લોકો આખી હવેલીમાં શોધખોળ કરવાં લાગ્યાં...આ તરફ રાજા સિંચનને વાગવાથી તેઓ ઢળી પડતાં લોકો આજુબાજુ ટોળે વળી ગયાં...સૌમ્યાકુમારી તો એમની પાસે આવીને એમની સ્થિતિ જોઈને બહું ચિંતામાં આવી ગયાં...વૈદને બોલાવવા પણ અત્યારે નસીબ નથી...સૌમ્યાકુમારીએ સૈનિકો પાસે થોડું પાણી અને કેટલાંક ચોકકસ જગ્યાએ જઈને પાંદડાં લાવવાનું કહ્યું.... તેનું પોતાનું એક સમયનું નગર હોવાથી તે એની રગરગથી વાફેક છે....
થોડીવારમાં બધી સામગ્રી આવી ગઈ... સૌમ્યાકુમારીએ પોતાની જાણકારી મુજબ જળનો છંટકાવ કરી એ પાંદડાંનાં સ્વરૂપે રહેલી ઓષધિને તૈયાર કરવાં માંડીને એનો રસ તેમનાં બંધ મોઢામાં ધીમેથી અંદર જાય એ રીતે તેનું મુખ ખોલવા લાગ્યાં.....
થોડીવાર પછી તેની થોડી હલનચલન શરૂં થઈ... બધાં થોડાં આનંદમાં આવી ગયાં....થોડો મનમાં હાશકારો થયો. કહી શકાય કે આ લડાઈનું મુખ્ય કેન્દ્ર જે ટેકરી પરનું ગામ હતું એ જગ્યાએથી વિરાજ તરીકે આગેવાન બનીને તે બખુબી જવાબદારી નીભાવી રહ્યોં છે. પણ સૌમ્યાકુમારીને સિંચનકુમારને જોઈને કંઈ અજુગતું લાગ્યું....ને એ રાજન્....રાજન્... કરવાં લાગ્યાં......
******************
રાજા કૌશલ ભાગતો ભાગતો છુપા માર્ગ પર આગળ જવાં લાગ્યો.... ઘણું ચાલ્યો પણ કંઈ દેખાતું નથી... આટલીવારમાં મુખ્ય રસ્તેથી પણ પોતાનાં એ નગરમાં આરામથી પહોંચી જવાય પણ અહીં તો કંઈ જ એંધાણ નથી....ના કોઈ માનવજાતિ.....ઉપરથી જતાં રસ્તાની આજુબાજુ જંગલ જેવાં વિસ્તારમાંથી જંગલી પશુઓનો અવાજ આવી રહ્યાં છે.... એને લાગ્યું કે એ જેમજેમ આગળ વધતો જાય છે એમ દિવસનાં એ વાતાવરણમાં પણ જાણે એક અગુઢ ઉકાળાટ વર્તાય છે....રસ્તો જાણે બિહામણો થતો હોય એમ વધારે નિર્જન બની રહ્યો છે.....સૂરજનો તાપ પણ માથાં પર ભયંકર વર્તાઈ રહ્યો છે...
રાજા કૌશલ થાકીને લોથપોથ થઈ ગયો...થોડો વિરામ કરવાં બેઠો...ભોજનનો પણ કોઈ અવકાશ નથી...એણે નીકળતાં પહેલાં ઝરઝવેરાતની એક પોટલી તો ઉપાડી...પણ કદાચ એને નહોતી ખબર કે અત્યારે ભોજન હોત તો કદાચ આ ધન કરતાં વધારે મદદરૂપ થાત.....પણ શું થાય ?? આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ નથી...
ને ફરી ઉભો થયો....ચાલવા લાગ્યો....ભુખે તરસે ઘણું ચાલ્યો...એક આશામાં કે કંઈક તો માનવમેદની ધરાવતું સ્થળ મળશે....પણ આ તો એક ગાઢ જંગલ જ સામે દેખાય છે.... પાછાં જવાનું પણ એકવાર વિચારી જોયું....પણ ત્યાં તો હવે તેનું મોત તેને પોકારી રહ્યું છે એવું એને સ્પષ્ટ ખબર છે....એટલે હજુયે હિંમત હાર્યાં વિના જિંદગીની લાલસામાં એ ગાઢ જંગલમાં પ્રવેશ્યો....
બહું સાવચેતીથી ચાલ્યો જાય છે.... લગભગ અડધું જેટલું જંગલ કપાઈ ગયું એવું લાગતાં તેને કંઈ એવું અનહોની થાય એવું ન લાગતાં એ આગળ વધી રહ્યો છે ત્યાં જ અચાનક એક વાધ પાછળથી આવ્યો ને એક તરાપ મારી કે રાજા કૌશલ ભોંય પર પટકાઈ ગયો......
*****************
સૌમ્યાકુમારી સિંચનકુમારની પાસે બેસી બોલી, " રાજન્ આપને કંઈ નહીં થાય...આપ નિશ્ચિત રહો... હું છું ને તમારી સાથે કહીને એમનો હાથ પકડી લીધો...સામે સિંચનકુમારે એમનો હાથ પકડ્યોને એ કંઈક કહેવા પ્રયત્ન કરવાં લાગ્યાં....પણ એમનાં મોઢામાંથી અવાજ જ નથી નીકળી રહ્યો....તે હુંકાર કરવા લાગ્યાં....
સૌમ્યાકુમારી અને આજુબાજુના લોકો ગભરાઈ ગયાં...આ શું એમની વાચાને શું થયું ??... એટલામાં સંધ્યાએ મુળવેશમાં
આવેલાં સિંચનકુમારને જોઈને સમજી ગઈ કે આ બાજુમાં રહેલ યુવતી એ સૌમ્યાકુમારી જ છે ....તેણે તાબડતોબ કહ્યું, " રાજકુમારી આપ રાજન્ ને અંદર લઈ આવો... હું વૈદને બોલાવું છું... ઘણાં સમય બાદ પોતાની ખાસ મનગમતી સેવિકાને આજે જોઈને સૌમ્યાકુમારી ખુશ થઈને ભેટી પડ્યાં....
સંધ્યા : " મને રૂક્મિણી રાણીએ જ આપને અંદર બોલાવવા આદેશ આપ્યો છે..."
" પણ એમનો વિશ્વાસ કરે કરવો ?? જેમનો દીકરો આવો હોય ??"
સંધ્યા : " રુક્મિણી રાણી પોતે રાજા કૌશલની વિરુદ્ધ છે અને એ તો આ શાસનવ્યસ્થાથી બહું દુઃખી છે....એ આ રાજનૈતિક વ્યવસ્થાનો કાયમી માટે અંત થવાનો હોવાથી ખુશ છે....તેમણે તો કૌશલરાજાને બહું સમજાવ્યાં પણ એ એકનાં બે થવાં તૈયાર નથી "
સૌમ્યાકુમારી : સારૂં અમે આવીએ છીએ....એમ કહીને લોકો હવેલીમાં રહેલાં રૂક્મિણી માતા પાસે પહોંચ્યાં...
રૂક્મિણી રાણીની સાદગી અને નમ્રતા જોઈને સૌમ્યાકુમારી મનથી એમને વંદના કરવાં લાગ્યાં..........
વૈદરાજે આવીને સારવાર શરું કરી...એ તો સૌમ્યાકુમારીને જોઈને અત્યંત ખુશ થઈ ગયાં...ને બોલ્યાં, " રાજકુમારી આપ જીવિત છો ?? મને બહું આનંદ થયો..."
એમણે પોતાની ઉત્તમમાં ઉત્તમ ઔષધિઓ આપી જોઈ... કુમાર સ્વસ્થ તો થયાં...પણ તેમની સ્વરપેટીમાં કેવું નુકસાન થયું છે એ સમજાઈ નથી રહ્યું....... કદાચ ધીમે ધીમે સુધારો આવે અથવા જીવનભર આ તફલીક સાથે જીવવું પડે...
આ બધાંને અંતે રૂક્મિણી માતા એ કહ્યું, " તમે લોકો હવે ચિંતામુક્ત થઈ જાવ....મારો દીકરો તો કાયર છે.... પોતાનું રાજગાદી બચાવવા અસંખ્ય લોકોને જાનની બાજી લગાડવા
આદેશ આપ્યો હતો...પણ જ્યારે તેને ખબર પડી ગઈ કે બહું જૂજ લોકો સિવાય કોઈ એની સાથે નથી એટલે એ પોતાની મા માટે પણ વિચાર્યા વિના જતો રહ્યો રાજ્ય છોડીને એ દીકરા માટે મારે શું રડવું ??
હવે આ રાજહવેલી રાજ હવેલી નહીં પણ પ્રજાહવેલી બની જશે...તમે લોકો પણ અહીં આવીને ત્રણ રાજ્યોમાંથી જ્યાં તમને અનૂકુળ હોય ત્યાં વસવાટ કરો...પણ કોઈ રાજા કે પ્રજા નહીં સૌ સમસરખા....."
સૌમ્યાકુમારી : " ધન્ય છે મા...આપને જોઈને મને મારી મા યાદ આવી ગઈ.... હંમેશાં પહેલાં બીજાનું વિચારનાર... હું વિચારી પણ નથી શકતી કે એ ખરેખર તમારાં પુત્ર જ છે..."
રૂક્મિણીમાતા: " એક પુત્રની માતા બનવાથી કૂખ તો ભરાઈ....પણ કદાચ મારાં સંસ્કારો વામણાં થયાં કે એ કૂળને લજવનાર બની ગયો....હવે વિધાતાને જે મંજૂર હોય તે....બસ ભગવાન એને હજુ પણ સદબુદ્ધિ આપી દે...."
******************
રાજા કૌશલ પર જેવો વાધ ત્રાડ સાથે હુમલો કર્યો કે રાજા કૌશલે યુક્તિ અજમાવીને પોતાનો શ્વાસ રોકીને જમીન પર એક શબની માફક સૂઈ ગયાં.... થોડીવાર તે ખૂંખાર બનેલો વાધ આજુબાજુ ફરવા લાગ્યો આખરે કલાકેક બાદ આખરે થાકીને વાઘનાં જતાં રહ્યાં બાદ તે પોતાને સહેજ વાગેલા તેનાં નખને થોડાં પંપાળતો ફરી વધારે સજાગતા સાથે ચાલવા લાગ્યો....
મહામુસીબતે ચારેક દિવસ થઈ ગયાં.ભુખ્યો તરસ્યો થાકીને લોથપોથ થયેલો રાજા કૌશલ એ ગાઢ જંગલને વીંધતો બહાર આવી ગયો... જંગલમાં તો ઘણાંય ફળો જોયાં પણ આ તો 'દૂધનો દાઝ્યો છાશ પણ ફુકીને પીવે' એમ એને કોઈ પણ ફળ સારું હશે કે ઝેરી એ નક્કી ન કરી શક્યો ને ખાધું પણ નહીં. બહાર આવતાં કંઈક નવું જ દેખાઈ રહ્યું છે...એક સૂમસામ જગ્યા પણ એક સુંદર સવાર દેખાઈ રહી છે...સમય તો કોને ખબર ?? પણ થોડાં થોડાં છુટાછવાયાં ઘર જેવું દેખાઈ રહ્યું છે...પણ કંઈ લાકડાં જેવાં ઘર દેખાઈ રહ્યાં છે....
પોતાનાં લોકો, રીતભાત કરતાં કંઈક અલગ જ બધું અનુભવાઈ રહ્યું છે..અરે આ તો ઠીક પણ એને પોતાનો શ્વાસ પણ પારકો હોય એવું લાગી રહ્યું છે...તેને પહેલાં તો કંઈક ભોજન અને જલ ગ્રહણ કરવા વલખાં મારી રહ્યો છે...ને આખરે એને થોડાક ગોરી ચામડીવાળાં લોકો છુટાછવાયાં દેખાયાં...
એક આશાએ તે પહોંચ્યો કે કોઈ તેને કંઈક મદદ કરશે...એક ગોરી યુવતીને જોઈ પાસે જવાં વિચાર્યું...પણ આ તો જુદી ધરતી એક ભય પણ હતો...એક વૃદ્ધ લાગતાં વ્યક્તિને અહીં કંઈ ભોજન કે પાણી મળશે કે નહીં એ માટે પુછ્યું....પણ એ તો બોલી ગયો પણ એ વૃદ્ધ કંઈ જ સમજ્યાં નહીં...ને " વોટ્...વોટ...?? " એવું કંઈક બોલવાં લાગ્યાં....
તે સમજી ગયો કે અહીં ભાષા સમજવામાં મુશ્કેલી છે...આ લોકો અને તેમનું જીવન આખું જ અલગ છે...તેણે ઈશારાથી સમજાવ્યું કંઈ ખાવા પીવા માટે... ત્યાં તો એમણે એક શોપનું ઈશારાથી સમજાવ્યું...ને ખુશ થતો ત્યાં પહોંચી ગયો....
રાજા કૌશલ તો એ જગ્યાએ પહોંચી ગયો...તેણે તો બહાર જ જાણે વાસથી ઉબકા આવવાં લાગ્યાં.... કદાચ એ વાસ એ પહેલીવાર અનુભવી રહ્યો છે...પણ પેટમાં તો એવો ખાડો પડ્યો છે કે હિંમત કરીને ઘુસી ગયો.... ત્યાં રહેલા લોકો એને અજીબ નજરે જોવા લાગ્યાં....તેને એ બધું જ માંસાહારી ખોરાક બનતો જોયો એને ઉબકા આવવાં લાગ્યાં...એ ઝડપથી પાણી માટે પહોંચ્યો.... ત્યાં તેને બોટલમાં પાણી જોઈને નવાઈ લાગી...પણ તરસનો માર્યો એ આખી બોટલ ગટગટાવી ગયો....પણ એને કોઈ અલગ પ્રકારનો જ સ્વાદ લાગ્યો. એ પાણી નહીં પણ મદિરા હતી....
પહેલીવાર પીવાને કારણે તેને કંઈ થવાં લાગ્યું....તે બહાર નીકળી ભોજન માટે થોડું આગળ ચાલ્યો. ત્યાં મોટાં તંબુ દેખાતાં ગયો...પણ બધે જ આ જમવાનું...આખરે પેટને ખાતર એ ઉબકા ખાતો એ માંસાહારી ભોજન ગ્રહણ કરી લે છે....અને પોતાની એક હીરાની રત્નજડિત અંગુઠી ત્યાં આપે છે...એ માલિક પણ રાજા કૌશલને અજીબ વિચિત્ર નજરે જોવા લાગ્યો....
*****************
સૌમ્યાકુમારી સિંચનકુમાર સાથે પ્રિતમનગરીમાં એક સામાન્ય જીવન શરૂં કરે છે....અને નંદિનીકુમારીની પણ અહીં એમની સાથે લઈ આવે છે. પણ સામાન્ય જીવન મુજબ એમનાં નવાં નામ જ કાયમી રાખવામાં આવ્યાં...ધીરે ધીરે સમય વીતવા લાગ્યો....ને નવ મહિના પુર્ણ થયે નિયતિ કે જે સૌમ્યાકુમારી છે એ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો..... એનું નામ પાડવામાં આવ્યું શિવાની....
રૂક્મિણી માતાને સચ્ચાઈ બધી ખબર હોવાથી રૂક્મિણી રાણીએ પોતાની પૌત્રીને હરખભેર વધાવી લીધી.....પણ હજુંય તેમનો શિવરામચાચા અને જેક્વેલિન સાથે સંબંધ એવો જ અકબંધ રહ્યો છે...
સિંચનકુમાર ની બોલવાની તફલીક ધીમે ધીમે ઓછી થઈ ગઈ....સૌમ્યાકુમારી તેમને આ દરમિયાન પોતે પણ માતા બનવાની છે એવા સરસ સમાચાર આપ્યાં......ને એ સાથે તેમનાં જીવનમાં અનેરો આનંદ વ્યાપી ગયો.....
. *****************
સમય સાથે રાજા કૌશલ એ બીજાં દેશની ધરતી પર પોતાની જાતને ગોઠવવા લાગ્યો... માંસાહાર અને મદીરા તેની રોજનું ખાણું પીણું બની ગયું.... પોતાનાં ઝરઝવેરાતને એણે ગીરવે આપેલાં ધીમે ધીમે છોડાવવા લાગ્યો....એક સ્ત્રીનું વ્યસન એનાં રગરગમાં વ્યાપી ગયેલું છે....એમ એ વિદેશી ધરતીની કેટલીય છોકરીઓ સાથે એ ફરવા લાગ્યો...એ ત્યાંની ભાષા પણ સમજવાં લાગ્યો....તેણે થોડાં મહિનાઓ બાદ એક ગોરી ચામડીવાળી એક છોકરી સાથે વિવાહ કરી લીધાં...
પોતાનાં એ સાથે લાવેલા ઝરઝવેરાત એણે ત્યાં ઠરીઠામ થવા માટે ઉપયોગી થયાં...પણ એક વસ્તુ એને ખુચવા લાગી... અંદરોઅંદર એનું મન એકલતાનો અહેસાસ કરી રહ્યું છે. પોતાની માતા, નંદિનીકુમારી, એ જાહોજલાલી ભર્યું રાજ્ય ને બધું જ....એ ફરી એકવાર પોતાનાં નગરમાં પરત ફરવા વિચારે છે.... ત્યાં જ એનાં રૂંવાટા એક ભય અનુભવવા લાગ્યાં.... ઘણાં મહિનાઓ બાદ આજે એ બેચેન છે...તેને ફરી આજે કોઈ પડછાયો દેખાવા લાગ્યો....ને એક ખતરનાક અટૃહાસ્ય એ નાનકડાં એ લાકડાંના ઘરમાં ગુંજવા લાગ્યો....એ એટલાં ઠંડાં વાતાવરણમાં એ પરસેવે એ રેબઝેબ થવાં લાગ્યો... એનાં હાથપગ જડાઈ ગયાં....સિમોલી નામની એની પત્નીને કંઈ અનુભવ નથી આવો એટલે એ તો કૌશલ રાજાનાં એ બદલાતાં રૂપને નીરખી રહી......
શું થયું હશે રાજા કૌશલને ?? તે ફરી પોતાને નગર પાછોફરી શકશે ખરાં ?? વિદેશની એ પારકી ધરતી પર એ સચ્ચાઈનો મારગ અપનાવશે ખરાં...?? શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૬
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....