીમાં રહેવાની ગણતરીઓ ગણવા માંડી.

સિમોની તો અંદર બધું એક ઐતિહાસિક સ્થળની માફક તેની કલાત્મકતા, સુંદર એ મહેલને જોવાં લાગી. એ બહું મોટાં રાજહવેલીમાં જોતાં જોતાં સિમોની કૌશલથી છુટી પડી ગઈ. કૌશલ તો અહીંની બધી જ જગ્યાને વસ્તુઓથી વાફેક છે. પણ સિમોની તો એ કલાત્મકતાની નગરીમાં ખોવાઈ ગઈ.

કૌશલ અંદર તો પહોંચ્યો.ને પોતાનો જે રૂમ હતો ત્યાં પહોંચ્યો. પોતે નંદિનીકુમારી સાથેની પોતાની એકાંત પળોને યાદ કરવાં લાગ્યો...પછી એ જેવો એ રાજદરબારની જગ્યાએ પહોંચ્યો કે તરત જ જોરજોરથી અવાજો સંભળાવા લાગ્યાં. તેનાં પગ થંભી ગયાં. ગુંગળામણ થવાં લાગી...કોઈ તેનાં માથા પર હથોડો મારી રહ્યું હોય એવું લાગવા લાગ્યું....એ કાન બંધ કરવાં લાગ્યો...એમ એ અવાજ તીવ્ર અને બેસુરો બનવા લાગ્યો.

એ મહાપરાણે આગળ વધવા ગયો ત્યાં જ એનું ધ્યાન સામે એક મુખાકૃતિ જોતાં તે ભોંય પર ફસડાઈ પડ્યો.....

***************

રાશિનાં બધાં જ રિપોર્ટ આવી ગયાં. એ બધાં જ ઝીણવટપૂર્વક તપાસીને કૌશલે તેને પોતાની પાસે રાખી લીધાં. રાશિને અમુક સારવાર આપી પણ હજું તે ભાનમાં આવી નથી. તે બહાર આવ્યો ને જેક્વેલિન અને શિવાનીને જણાવ્યું કે રાશિ મેડિકલ ભાષામાં કોમા એટલે કે અર્ધતંદ્રાધીન અવસ્થામાં છે‌. તે ક્યારે એમાંથી બહાર આવે એ કંઈ જ કહી ન શકાય.

શિવાની :" તો ભાઈ રાશિ ક્યારેય સારી નહીં થાય ??"

નયન બોલ્યું, "શિવુ તું ચિંતા ન કર. પણ આ વસ્તુમાં એક દિવસ પણ થાય એક વર્ષ કે પછી આખી જિંદગી પણ વીતી જાય. હું પ્રયત્ન કરૂં છું. કંઈ ને કંઈ બીજાં મોટાં વિદેશી ડોક્ટરો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરૂં છું. પણ હમણાં તો એને અહીં રાખવી પડે સતત મેડિકલ ટીમની દેખરેખ હેઠળ."

જેક્વેલિન :" હું રાશિ સાથે રહીશ. મને વધારે નહીં અમુક આ વસ્તુઓનું જ્ઞાન છે‌. હું આપને રાશિની સારવાર માટે મદદ કરીશ. "

નયનને કદાચ થોડું ન ગમ્યું. પણ છતાંય મોં પર સ્મિત સાથે બોલ્યો, " ચાચી અહીં બધાં બહું કુશળ માણસો છે જે બધું જ જાણે છે. તમે રહેશો તો મને વાંધો નથી. પણ શિવાની છે અને હું તો આખો દિવસ અહીં જ છું. રાશિને કંઈ પણ નહીં થવા દઉં. "

જેક્વેલિનને રાશિ માટે બહું દુઃખ છે પણ તેને પણ નયનની વાત યોગ્ય લાગી કારણ કે તેને પોતાનાં પતિનો સાલ, ચુંદડી બનાવવાનો ધંધો થોડી આધુનિકતા સાથે શરૂં રાખ્યો છે. એ બહું મોટાં પાયે એણે વિકસાવ્યો છે. આથી એમાં જો વધારે સમય બંધ રહે તો પણ ઘણું નુકસાન થાય. એમ છતાં પણ એને નયનની વાત પર વિશ્વાસ આવ્યો. આથી એણે કહ્યું કે જ્યાં સુધી વિરાજ અને સૌમ્યા ન આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ...પછી હું ઘરે જવાનું વિચારૂં.

વિરાજ અને સૌમ્યાને સમાચાર મોકલાવ્યા. નયન તો થોડીવાર દર્દીઓની તપાસ કરી આવતો પણ બાકીનાં સમયમાં તો રાશિની પાસે જ. તે બેસીને રાશિની સામે જ તાક્યા કરે છે...ને એ બસ જલ્દી સારી થઈને હંમેશાં માટે એની થઈ જાય એની રાહ જોઈ રહ્યો છે......


****************

કૌશલ તો આંખો ચોળતો સામે જોવાં લાગ્યો તો સામે સૌમ્યા હતી. તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો. જેને એ વર્ષો પહેલાં મૃત્યુ પામેલી માની ચુક્યો છે...તે આંખો ચોળવા લાગ્યો‌. વર્ષો પહેલાં જેનાં માટે આટલાં મૃત્યુનાં તાંડવ ખેલાયા હતાં, જેનાં માટે એ પાગલ હતો એ સૌમ્યાને એ જોઈ જ રહ્યો. તે બોલવાં ગયો, સૌમ્યા... સૌમ્યા શબ્દો અંદર જ રહી ગયાં..‌..સૌમ્યાએ તેનાં આખાં પરિવાર અને ખુશીઓને એક પળમાં ઉજાડી દેનાર કૌશલને જોતાં તેની આંખો રોષથી ભરાઈ આવી. શાંત અને પ્રેમાળ એવી સૌમ્યાને આજે પહેલીવાર થયું કે આજે અહીં જ તેનો જીવ લઈ લે....!!

સૌમ્યા હજું આટલાં વર્ષો પછી પણ એટલી જ સુંદર ને મોહક દેખાઈ રહી છે. એક દીકરીની મા હશે એવો પણ કોઈ અંદાજો ન લગાવી શકે. પણ ચહેરાનો ચળકાટ બદલતો સમય બતાવે છે કે એક સમયે રાજકુમારી તરીકે શોભતી એ સૌમ્યાકુમારી આજે સૌમ્યા એક સામાન્ય સ્ત્રી તરીકે દેખાઈ રહી છે.

કૌશલ બોલ્યો, "સૌમ્યાકુમારી તમે હજું જીવો છો ?? મતલબ મને તો એમ કે..."

સૌમ્યા : "પણ તમારાં ખરાબ ઈરાદાએ મારાં આખાં પરિવારને વેરવિખેર કરી દીધો. પણ હું અને મારાં સિંચનકુમાર બંને બચી ગયાં...મને તમારી બધી જ ખબર છે. કાયરતા તમારી તો બહું સરસ છે. પોતાની પ્રજાને રઝળતી મુકી જનાર તમે રાજા કહેવાવાને લાયક હતાં જ નહીં. ખેર જે થાય તે પણ દરેકને પોતાનાં કર્મો આ ધરતી પર જ ભોગવવા પડે છે."

કૌશલ બરાડવા ગયો પણ ત્યાં જ તેનો અવાજ મનમાં જ રહી ગયો. તેનાંથી બોલી જ શકાતું નથી... છતાંય તે સૌમ્યાની નજીક જવાં પ્રયત્ન કરવાં લાગ્યો પણ તેનાં પગ જાણે જમીન સાથે ફરીથી જાણે ચોંટી ગયાં. તેને આખાં શરીરમાં ફરીથી દાહ ઉપડી. કાન જાણે મોટાં મોટાં સ્ત્રી પુરૂષોનાં મિશ્ર અવાજથી ફાટવા લાગ્યાં.

તે જોરજોરથી બુમો પાડવા લાગ્યો," શું છે આ બધું ?? કોઈક અવાજ બંધ કરો મારાં આખાં શરીરમાં કંઈ થઈ રહ્યું છે. મને હવે સહન નથી થતું...કોઈ મને બચાવો...બચાવો..."

કૌશલનાં આ વાક્યો એટલાં તીવ્ર છે સાથે જ એ બંધ રાજહવેલીમાં એ પડઘાં જાણે દીવાલો સાથે અથડાઈને બમણાં અવાજે ગુંજી રહ્યા છે.

આ સાથે જ સિમોની કૌશલ કૌશલ કરતી એને શોધતી બહાર આવી...અને આ બાજું ત્યાંનાં પુજારૂમમાં શાંતિ પાઠ કરતો વિરાજ ઝડપથી બહાર આવ્યો‌. આટલાં વર્ષો બાદ કૌશલને આવેલો જોઈને તેનાં પગ થંભી ગયાં. એનું મન વર્ષો પહેલાંની એને સૌમ્યા માટેની ચાહના વિચારતાં એ થંભી ગયો.

સામેથી આવતી વિદેશી રંગવાળી એ રૂપાળી સિમોનીને જોઈને સૌમ્યા અને વિરાજ આ તેની પત્ની છે એવું સમજી ગયાં. કારણ કે એની પ્રતિકૃતિ નયનને તો એમણે બહું પહેલાં જોઈ લીધો છે.

સિમોનીએ ઝડપથી આવીને કૌશલનો હાથ પકડ્યો." શું થયું ?? તને શું થાય છે ?? "

કૌશલ : "સિમોની, મને લાગે છે મારો અંતિમ સમય આવી ગયો છે‌...હવે હું નહીં બચી શકું..."

સિમોની સામે રહેલાં વિરાજ અને સૌમ્યાને જોઈને બે હાથ જોડીને કરગરવા લાગી.."એને બચાવી લો...આ હવેલી સાથે શું જોડાયેલું છે મને નથી સમજાતું પણ એનાં અહીં આવવાનાં વિચાર માત્રથી આવી અસહ્ય પીડા શરૂં થાય છે. આ અહીં નહીં પણ પરદેશમાં આ જ પીડાથી પીડાય છે. મને લાગે છે તમે લોકો તો આ હવેલી સાથે કંઈ સંબંધ ધરાવો છો તો મહેરબાની કરીને એને બચાવી લો."

સૌમ્યા અને વિરાજ બંનેને એનાં પર દયા આવી ગઈ. પણ અત્યારે એને શું થઈ રહ્યું છે એમને પણ નથી સમજાઈ રહ્યું. પણ એ લોકો એટલું તો ચોક્કસ સમજી રહ્યા છે કે આ કોઈ બિમારી નથી પરંતુ કોઈ ચોક્કસ ઘટનાં સાથે જોડાયેલું છે. હવે એને શું થાય છે એતો એ જ કહી શકે..

સૌમ્યા અને વિરાજે અત્યારે સિમોનીને કોઈ વાત કરી દુઃખી કરવાં નથી ઈચ્છતા. એમણે કહ્યું, "અમને આ શું થાય છે એ જ નથી સમજાતું વળી આ હવેલીમાં હવે અમારાં સિવાય કોઈ પ્રવેશ પણ નથી કરી શકતું કે કોઈ તમને એમને મદદ કરી શકે. તમે લોકો અંદર પ્રવેશી શક્યાં એ જ અમને નવાઈ લાગે છે.

કૌશલ જીવનની અંતિમ ક્ષણોમાં જેમ વ્યક્તિ સત્ય સ્વીકારે એમ બોલ્યો, "સિમોની મને માફ કરી દે. મેં તને મારું સાચું જીવન તારાથી છુપાવ્યું છે....તે એવી અગનદાહ જેવી પીડા સાથે પણ ટુંકમાં પોતાની બધી વાતનું વર્ણન કરે છે.સિમોનીની આંખમાંથી અંગારાની જેમ આંસુ વહી રહ્યાં છે...સત્ય સ્વીકારવું એટલું સરળ નથી કારણ તેણે પોતાની એક લાચાર માણસ તરીકેની ઓળખ આપીને સિમોનીનો પ્રેમ જીત્યો હતો એ પ્રેમનાં આજે ચુરેચુરા થઈ ગયાં.

તે શું કરે એ એને સમજાતું નથી. છતાંય સિમોની બહું સારી વ્યક્તિ તરીકે સૌમ્યાની માફી માગે છે....એકાએક આખાં ઓરડામાં ગર્જના થવાં લાગી.... અટ્ટહાસ્યનાં પડઘાં પડવા લાગ્યાં. આ અવાજ બધાને જ સંભળાઈ રહ્યો છે.

ત્યાં એક સ્ત્રીનો મધુરો અવાજ આવ્યો. સૌમ્યાને જાણે એ રોચક અવાજ બહું પરિચિત લાગ્યો..પ્રિયંવદા રાણીનો અવાજ છે..સાથે એક પછી એક ધન્વંતરીરાજા, સૌમ્યકુમાર, બધાં જ પરિવારજનોનાં અવાજો આવ્યાં..

બસ એક જ અવાજ... કૌશલનો બહું દુઃખદ અંત...એ જ એમનાં આત્માને મુક્તિ માટે જોઈએ છે... કોઈ આત્માઓ સામે અત્યારે કંઈ જ કરી શકે એમ નથી. કૌશલની પીડા એટલી વધવા લાગી છે કે હવે સામેથી કહી રહ્યો છે," હવે મારે નથી જીવવું...."

પણ મૃત્યુ તો કોનાં હાથમાં હોય છે...એમ એ રીતસર તડપી રહ્યો છે પણ એનો જીવ જાણે એમ જ અટકી રહ્યો છે....આમને આમ રાત પડવાં આવી...સૌમ્યા અને વિરાજ પણ સિમોની સાથે છે‌. ના કોઈ રોશની કે દીવા...અંધારપટ બનેલી હવેલી વધારે ભયાનક લાગી રહી છે.....બસ હવે કૌશલનો જીવ લઈને જ જંપશે એવું લાગી રહ્યું છે....

*****************

નિયતિને ઘરે આવતાં જ સમાચાર મળ્યાં કે રાશિની સાથે આવી કંઈ ઘટનાં બની છે...તે ઝડપથી હવેલીએ વિરાજ અને રાશિને બોલાવવા પહોંચી. પણ આજે બીજું આશ્ચર્ય એ નિયતિ પહોંચી તો ખરી પણ એ અંદર ન પહોંચી શકી...એક ઝાટકે દૂર જઈને પડી. એને કંઈ સમજાયું નહીં. પણ તે મહાપરાણે ઉભી થઈ અને બહું વિચાર કર્યા વિના વિરાજ અને સૌમ્યા કદાચ જતાં રહ્યાં હશે એમ માનીને રાશિની ચિંતામાં તે ઝડપથી ઘરે પાછી ફરી. એ ત્યાં રાશિ પાસે જવાં માટે વિરાજ અને સૌમ્યાની રાહ જોવા લાગી.


****************

નયને બીજાં સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ આવીને બતાવ્યું. તેનાં રિપોર્ટ મુજબ એ કોમામાં છે ઘા એટલો ખરાબ નથી એટલે કદાચ બહું જલ્દીથી એમાંથી બહાર પણ આવી શકે એવી શક્યતા છે. એમણે રાશિને ઘરે લઈ જવાં માટે કહ્યું. બધી વાતચીત પછી નયને કંઈ વિચાર્યું...અને રાશિને અહીં ભાનમાં ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય કર્યો.

રાશિને એક સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવી. એ રૂમમાં રાશિ અને જેક્વેલિન બંને ત્યાં હોય છે. એટલામાં જ ત્યાં નયન રાશિની તપાસ માટે આવે છે અને બંનેને બહાર જવાનું કહે છે. બંને જણાંએ નયન પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો છે....ને તેઓ બહાર નીકળી ગયાં.

નયન રાશિ પાસે પહોંચ્યો. એણે એક કામુક નજરોથી રાશિનો હાથ પકડી લીધો ને તેનાં કોમળ અંગોને સ્પર્શ કરવાં લાગ્યો...ને બોલ્યો, "બસ એકવાર તું સારી થઈ જા. પછી આપણે બંને હંમેશા એક થઈ જઈશું....બસ હવે આપણને એક થતાં કોઈ નહીં રોકી શકે.... મારાં પિતાજી તો આટલાં પ્રયત્નો છતાં એમનો પ્રેમ પામી ન શક્યાં પણ હવે તો હું તને એમ નહીં છોડું..."એમ કહીને ચીરનિદ્રામાં સુતેલી રાશિ પર એક રાક્ષસની માફક તુટી પડ્યો.......

શું નયનનો ઈરાદો સફળ થશે ?? રાશિ પોતાનું સર્વસ્વ ખોઈ બેસશે ?? કૌશલ પોતાનો જીવ બચાવી શકશે ?? વિરાજ અને સૌમ્યા કૌશલની જિંદગી બચાવી શકશે ?? આ અતૃપ્ત બનેલી આત્માઓને મુક્તિ મળશે ખરાં ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....